________________
૧૯૪
હવે બાદર પર્યાપ્ત તેજસકાય અને વાયુકાયનું પ્રમાણ કહે છે. पज्जत जायराणल असंख्या हुंति आवलिय वग्गा ।
पज्जत वायुकाया भागो लोगस्स संखे जा ॥१६०॥ ગાથાર્થ : પયત બાદર અગ્નિકાય અસંખ્યાતી આવલિકાના વર્ગ કરીએ તેટલા પ્રમાણમાં
બાદરપર્યાપ્ત વાયુકાય લોકકાશના સંખ્યાતમા ભાગે જેટલા આકાશ પ્રદેશ
છે તેટલા પ્રમાણમાં છે. (૧૬૦), ટીકાર્થ : બાદરપર્યાપ્ત તેજસકા અસંખ્યાતી આવલિકાના વર્ગો પ્રમાણ થાય છે. એટલે આવલિકામાં જેટલા સમયે છે તેને વર્ગ કરીએ તેથી તે આવલિકામાં અને તે સંખ્યાના વર્ગોમાં જેટલા સમયે થાય તેટલા પ્રમાણમાં બાદર પર્યાપ્ત તેજસકાય થાય છે.
બાદર પર્યાપ્ત વાયુકાય લોકના સંખ્યાતમે ભાગે છે. એટલે કા કાશના સંખ્યાતમે ભાગે જેટલા આકાશ પ્રદેશ છે તેટલા પ્રમાણમાં સર્વે બાદર પર્યાપ્ત વાયુકાર્ય થાય છે. (૧૬) - અસંખ્યાત આવલિકાના વર્ગો વડે આવલિકાને ઘન થાય અને તે વધારે અથવા ઓછા પણ હોય. આથી અપંખ્યાતા આવલિકા વર્ગો એટલા માત્રથી બાદર પર્યાપ્ત અગ્નિકાયનું નક્કી પ્રમાણ જાણી શકાતું નથી. તથા લેકના સંખ્યાતમે ભાગે પણ કેટલા પ્રત થાય એ પણ અમે જાણી શક્તા નથી. માટે આ બન્નેનું વિશેષરૂપે પ્રમાણ કહે છે. ___ आवलिवग्गाऽसंखा घणस्स अंतो उ बायरा तेऊ । - पज्जत वायराणिल हवन्ति पयरा असंखेज्जा ॥१६॥ ગાથાર્થ બાદર પર્યાપ્ત અગ્નિકા ઘનની અંદર એટલે વચ્ચે રહેલા અસંખ્યાતા આવલિકા
વર્ગો પ્રમાણ જાણવા તેમજ પર્યાપ્ત બાદર વાયુકાયના અસંખ્યાતા પ્રતરે થાય
છે. (૧૬૧)
ટીકાર્થ : જે બાદર પર્યાપ્ત અગ્નિકાય પહેલા અસંખ્યાતી આવલિકાના વર્ગો પ્રમાણ કહ્યા તે આવલિકા વર્ગો ઘનની અંદર એટલે વચ્ચે રહેલા લેવા. એને અર્થ આ આ પ્રમાણે છે. અસંખ્યાતી આવલિકાના વર્ગો એટલાજ લેવા કે જેટલાથી આવલિકાને ઘન પૂરું ન થાય પણ અધુરે રહે આ જ વાત શિષ્યના ઉપકાર માટે અસત્ કલ્પના વડે એની સિદ્ધિ કરે છે. તે આ પ્રમાણે અસંખ્યાત સમય રૂપ આવલિકામાં દશ (૧૦) સમયની કલ્પના કરાય છે. તેને વર્ગ કરવાથી સો (૧૦૦) થાય છે. આ અસંખ્યાતા વર્ગો કલ્પનાથી જે દશ (૧૦) પણ થાય, પરંતુ એટલા વર્ગો ન કલ્પી શકાય, કારણ કે એટલા વર્ગો વડે આવલિકા સંબંધિત ઘનપૂર્ણ સંપૂર્ણ થઈ જવાનો સંભવ છે. તે આ પ્રમાણેક