________________
જીવસમાસ
एगं च तिण्ण सत्त य दस सत्तरसेव हुंति बावीसा । तेत्तीस उयहिनामा पुढवीसु ठिई कनुकासा ॥२०२॥ ગાથાર્થ : એક ત્રણ, સાત, દશ, સત્તર, બાવીસ અને તેત્રીસ સાગરોપમ પહેલી
વગેરે પૃથ્વીમાં ક્રમાનુસારે સ્થિતિ જાણવી. (૨૦૨). ટીકાર્થ : મહત્વતાની સમાનતાથી ઉદધિ એટલે અહીં સાગરોપમ સમજવું. દરેક નારકને એકજ ભાવમાં રત્નપ્રભા વગેરે સાતે પૃથ્વીઓમાં અનુક્રમે આ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી.
રત્નપ્રભામાં એક નારકને એક ભવમાં એક સાગરોપમ, ઉત્કૃષ્ટ સ્થિતિ આયુષ્ય છે. શર્કરા પ્રભામાં ત્રણ સાગરોપમ, વાલુકાપ્રભામાં સાત સાગરેપમ, પંકપ્રભામાં દશ સાગરેપમ, ધૂમપ્રભામાં સત્તર સાગરેપમ, તમામલામાં બાવીશ સાગરેપમ એક નારકને એક ભવમાં ઉત્કૃષ્ટસ્થિતિ છે. સાતમી નરકમૃથ્વીમાં એક નારકને એક જ ભવમાં તેત્રીસ સાગરોપમની ઉસ્કૃષ્ટ સ્થિતિ છે. (૨૦૨).
હવે આજ સાતે નરક પૃથ્વીઓમાં નારકાયુષની જઘન્ય સ્થિતિ કહે છે. पढमादिजमुक्कासं बीयादिसु सा जहणिया हाई । धम्माए भवणवंतर वाससहस्सा दस जहण्णा ॥२०३॥ ગાથાર્થ : પહેલી વગેરેમાં જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે જ બીજી વગેરે પૃથ્વીઓમાં જઘન્ય
સ્થિતિ થાય છે. ધર્મા પહેલી નરક, ભવનપતિ અને વ્યંતરને દશ હજાર
વર્ષની જઘન્ય સ્થિતિ છે.(૨૩) ટીકા : પહેલી વગેરે પૃથ્વીમાં જે ઉષ્કૃષ્ટ આયુ કહ્યું છે તે જ બીજી વગેરે પૃથ્વીઓમાં જઘન્ય સ્થિતિ થાય છે એમ માનવું. તે આ પ્રમાણે પહેલી પૃથ્વીમાં જે એક સાગરેપમ ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે તે જ બીજી પૃવીમાં જઘન્ય સ્થિતિ છે. બીજી પૃથ્વમાં જે ત્રણ સ.ગરેપમ રૂ૫ ઉત્કૃષ્ટ સ્થિતિ તે જ ત્રીજી પૃથ્વીમાં જઘન્ય સ્થિતિ છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે છઠ્ઠી પૃથ્વીમાં જે બાવીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે તે જ સાતમી પૃથ્વીમાં જઘન્ય સ્થિતિ જાણવી. આ પ્રમાણે થવાથી તે ધર્મા નામની પહેલી પૃથ્વીમાં તે હજુ સુધી જઘન્ય સ્થિતિ જણાવાઈ નહીં આથી તેનું નિવેદન કરે. પહેલી પથ્વીને નારકની અને તે પ્રસંગાનુસારે સમાનતાના કારણે ભવનપતિ અને વ્યંતરોની જઘન્ય સ્થિતિ પણ કહે છે. ધર્મા નામની પહેલી પૃથ્વીના નારકોની અને ભવનપતિ વ્યંતરની દશ હજાર વર્ષની જઘન્ય સ્થિતિ જાણવી. (૨૩) :