Book Title: Kleshhanopay Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 10
________________ e દ્વાદિંશદ્વાચિંશિકા' ગ્રંથની ક્લેશતાનોપાયદ્વાચિંશિકા'ના શબ્દશઃ વિવેચનના સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક શ્રુતસદનના સૂત્રધાર મહોપાધ્યાયજી મહારાજા પૂજ્ય મુનિ શ્રી યશોવિજયજી મહારાજનું કૌમાર્ય ખીલી ઊઠ્યું હતું. ઉંમર હજુ ૨૧-૨૨ વર્ષની હતી. મુનિજીવનનો હજુ માત્ર એક દસકો વીત્યો હતો, પણ આ ટૂંક સમયમાં એમણે જે જ્ઞાન હાંસલ કર્યું હતું એ અપૂર્વ હતું. એમની સર્વતોમુખી પ્રજ્ઞા જ્ઞાનનાં વિવિધ ક્ષેત્રોનો પ્રવાસ ખેડી આવી હતી અને એની ગહરાઈને માપવામાં એમણે મેળવેલી સફળતા જોનાર અને સાંભળનાર બંનેને આશ્ચર્ય અને આનંદથી વિભોર બનાવી દે એવી હતી. જૈનપુરીના નામે ઓળખાતું અમદાવાદ આ શ્રમણની જ્ઞાનજ્યોતના પ્રકાશમાં અંજાઈ ગયું હતું. સતેજ પ્રજ્ઞાશક્તિના સ્વામીને સ્વયં વરતી કળાઓમાં અવધાનકળા” મુખ્ય સ્થાન ધરાવે છે. આ કળા પૂજ્ય યશોવિજયજી મહારાજને અલ્પ પ્રયાસમાં સિદ્ધ થઈ ગઈ હતી. એમની આ કળાનું કામણ રાજનગરને ક્યારનુંય લાગી ચૂક્યું હતું. જનતાએ પૂજ્ય શ્રી નવિજયજી મહારાજની આગળ પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી : “ગુરુદેવ ! આપના આ શ્રમણની જ્ઞાનજ્યોતનો પ્રકાશ અમારે નિહાળવો છે. અમારે એમના શ્રીમુખે “અવધાન” જોવા અને સાંભળવા છે.” જૈનપુરીની જનતાની જિજ્ઞાસા જોઈને ગુરુદેવે સંમતિ આપી. રાજનગર હેલે ચડ્યું. બીજે દિવસે પ્રવચનખંડ હકડેઠઠ ભરાયો. વિરાટ જનમેદની સામે પૂ. શ્રી યશોવિજયજી મહારાજ જાણે સરસ્વતીના “નરઅવતારરૂપે બિરાજ્યા. પ્રશ્નકાર તરીકે પ્રખર પંડિતો ખડા હતા. કાવ્ય કે સાહિત્ય, ન્યાય કે વ્યાકરણ, કોઈપણ ક્ષેત્રના શ્લોકો કહેવાની-પૂછવાની છૂટ હતી. સંસ્કૃતના અઘરા છંદોમાં એક પદ બોલાય, અને બીજાં ત્રણ પદોની ઝડપી પૂર્તિ કરી આપવાની શક્તિના સંતાન સમાં એ અવધાનો હતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 164