________________
૭૮
જીવસમાસ
પ ઘાતકર્મ રૂપી મેલા પડલના ધોવાણથી જે સ્નાત એટલે નાહીને ચેખા થયા છે.
તે સ્નાતક એટલે કેવલી ભગવંત. ૧ જુલાક-: લબ્ધિપુલાક અને પ્રતિસેવાપુલાક એમ બે પ્રકારે પુલાક છે. લબ્ધિપુલાકે લબ્ધિયુક્ત હોય છે. કહ્યું છે કે –
संघाइयाण कज्जे चुणिज्जा चक्कवट्टिमवि जीए ।
तीए लध्धीए जुओ लधि पुलाओ मुणेयव्वो ॥ १ ॥ જે લબ્ધિ વડે ચક્રવર્તીને પણ સંઘાદિક કાર્ય ઉત્પન્ન થયે છતે ચૂરી શકે તે લબ્ધિયુક્ત હોય તે લબ્ધિપુલાક જાણવા. બીજા આચાર્યો આ પ્રમાણે કહે છે કે આસેવનાથી જેએ જ્ઞાનપુલાક હોય છે, તેઓની જે આવા પ્રકારની લબ્ધિઓ હોય તે . જ લબ્ધિપુલાક કહેવાય છે. તેના સિવાય બીજું કંઈ હેતું નથી. પ્રતિસેવા પુલાકે જ્ઞાનપ્રતિસેવક, દર્શનપ્રતિસેવક, ચારિત્રપ્રતિસેવક અને લિંગ પ્રતિસેવક તથા સૂક્ષ્મપ્રતિસેવક એમ પાંચ પ્રકારે છે. કહ્યું છે કે,
खलियाइ दूसणेहिं नाणं संकाइएहिं समत्त । मूलुत्तरगुण पडिसेवणाइ चरणं विराहेइ ॥ १॥ लिंग पुलाओ अन्नं निकारणओ करेइ जो लिंगं।
मणसा अकप्पियाणं निसेवओ होअहा सुहुमो ॥ २ ॥
ખલના વગેરે દૂષણેથી જ્ઞાનને, શંકા વગેરેથી સમ્યક્ત્વને (દર્શન), મૂલત્તરગુણ પ્રતિસેવના વડે ચારિત્રને વિરાધે છે. નિષ્કારણ જે અન્યલિંગ કરે તે લિંગ પુલાક. અને મન વડે અકથ્યને સેવે તે યથાસૂમ પુલાક કહેવાય (૧૨) ૨ બકુશ-અકુશ શ્રમણ પણ બે પ્રકારે છે. ઉપકરણબકુશ અને શરીરબકુશ, વસ્ત્ર વગેરે
ઉપકરણને ધેવા વગેરે દ્વારા વિભૂષા કરનારા ઉપકરણ બકુશ. અને હાથ પગ મોટું વગેરે શરીરના અવયવોને અથવા સંપૂર્ણ શરીરને ધોવા વગેરે વિભૂષા કરનારા શરીરબકુશ કહેવાય છે. આ બે ભેદે પણ સામાન્યથી પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે - આગબકુશ, અનાગબકુશ, સંવૃત્તબકુશ, અસંવૃત્ત બકુશ અને સૂક્ષ્મ બકુશ (૧) શરીર અને ઉપકરણની વિભૂષા એ સાધુઓનું અકાર્ય એવા પ્રકારના જ્ઞાનવાળા જે બકુશે તે આભગ બકુશ (૨) આગ બકુશથી જે વિપરિત હોય તે અનાગ બકુશ (૩) સંવૃત્ત એટલે લોકમાં જેના દેશે જણાયા નથી તે સંવૃત્તબકુશ (૪) સંવૃત્ત બકુશથી વિપરીત તે અસંવૃત્ત બકુશ (૫) આંખના પીયા દૂર કરવા વગેરે સુક્ષ્મ કે તે સૂક્ષ્મ બકુશ કહેવાય છે. કહ્યું છે કે