________________
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧ ક્રિયાથી તે નગરની પ્રાપ્તિ અવશ્ય થાય છે, તેમ પ્રયત્નથી થતા સર્વ કાર્ય પ્રત્યે સમ્યગુ જ્ઞાન અને સમ્યક્ ક્રિયા હેતુ છે, અને તે નિયમને સામે રાખીને “સમ્ય જ્ઞાન અને સમ્યક્ ક્રિયાના સંયોગની સિદ્ધિથી ફળ થાય છે એ પ્રમાણે શાસ્ત્રમાં કહેલ છે. આ શાસ્ત્રવચન દ્વારા સિદ્ધાંતના જાણનારાઓ કહે છે કે ક્લેશતાનનો ઉપાય સમ્યગુ જ્ઞાન અને સમ્યક ક્રિયા છે. તેથી સદ્દષ્ટિ પ્રગટ્યા પછી યોગ્ય જીવ ભગવાનના વચનના પરમાર્થનો બોધ કરે અને તે વચનાનુસાર સદનુષ્ઠાનો કરે તો તે સમ્યગુ જ્ઞાન અને સમ્યગુ અનુષ્ઠાન કર્મરૂપ ક્લેશોના નાશનો સમ્યગૂ ઉપાય બને છે. વિશેષાર્થ :
અહીં વિશેષ એ છે કે અનાદિકાળથી જીવમાં સંગની પરિણતિરૂપ ક્લેશ વર્તે છે અને તે ક્લેશને કારણે આત્મા ઉપર કર્મોનો સંશ્લેષ થાય છે. તે કર્મો જીવને ચાર ગતિઓમાં પરિભ્રમણ કરાવીને કદર્થના કરનારાં છે, તેથી તે કર્મો ઘણા ક્લેશરૂપ છે. તે કર્મોના નાશનો ઉપાય જીવનો મૂળભૂત સ્વભાવ પ્રગટ થાય તે પ્રકારનો અંતરંગ ઉચિત ઉદ્યમ છે, અને તે ઉદ્યમ સાક્ષાત્ છમસ્થના જ્ઞાનનો વિષય નથી પરંતુ સર્વજ્ઞ અને સર્વદર્શી એવા તીર્થકરો તે ક્લેશના નાશના ઉપાયને સાક્ષાત્ જોનારા છે. તીર્થકરો કેવલજ્ઞાનરૂપી ચક્ષુથી તે ઉપાયને જોઈને યોગ્ય જીવોના હિત માટે શ્રુતજ્ઞાનથી તે ઉપાયોને બતાવે છે, અને યોગ્ય જીવો સર્વજ્ઞના વચનનો યથાર્થ બોધ કરે તો તે બોધ સમ્યકશ્રુત બને છે, અને તે શ્રુતથી નિયંત્રિત થઈને ઉચિત અનુષ્ઠાન કરે તો તે ઉચિત અનુષ્ઠાન આત્માના શુદ્ધ ભાવોને પ્રગટ કરવાને અનુકૂળ ઉચિત વ્યાપારરૂપ બને છે, અને તે વ્યાપારથી ક્લેશનો નાશ થાય છે.
ગ્રંથકારશ્રીએ ૨૪મી સદ્દષ્ટિબત્રીશીમાં જે ચાર સદ્દષ્ટિઓ બતાવી તે ચાર સદૃષ્ટિઓ શ્રુતજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી નિયંત્રિત અનુષ્ઠાનરૂપ ક્રિયાથી મિશ્રિત હોવાથી ક્લેશનાશનું કારણ બને છે. આથી આઠમી દૃષ્ટિવાળા યોગી તે દૃષ્ટિવર્તી જ્ઞાન અને ક્રિયાના બળથી કેવલજ્ઞાનને પામે છે.
અહીં કહ્યું કે સમ્યગુ જ્ઞાન અને સમ્યગુ અનુષ્ઠાન અવિપરીતપણાથી ક્લેશોના હાનનો ઉપાય છે તેથી એ પ્રાપ્ત થાય કે પ્રથમ ચાર દૃષ્ટિમાં કાંઈક સમ્યગુ જ્ઞાન છે અને કાંઈક સમ્યગું અનુષ્ઠાન છે, તોપણ તે પરિપૂર્ણ શુદ્ધ નથી. તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org