________________
ત્રીજો-વિભાગ ક્ષેત્રદ્વાર
પ્રકરણ-૧ લું
ચતુર્ગતિ છવ દેહમાન હવે ક્રમાનુસાર ક્ષેત્રદ્વાર કહે છે. खेतं खलु आगासं तविवरीयं च होइ नोखतं ।
जीवा य पोग्गलवि य धम्माधम्मत्थिया कालो ॥१६८॥ ગાથાર્થ : ક્ષેત્ર એટલે આકાશ ક્ષેત્રથી જે વિપરિતને નક્ષત્ર કહેવાય છે. તે ક્ષેત્ર છ
પુગલે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળ રૂપે છે. (૧૮)
ટીકાથ : જેમાં પદાર્થો ઉત્તરપર્યાયની પ્રાપ્તિમાં પૂર્વ પર્યાયના વિલયપૂર્વક નાશ થાય તે ક્ષેત્ર એટલે આકાશ અથવા જ્યાં પ્રાણીઓ પરસ્પર હિંસા કરે તે ક્ષેત્ર તે જ આકાશ છે. આકાશ ક્ષેત્રથી જે વિપરીત તે ક્ષેત્ર એટલે જે ક્ષેત્ર રૂપે ન કહી શકાય તે નક્ષેત્ર છ પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળે. આના સિવાય બીજા કઈ પદાર્થો જ નથી. (૧૬૮)
ક્ષેત્રનું સ્વરૂપ કહ્યું અહી ચોદ જીવસમાસે સત્પદપ્રરૂપણા વગેરે અનુયોગ દ્વારે વડે વિચારાય છે. તે જીવસમાસે નારક વગેરે રૂપ રહેલા છે. આથી નારકનું શરીર પ્રમાણ વિચારાય છે.
सत्त घणु तिन्नि रयणी छच्चेव य अंगुलाई उच्चत्तं ।
पढमाए पुढवीए बिऊणा विऊणं च सेसासु ॥१६९॥ ગાથાર્થ સાત ધનુષ, ત્રણ હાથ અને છ આંગળની ઉચાઈ પહેલી પૃથ્વીમાં છે તે પછી
બાકીની દરેકમાં બમણી બમણી ઉંચાઈ છે. (૧૬૯)
ટીકાથે : પહેલી પૃથ્વીમાં નારકેના શરીરની ઊંચાઈ કહે છે. સાત ધનુષ, ત્રણ હાથ, છ આંગળ ઉચાઈ છે. ઉલ્લેધાંગુલ વડે (૩૧) સવા એકત્રીસ હાથ સમજવા બાકીની બીજી વગેરે પૃથ્વીમાં આજ માપને બમણું બમણું કરવું, તે આ પ્રમાણે. શર્કરામભામાં પંદર ધનુષ અને અઢી હાથ વાલુકા પ્રભામાં એકત્રીસ ધનુષ, અને એક હાથ, પંકપ્રભામાં બાસઠ ધનુષ અને બે હાથ, ધુમપ્રભામાં સવાસે ધનુષ, તમભામાં અઢીસે ધનુષ (૨૫૦),