________________
સંયમઢાર * હોય છે. કષાયકુશીલે અને નિર્ગને જઘન્યથી આઠ પ્રવચન માતા અને ઉત્કૃષ્ટથી ચૌદપૂર્વેનું શ્રત હોય છે. સ્નાતકે કેવલી હોવાથી શ્રુત તેમને હોતું નથી. ૫ કાળદ્વાર - પુલાકે અવસર્પિણી કાળમાં સુષમદુષમ અને દુષમસુષમ રૂપ ત્રીજા
ચોથા આરામાં જન્મથી અને પ્રઘજ્યાંથી હોય છે. ચેથા આરામાં જેમણે વ્રત ગ્રહણ કર્યા છે એવા સત્તાધી (વિદ્યમાનતા) ને દુષમ રૂપ પાંચમા આરામાં હોય છે.
ઉત્સપિણિમાં દુષમ, દુષમ સુષમ, સુષમ દુષમ, બીજા ત્રીજા અને ચોથા આરામાં જન્મથી મળે છે. વ્રતને આશ્રયી ત્રીજા ચોથા આરામાં જ હોય છે. દુષમસુષમ રૂપ કાળ મહાવિહેડ ક્ષેત્રમાં જન્મ અને વ્રતથી પુલાક શ્રમણ પ્રાપ્ત થાય છે.
બકુશપ્રતિસેવના અને કષાયકુશીલે અવસર્પિણી કાળમાં, સુષમ દુષમ, દુષમ સુષમ, દુષમ રૂપ ત્રીજા ચોથા અને પાંચમા આરામાં જન્મથી અને વ્રતથી હોય છે. બીજામાં નહિં. ઉત્સપિણિમાં તે દુષમ, દુષમ સુષમ, સુષમ દુષમ રૂપ બીજા ત્રીજા, ચોથા આરામાં જન્મથી મળે છે. વ્રતથી તે ત્રીજા ચોથા આરામાં જ મળે છે. બીજામાં નહિં. મહાવિદેહ ક્ષેત્રમાં દુષમ સુષમ જેવા કાળમાં જન્મથી અને વ્રતથી હંમેશા પ્રાપ્ત થાય છે. આ સર્વ શ્રમણે દેવ વગેરે વડે સંહરણ કરાયેલા સર્વ આરાઓમાં મળે છે. તથા સુષમ સુષમ કાળ સમાન દેવકુરૂ ઉત્તરકુરૂમાં તથા સુષમ કાળ સમાન હરિવર્ષ રમ્યક ક્ષેત્રમાં અને સુષમદુષમ કાળ' સમાન હૈમવત ઐરણ્યવત ક્ષેત્રમાં તેમજ દુષમ સુષમ જેવા કાળવાળા મહાવિદેહ ક્ષેત્રમાં આ બધાજ શ્રમણે પ્રાપ્ત થાય છે.
. નિર્ગથ અને સ્નાતકેનું વર્ણન જે પ્રમાણે પુલાકનું છે તે પ્રમાણે જાણવું, ફક્ત સંહરણ બકુશ વગેરેના પ્રમાણે તેઓનું પણ કહેવું. નિગ્રંથ અને સ્નાતકે જ્યારે નિગ્રંથ કે સ્નાતકભાવ પામ્યા ન હોય ત્યારે પૂર્વમાં જેની વિરાધના કરી છે તેવા દેવ વગેરે દ્વારા અપહરણ કરી મહાવિદેહ ક્ષેત્રમાંથી ભરત ક્ષેત્રમાં લવાય અને તે લાવેલા નિગ્રંથ કે સ્નાતકોને નિગ્રંથ કે સ્નાતક ભાવ પ્રાપ્ત કરી અંતકૃત કેવલી થાય છે. આ
સિદ્ધાંતમાં તે જેમને નિગ્રંથ કે સનાતક ભાવ પ્રાપ્ત કર્યો હોય તેઓના અપહરણને નિષેધ છે. અને પુલાકે તે બિલકુલ અપહરણ નિષેધ કરે છે. કહ્યું છે કે. *
.... समणीमवगयवेयं परिहारपुलायमप्पमत्त च ।
चउदसपुचि आहारकं च नय कोइ संहरति ॥ २ ॥ સાળી, નદી, પરિહાર વિશુદ્ધિ મુનિએ, પુલાક, અપ્રમત્ત, ચોદ. પૂર્વધરે, આહારક શરીરની લબ્ધિને ધારણ કરનાર મુનિઓનું સંહરણ કઈ કરતું નથી. .