________________
પ્રકરણ-૧૪
સંજ્ઞીદ્વાર 1. સંજ્ઞા એટલે સારું જ્ઞાન અથવા વિશેષજ્ઞાન. તે હેતુવાદ, દીર્ઘકાલિક અને દ્રષ્ટિવાદ સંજ્ઞા એમ ત્રણે પ્રકારે છે.
જેમાં હેતુ એટલે યુક્તિપૂર્વક સાધ્ય વિષયને જણાવનાર, વચન વિશેષને બોલવારૂપ જે વાદ, અથવા હેતુને વાદ તે હેતુવાદ તેનાવડે જે સંજ્ઞા તે હેતુવાદ સંજ્ઞા બેઈન્દ્રિય, ઈન્દ્રિય ચઉન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિયોને હેય છે. કારણ કે એ તડકા વગેરેમાંથી છાયા વગેરેના આશ્રય માટે, તથા આહાર વગેરેના કારણે મનુષ્યની જેમ ચેષ્ટાવાળા હોવાથી હેતુ પૂર્વક ક્રિયાવાળા હેવાથી, હેતુવાદી સંજ્ઞાવાળા કહેવાય છે. આ જ અપેક્ષાએ ચેષ્ટા વગરને પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અસંશી કહેવાય છે. પ્ર. પૃથ્વીકાય વગેરેને આહાર વગેરે દશે સંજ્ઞાઓ સિદ્ધાંતમાં કહેલી જ છે. તે એ
શી રીતે અસંજ્ઞી છે?
ઉં. સાચી વાત છે. પરંતુ તે અત્યંત અપ્રગટ તેમજ તુચ્છ હોવાના કારણે ઈષ્ટ, અનિષ્ટ
વગેરે વિશેષ જાણકારીના અભાવે અપ્રશંસનીય હોવાથી તે સંજ્ઞાઓ હોવા છતાં, પણ તેઓને સંજ્ઞા ગણી નથી. માટે પૃથ્વી વગેરે એકેન્દ્રિયને સંજ્ઞાપણું ગમ્યું નથી. જેમ એક રૂપિયે ખીસામાં હોવા માત્રથી ધનવાન ન ગણાય, તથા સામાન્ય રૂપથી રૂપવાન ન ગણાય. એમ એકેન્દ્રિોને પણ થેડી અને અપ્રશસ્ત સંજ્ઞા હોવાના કારણે અહિં સંજ્ઞી રૂપે ગણ્યા નથી.
અતીત, અનાગત અને વર્તમાન રૂપ દીર્ઘ અને દિવસ, પક્ષ, મહિના વગેરે કાળ રૂપે પરિણમેલી જે સંજ્ઞા તે દીર્ઘકાલિકી સંજ્ઞા કહેવાય છે. જેમ “આ મેં કર્યું, આ હું કરીશ તથા આ સારૂં હતું, આ સારું છે. આ સારૂં થશે ”એવા પ્રકારે ઘણા લાંબા સમય સુધીની ત્રણે કાળ વિષયક જે વિશિષ્ટ મને વ્યાપારવાળી, નહિં કે વર્તમાન વિષયક હેતુવાદ સંજ્ઞાની જેમ, આ દીર્ઘકાલિક સંજ્ઞા વર્તમાનકાળ જેનાર નથી. માટે એ સંજ્ઞા હેતુવાદસંજ્ઞા સાથે સંબંધીત ન થઈ શકે. કારણકે આ સંજ્ઞા અતિ સ્પષ્ટ રૂપે બાળકને પણ અતિ પ્રસિદ્ધ હોવાથી હેતુવાદ સંજ્ઞા સાથે આ સંજ્ઞાનું સાંકર્યું એટલે ભેળસેળ કરવું નહિં. આ સંજ્ઞા મને લબ્ધિ યુક્ત નારકે, ગર્ભજ તિર્યંચે, મનુષ્ય અને દેવેને જાણવી. કારણકે એ જ ત્રણકાળ