________________
૧૩૮
સમાસ
તે પછી આ ત્રણેને એકબીજાની ઉપર ઉપર મૂકવાથી (સરવાળે કરવાથી) ઉત્સધાંગુલથી હજારગણી લાંબી એક આંગળ પહેળી પ્રમાણગુલની સૂચી સિદ્ધ થશે. તેથી આ સૂચીને આશ્રયી ઉત્સધાંગુલથી પ્રમાણાંગુલ હજારગણું કહ્યું છે. બાકી વાસ્તવિકપણે તે ચાર ગણું જ છે. આથી પૃથ્વી, પર્વત, દ્વિપ, સમુદ્ર, વિમાન વગેરેના માપ ચાર ગણા લાંબા અને અહી આગળ પહેલા એ પ્રમાણુગુલ વડે જ મપાય છે. નહીં કે હજારગણું લાંબા અને એક આંગળ સૂચીશ્રેણરૂપ પ્રમાણુગુલ વડે આ વાત અમે બીજા શાસ્ત્રોને જેવાથી તેમજ વૃદ્ધ પરંપરા વડે જાણું છે. બાકી તત્વ તે કેવળજ્ઞાનીઓ જાણે. (૧૦૧)
આ છ પ્રમાણગુલથી ભરત ચક્રવર્તીને મધ્યતલરૂપ (પગ) પાદ થાય છે તે બે પાટે તેમની એકત થાય, તે બે તે એક હાથ થાય છે, તે ચાર હાથેથી એક ધનુષ થાય છે, તે બે હજાર ધનુષને એક ગાઉ થાય છે, ચાર ગાઉને એક જન થાય છે એ પ્રમાણે પૂર્વમાં કહેલ સર્વ વસ્તુઓ અહિં પણ જાણવી. જે એ પ્રમાણે હોય તે યોજના સુધીના ક્ષેત્રપ્રમાણની વ્યાખ્યા થઈ.
જે શ્રેણી પ્રત્તર વગેરે બીજા પણ મૂળગાથામાં ભેદો કહ્યા છે તેની હજુ સુધી વ્યાખ્યા થઈ નથી માટે તેની વ્યાખ્યા કરે છે.
तेणंगुलेण जं जोयणं तु एत्तो उ असंखगुणयारो ।
सेढी पयरं लोगो लोगो णता अलोगो य ॥१०२॥ ગાથા : તે પ્રમાણાંગુલ વડે જે યોજન છે તેનાથી અસંખ્યગુણે કરીએ ત્યારે શ્રેણી
થાય છે. તેને અસંખ્યણા કરવાથી પ્રત્તર, તેને અસંખ્યણા કરવાથી લેક
અને લેકને અનંતણે કરવાથી અલાક થાય છે. (૧૨) ટીકાથ : પૂર્વોક્ત પ્રમાણગુલને ઉત્સધાંગુલમાં કહ્યા પ્રમાણે વૃદ્ધિ કરવાથી એક પ્રમાણુ યેજન થાય છે. તે એજનથી લઈ ઉત્તર ઉત્તરમાં અસંખ્યાત રાશિવડે ગુણતા અનુગદ્વારમાં કહેલ ક્રમ પ્રમાણે એકત્રીત કરી ધનરૂપ બનાવેલ સમચોરસ લોકની એક પ્રદેશવાળી શ્રેણી થાય છે. તે શ્રેણીને અસંખ્યાત ગણું કરવાથી યક્ત સ્વરૂપવાળા લેકના એક આકાશ પ્રદેશ માત્ર જાડાઈવાળે અસંખ્યાત જન લાંબા-પહોળે આકાશ પ્રદેશને પ્રત્તર થાય છે. તે આકાશપ્રત્તરને પણ અસંખ્યાતગણે કરવાથી યક્ત સ્વરૂપવાળ લેક થાય છે. તે લેકને અનંતગુણે કરવાથી અલોક થાય છે. કારણકે અસંખ્યાત વડે તે અલકને પાર આવતું નથી. (૧૨)
આ પ્રમાણે પ્રમાણગુલ કહ્યું. તેના પ્રસંગે પહેલા ન કહેલ શ્રેણી વગેરેની પણ વ્યાખ્યા કરી. હવે આત્માગુલ કે જેને પહેલા ઉપન્યાસ કર્યો છે તેની વ્યાખ્યા કરે છે ,