________________
૧૨
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-પ-૬ ભાવાર્થબૌદ્ધદર્શનકારના મતે નૈરાભ્યદર્શન મોક્ષનો હેતુ :
તર્કવાદી બૌદ્ધો કહે છે કે “આત્મા નથી' એ પ્રમાણે કોઈ બુદ્ધિમાન નિરીક્ષણ કરતો હોય તો તે બુદ્ધિમાનને પોતાના ઉપર સ્નેહ થતો નથી; કેમ કે જેનો કોઈ વિષય હોય તેમાં સ્નેહ થઈ શકે, પરંતુ બૌદ્ધદર્શનના શાસ્ત્રવચનથી અને યુક્તિથી નિર્ણય થાય કે આત્મા નથી, પરંતુ ભ્રમને કારણે “હું છું' એવી મને બુદ્ધિ થાય છે, અને આત્મા નથી તે બુદ્ધિ સ્થિર થાય તો તે ભ્રમ દૂર થાય, અને પોતાનું અસ્તિત્વ ન હોય તો પોતાના ઉપર સ્નેહ થવાનો પ્રસંગ આવે નહિ, અને પોતાના ઉપર સ્નેહ થયા વગર સુખના હેતુઓમાં પ્રવૃત્તિ થાય નહિ. તેથી આત્માના અભાવને જોવાથી સ્નેહરૂપ તૃષ્ણાનો ઉચ્છેદ થાય છે.
આનાથી એ ફલિત થાય છે કે આત્મદર્શન એ વૈરાગ્યના પ્રતિથિ એવા નેહરૂપ છે, અને નૈરાભ્યદર્શન એ સ્નેહના ઉચ્છેદનું કારણ છે. તેથી સંપૂર્ણ તૃષ્ણા વગરની એવી મુક્તિનો હેતુ નરામ્યદર્શન છે, એ પ્રમાણે યુક્તિથી સિદ્ધ થાય છે, એમ તર્કવાદી બૌદ્ધો કહે છે. આપા અવતરણિકા -
एतद् दूषयति - અવતરણિકાર્ચ -
આનેeતેરાભ્યદર્શન મોક્ષનો હેતુ છે એમ જે તર્કવાદી બોદ્ધો કહે છે એને, ગ્રંથકારશ્રી દૂષિત કરે છે – શ્લોક :
नैरात्म्यायोगतो नैतदभावक्षणिकत्वयोः । .
आद्यपक्षेऽविचार्यत्वाद्धर्माणां धर्मिणं विना ।।६।। અન્વયાર્થ :
૩માવક્ષત્વિયો.=અભાવ અને ક્ષણિકત્વમાં-આત્માના અભાવમાં અને આત્માના ક્ષણિકપણામાં, નૈરાન્ચાયોતઃ=ૌરાભ્યનો અયોગ હોવાથી તંત્ર આતકવાદી એવા બૌદ્ધોનો મત, યુક્ત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org