________________
૧૦૬
' અવસમાસ સંખ્યાતાવર્ષાયુવાળા અને અસંખ્યાતાવર્ષાયુવાળા મનુષ્યને પૂર્વમાં “મgણ' એમ સામાન્ય પદ વડે જ ગ્રહણ કરેલ છે..
ઉપર કહ્યા તે સિવાયના બાકીના ભવનપતિ, વ્યંતર, જ્યોતિષિઓ, સંખ્યાતાવર્ષાયુવાળા સંગીપંચેન્દ્રિયતિય, અને શર્કરપ્રભા વગેરે નીચેની છ નારકીને જ આ બધાને ક્ષાપશમિક તથા ઓપશામિક સમકિત હોય છે, ક્ષાયિક સમક્તિ તે તદુભવિક એમને હોતું નથી, કારણકે સંખ્યાતાવર્ષાયુવાળા મનુષ્ય જ તેના પ્રારંભિક છે. એમ કહ્યું હોવાથી અને ક્ષાયિક સમકિતીઓની આ જીવસ્થાનકેમાં ઉત્પત્તિ ન હોવાથી પાવિક સાયિક પણ હેતું નથી. આ પ્ર. વાસુદેવ વગેરે જેઓ ક્ષાયિક સમકિતી હોવા છતાં પણ ત્રીજી નરક સુધી તેમની
ઉત્પત્તિ આગમમાં કહી છે. તે પછી શા માટે શર્કરપ્રભા વાલુકાપ્રભા નરકમાં ક્ષાયિક સમકિતને નિષેધ કરે છે? ઉ, સાચી વાત છે. પરંતુ ક્ષાયિક સમકિતીએ મોટે ભાગે રત્નપ્રભા નરક સુધી જ જાય . છે. તેની આગળ તે થોડા જ કેઈક વખત જાય છે. એટલે થોડા હેવાના કારણે
ગ્રંથમાં તેની વિરક્ષા કરી નથી. અથવા બીજા કેઈ કારણથી નિષેધ કર્યો હોય તે કેવલીઓ કે બહુશ્રુતે જાણે,
એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિદ્રિય, અસંસી પંચેન્દ્રિયને તે તદુભવિક . કે પરભવિક કેઈપણ અપેક્ષાએ આ ત્રણમાંથી કેઈપણ સમંતિ હેતું નથી.
પ્રસંગાનુસારે સમ્યક્ત્વ દ્વાર કહ્યું. હવે સંજ્ઞો દ્વાર કહે છે.
* *