________________
પ્રકરણ-૫ મું
છત્રવ્ય-પ્રમાણ . मिच्छादव्वमणंता कालेणोसप्पिणी अणंताओ।
खेत्तेण मिज्जमाणा हवंति लोगा अणंताओ ॥ १४४ ॥ ગાથાર્થ : મિથ્યાદ્રષ્ટિ છ દ્રવ્યથી અનંતા છે. કાળથી અતી ઉત્સર્પિણી અવ
સપિણી પ્રમાણ છે ક્ષેત્રથી માપતા અનંતા કાકાશ પ્રમાણ થાય, (૧૪૪) ટીકાર્થ : મિથ્યાદ્રષ્ટિ છ દ્રવ્યપ્રમાણથી અનંતા છે. કાલ પ્રમાણ વડે માતા તેજ મિથ્યાદ્રષ્ટિ છવદ્રવ્ય અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં જેટલા સમય થાય તેટલા પ્રમાણમાં સર્વલેકવર્તી એકેન્દ્રિય વગેરે સર્વે મિથ્યાદ્રષ્ટિ જીવ છે. ક્ષેત્રપ્રમાણ વડે માપતા તેજ મિથ્યાદ્રષ્ટિ છવદ્રવ્ય અનંતા લેક એટલે અનંતા કાકાશમાં જેટલા આકાશપ્રદેશ છે તેટલા પ્રમાણ છે. ભાવપ્રમાણ વડે અહીં માપ જણાવ્યું નથી. કેમકે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ પ્રમાણના અંતર્ગત રહીને જ તેને પ્રોગ થાય છે. જેમ સંખ્યાત, અસંખ્યાત, અનંત સ્વરૂપ સંખ્યાઓ ભાવપ્રમાણમાં કહેવાય છે. અને આ સંખ્યાઓ વડે જ મુખ્યપણે દ્રવ્યનું માપ કરાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તે સંખ્યાના જ વિશેષણ રૂપે રહેલા ગુણ રૂપ જ છે તેથી મુખ્ય પણે દરેકમાં અંતર્ગત રહેલ ભાવપ્રમાણ વડે દ્રવ્ય મપાય છે આથી અહીં તે ભાવપ્રમાણ જુદું કહ્યું નથી, આ પ્રમાણે બીજા સ્થાનમાં પણ વિચારવું. (૧૪૪)
હવે સાસ્વાદન અને સમ્યમ્ મિથ્યાદ્રષ્ટિ વિષયક પ્રમાણ કહે છે. एगाईया भज्जा सासायण तह य सम्ममिच्छाय य ।
उक्कोसेणं दुहवि पल्लस्स असंखभागो उ ॥१४५॥ ગાથાર્થ ઢાકા : સાસ્વાદન અને સમ્યગદ્રષ્ટિએ અધુવ હોવાથી લોકમાં કોઈક વખત
હોય અને કેક વખત લેતા નથી. જે હેય છે તે એક, બે, ત્રણથી લઇ ઉત્કૃષ્ટથી બંને પ્રકારોમાં દરેકના ક્ષેત્ર પોપમને અસંખ્યાત ભાગ જેટલા હોય છે. એટલે ક્ષેત્રપાપમના અસંખ્યાત ભાગે જેટલા ક્ષેત્ર પ્રદેશ છે તેટલા પ્રમાણુ બંને જુદાજુદા સાસ્વાદન અને મિશ્ર દ્રષ્ટિ ઉત્કૃષ્ટથી કેઈક વખત હોય છે. (
૧૫) હવે અવિસ્ત સમ્યદ્રષ્ટિ વગેરેનું પ્રમાણ કહે છે.