________________
ક્લેશતાનોપાચઢાવિંશિકા/બ્લોક-૭
હવે અન્ય રીતે આત્માના અભાવરૂપ પ્રથમ પક્ષમાં નૈરાભ્યનો અયોગ બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – વકતા આદિના અભાવને કારણે આત્માના અભાવરૂપ પ્રથમ પક્ષમાં નૈરાભ્યનો અયોગ:
જો આત્માનો અભાવ સ્વીકારીએ તો આત્માના અભાવરૂપ નિરાભ્યના પ્રતિપાદક પુરુષનો અભાવ પ્રાપ્ત થાય, વળી નૈરાભ્યને સાંભળનારા પુરુષનો અભાવ પ્રાપ્ત થાય, વળી નૈરામ્યને સાંભળીને સંસારના સ્નેહને તોડવા માટેના ઉદ્યમ કરનારા પુરુષનો અભાવ પ્રાપ્ત થાય. આ રીતે નૈરાશ્યને કહેનારા વક્તા આદિનો અભાવ પ્રાપ્ત થાય તો કોઈ પુરુષમાં નૈરાભ્યનું દર્શન સંગત થાય નહિ, માટે “નેરાલ્યદર્શનથી ક્લેશનો નાશ થાય છે એ પ્રકારનો બૌદ્ધનો મત, આત્માના અભાવરૂપ પ્રથમ પક્ષને આશ્રયીને અસંગત છે. જ્ઞાનવાદી બૌદ્ધનો મત :
અહીં જ્ઞાનવાદી બૌદ્ધ કહે કે જેમ – કુમારી સ્ત્રીને પુત્ર નથી, છતાં સ્વપ્નમાં તેને પુત્ર જન્મ્યો તેવું દેખાય ત્યારે કુમારીને પુત્રની બુદ્ધિ વિકલ્પથી થાય છે, તેમ નૈરાભ્યના પ્રતિપાદક આદિની બુદ્ધિ વિકલ્પથી થઈ શકે છે. માટે આત્મા નહિ હોવા છતાં વિકલ્પથી આત્મા છે એવી બુદ્ધિ થાય છે, તેથી આત્મા ઉપર=પોતાના ઉપર, સ્નેહ થાય છે, અને આત્મા ઉપર સ્નેહ થવાના કારણે રાગાદિ ક્લેશો થાય છે. માટે વિકલ્પથી થયેલું આત્મદર્શન ક્લેશનું કારણ છે, અને વૈરાગ્યદર્શન ક્લેશના નાશનો ઉપાય છે. આ પ્રકારે જ્ઞાનવાદી બોદ્ધો કહે છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – જ્ઞાનવાદી બૌદ્ધના મતે આત્માના અભાવરૂપ પ્રથમ પક્ષમાં નૈરાશ્યના અયોગની યુક્તિઃ
કુમારીને પુત્રની બુદ્ધિમાં વિષયભૂત એવો પુત્ર અને બુદ્ધિના વિષયભૂત એવી કુમારી બન્ને વિદ્યમાન છે; કેમ કે કોઈક અન્ય સ્ત્રીનો પુત્ર વિદ્યમાન છે. ફક્ત અન્યત્ર પ્રસિદ્ધ એવા પુત્રનો કુમારી સાથે સંબંધ નથી, છતાં કોઈક રીતે કુમારીની સાથે પુત્રના સંબંધનો આરોપ થાય છે; વળી આત્મા નામની વસ્તુ જ જગતમાં ન હોય તો આત્મા છે તેવું આરોપણ થઈ શકે નહિ; કેમ કે વિકલ્પના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org