________________
વિભાગ ૮ અ૯૫બહુ દ્વાર
પ્રકરણ ૧ લું
ચાર ગતિ આશ્રયી અલ્પબદુત્વ હવે “રાજાનુવાજી ગાથામાં કહેલ અ૫હત્વ રૂપ આઠમું-દ્વાર કહે છે. थोवा नरा नरेहि य असंखगुणिया हवंति नेरइया ।
ततो सुरा सुरेहि य सिद्धाणंता तओ तिरिया ॥२७१ ॥ ગાથાર્થ : મનુષ્યો થોડા છે. મનુષ્યોથી અસંખ્યાત ગુણ નારકે છે. તેનાથી દે,
દેથી સિદ્ધો અનંતા તેમનાથી તિર્ય ચે અનંતા છે. (ર૭૧) ટીકા : બાકીની ગતિમાં રહેલ ની અપેક્ષાએ મનુષ્યગતિમાં રહેલા મનુષ્ય સહુથી છેડા છે. કેમકે અઢીદ્વિપસમુદ્રમાં જ ફક્ત રહેતા હોવાથી, તેમનાથી અસંખ્યાતગુણા નારકે છે કેમકે રત્નપ્રભા વગેરે સાતે પૃથ્વીમાં તે રહેલા છે. અને દરેક પૃથ્વીઓમાં તેઓ અસંખ્યતા છે. તેઓથી અસંખ્યાતાગુણ સર્વે દે છે કેમકે ભવનપતિ, વ્યંતર,
તિષ્ક, બારદેવલેકે, નવગ્રેવેયક અને પાંચ અનુત્તરમાં તેઓ હેવાથી અને મહાદંડકમાં પણ તે પ્રમાણે જ કહ્યું છે તે દેથી સિદ્ધ અનંતગુણ છે. કેમકે કાળ અનંત છે. અને છ મહિનાને છેડે કંઈપણું અવશ્ય મોક્ષમાં જાય છે. અને તે મિક્ષમાં ગયેલ પાછા આવતા નથી તે સિદ્ધોધી નિયંચ અનતગુણ છે કારણ કે અનંત કાળે પણ એક નિગદને અનંતમા ભાગે રહેલ જીવરાશિ સિદ્ધ થાય છે. અને તિર્યંચગતિમાં તે અસખ્યાતી નિગેદ છે અને દરેક નિગોદમાં સિદ્ધોથી અનંતગુણી જીવરાશિ રહેલ છે. (૨૧)
હવે તિર્યચ વગેરે ગતિમાં રહેલ સ્ત્રીઓનું અને તે પ્રસંગનુસારે બીજા પણ નારક વગેરેનું પણ અ૫મહત્વ કહે છે.
थोवा य मणुस्साओ नर नरय तिरिकिखओ असंखगुणा ।
सुरदेवी संखगुणा सिद्धा तिरिया अणंतगुणा ॥ २७२ ॥ ગાથાથ: સર્વથી છેડી મનુષ્ય સ્ત્રીઓ, તેનાથી મનુષ્ય અસંખ્યગુણ તેનાથી નરકે
અસંખ્યગુણ તેનાથી તિય ચીણું અસંખ્યગુણી, તેનાથી દેવીઓ સંખ્યાતગણી, તેનાથી સિદ્ધી અનંતા, તેનાથી તિર્યંચ અનંતા, (૨૭૨)