________________
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/પ્રાસ્તાવિક પ્રયોગોની શરૂઆત થઈ. જેમ જેમ પ્રયોગો આગળ વધવા માંડ્યા તેમ તેમ જનતા એ સરસ્વતીના અવતારને સ્તવી રહી.
ઊગતા આ શ્રમણમાં પંડિતોને પણ વીણાવાદિની સરસ્વતીનાં દર્શન થયાં. સ્મરણશક્તિની અગનપરીક્ષા સમા અવધાનનો પ્રયોગ પૂર્ણ થયો. એક નહિ, આઠ આઠ મહા અવધાનો સાંભળીને જેનપુરીની જનતા છક થઈ ગઈ ! - જૈનપુરીના મોટા મોટા શાહુકારો ને શાહ સોદાગરો આ અવધાનમાં હાજર હતા. ધનજી સૂરા પણ એમાંની જ એક ચકોર દષ્ટિ હતી. બધા તો માત્ર આ શક્તિદર્શનમાં મુગ્ધ હતા, પણ ધનજી સૂરાની ચકોર દૃષ્ટિ કોઈ નવી જ વિચારસૃષ્ટિમાં ઊતરી પડી. આખી રાત એમની આંખ એ કુમારશ્રમણમાં પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીનું અને પૂજ્ય શ્રી હેમચન્દ્રસૂરિજીનું પુણ્યદર્શન પામતી રહી, સવાર થઈ.
ધનજી સૂરા શ્રી નવિજયજી મહારાજની સામે ખડા થઈ ગયા. “ગુરુદેવ! ગઈકાલના અવધાનપ્રયોગે મારા પર એક જુદી જ અસર કરી છે. મને થયું છે કે શ્રી યશોવિજયજી મહારાજને વિશિષ્ટ અધ્યયન કરાવવામાં આવે, અને પછી જો તેઓ કલમ ચલાવે તો એમાંથી પૂજ્ય શ્રી હરિભદ્રાચાર્ય અને પૂજ્ય શ્રી હેમચંદ્રાચાર્ય જેવી અકાઢ્ય સર્વવ્યાપી સાહિત્યસર્જના વહી નીકળે.
શ્રી નવિજયજી મહારાજ વર્ષોથી જે સમણાં સેવી રહ્યા હતા એની ભૂમિકાના રૂપમાં ધનજી સૂરાનું આગમન એમને લાગ્યું. ધનજી સૂરાની શુભભાવના અને સહાયથી ઉભય પૂજ્યોનું કાશી તરફ પદાર્પણ થયું. ત્યાં કાશીમાં પ્રદર્શનનો પ્રખર અભ્યાસ કરી પૂ. યશોવિજયજી મહારાજા ઇતર ધર્મના પંડિતો પાસે જૈનશાસનની વિજયપતાકા સ્થાપિત કરવાના કારણે કાશીના વિદ્વાનો દ્વારા
ન્યાયાચાર્ય અને ન્યાયવિશારદ'નું બિરુદ પામ્યા હતા. ‘દ્વામિંશદ્વાચિંશિકા': ફ્લેશતાનોપાયાવિંશિકા -
સર્વનયમયી વાણી વહાવનાર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાની એક અદ્ભુત અમરકૃતિરૂપ આ ‘દ્વત્રિશદ્ધાત્રિશિકા' ગ્રંથ, ૫૦૫૦ શ્લોકપ્રમાણ અદ્ભુત અર્થગંભીર અને મનનીય ‘તત્ત્વાર્થદીપિકા' નામની સ્વોપજ્ઞવૃત્તિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org