Book Title: Jivsamas
Author(s): Amityashsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 330
________________ અંતદ્વાર - ૩૦૭ * * * * ઉપપાતવિરહકાળ આગળ કહ્યો છે તેથી સામર્થ્યથી જ વૈક્રિયમિશ્રો આટલી કાળ સુધી હતા નથી કેમકે ઉત્પન્ન થનારા નારકદેવતાને જ તેને સંભવ છે. વૈકિલબ્ધિધારી તિર્યંચમનુષ્યના વેકિયમિશ્રની અહીં વિવક્ષા કરી નથી. બાકીના ઔદારિક, દારિકમિશ્ર, વૈકિય, કાર્મણકાયો અને મનના તેમજ વચનના ગેનું અંતરકાળ નથી તે યે લોકમાં અવિરહિત પણે હોય છે. આહારકમિશ્રનું અંતર કહેવાથી આહારકગનું પણ અંતર કહેવાઈ જાય છે કેમકે આહારકમિશ્ર અને આહારકગની વિદ્યમાનતા અંતમુહૂર્ત પછી હતી નથી. આ પ્રમાણે આગળની ગાથાંમાં તેમજ આ ગાળામાં સાસ્વાદન વગેરેનું ઉત્કૃષ્ટ અંતર જણાવ્યું હવે સર્વેનું જઘન્ય અંતરકાળ કહે છે. સાસ્વાદનથી લઈ વૈદિકમિશ્ર સુધીના સર્વે ગુણનું જઘન્ય અંતર એક સમયનો વિરહુકાળ છે. (૨૫૦) હવે છેદો પસ્થાપનીય વગેરે ચારિત્રીઓને વિરહકાળ કહે છે. तेवठ्ठीचुलसीई वाससहस्साइं छेयपरिहारे । अवरं . परमुदहीणं अठारस कोडिकोडीओ ॥२६१॥ ગાથાર્થ : તેસઠ હજાર વર્ષ છેદનપસ્થાપનીય અને ચોર્યાસી હજાર વર્ષને જઘન્ય અંતર કાળ પરિહારવિશુધિને છે. ઉત્કૃષ્ટથી અઢાર કડાકોડી સાગરોપમને વિરહકાળ આ બંનેને છે.(૨૬૧) ટીકાર્ય છેદો પસ્થાપનીય સાધુઓને સહજાર વર્ષ જઘન્ય અંતર છે પરિહારવિશુદ્ધિ સાધુઓને ચોર્યાસી હજાર વર્ષનું જઘન્ય અંતર છે. આ બન્નેનું અપર એટલે ઉત્કૃષ્ટ અંતર દરેકનું અઢાર કેડીકેડી સાગરોપમનું છે તે આ પ્રમાણે છે, અવસર્પિણીમાં દુષમા નામના પાંચમા અપરાના છેડે ભરત, ઐરાવત ક્ષેત્રોમાં બધે ઠેકાણે છેદો પસ્થાપનીય સાધુઓને વિચ્છેદ થાય છે તેથી તીર્થકર, ગણધર વગેરેથી રહિત એકવીસ હજાર વર્ષ પ્રમાણે દુષમદુગમ નામના અવપિણીના છઠ્ઠા આરામાં તે સાધુઓ હતા નથી અને તેટલા જ પ્રમાણ વાળા પહેલા આરામાં અને દુ૫માં નામના ઉત્સર્પિણીના બીજા આરામાં પણ તે હેતા નથી પણ ઉત્સપિણીના દુષમ સુષમા નામના ત્રીજા આશમાં તીર્થકરોની ઉત્પત્તિમાં જ તે સાધુઓ થાય છે એ પ્રમાણે એકવીસ હજાર વર્ષના પ્રમાણવાળા ત્રણેય આરાઓમાં ત્રેસઠ હજાર વર્ષ સુધી છે પસ્થાપનીય સાધુઓને જઘન્યથી . વિરહકાળ થાય છે, : પરિહારવિશુધ્ધિક સાધુઓ તે અવસર્પિણીના પાંચમા આરાની શરૂઆત પહેલા વિચ્છેદ ગયા હોય છે માટે એકવીસ હજાર વર્ષ પ્રમાણ પાંચમે આવે અને આગળ કહેલ ત્રણ આરા સાથે કરતા ચેર્યાસીહજાર વર્ષનું જઘન્ય અંતર આ સાધુઓનું થાય છે.

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356