________________
જીવદ્રવ્યપ્રમાણુ
૧૮૭
ઈશાન દેવેલેકમાં પણ દેવેનું પ્રમાણ આ પ્રમાણે જ એટલે પ્રતરના અસંખ્યામાં ભાગે રહેલ અસંખ્યાતી શ્રેણીના પ્રદેશ રાશિસમાન કહેવું. ફક્ત ઈશાન દેવ સૌધર્મ દેવા સંખ્યાતગુણહીન છે. આ પ્રમાણે મહાદંડકમાં કહ્યું છે.
સૌધર્મશાનથી ઉપર સનતકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલેક, લાંતક, માશુક સહસ્ત્રાર, આ છ દેવેલેકમાં સમરસ ઘન કરેલ લેકની એકપ્રાદેશીક શ્રેણીના અસંખ્યાતમા ભાગે જેટલા પ્રદેશ હોય તેટલા પ્રમાણમાં દરેક દેવલોકમાં હંમેશા દે હોય છે. પરપરનું અ૫બહુવ મહાદંડકમાંથી જાણી લેવું.
આનત, પ્રાણત, આરણ, અચુત, દેવેલેક, અધસ્તન, મધ્યમ અને ઉપરિતન વેયકે અને અનુત્તર વિમાનમાં દરેકમાં ક્ષેત્ર પપમના અસંખ્યાતમા ભાગે જેટલા પ્રદેશે છે તેટલા દે હંમેશા હોય છે. પરસ્પરનું અપમહત્વ દંડકમાં કહ્યા પ્રમાણે છે. (૧૫૬)
અહીં આગળ કઈ પૂછે છે કે -- ભવનપતિઓ, રત્નપ્રભા પૃથ્વી ના નારકો સૌધર્મઇશાન દેવ પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં રહેલ અસંખ્યાતી શ્રેણીઓના પ્રદેશ પ્રમાણ રૂપે સામાન્યથી પહેલા તમે કહી ગયા છે. પરંતુ તે પ્રતરના અસંખ્યાત્મા ભાગે રહેલ અસંખ્યાતી શ્રેણીઓ અસંખ્યાતા કડાકોડી જન પ્રમાણ પણ છે. તો શું આ માપની શ્રેણીઓ તેમાં લેવી કે બીજા માપની શ્રેણીઓ લેવી. તેની શંકા કરી ભવનપતિ વગેરેની શ્રેણીઓનું નકકી વિસ્તાર પ્રમાણ કહે છે.
सेढीसूइपमाणं भवणे धम्मे तहेव सोहम्मे । अंगुलपढमं बियतिय समणंतर वग्गमूलगुणं ॥१५७॥
ગાથાર્થ : ભવનપતિ, ધમ્માનક તથા સધર્મ દેવલોકના છ શ્રેણી સૂચી પ્રમાણ છે.
તેમાં ભવનપતિદેવ અંગુલના પ્રથમ વર્ગમૂળને સમ અનંતર વર્ગમૂળ સાથે ગુણવાથી ધનારકે બીજા વર્ગમૂળ સાથે ગુણવાથી સૌધર્મ દે ત્રીજા વર્ગમૂળ સાથે ગુણવાથી થાય છે. ૧૫૭).
ટીકાર્થ : પ્રત્તરમાં પહેલા કહેલ અસંખ્યતી જે પ્રદેશ પક્તિઓ ઉર્ધ્વગામી હેય તે શ્રેણીઓ તરીકે ગણાય છે. અને તે જ તિર્શીિ જાય તે સૂચિ તરીકે મનાય છે. તેથી પહેલા કહેલ સાતરોજ લાંબી ઉર્ધ્વગામીની પ્રદેશ પંક્તિરૂપ શ્રેણીઓના તિચ્છ વિસ્તાર રૂપ સૂચિ. તે શ્રેણી સૂચિ પ્રમાણ થાય છે. તે શ્રેણી સૂચિ પ્રમાણ કેને થાય છે? ભવનપતિઓને, ધર્મા એટલે રતનપ્રભા પૃથ્વીના નાકે અને સૌધર્મકપના દેને થાય છે. તે શ્રેણી સૂચિ પ્રમાણ થાય તેમને કેટલા પ્રમાણમાં હોય છે. તે કહે છે સમનંતર વર્ગમૂળ વડે ગુણેલુ એ દરેકની સાથે જોડવું તેથી અંગુલના પહેલા વર્ગમૂળ રૂપ સંખ્યાને