________________
ગુણવિભાગ કાળ
ર૬૯ કેમકે ચઉરિદ્રિયને સંખ્યાતા કાળ અને પંચેંદ્રિયને સાધિક એક હજાર સાગરોપમને કાયસ્થિતિ કાળ આ જ ગ્રંથમાં અને સિદ્ધાંતમાં કહ્યો છે આ ચઉરિદ્રિય અને પંચંદ્રિયને છેડી બીજા કેઈને ચક્ષુદર્શન હોતું નથી માટે સિદ્ધાંતમાં કહેલ જ ચક્ષુદર્શનનો કાળ (સ્થિતિ કાળ) યુક્તિથી પણ યુકત લાગે છે. પણ આ ગ્રંથમાં કહેલ ચક્ષુદર્શન કાળ બરાબર નથી યુકિતનો વિરોધ છે માટે અચક્ષુદર્શની એટલે આંખ સિવાય બાકીની ચાર ઈદ્રિયની દર્શનવાિવાળો જીવ. તે અચક્ષુદર્શની અભષ્યને આશ્રયી અનાદિ અપર્યવસિત એટલે અનાદિ અનંતકાળ સુધી હોય છે. અહિં જ કારનો લેપ થયે હેવાથી અનાદિ જાણવું . અભવ્યોને સ્પર્શેન્દ્રિય આશ્રયી અચક્ષુદર્શન લબ્ધિથી અનાદિપણું છે અને અનંતપણુ છે. અનાદિ શબ્દનો આગળ સંપર્યવસિત સાથે પણ સંબંધ કરવું તેથી તે જ અચક્ષુદર્શની ભવ્યજીને આશ્રયી અનાદિ સાંત થાય છે. ભવ્યને સ્પર્શેન્દ્રિયની અપેક્ષા એ અચક્ષદર્શન લબ્ધિ અનાદિથી છે અને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે તેનો અંત થતું હોવાથી સાંતપણું છે. અવધિદર્શન અને કેવળદર્શનની સ્થિતિકાળ ગ્રંથવિસ્તાર વગેરે ભયના કારણે સૂત્રકારે કહ્યો નથી. તે આગમમાં આ પ્રમાણે છે તે જતે જાણ લે . *
અવધિદર્શન હે ભગવંત! કાળથી અવધિદર્શની રૂપે કેટલે વખત હોય છે ? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બે છાસઠ સાગરેપમ સાધિક” એટલે એક બત્રીસ સાગરોપમ સાધિક કાળ જાણવે. એની વિચારણા આ રીતે છે. અહીં તિર્યંચ કે મનુષ્ય કેઈ પણ વિર્ભાગજ્ઞાની સાતમી નરકમાં તેત્રીસ સાગરોપમની સ્થિતિમાં ઉત્પન્ન થાય, ત્યાં ઉદ્વર્તન કાળની નજીકમાં સમ્યક્ત્વને પામી ફરી પતિત થઈ વિર્ભાગજ્ઞાન યુક્ત જ અવિગ્રહગતિથી પૂર્વક્રોડ આયુષ્યવાળા તિર્યંચમાં ઉત્પન્ન થાય. પોતાના આયુના અંતે વખતે વિર્ભાગજ્ઞાનથી પડ્યા વગર ફરીથી તે જ સાતમી પૃથ્વીમાં તેત્રીસ સાગરેપમના આયુવાળા નારક થાય, ફરી પણ ઉદ્વર્તન કાળની નજીકમાં સમ્યક્ત્વ પામી ફરીથી પતિત થઈ અને વિર્ભાગજ્ઞાનથી પડયા વગર જ અવિડ ગતિથી પૂવકેડ વર્ષના આયુવાળા તિર્યમાં ઉત્પન્ન થાય આ પ્રમાણે એક છાસઠ સાગરેપમ સાધિક સિદ્ધ થયા. બીજ સાગરેપમ છાસઠ આ પ્રમાણે જ જાણવા, તે જ જીવ વિર્ભાગજ્ઞાનથી પડ્યો વગર તિર્યંચમાંથી મનુષ્યમાં અવિડ ગતિથી ઉત્પન્ન થાય. ત્યાં સમ્યકત્વ અને અવધિજ્ઞાનને પ્રાપ્ત કરી “બે વાર વિજય વગેરે અનુત્તરમાં અથવા ત્રણવાર અચુતમાં જઈ વગેરે આગળ ક્રમાનુસારે અવધિજ્ઞાનથી પડયા વગર અવધિદર્શનને ધારણ કરવા પૂર્વક છાસઠ સાગરેપમ સાધિક પૂર્ણ કરે, તે પછી મિક્ષને પામે છે. અહિં અવધિજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનનો પરસ્પર ભેદ હોવા છતાં પણ સામાન્ય અવબોધ રૂપ દર્શન તે બંનેનું સમાન છે માટે અવધિદર્શન કહેવાય છે. અને આ ગામમાં પણ તે પ્રમાણે જ સ્વીૌર્યું