________________
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ જાન્યુઆરી ઠેકાણેના વધેલા રૂપીઆ કોન્ફરન્સના ચોપડામાં જમે થઈ એક સારી સીકયુરીટી વાળી જગેએ રેહેતે સારૂ. કારણકે અમુક જગાએ કોન્ફરન્સ ભરવાની જરૂર છે. પણ ત્યાંના રહીશે જોઈત ખરચ કરી શકે તેમ નથી એમ હોય તે આ વધારામાંથી તે ગામવાલાને મદદ આપવા થાય.
૧૨ કેટલાક શહેર અને ગામડાઓમાં તથા મેટા શહેરની પિળના ધર્માદા ખાતાઓમાં એટલે જેમકે દેહેરાં, અપાશરા, ધર્મશાળાઓ, પાઠશાળાઓ, સ્વામીવછળ અને જીવદયા ખાતાઓના રૂપિયા તથા માલમીલકતની બાબતમાં તકરારે પડતાં બે પક્ષ પડીને તે કજીઆ સરકારી કચેરીએ જાય છે ને હાથમાંના ધર્માદા રૂપીયા વિચાર કર્યા વગર વાણીયા મમતે ચડીને બગાડે છે. જેમકે અમદાવાદમાં હજીરાના માજનના જેને ધર્માદા રૂપીયાથી લડી મરે છે વગેરે. માટે એવી તકરારે સરકારી કચેરીઓએ ના જતાં દેશદેશ અને ગામે ગામ સારા પ્રમાણિક, ડાહ્યા સુખી અને ફરસાદવાળા માણસની “જનના શુભ ખાતાઓની સુધારા કમીટી ઓ સ્થાપીને તેવા કોઈ ઝઘડાને ન્યાય થવાને કમીટીવાળા આગળ લઈ જાય એમ થવું જોઈએ, અને નાના ગામમાં ઘણા એકમત થઈને એવા સારા કામને બગાડ કરતા હોય તો તેને ન્યાય થવા અમદાવાદની કમીટીમાં આવવો જોઈએ. જૈને જેમાં ઘરખટલાના ન્યાય પણ આવી કમીટીથી થાય તે વીવાહથી રળીયામણું પણ હાલની રીતભાત પ્રમાણે પ્રથમ ધર્માદા કામનાજ બંદોબસ્ત થાય તે બહુ સારૂ. - ૧૩ જન વિધિ પ્રમાણે લગ્ન કરવાનું અસલથીજ છે અને તેને વિધિ આચાર 'દીનકર ગ્રંથમાં તથા મહામુનિ આત્મારામજીએ રચેલા તત્વનિર્ણયપ્રાસાદ ગ્રંથના બીજા ભાગમાં છે. પણ તેમાં જે વિધિ લખી છે તે તે વખતના દેશકાળને અનુસરીને લખેલ છે એટલે તે વિધિ અઘરી છે. આ વિધિ આજ સુધી અંધારામાં હતી. ને જેન લેકે લગ્ન વખતે બધી વિધિ આજ સુધી મિથ્યાત્વી બ્રાહ્મણો બતાવે તે પ્રમાણે કરે છે. તે વાત કનફરન્સ પ્રસીધીમાં લાવેલ છે તેથી હવે કેટલાક ગામ અને શહેરોમાં “માંગરોળ જૈન જ્ઞાનોદય સભા” તરફથી હાલના જમાનાને અનુસરતી જેના લગ્ન વિધિની ચોપડી બનાવેલી છે તે પ્રમાણે લગ્ન થયા છે, ને થાય છે. પણ આચારદીનકર ગ્રંથના લખાણ પ્રમાણે જેન વિધિ પ્રમાણેનું લગ્ન બની શકે તેમ નથી એમ અમદાવાદની વીસા શ્રીમાળી નાતના શેઠ એમ સમજે છે કે આપણા જોશી જે કરાવે છે તે જ ઠીક છે એમ વીચાર લાવીને બીજે કઈ જૈન વિધિ પ્રમાણે લગ્ન કરાવવાને ઉભો થાય છે. તેને પણ કરવાથી રોકે છે. પરંતુ “માંગરોળ જૈન જ્ઞાનતેજક સભા ” એ જે લગ્ન વિધિની ચોપડી છપાવી છે તેના અનુસારે જેટલું બની શકે