________________
'
શ્રી શ્રીપાલ કથા
મનહર અને બુદ્ધિશાળી એ રાણીઓ હતી. લાવણ્યસહિત મનોહર શરીરવાળી એક રાણીનું નામ સૌભાગ્યસુંદરી હતું; અને રિત સમાન રૂપવાળી બીજી રાણીનું નામ રૂપસુંદરી હતું.
સૌભાગ્યસુંદરી શૈવધર્મને માનનારી હતી; અને રૂપસુંદરી શ્રાવકની પુત્રી હોવાથી જૈનધર્મોને માનનારી હતી. અને રાણીએ સરખી ઉંમરની, સરખા સૌભાગ્યવાળી અને સરખા જ રૂપવાળી હતી. અને શાકયા હોવા છતાં પણ પરસ્પર પ્રીતિવાલી હતી. અને રાણીએ જુદા જુદા ધર્મને માનનારી હોવાથી, કેટલીક વખત અને વચ્ચે ધમની ખાબતમાં વાદવિવાદ થતા હતા. સ્વર્ગના દેવતાઓની માફ્ક પ્રજાપાલ રાજા સાથે સંસારસુખ ભોગવતાં અને રાણીઓએ એકેક સુંદર પુત્રીને જનમ આપ્યા. રાજાએ પણ આનદિત થઇને અને પુત્રીઓના જનમ મહાત્સવ ધામધૂમથી ઉજવ્યેા.
સૌભાગ્યસુંદરીની પુત્રીનું રાજાએ સુરસુંદરી નામ પાડયુ; અને રૂપસુંદરીની પુત્રીનું નામ મનને આનંદ પમાડે એવું મયણાસુંદરી પાયું. અને રાજપુત્રીએ બીજના ચંદ્રમાની કળાની જેમ વધતી વધતી વિદ્યાભ્યાસ કરવાને માટે લાયક થઈ ત્યારે, રાજાએ સૌભાગ્યસુંદરી રાણીની પુત્રી સુરસુંીને, વેદશાસ્ત્રના પારંગત એવા શિવભૂતિ નામના વિદ્વાનને; અને રૂપસુંદરી રાણીની પુત્રી મયણાસુંદરીને, જૈન સિદ્ધાંતા તથા જૈન તત્વજ્ઞાનના અભ્યાસી એવા સુબુદ્ધિને વિદ્યાભ્યાસ કરાવવા માટે સુપ્રત કરી.
સુરસુંદરીએ લેખનકલા, ગણિત, વ્યાકરણ, લક્ષણ, છંદ, અલંકારવાળાં કાવ્યા, તર્ક, પુરાણ, સ્મૃતિ વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org