________________
૧૦૨
જીવસમાં
પશમ અવસ્થામાં છે જે સમ્યક્ત્વ પામે છે તે ક્ષાયોપથમિક સમ્યક્ત્વ કહેવાય. આ વાત સૂત્રમાં ન કહેલ હોવા છતાં પણ પ્રસંગાનુસારે આવેલ હોવાથી જાતે જ જાણી લેવી. આ પ્રમાણે આગળ પણ સમજવું.
જેનું ઉપશમન થાય તે ઉપશમ. જે મિથ્યાત્વ મેહનિયના ઉદયનું રોકાણ થાય છે તે ઉપશમ. ઉદયને વિઘાત કરવા તે ઉપલક્ષણથી છે. ઉદયમાં આવેલ મિથ્યાત્વને ક્ષય પણ છે એમ સમજવું, કારણકે ઉદયમાં આવેલ ક્ષય ન થયે હેય તે તે મિથ્યાત્વને ઉપશમ થતું નથી. આથી કેઈક પ્રતમાં તો જ સતિના એ પાઠના સ્થાને ના સમુEVOT૪ ય વિભુષ્યિ એવા પ્રકારને પાઠ દેખાય છે. તેને આ પ્રમાણે અર્થ છે. જેને ઉદય નથી તેના ઉદયને રેક અને ઉદયમાં આવેલાને વિશુધ (ક્ષય) કરવું તે ઉપશમ કહેવાય છે. અહિં પાઠમાં ક્ષય (ક્ષાયિક) નું લક્ષણ સુગમ હેવાથી સ્વયં જાણી લેવું, તેથી આ પ્રમાણે નક્કી થયું કે ઉદયમાં આવેલ મિથ્યાત્વને ક્ષય અને બાકીનું ઉદયમાં નથી અને સત્તામાં રહેલ છે તેના ઉદયને વિઘાત કરે એટલે ઉદયને યોગ્ય ન રહેવા દેવા તે ઉપશમ. પ્ર -જે આ પ્રમાણે ઉપશમનું સ્વરૂપ હેય તે ક્ષયે પશમનું સ્વરૂપ પણ આ જ પ્રમાણે
પહેલા બતાવી ગયા છે તે તેની સાથે ઉપશમને ભેદ રહેશે કે કેમ ? ઉ -સાચી વાત છે, ભેદ રહેશે જ, કારણકે ક્ષયે પશમ અવસ્થામાં કર્મોને વિપાકેદય જ
હેતે નથી પરંતુ પ્રદેશઉદય તે હેય છે. જ્યારે ઉપશાંત અવસ્થામાં તે પ્રદેશથી પણ ઉદય હોતું નથી. આ પ્રમાણે પશમ અને ઉપશમને ભેદ રહેલ છે. પ્રસંગથી સર્યું. ઉપશમથી બનેલું પથમિક સમ્યક્ત્વ સ્વયમેવ સમજી લેવું
જે પ્રમાણે આ ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે અને મિથ્યાત્વ મેહનીય કર્મના અંતરકરણ વખતે રહેલ જીવને જે પ્રમાણે આ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. તે
અહિં આગળ આ જ ગ્રંથમાં સાસ્વાદન ગુણસ્થાનકના વિવરણમાં બતાવી ગયા છીએ તેમજ સમ્યક્ત્વ મોહનિયના શુદ્ધ પુજના પ્રદેશના ગવટા રૂપ ક્ષાપથમિક સમ્યક્ત્વ પણ ત્યાં આગળ જ બતાવેલ છે.
દર્શન શબ્દથી દર્શનમોહનિય કર્મ જાણવું, તે દર્શન મેહનિય સમ્યક્ત્વ મિશ્ર અને મિથ્યાત્વ પુંજ રૂપ ત્રણ પ્રકૃતિથી દર્શન મેહનીયત્રિક કહેવાય છે. તે દર્શનમોહનિયત્રિકનો વિશુદ્ધ અધ્યવસાયના બળથી બિલકુલ સર્વ પ્રદેશનો નિર્લેપ કરવા રૂપ ક્ષય કરે તે ક્ષય કહેવાય છે. તે ક્ષય વડે થયેલ સમ્યત્વ ક્ષાયિક 'સમ્યકત્વ કહેવાય. -બીજા સ્થાનોમાં દર્શન સપ્તકના ક્ષયથી ક્ષાયિક સમ્યક્ત્વ થાય છે એમ કહ્યું છે જ્યારે અહિં દર્શનત્રિકના ક્ષયથી ક્ષાયિક કહે છે તે તે વિરોધ નથી થતું? '