________________
ભવાય કાળ
૨૪
ટીકાર્ય : આગળ કહેલા આ એક જીવાશ્રયી એટલે રત્નપ્રભાના નારક વગેરે જીવની આયુસ્થિતિ કહી, હવે ઘણું જીવ વિષયક તે બહુજીવિકા એટલે ઘણા જીવ સંબંધી સ્થિતિ તે સર્વકાળ હોય છે. એ કેઈ કાળ નથી કે જ્યારે સર્વે નારકે મરીને બીજી જગ્યાએ ઉત્પન્ન થયા હોય આમ થાય તે નરગતિ તે નારકાથી શૂન્ય થઈ જશે એમ તિર્યંચ વગેરે ગતિઓમાં પણ કહેવું તેથી જુદા જુદા છવાશ્રયીને સર્વકાળની રિથતિ છે.
પ્ર : મૂળ અને ઉત્તર ભેટવાળા સર્વ માં આ પ્રમાણે જ છે કે કેટલાક ભેદમાં જ
આ પ્રમાણે છે? ઉ : અપર્યાપ્ત મનુષ્ય કેઈક વખત એક, કેઈક વખત બે, કેઈક વખત ઘણા તે "ઉત્કૃષ્ટથી પાપમને અસંખ્યાતમે ભાગ જેટલા હોય છે. તે પછી જરૂર બાર મુહૂર્ત સુધી ફક્ત સર્વે મનુષ્યો પર્યાપ્તા જ હોય છે કેઈપણ અપર્યાપ્ત હોતા નથી.
મનુષ્પગતિને ઉત્તિ વિરહકાળ આગમમાં બાર મુહૂર્તને જ કહ્યો છે તેથી જુદા જુદા છે આશ્રય આયુ-સ્થિતિ વિચારતા અપર્યાપ્તા મનુષ્ય સવકાળ નથી હોતા પૂ૫મને અસંખ્ય ભાગ જ હોય છે.
નરકગતિ, દેવગતિને, બેઈદ્રિય, વગેરે તિર્યકરોને કોને કેટલે વિરહકાળ હોય છે, તે સિદ્ધાંતમાં કહેલ છે પરંતુ કઈ પણ કારણસર નારક વગેરે અપર્યાપ્તા કેટલા કાળ સુધી અવ્યવચ્છિન્ન હોય છે તે અહીં જણાવ્યું નથી તે અન્ય સ્થાનેથી જાણી લેવું. (૨૧૨)
આ પ્રમાણે એક જીવ, અનેક જીવાશ્રયી ભવાયકાળ કો.