________________
માહિતિ કાળ - સંખ્યાત હજાર વર્ષ રૂપ કાયસ્થિતિ જેડવી નહીં. કારણ કે સિદ્ધાંત સાથે અસંગત હોવાના કારણે. પ્ર. તે પછી સિદ્ધાંતમાં એમની કેટલી કાયસ્થિનિ કહી છે? તે કહે ? ઉ. જે પર્યાપ્ત અપર્યાપ્ત ને ભેદ કર્યા વગર સામાન્ય રૂપે બેઈદ્રિય વગેરે દરેક વિકલેંદ્રિયની કાયસ્થિતિ કહીએ તે સંખ્યાતા કાળ સ્વરૂપ જ તેને માનવીએ કહ્યું છે કે, “હે ભગવંત ! બેઈદ્રિય બેઈદ્રિય રૂપે કાળથી કેટલે વખત હોય છે? હે ગૌતમ! જઘન્યથી અંતમુહર્ત, ઉત્કૃષ્ટથી સંખ્યાતા કાળ એ પ્રમાણે તે દ્રિ, ચઉરિટ્રિયેનો પણ જાણવી.” હવે ચાલુ ગાથામાં શરૂઆતમાં જણાવેલ પર્યાપ્તા વિશેષણ બેઈન્દ્રિય વગેરે જોડીને વિચારીને એ તે પર્યાપ્તાબેઈન્દ્રિયની સંખ્યાતા વર્ષે, તેઈટ્રિયેની સંખ્યાના દિવસે, અને ચઉરિંદ્રિયની કાયસ્થિતિ સંખ્યાતામાસની થાય
છે. કહ્યું છે કે “હે ભગવંત ! બેઈદ્રિય પર્યાપ્તાએ બેઈદ્રિય પર્યાપ્તામાં કેટલે વખત હોય છે? હે ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી સંખ્યાતા વર્ષે, એ પ્રમાણે તેઈદ્રિય પર્યાપ્તાએ પણ, પરંતુ સંખ્યાતા રાત્રિ દિવસે એ પ્રમાણે ચઉરિંદ્રિય પર્યાપ્તાએ પણ, પરંતુ સંખ્યાતા વર્ષો.”
પર્યાપા એટલે પરિપૂર્ણ, સંપૂર્ણ ઈદ્રિય સાથે જેઓ રહેલા છે તે અપર્યાપ્ત પંચેદ્રિ એટલે પંચેંદ્રિયે. તે પંચેંદ્રિયે પર્યાપ્ત પર્યાતના ભેદ વગર સામાન્ય રૂપે તેમની કાયસ્થિતિ સાધિક હજાર સાગરેપમ ઉત્કૃષ્ટપણે કહ્યું છે કે, “હે ભગવંત! પંચૅક્રિયે, પંચેન્દ્રિમાં કાળથી કેટલે વખત હોય છેહે ગતમ! જઘન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી સાધિક હજાર સાગરેપમ.” હવે અહીં પણ પર્યાપ્ત વિશેષણ લઈએ તે 'પદ્રિય પર્યાતાઓનો સાગરોપમ શત પૃથકૃત્વ ઉત્કૃષ્ટ કાયસ્થિતિ છે. કે “હે ભગવંત! પર્યાપ્ત પદ્રિ પર્યાપ્ત પંચંદ્રિયમાં કાળથી કેટલો વખત હોય? હે ગૌતમ ! જઘન્યથી અંતમુહુર્ત ઉત્કૃષ્ટથી સાગરોપમ શત્ પથકત્વ.” માટે અહિં પણ અસંખ્યાતા હજાર વર્ષ રૂપ કાયસ્થિતિ ઘટતી નથી. પરંતુ અલગ કરીને યથાયોગ્ય જ તે કાયસ્થિતિ કહેવી. બીજા આચાર્યો વિકલૈંદ્ધિ અને પંચૅટ્રિમાં પર્યાપ્ત વિશેષણ લઈને દરેક ઠેકાણે સંખ્યાતા હજાર વર્ષ રૂપ કાયસ્થિતિને વર્ણવે છે તેને અભિપ્રાય તે તેઓ જાણે. (૨૧૬) ( આ પ્રમાણે હમણાં સામાન્યથી પંચેદિની, પંચૅટ્રિમાં ફરી, ફરી ઉત્પન્ન થવા. રૂપ કાયસ્થિતિ કહી. હવે તે સંખ્યાતા વર્ષના આયુવાળા પંચૅક્રિય તિર્યંચ અને
મનુષ્યોની સંખ્યાત અસંખ્યાત વર્ષના આયુવાળા પચંદ્રિય તિર્યંચ મનુષ્યમાં ઉત્પન્ન ' થવા રૂપ કાયસ્થિતિ કહે છે.”