________________
વિભાગ-૫ મે કાળદ્રાર
પ્રકરણ-૧ લુ
ભવાયુકાળ
હવે ‘લાયચ’ ગાથામાં કહેલ ક્રમાનુસારે આવેલ કાળદ્રારને કહે છે, कालो भवाकाय िय तह गुणविभागकालं य । वोच्छामि एक्कजीवं नाणाजीवे पडचा य ॥ २०२ ॥ . ગાથા : કાળ ભવાયુકાળ, કાયસ્થિતિકાળ, અને ગુણવિભાગકાળ એમ ત્રણ પ્રકારે છે તેને એક જીવાશ્રયી અને અનેક જીવાત્રયીને હું કહીશ.(ર૦૧)
ટીકા ; જેના શબ્દાર્થ આગળ કહ્યો છે તે કાળ સમય, આવલિકા વગેરે રૂપે અહીં' કહેવા જોઇએ પણ તે આગળ કહી ગયા છીએ માટે અહીં કહેતા નથી. સામાન્ય રૂપે કાળ પ્રરૂપણા કર્યા પછી ભવાયુકાળ, કાયસ્થિતિકાળ અને ગુણવિભાગ કાળને કહીશું. ગાથામાં ખીજી વિભક્તિવાળા કાળ શબ્દ ત્રણે જગ્યાએ જોડા.
તેમાં નરક વગેરેમાંથી કાઇપણ એક ભવ એટલે જન્મસ્થાન. તેમાં જે આયુષ્ય, તે ભવાયુષ્ય, તેના સંબંધી દશજાર વર્ષોં વગેરે રૂપે એક જીવ કે અનેક જીવાશ્રયી જે કાળ ભવાયુકાળ હું કહીશ.
તથા કાય એટલે પૃથ્વી, પાણી વગેરે કોઇ પણ એક કાયમાં મરીને ફરી ફરી ઉત્પન્ન થતા અને તે પૃથ્વી વગેરે ભાવને ન છેડતા જીવની જે સ્થિતિ તે કાયસ્થિતિ, તે વિષયક જે કાળ કાર્યસ્થતિ કાળ કહેવાય છે જે અસંખ્યાત ઉત્સર્પિણી અવઋષિણી વગેરે રૂપે છે તેને હુ કહીંશ.
તથા ગુણા એટલે મિથ્યાત્વ, સાસ્વાદન વગેરે રૂપ ચૌદ · ગુણસ્થાનકા, તેનુ પૃથક્કરણ દ્વારા તે ભાવને ન છેડવા વિષયક જે કાળ તે ગુણવભાગ કાળ છે તે એક જીવ કે જુદા જુદા જીવાશ્રયીને હુ' કહીશ. આ પ્રમાણે ભવાયુષ્ય વગેરે વિષય ભેદથી ત્રણ પ્રકારે અહી કાળ કહેવાશે. (૨૦૧)
તે કામાં સાતે નરક પૃથ્વીમાં ક્રમપૂર્વક એકેક નાકનુ એકેક ભાચુ રૂપ કહે છે.
જી. ૩૦