________________
ચતુર્ગતિ જીવ દેહમાને
૨૦૩
તમતમઃ પ્રભામાં પાંચસે ધનુષ (૫૦૦) પ્રમાણ ઉંચાઈ ઉસૈધાંગુલ વડે જાણવી. જઘન્યથી સર્વે પૃથ્વીઓમાં અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ દેહમાન જાણવું. આ શરીર પ્રમાણ ભવધારણીય સમજવું. ઉત્તરક્રિય શરીરમાન તે જઘન્યથી દરેક ઠેકાણે અંગુલને સંખ્યાતમે ભાગ છે. અને ઉત્કૃષ્ટથી ભવધારણીય શરીરમાનથી બમણું જાણવું. તે આ પ્રમાણે.
રત્નપ્રભામાં પંદર ધનુષ ને અઢી હાથ, ઉત્તર ક્રિય શરીરમાન જાણવું આ પ્રમાણે ભવધારણીય શરીર પ્રમાણુથી બમણું બમણું ત્યાં સુધી લેવું જ્યાં સુધી સાતમી પૃથ્વીના નારકનું ઉતર ક્રિય શરીરનું માપ આવે તેઓનું જઘન્યથી અંગુલને સંખ્યામાં ભાગ અને ઉત્કૃષ્ટથી એકડજાર ધનુષ દે માન છે. પ્ર. : ક્ષેત્રદ્વારના વિષયમાં જીવસમાસેના શરીર માણની વિચારણું શું અપ્રસ્તુત નથી? ઉ : એ પ્રમાણે નથી. કેમકે તમે અભિપ્રાય જાણતા નથી બીજા ગ્રંથમાં નારક વગેરેના
શરીર પ્રમાણ વડે તેમના શરીર વડે અવગાહિત ક્ષેત્રનું જ ખરૂં પ્રમાણ કહ્યું છે. આથી આ ક્ષેત્રદ્વારમાં નારક વગેરે જીવસમાસેના શરીરક્ષેત્રાવગાહનાની વિચારણા અપ્રસ્તુત નથી. (૧૬૯). હવે બેઈ દ્રિય વગેરેનું શરીર પ્રમાણ કહે છે. वारस य जोयणाई तिगाउयं जोयणं च बोद्धव्वं ।
बेइंदियाइयाणं हरिएसु सहस्समभहियं ॥१७०॥ ગાથાર્થ : ઇન્ડિયનું બાર યોજન, ઈદ્રિયનું ત્રણ ગાઉ, ચઉરિડિયનું એક જન
અને વનસ્પતિઓનું હજાર યોજનથી કાંઈક અધિક દેહમાન છે (૧૭) ટકાથે : બાર એજન વગેરે બેઇદ્રિય વગેરેનું ઉત્કૃષ્ટ અનુક્રમે દેહમાન જાણવું તે આ પ્રમાણે, શંખ વગેરે બેઈદ્રિનું બાર એજનનું ઉત્કૃષ્ટ શરીર પ્રમાણ છે. કેટલાક ચક્રવર્તિના સૈન્યની નીચે જ કઈક વખત (સંમૂચ્છિમ સમૂચ્છતા) જે આશાલિકા નામે જીવ છે, તે બારયે જન પ્રમાણવાળા હોવાથી બેઈદ્રિય છે એમ માને છે, કેટલાક એને સંમ૭િમ પંચેંદ્રિય માને છે.
કાનખજુરો, મંકોડા વગેરે તેઈન્દ્રિયોનું ત્રણગાઉનું ઉત્કૃષ્ટ દેહમાન છે. ભમરા વગેરે ચઉરિંદ્રિયેનું એક એજનનું શરીરમાન ઉત્કૃષ્ટ છે.
સમુદ્ર વગેરેમાં રહેલ વેલડી, લત્તાઓ, કમળ વગેરે બાદરવનસ્પતિઓનું ઉત્કૃષ્ટ દેહમાન એક હજાર યોજનથી કંઈક અધિક છે, બેઈદ્રિય વગેરે સર્વેનું જઘન્ય દેડમાન અંગુલને અસંખ્યાતમા ભાગ પ્રમાણ દેડમાન જાણવું.
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુકાય, એકેદ્રિનું જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણનું શરીરનું દેહપ્રમાણ ગ્રંથકાર જાતે જ કહેશે. (૧૭)