Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. અન્ન.૯. આવ.પૃ.૨૮, સ્થા.૬૨૬. ૨.પ્રશ્ન.૧૬, પ્રશ્નઅ.પૃ.૮૮, પ્રશ્નજ્ઞા.
૧૫. પઉમાવઈ અંતગડસાના પાંચમા વર્ગનું પહેલું અધ્યયન.
૧. અન્ન.૯.
પૃ. ૮૯.
૩. અન્ન.૯, સ્થાઅ.પૃ.૪૩૩, સ્થા.૬૨૬.
૧
૧૬. પઉમાવઈ પશ્ચિમ રુયગ(૧) પર્વતની મુખ્ય આઠ દિસાકુમારીમાંની એક. તે મંદર(૪) શિખરની અધિષ્ઠાત્રી છે.
૧. જમ્મૂ.૧૧૪, તીર્થો. ૧૫૭, સ્થા. ૬૪૩.
પઉમાવતી (પદ્માવતી) જુઓ પઉમાવઈ.૧
૧. ભગ.૪૦૬, અન્ન.૯, વિપા.૨૪, સમ.૬૨૬, સ્થા.૬૪૩, શાતા.૬૮, ૯૬, ૧૪૧, ઉત્તરાશા.પૃ.૩૦૦, નિશીયૂ.૨.પૃ.૨૩૨, આવચૂ.૨.પૃ.૧૬૪, ૨૦૫, આવચૂ.૧.પૃ. ૪૯૯.
૧. પઉમુત્તર (પદ્મોત્તર) ભદ્દસાલવણમાં આવેલું દિસાહત્યિકૂડ.
૧. સ્થા.૬૪૨, જમ્મૂ.૧૦૩.
૨. પઉમુત્તર નવમા ચક્કવટ્ટિ મહાપઉમ(૪)ના પિતા.૧
૧. સમ.૧૫૮.
૩. પઉમુત્તર પઉમુત્તર(૧) દિસાહત્યિફૂડનો અધિષ્ઠાતા દેવ જે ત્યાં જ વસે છે.
૧. જમ્મૂ.૧૦૩.
૧૩
૧
Jain Education International
પઉરજંઘ (પ્રચુરજધ) સુસમા અ૨ દરમ્યાન લોકોના જે ચાર પ્રકારો હોય છે તેમાંનો એક પ્રકાર.' તેમની જાંઘો બહુ જ મજબૂત અને શક્તિશાળી હોય છે.
૧. જમ્મૂ.૨૬.
૨. જમ્બુશા.પૃ.૧૩૧.
૧
પઉસ (પ્રકુશ) એક અણારિય(અનાર્ય) દેશ. કદાચ આ અને બઉસ એક જ છે. ૧. પ્રજ્ઞા.૩૭, પ્રશ્ન.૪, ઔ૫.૩૩, નિશીયૂ.૨.પૃ.૪૭૦.
For Private & Personal Use Only
પએસિ (પ્રદેશિન્) સેયવિયા નગરનો રાજા. તે અત્યંત ક્રૂર હતો. અને તેને આત્માના સ્વતન્ત્ર અસ્તિત્વમાં શ્રદ્ધા ન હતી. તે આત્માને શરીરથી અભિન્ન માનતો હતો. શ્રમણ કેસિ(૧)એ અનુભવમૂલક દૃષ્ટાન્તો અને તર્કોને આધારે તેને ખાતરી કરાવી કે આત્મા સ્વતન્ત્ર તત્ત્વ છે. પછી પએસિ ઉપાસક(શ્રાવક) બન્યો. તેની પત્ની સૂરિયકતાને આ ન ગમ્યું. તે એટલી હદે ગઈ કે તેણે પોતાના પુત્રને તેના પિતાની હત્યા કરી નાખવા કહ્યું. પરંતુ પુત્રે આવું પાપકૃત્ય કરવાની ના પાડી દીધી. એટલે પછી રાણી સૂરિયકંતાએ પોતે જ રાજા પએસિને ઝેર દઇ મારી નાખ્યો. તે પછી મરીને રાજા પએસિ સોહમ્મકપ્પમાં સૂરિયાભ(૨) દેવ તરીકે પુનર્જન્મ પામ્યો.
૧. રાજ.૧૪૨થી, આનિ.૪૬૯, આવચૂ.૧.પૃ.૨૭૯, વિશેષા.૧૯૨૩, આવહ.પૃ.૧૯૭.
www.jainelibrary.org