________________
છવદ્રવ્ય પ્રમાણ
૧૮૫
પ્રદેશને એક એક કરીને અપહાર કરવો ? ના એમ નહીં. પણ તે શ્રેણીના અંગુલ પ્રમાણ ક્ષેત્રનું પહેલું વર્ગમૂળ કરવું તે પછી આગળ કહેવા પ્રમાણે બીજુ વર્ગમૂળ, તે પછી ત્રીજુ વર્ગમૂળ કરવું. તેમાં જે અંગુલ પ્રમાણ શ્રેણીક્ષેત્રના પહેલા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળ સાથે ગુણાકાર કરવો તે ગુણાકાર કરવા વડે જે શ્રેણી અંડરૂપ પ્રતિનિયત ભાગ છે. તેમાથી તેને આશ્રયીને તેઓ સંપૂર્ણ શ્રેણીનો અપહાર કરે છે. આને તત્પર્યાર્થ આ પ્રમાણે છે. આગળના પહેલા વર્ગમૂળની જે ક્ષેત્રપ્રદેશ સંખ્યા છે તેને ત્રીજા વર્ગમૂળની પ્રદેશ સંખ્યાવડે ગુણતા જે પ્રદેશ રાશિ થાય તે પ્રમાણ ક્ષેત્રના ખંડને જે દરેક મનુષ્ય શ્રેણીમાંથી અપડશે ત્યારે ઉત્કૃષ્ટ પદે રહેલા સર્વ મનુષ્ય એકીસાથે તે લોકપ્રદેશની એક શ્રેણીને સંપૂર્ણ પણે અપહરે છે. જે એક મનુષ્ય રૂપ વધારે તે મનુષ્યરાશિમાં ઉમેરવામાં આવે તે તે ન ઉમેરાય. કેમકે મનુષ્યની ઉ:કૃણ સંખ્યા પરમગુરૂ તીર્થકાએ એક સંખ્યા ન્યૂન રૂપે જોઈ છે. કેમકે એ પ્રમાણે ઉપર કહેલા પ્રમાણવાળા ક્ષેત્રખંડેને એક લેક શ્રેણીમાં જેટલા પ્રદેશે થાય તેટલા રૂપ નાખવાથી ઉત્કૃષ્ટથી સર્વ મનુ થાય છે. એ પ્રમાણે સામર્થ્યથી જણાય છે. અને આ રીતે પૂર્વ ગાથામાં કહેલ શ્રેણીના અસંખ્યાત ભાગવતી પણાને વિરોધ આવતું નથી. જો કે એક મનુષ્ય પિતાના અપહત ક્ષેત્રખંડ પ્રદેશના અસંખ્યાતમે ભાગે હોય છે. આથી પ્રસ્તુત સંપૂર્ણ ક્ષેત્રખંડરૂપ સર્વ શ્રેણીના અસંખ્યાતમે ભાગે સર્વ મનુષ્ય હોય છે. એ પ્રસિદ્ધ છે. વધુ વિસ્તારથી સર્યું. આ પ્રમાણે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પંચેન્દ્રિય મનુષ્યનું પ્રમાણ કહ્યું.
અહીં મનુષ્યગતિમાં મિથ્યાદ્રષ્ટિથી લઈ અગી સુધીના ચૌદે જીવસમાસે હોય છે તેમાં સંમૂછિમ મનુષ્ય તે સર્વે મિથ્યાદ્રષ્ટિ જ છે. ગર્ભમાં પણ ઘણા મિથ્યાદ્રષ્ટિ જ છે બાકીના તો સાસ્વાદનથી અગી સુધીના પ્રમાણાનુસારે જાતે જ વિચારી લેવા. (૧૫)
હવે પચેંદ્રિય ક્રમથી જ દેવગતિમાં ભવનપતિ, વ્યંતર, જતિષ્કનું પ્રમાણ એક ગાથા વડે જ કહે છે.
सेढीओ असंखेज्जा भवणे वणजोइसाण पयरस्स ।
संखेजा जोयणंगुल दोसय छप्पन्न पलिभागो ॥१५५॥ ગાથાથ : ભવનપતિ દેવ પ્રત્તરના અસંખ્યાતમા ભાગમાં રહેલ શ્રેણું પ્રમાણ છે. જ્યારે
વ્યંત જતિષીઓ એક પ્રદેશવાળી સંખ્યાતા જન પ્રમાણ શ્રેણી તથા એક પ્રદેશવાળી ૨૫૬ અંગુલ પ્રમાણ શ્રેણી જેટલા છે, (૧૫૫) ટીકાર્ય : ગાથામાં મળે એ વિભક્તિને વ્યત્યય થવાથી થયું છે. તથા પદના એક દેશ વડે સમસ્ત પદ જણાય એ ન્યાયે અહીં મળે પરથી ભવનપતિ દેવે જાણવા. છે. ૨૪