Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પુરોહિત સોમદત્ત(૪)ના પુત્ર વહસ્સઈદને તેના ઉપર બળાત્કાર કર્યો હતો.' - ૧. વિપા.૨૪.૫. ૭. પઉમાવઈ દક્ષિણના રકખસ દેવોના ઈન્દ્ર ભીમ(૩)ની ચાર મુખ્ય પત્નીઓમાંની એક.' તે વસુમઈ(૩) નામે પણ ઓળખાય છે. મહાભીમ(૧)ની મુખ્ય પત્નીનું નામ પણ પઉમાવઈ છે. ૧. ભગ. ૪૦૬.
* ૨. સ્થા.૨૭૩, જ્ઞાતા.૧૫૩. ૮. પઉમાવઈ વસાલીના રાજા ચડગની પુત્રી, ચંપા નગરીના રાજા દહિવાહણની પત્ની અને કરકંડની માતા.બીજી વિગતો માટે જુઓ દહિવાહણ.
૧. આવયૂ.૨.પૂ. ૨૦૪-૨૦૫, નિશીયૂ.૨,પૃ.૨૩૨, બુભા. ૫૦૯૯, ઉત્તરાશા.
| પૃ.૩૦૦. ૯. પઉમાવઈ ચંપા નગરીના રાજા કુણિએની પત્ની અને ઉદાઈ(૨)ની માતા. હલ્લ(૩) અને વિહલ(૧) પાસે જે હાથી અને હાર હતા તેમની તેને ઈર્ષા થતી હતી. આ ઈર્ષાના કારણે તેણે તેના પતિ કૂણિઅને વેસાલીના ચેડગ રાજા સાથે યુદ્ધ કરવા ઉશ્કેર્યો.
૧. નિર.૧.૧, આવયૂ.૨પૃ.૧૭૧-૭૨, ભગઅ.પૃ.૩૧૬-૧૭. ૧૦. પઉમાવઈ ભરુચ્છના રાજા સહવાહણની પત્ની. તે આચાર્ય વાંરભૂતિની કાવ્યપ્રતિભાથી અત્યન્ત પ્રભાવિત થઈ હતી પરંતુ તેમનો કદરૂપો દેખાવ જોઈને તે નિરાશ થઈ ગઈ હતી.'
૧. વ્યવભા. ૩.૫૮. ૧૧. પઉમાવઈ આ નામની એક દેવી.'
૧. આવ.પૃ.૧૯. ૧૨.પઉમાવઈ ચંપા નગરીના કાલ(૧)ની પત્ની અને પઉમ(૧૩)ની માતા.
૧. નિર.૨.૧. ૧૩. પઉમાવઈ કોરીડગ નગરના રાજા મહબ્બલ(૧૧)ની પત્ની અને રાજકુમાર વીરંગય(૨)ની માતા.1
૧. નિર.૫.૧. ૧૪. પઉમાવઈ વાસુદેવ કહ(૧)ની આઠ મુખ્ય પત્નીઓમાંની એક. તે અરિષ્ટપુરના રાજા હિરણ્ણાભની પુત્રી હતી. તેને મેળવવા માટે કહને તેના સ્વયંવરમાં નિમન્નિત ઘણા રાજાઓ સાથે યુદ્ધ કરવું પડ્યું હતું. પઉમાવઈએ તિર્થીયર અરિસેમિ પાસે દીક્ષા લીધી, જખિણી શ્રમણીની આજ્ઞામાં રહીને વીસ વર્ષનું શ્રામણ્ય પાળી મોક્ષ પ્રાપ્ત કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org