________________
પાગદ્વાર .
- થાય તે તરતજ મિશ્રપણામાં ગમન થતું જ નથી. બીજા સ્થાનમાં તેને નિષેધ છે. કહ્યું છે કે,
"मिच्छत्ता संकति अविरुद्धा हाइ दोसु पुजेसु ।, मिसाओ या दोसु सम्म मिच्छ न उण मीसं' ॥
અશુધ્ધ પુંજરૂપ મિથ્યાત્વમાંથી શુધjજ રૂપ સમ્યક્ત્વ અને અર્ધ શુધ્ધ પુજે રૂ૫ મિશ્રમાં જવું એટલે સંક્રાંત થવું અવિરૂદ્ધ છે. મિશ્રમાંથી સમ્યક્ત્વ અને અને મિથ્યાત્વમાં જવાય છે. પણ સમ્યકૃત્વમાંથી મિશ્રમાં નથી જવાતું.
આથી જ અપર્યાપ્ત અવસ્થામાં સમ્યગૃમિથ્યાદષ્ટિએ હેતા નથી, તેથી દેવનારને ક્રિમિકને સંભવ નથી.
અપર્યાપ્ત મનુષ્ય અને તિર્યને પૂર્વોક્ત સ્વરૂપવાળે દારિકમિશ્નકાયોગ હોય છે. તેઓને અપર્યાપ્ત અવસ્થામાં મિથ્યાત્વ, સાસ્વાદન અને અવિરત સમ્યગદષ્ટિપણું જ હોય છે પણ મિશ્રપણું હોતું નથી. મિશ્રપણું ન હોવાના કારણે વૈક્રિયમિશ્રમાં કહ્યા છે તે જ સર્વે અહિં જાણવા. દેશવિરત વગેરે ગુણસ્થાનકે પણ અપર્યાપ્ત અવસ્થામાં હોતા નથી. કારણકે એ ગુણસ્થાનકે વિરતથી જ હોય છે
અને અપર્યાપ્ત અવસ્થામાં વિરતિને અંશ પણ હેતે નથી. પ્ર : “જે અપાતા કીસા' એ પ્રમાણે ગ્રંથકારે કહ્યું છે તે બરાબર લાગતું નથી,
સંગી કેવલી એવા પર્યાપ્ત મનુષ્યને કેવલી સમુદુઘાત વખતે બીજા, છઠ્ઠા અને સાતમા સમયે ઔદારિકમિશ્ર કાગને સંભવ છે. વૈક્રિય લબ્ધિધારી પર્યાપ્તા મનુષ્ય અને તિર્યચેને વેશ્ચિયના આરંભ વખતે પૂર્વોક્તસ્વરૂપવાળ વક્રિયમિશ્રને સંભવ છે. ચૌદ પૂર્વધર પર્યાપ્તા મનુષ્યને આડારકના આરંભ વખતે આહારકમિશ્ર સારી રીતે પ્રસિદ્ધ છે. આ બધા જ અપર્યાપ્તા નથી. ઉત્પન્ન થવાના પ્રથમ અંતમુહર્તકાળ માત્ર દરેક જીવે અપર્યાપ્ત રૂપે હોય છે એમ સિધાંતમાં કહ્યું છે.
ત્યાં અપર્યાપ્ત અવસ્થામાં કેવલી વગેરે ભાવેને અસંભવ છે. ઉ. : સાચી વાત કહી પરંતુ તમે અભિપ્રાય જાણતા નથી. અહીં આગળ સિધ્ધાંતમાં કહેલ
અપર્યાપ્તપણાની વ્યાખ્યા સૂત્રકારે વિવક્ષી નથી, પરંતુ અપૂર્ણ શરીરવાળા અપર્યાપ્ત એ વિવક્ષા ગ્રહણ કરી છે. અને એ વ્યાખ્યાના આધારે વૈક્રિયશરીર બનાવતા મનુષ્ય અને તિર્યંચને વૈક્રિયમિશ્ર, ચૌદપૂર્વધરોને આહારક, શરીરના આરંભ વખતે આહારકમિશ્ર, અને કેવલીઓને સમુદ્રઘાત વખતે બીજા વગેરે સમયમાં દારિક શરીર અપૂર્ણ જ હેવાથી આ ત્રણે શરીરે સંપૂર્ણ વ્યાપાર રહિત હોવાથી અપૂર્ણ શરીર છે. માટે