________________
ભાવપ્રમાણ
૧પ૭
- અને અભિધેય જીવાદિ પદાર્થોના દરેકના અનંતા પર્યાય છે. એ પ્રમાણે બીજી સંખ્યાઓને પણ વિચાર કરે. જે કે શ્રુતમાં અકાર કકાર વગેરે અક્ષરોની સંખ્યા, અક્ષરના સંગરૂપ સંઘાતે. સંખ્યાત છે. સિદ્ધાંત પ્રસિદ્ધ સુપતિકા વગેરે રૂ૫ વિભક્તિના અંતવાળા પદે સંખ્યાત છે ગાથા વગેરે ચોથા અંશ રૂપ પદે સંખ્યાત છે, ગાથા સંખ્યાત છે, શ્લેક સંખ્યાત છે જે પ્રસિદ્ધ છે. છંદવિશેષરૂપ વેટકે સંખ્યાત છે નિક્ષેપનિયુક્તિ ઉદઘાત નિયુક્તિ, સૂત્ર સ્પેશિક નિર્યુક્તિરૂપ ત્રણ પ્રકારની નિર્યુક્તિ, વ્યાખ્યાનના ઉપાયરૂપ સત્પદપ્રરૂપણા વગેરે અથવા ઉપક્રમ વગેરે સંખ્યાતા અનુગદ્વાર છે ઉદેશા સંખ્યાત છે, અધ્યયને સંખ્યાત છે શ્રુતસ્કો સંખ્યાત છે. આચારાંગ વગેરે અંગે સંખ્યાત છે. પ્ર. જેમાં આ અક્ષર પદ વગેરેની સંખ્યા છે તે શ્રુત શું? (કેટલા પ્રકારે) છે? ઉ. તે શ્રત કલિક, આચાકાંગ, ઉત્તરધ્યયન વગેરે અને દશવૈકાલિક આવશ્યક, જીવાભિગમ
પ્રજ્ઞાપના, દરિટવાદ એકજ ઉત્કાલિક કૃત છે. પરંતુ બાર અંગમાંથી દષ્ટિવાદ એકજ ઉત્કાલિક છે. બાકીના કાલિક છે. તે શ્રુતમાં જે અક્ષર, પદ વગેરે પ્રત્યેક તે સંખ્યા છે. (૧૩૫) શ્રુત સંખ્યા કહી હવે ગણન સંખ્યા કહે છે. संखेजमसंखेज्ज अणंतयं चेव गणणसंखाणं ।
संखेज्ज पुण तिविहं जहण्णणयं मज्झिमुक्कोसं ॥१३६॥ ગાથાર્થ : ટીકાર્થ : જેનું સ્વરૂપ કહેવાનું છે, તે ગણન સંખ્યા, સંખ્યાત અસંખ્યાત
અને અનંત એમ ત્રણ પ્રકારે છે. સંખ્યાત સંખ્યા પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે છે, ૧૩૬) હવે નવ પ્રકારના જે અસંખ્યતા છે તે કહે છે. तिविहमसंखज्जं पुण परित्त जुत्तं असंखयासंखं ।
एक्केकं पुण विविहं जहण्णयं मज्झिमुक्कोसं ॥१३७॥ ગાથાર્થ ટીકાથઃ અસંખ્યાતુ, પરિત્ત અસંખ્યાત, યુક્ત અસંખ્યાત અને અસંખ્યાત અસંખ્યાત
એમ ત્રણ પ્રકારે છે. અને તે ત્રણેના પણ જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ
એમ ત્રણત્રણ પ્રકાર છે. આ પ્રમાણે નવ પ્રકારે અસંખ્યાતા છે. (૧૩૭) આઠ પ્રકારના અનંતા બતાવે છે. तिविहमणतंपि तहा परित्त जुत्तं अणंतयाणंत । एक्केक्कंपिय तिविहं जहण्णयं मज्झिमुक्कोसं ॥१३८॥