________________
છવદ્રવ્ય પ્રમાણ
જાય અને કેટલાક પર્યાપ્ત થાય. સંમૂચ્છેિ તે અંતર્મુહૂર્ત આયુષ્યવાળા હેવાથી પૂર્વમાં ઉત્પન્ન થયેલ સર્વ મરી જવાથી નિર્લેપ થાય છે. ત્યારે અપર્યાપ્તા મનુષ્યને કદાચિત અભાવ સિદ્ધ થાય છે.
આહારક શરીરના આરંભને પણ ઉત્કૃષ્ટથી છ મહિના જેટલે વિરાળ કહ્યા છે. માટે આહારક શરીરીઓ પણ કંઈક વખત નથી જ હોતા કહ્યું છે કે, “આડારક શિરીરીઓ લોકમાં છ માસ સુધી કેઈક વખત નથી હોતા ઉત્કૃષ્ટથી, જઘન્યથી એક સમય સુધી અભાવ હોય છે. જ્યારે હોય છે ત્યારે જઘન્યથી એક, બે, ત્રણ, પાંચ હોય છે, ઉત્કૃષ્ટથી યુગપતુ સહસ્ત્રપુથકત્વ પણ હોય છે. ”
મિશ્ર વૈક્રિય કાયયેગીઓ પણ જેઓ પ્રથમ ઉત્પત્તિકાળે કાર્માણ સાથે મિશ્ર વૈક્રિય હોય છે તે જાણવા, તેઓ નરકગતિ અથવા દેવગતિમાં પ્રથમ ઉત્પત્તિકાળે હોય છે. આ બંને ગતિમાં દરેકને જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્તને વિરહકાળ કહ્યો છે. કહ્યું છે કે, “હે ભગવંત! નરકગતિમાં કેટલા કાળનો ઉત્પતિ વિરહકાળ કહ્યો છે? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બારમુહુર્ત એમ દેવગતિમાં પણ જ્યારે આટલા કાળ સુધી નારક દેવે કદાચ ઉત્પન્ન ન થાય અને આગળ ઉત્પન્ન થયેલા અંતર્મુહૂર્ત પછી સંપૂર્ણ વૈયિકાયયોગી થાય ત્યારે મિશ્રક્રિયાયોગીઓને કાઢચિત્ક અભાવ ઘટે છે.
છેદપસ્થાપનીય ચારિત્રવંતે પણ જઘન્યથી ત્રેસઠ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી અઢાર કેડા કેડી સાગરોપમને વિરડકાળ છે. પરિડાર વિશુદ્ધિ ચારિત્રીઓને જઘન્યથી ચેર્યાસીહજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી અઢાર કડાકોડી સાગરોપમને વિરડકાળ અંતર બીજા સ્થાને કહ્યું છે. અહી પણ આગળ કહેશે. સૂક્રમ સંપાય, અપૂર્વકરણ, અનિવૃત્તિનાદર બે પ્રકારના છે ઉપશમ શ્રેણીવંત અને ક્ષપકશ્રેણીવંત, ઉપશાતમોહી તે ફક્ત ઉપશમશ્રેણીના ટોચે રહેલા છે. તેમાં ઉપશમશ્રેણીનું અંતર ઉત્કૃષ્ટથી વર્ષ પૃથકત્વ અને ક્ષપકશ્રેણીનું અંતર ઉત્કૃષ્ટથી છ મહિના છે, એમ બીજા સ્થાને કહ્યું છે અને અર' પણ કહેશે. સાસ્વાદની અને મિશ્રદષ્ટિએનું પણ જઘન્યથી સમય ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમા ભાગનું અંતર અહીં જ કહેશે. આ પ્રમાણે આ સર્વરાશિઓને કદાચિત્ક અભાવ વિચાર અને એ અંતર આ ગ્રંથમાં પણ આગળ પ્રાયઃ કરી સર્વ પ્રગટ થશે. (૧૫)
આ પ્રમાણે દ્રવ્ય પ્રમાણ દ્વારમાં, ચાલુ છવદ્રવ્ય પ્રમાણ કડીને હવે ઉપસંહાર કરે છે. एवं जे जे भावा जहिं जहिं हुंति पंचसु गईसु ।
ते ते अणुमज्जिता दव्वपमाणं नए धीरा ॥१६६ ॥ ગાથાર્થ : એ પ્રમાણે જે જે ભાવે પાંચગતિઓમાં જ્યાં જ્યાં હોય તે તે ભાવને
વિચારી બુદ્ધિમાનોએ દ્રવ્ય પ્રમાણમાં લાવવા (૧૬૬)