________________
૨d
જીવસમાસ તે સાતમી પૃથ્વીના નીચેના પ્રદેશ સુધી પણ વૈમાનિક દેવેનું ગમન હોય છે. કહ્યું છે કે, હે ભગવંત ! આ રત્નપ્રભા પૃથ્વીના નીચે મેટા બલાહક મેઘે સંમૂછે છે? હા, તે હેય છે. હે ભગવંત! તે મે શું અસુરે કરે છે, નાગ કરે છે, દેવે કરે છે ? હે ગૌતમ! અસુરે પણ કરે છે, નાગો પણ કરે છે, અને દેવે પણ કરે છે. દેવ એટલે અહીં વૈમાનિકે લેવા. એ પ્રમાણે બીજી નરકમાં નીચે પણ, એમ ત્રીજી નરકમાં અસુર પણ કરે અને દેવ પણ કરે, પરંતુ નાગકુમાર ન કરે કારણકે નાગકુમારની ત્રીજી નરક નીચે જવાની શક્તિનો અભાવ છે એથી નરક પથ્વીની નીચે એક દેજ કરે છે. કેમકે ત્યાં જવા માટે અસુર તથા નાગની શક્તિને અભાવ છે આ પ્રમાણે સાતમી પૃથ્વીના નીચેના ભાગે ઘણુ વૈમાનિક દેવેનું ગમન કહ્યું છે. આ ગ્રંથમાં તે ત્રીજી નરકપૃથ્વી સુધી જ ગમન જણાવ્યું છે. તત્વ તે કેવલીઓ જાણે. અયુત દેવકના ઉપર રહેલ શૈવેયક અને અનુત્તર વિમાનવાસી દેવેનું બીજા સ્થાને જવાને અભાવ હોવાથી પિતાના સ્થાનની સ્પર્શને જાણવી તે સ્પર્શના લેકના અસંખ્યાતમા ભાગ રૂપે છે. અહીં મરનારની સ્પર્શનાની વિવક્ષા કરી નથી. (૧૭)
હવે તિર્યંચ મનુષ્યગતિની સ્પર્શના કહે છે. नरतिरिएहि य लोगो सत्तासाणेहि छऽजयगिहीहिं ।
मिस्सेहऽसंखभागो विगलिंदीहिं तु सव्वजगं ॥१९८॥ ગાથાર્થ : મનુ અને તિય વડે સંપૂર્ણ લેક, સાસ્વાદનીને સાત જુની અવિરત
સમ્યવી અને દેશવિરતને છ રજુની મિશ્રદ્રષ્ટિને લેકને અસંખ્યભાગરૂપ
અને વિકસેંદ્રિયને સંપૂર્ણ લોકમાં સ્પર્શના છે. (૧૯૮) ટીકાર્થ : મનુષ્ય અને તિર્યંચ વડે સંપૂર્ણ લેક વ્યાપ્ત છે. બીજા આચાર્યો તે કહે છે કે મિથ્યાદ્રષ્ટિ મનુષ્ય દરેક જગ્યાએ ઉપર નીચે કે તિર્થો લેકમાં ઉત્પન્ન થતા કે ત્યાંથી આવતા વેદના કે મારણાંતિક સમુઘાત વડે સર્વ લેકમાં વ્યાપે છે. આ વ્યાખ્યા અમે માનતા નથી. કારણ કે માત્ર અઢીદ્વીપ સમુદ્રમાં રહેવાથી મનુષ્ય અલ્પ જ છે આથી જે તેઓ બાકીના જેમાં ઉત્પન્ન થતાની વિવક્ષા કરીએ અને બાકીના છે મનુષ્યમાં ઉત્પન્ન થતા હોય તેની પણ મનુષ્ય રૂપે વિવેક્ષા કરીએ અને વેદના અને મરણ સમુદ્દઘાત અવસ્થામાં રહેલાની પણ વિવક્ષા કરીએ છતાં પણ મનુષ્યનું સર્વલેક વ્યાપ્ત પણું જણાતું નથી. બીજુ પંચૅટ્રિયેને પણ પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે “વલાપ સમુથાપન રહૃાો ઢોયસ હા માને” ઉત્પાતવડે, સમુઘાત વડે, સ્વસ્થાન વડે લકના અપંખ્યામાં ભાગે છે આ પ્રમાણે સર્વે પચૅટ્રિયેનું સર્વ લેક વ્યાપિપણું નિષેધ્યું છે પછી ફક્ત મનુષ્યની શી વાત? તેથી કેવલિની અપેક્ષાએ જ મનુષ્યનું સર્વલેક વ્યાપિપણું જણાય છે. સૂક્ષ્મ એકેદ્રિય મિથ્યાદ્રષ્ટિઓની અપેક્ષાએ તિર્યોનું સર્વ લેક વ્યાપીપણું જણાય છે.