________________
-
ભાવપ્રમાણ
ત્યારે ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત થાય છે. નવા પ્રકારના અસંખ્યાતા કા. હવે આઠ પ્રકારના પહેલા કહેલ અનંતા કહે છે.
ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત કહેતા જે એક રૂપે સંખ્યા ઓછી કરી હતી તેને ફરી ઉમેરી દઇએ તે જઘન્ય પરિત અનંત થાય છે. તે પછી એકએકની વૃદ્ધિપૂર્વક ઉત્કૃષ્ટ પરિત અનંત ન થાય ત્યાં સુધીના જેટલા સંખ્યાસ્થાને થાય તે મધ્યમ પરિત્ત અનંત કહેવાય છે. પ્ર. ઉત્કૃષ્ટ પરિત્ત અનંતના સંખ્યા સ્થાને થાય? ઉ.: જઘન્ય પરિત્ત અનંતમાં જેટલી સંખ્યા હોય તેટલી સંખ્યાવાળી જઘન્ય પરિત અનંત
પ્રમાણ રાશિઓ સ્થાપન કરવી. પછી તે દરેક રાશિને પૂર્વની જેમ પરસ્પર ગુણાકાર કરવાથી જે રાશિ ઉત્પન્ન થાય તેમાં એક ન્યૂન કરીએ તે ઉત્કૃષ્ટ પરિત અનંત થાય છે. ઉદાહરણ અહીં પહેલાની જેમ સમજવું. ઉત્કૃષ્ટ પરિત્ત અનંતમાં જે એકરૂપ ઓછું હતું તેણે પણ ગણત્રીમાં લેવાય તે જઘન્ય યુક્ત અનંત થાય છે. અભવ્ય જીવ જઘન્ય યુક્ત અનંત પ્રમાણ છે, એમ કેવલી ભગવતેએ જોયું છે. માટે સ્વીકારવું જોઈએ.
એનાથી આગળ એક એક સંખ્યાની વૃદ્ધિપૂર્વક ઉત્કૃષ્ટ યુકત અનંત થાય ત્યાં સુધીના જેટલા સંખ્યા સ્થાને તે બધા મધ્યમ યુક્ત અનંતા જાણવા. પ્ર. : ઉત્કૃષ્ટ યુકત અનંત શી રીતે થાય છે ? ઉ. : જઘન્ય યુક્ત અનંત રાશીને તેજ રાશિ વડે ગુણતા જેટલી સંખ્યા પ્રાપ્ત થાય
તેમાંથી એક ઓછું કરતા જે સંખ્યા આવે તે ઉત્કૃષ્ટ યુક્ત અનંત કહેવાય છે. જ્યારે જે એક ન્યૂન કર્યો હતો તેને પણ ગણત્રીમાં લઈએ તે જઘન્ય અનંતાઅનંત થાય છે તે પછી એકએકની વૃદ્ધિપૂર્વકના સંખ્યા સ્થાને મધ્યમ અનંતાઅનંત છે. ઉત્કૃષ્ટ અનંતાઅનંત છે જ નહીં.
બીજા આચાર્યો ઉત્કૃષ્ટ અનંતાઅનંત આ પ્રમાણે કહે છે. જઘન્ય અનંતાઅનંતને પહેલાની જેમ ત્રણ વખત વર્ગ કરવો. અને જે સંખ્યા આવે તેમાં આ છ અનંતા ઉમેરવા તે આ પ્રમાણે–
· सिध्धा निगोयजीवा वष्णस्सई काल पोग्गला चेव ।
सव्वमलोगागास छप्पेतेऽणंत पकखेवा ' ॥१।। ૧ સર્વ સિદ્ધો, ૨ સર્વે સૂકમબાદર નિગદના છે, ૩ પ્રત્યેક અને સાધારણ સત્ર વનસ્પતિઓ, ૪ ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળ વિષયક સર્વ સમય રશિ, ૫ સંપૂર્ણ