________________
સમ્યકતવર
૧૦૩
. ઉત્તર-સાચી વાત છે, પરંતુ મુખ્યતાએ આ દર્શનત્રિક જ સમ્યક્ત્વને આવનાર છેઆથી
તેના ક્ષયથી ક્ષાયિક સમ્યકત્વ કહેવું ઉચિત છે. જે બીજા સ્થાને દર્શન સપ્તકના ક્ષયથી કહ્યું છે, તે અનંતાનુબંધી ચતુર્કનો ક્ષય થયા વગર દર્શનત્રિકને ક્ષય કદાપિ થતો નથી અને દર્શન ત્રિકના ક્ષય વગર ક્ષાયિક સમ્યકત્વ નથી. માટે પરંપરાએ અનંતાનુબંધી ચતુષ્કને ક્ષય ક્ષાયિક સમ્યકત્વ માટે અવિનાભાવિ રૂપે હોવાથી તે અનંતાનુબંધી ક્રોધ વગેરે ચારને દર્શનમેહ રૂપે ગણ્યા છે. આ પ્રમાણે દર્શન સપ્તકના ક્ષયથી ક્ષાયિક સમ્યકત્વ હોય છે એમ જે અન્ય ગ્રંથમાં કહ્યું છે તે નિર્દોષ છે. બાકી વાસ્તવિક રીતે તે આ દર્શનત્રિક જ દર્શન મેહનિય ગણાય છે. અને તેને ક્ષય પછી જ ક્ષાયિક સમ્યત્વની પ્રાપ્તિ છે. વધુ ચર્ચાથી સર્યું.
કોઈક જગ્યાએ જણાઇ રંપત્તિ પા’ આવા પ્રકારને પાઠ છે, તેનો અર્થ દર્શનત્રિકના ઘાતથી ક્ષય એમ થાય છે. તે ક્ષય વડે થયેલ ક્ષાયિક સમ્યકત્વ કહેવાય છે. એ પ્રમાણે બીજા પણ પાઠાંતરેમાં ઉપર કહ્યા અનુસારે ચાલુ વિષયથી અવિરેધપણે વ્યાખ્યા કરવી. (૭૮).
આ પ્રમાણે સમ્યકત્વનું સ્વરૂપ કહ્યું. હવે ગુણસ્થાન રૂપ જીવસમાસોનો વિચાર કરે છે.
.
उवसमवेयगखइया अविरय सम्माइ सम्म दिठ्ठीसु । उवसंतमप्पमत्ता तह सिद्धता जहाकमसो ॥७९॥
ગાથાથ-ઉપશમ, વેદક એટલે ક્ષયોપશમ અને ક્ષાયિક સમ્યકત્વ અવિરત
સમ્યગદષ્ટિથી લઈ અયોગી (સિદ્ધ ભગવંત) સુધીના સર્વ સમ્યગદષ્ટિ જીવ-સમામાં હોય છે. એમાં ઉપશમ સમકિત ઉપશાંત મેહ સુધી
ક્ષયોપશમ અપ્રમત્ત સુધી, અને ક્ષાયિક સિધ્ધો સુધી ક્રમશઃ હેય છે. (૭૯) ટીકાથ-પથમિક સમ્યક્ત્વ, વેદક એટલે જેમાં શુદ્ધ સમ્યકત્વ મેહનિયન પ્રદેશને પંજ વેદાય એટલે ભગવાય તે વેદક અથવા ક્ષપશમિક સમ્યક્ત્વ કહેવાય છે.
પથમિક અને ક્ષાયિક સમ્યકત્વમાં પુદગલના ભગવટાને સર્વથા અભાવ હોવાથી આ ક્ષાપશમિક સમ્યકત્વ જ વેદક કહેવાય છે. આથી ખપાવાતા સમ્યકત્વ મેડનીયના પંજના પ્રદેશના છેલલા ભાગ રૂપ જે સમ્યકત્વ તે વેદક સમ્યક્ત્વ કહેવાય છે, એમ બીજા ગ્રંથમાં કહે છે. પણ અહીં પુદગલના ભગવટા રૂપ ક્રિયાની સમાનતાથી તેને અહીં જુદું ન ગણતા ક્ષયોપશમ સમકિતમાં જ સમાવી લીધેલ છે. તથા ક્ષાયિક. આ ત્રણે સમ્યક અવિરત સમ્યગૃહિટ વગેરે સમ્યગૃષ્ટિ ગુણઠાણામાં હોય છે. પણ મિથ્યાત્વ, સાસ્વાદન