________________
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/સંકલના
જો આત્મા વિદ્યમાન હોય તો આત્મા નથી એમ કહી શકાય નહિ. વળી આત્મા ક્ષણિક છે તેમ સ્વીકારીને ક્ષણ પછી આત્માનું અસ્તિત્વ નથી તેમ જોવામાં આવે તોપણ કષ્ટસાધ્ય એવા યોગમાર્ગની પ્રવૃત્તિ કરવાનો ઉત્સાહ થાય નહિ. પરંતુ આત્મા છે અને તે શાશ્વત છે અને સર્વ ક્લેશ વગરનો આત્માનો મૂળ સ્વભાવ છે તેવું જ્ઞાન થાય, તો આત્મા પ્રત્યેના સ્નેહના કારણે આત્માના મૂળ સ્વભાવને પ્રગટ કરવા અર્થે દુષ્કર એવા પણ યોગમાર્ગની પ્રવૃત્તિ થાય, અને તેના ફળરૂપે સર્વકર્મકૃત ક્લેશરહિત શુદ્ધ આત્માની પ્રાપ્તિ
થાય.
વળી ક્લેશનાશનો ઉપાય અનુપપ્લવવાળી વિવેકખ્યાતિ છે એમ પાતંજલદર્શનકાર કહે છે. તે મતનો શ્લોક-૧૨થી ૧૬માં ઉપવાસ કરીને તેનું ગ્રંથકારશ્રીએ નિરાકરણ કરેલ છે.
વળી તાર્કિક એવા તૈયાયિકો કહે છે કે પુરુષાર્થ માટે દુઃખમાં પ્રવૃત્તિ થાય છે, માટે ચરમદુઃખને માટે કરાયેલા પુરુષાર્થથી ક્લેશનાશ થાય છે. તે મત પણ અત્યંત અનુચિત છે તે બતાવવા માટે શ્લોક-ર૭થી ૨૯માં તેનો ઉપન્યાસ કરીને તેનું ગ્રંથકારશ્રીએ નિરાકરણ કરેલ છે.
વળી ગ્રંથકારશ્રીએ શ્લોક-૧માં જૈનમતાનુસાર ક્લેશનાશનો ઉપાય સમ્યમ્ જ્ઞાન અને સમ્યક ક્રિયા બતાવેલ છે. તે અન્ય સર્વમતોના નિરાકરણથી પણ સુસ્થિત થાય છે તેમ યુક્તિથી શ્લોક-૩૦માં બતાવેલ છે, જેથી બુદ્ધિમાનને સ્થિર શ્રદ્ધા થાય કે સમ્યગું જ્ઞાન અને સમ્યક્ ક્રિયા સર્વદુઃખોના નાશપૂર્વક પૂર્ણસુખમય મોક્ષનું કારણ છે.
વળી ક્લેશો બહુભેટવાળા પાપકર્મો છે તેમ બતાવીને શ્લોક-૩૧માં ગ્રંથકારશ્રીએ ચાર ઘાતિકર્મોને ક્લેશરૂપે સ્થાપન કરેલ છે. જોકે આઠ કર્મો જીવની વિકૃતિને કરનારાં હોવાથી જીવ માટે અનિષ્ટરૂપ છે, તોપણ અંતરંગ ફ્લેશ ઘાતકર્મોથી થાય છે; કેમ કે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયકર્મથી અવરુદ્ધ થયેલી જ્ઞાનશક્તિ તત્ત્વને જોવા માટેની સ્વશક્તિને કુંઠિત કરે છે, મોહનીયકર્મ કુંઠિત એવા તે જ્ઞાનને વિકૃત કરે છે, અને વિકૃતિને પામેલું એવું તે જ્ઞાન વિપરીત પ્રવૃત્તિ કરાવીને સર્વફ્લેશોની પ્રાપ્તિ જીવને કરાવે છે. તે ક્લેશને કરાવનારાં એવાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org