________________
૨૪
ક્લેશતાનોપાયદ્વાચિંશિકાશ્લોક-૮ હોવાને કારણે આત્મારૂપ આશ્રયમાં સદનુષ્ઠાન અને સદનુષ્ઠાનના ફળરૂપ મોક્ષની અસંગતિ થાય. હવે તે અસંગતિનું નિવારણ કરવા માટે ક્ષણિકવાદી બૌદ્ધ કહે કે આત્મા બીજી ક્ષણમાં નાશ પામતો હોવા છતાં તે આત્માથી અન્ય ભાવાત્મક આત્મા ઉત્પન્ન થાય છે, તેથી આત્માનું સંતાન રહે છે, અને તે આત્માના સંતાનમાં અનુષ્ઠાન અને અનુષ્ઠાનના ફળની સંગતિ ક્ષણિકવાદમાં થઈ શકશે. તેના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે છે – ટીકાર્ય :
અન્યથા ..... ન્યૂયા, અન્યથા–ક્ષણિક એવા આત્માના નાશ પછી ભાવથી જ ભાવ થાય છે એમ સ્વીકારવામાં આવે તો અર્થાત્ પૂર્વેક્ષણના આત્માથી બીજી ક્ષણમાં ભાવાત્મક અન્ય આત્મા થાય છે તેમ સ્વીકારવામાં આવે તો, ઉત્તરકાર્ય પ્રત્યે=બીજી ક્ષણના આત્મારૂપ ઉત્તરકાર્ય પ્રત્યે, અંગભાવ હોવાથી=પ્રથમ ક્ષણનો આત્મા પરિણામી કારણ હોવાથી, અવિચ્છેદ થવાને કારણે=પ્રથમ ક્ષણ અને દ્વિતીય ક્ષણમાં ભાવનો અવિચ્છેદ થવાને કારણે, અવય હોવાથી આત્મા ક્ષણિક નથી તેમ સિદ્ધ થાય છે, એ પ્રકારે સંબંધ છે.
બીજી ક્ષણમાં પૂર્વક્ષણનો આત્મા અન્વયરૂપે કેમ પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે હેતુ કહે છે –
પૂર્વસ .... બ્રોવ્યાત્િ ા કથંચિત્ અભાવીભૂત એવી પૂર્વેક્ષણના જ=કોઈક પરિણામરૂપે અભાવીભૂત થયેલ એવા પૂર્વેક્ષણવાળા આત્માના જ, તથાપરિણમનમાં=બીજી ક્ષણવાળા આત્માસ્વરૂપે પરિણમતમાં, પ્રથમ ક્ષણ અને દ્વિતીય ક્ષણરૂપ ક્ષણદ્વયમાં આત્મા નામના પદાર્થની અનુવૃત્તિનું ધ્રુવપણું છે. માટે આત્મા ક્ષણિક નથી, એ પ્રકારનો સંબંધ છે.
પૂર્વેક્ષણનો આત્મા બીજી ક્ષણરૂપે પરિણમન પામે છે તેમ ન સ્વીકારીએ, અને પૂર્વેક્ષણનો આત્મા સર્વથા નાશ પામે છે અને ઉત્તરક્ષણનો નવો આત્મા પૂર્વેક્ષણવાળા આત્માથી ઉત્પન્ન થાય છે તેમ સ્વીકારીએ, તો ક્ષણિકવાદની સંગતિ થશે. તેના નિવારણ માટે ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે –
સર્વથા . ૩૫પરિતિ || ખરવિષાણાદિની જેમ=રાસભના શૃંગની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org