________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વ. શ્રી હિમાંશુવિજયજીને ટૂંક પરિચય. આમાં આપેલા લેખના લેખક સ્વ. મુનિશ્રી હિમાંશુવિજયજીના જીવનને ટ્રેક પરિચય, તેમના સ્વર્ગવાસ વખતે અનેક પત્રમાં પ્રકટ થયો હતો, તેમાંથી સારરૂપે અમે અહિં આપીએ છીએ.
સ્વ. શ્રી. હિમાંશુવિજયજીને જન્મ મરૂભુમી (મારવાડના પાડીવ ગામમાં સંવત્ ૧૯૬૦ વૈશાખમાં થયો હતો. માતાનું નામ પાર્વતી, પિતાનું નામ વનેચંદજી હતું. વીશા પોરવાડ જ્ઞાતિના હતા. તેમનું નામ હિંમતમલજી હતું. હિંમતમલજીએ ૧૧ વર્ષની ઉમરે મારવાડી ભાષાનું જ્ઞાન સાધારણ મેળવી સંવત્ ૧૯૭૧માં હિંમતપૂર્વક પિતાજી પાસે કરનુલ જવાનું નકકી કર્યું અને જે સ્થળે પિતાના પિતાજી વેપાર કરતા હતા તે સ્થળે (કરનુલ ગામ) પોતે ગયા અને પિતા સાથે નાની ઉમરમાં વેપારમાં ઝંપલાવ્યું. વળી સાથે ઉર્દુ અભ્યાસ શરૂ કર્યો. વિક્રમ સંવત ૧૯૭૪માં તેમના પિતાજીએ મુંબઈમાં દુકાન કરી. હિંમતમલ પણ મુંબઈ આવ્યા. તેમને સમર્થ બ્રહ્મચારી તરીકે પંકાતા શ્રીયુત ચુનીલાલ કાનુનીને સમાગમ થયે. કાનુનીની વાતોએ હિંમતમલના દીલને ત્યાગ-તપ-વૈરાગ્ય માટે ઉત્તેજિત કર્યું, તેવામાં વળી બીજું નિમિત્ત આવી મળ્યું. શાસ્ત્ર વિશારદ નવયુગ પ્રવર્તક શ્રી, વિજયધર્મસૂરિજી કૃત બ્રહ્મચર્ય દિગદશને તેમના વાંચવામાં આવ્યું. અઢાર વર્ષની ઉમરે જીવનભર કુમાર વત જાળવવાનો નિર્ણય કર્યો. વળી આ પ્રસંગે શ્રી વિજયધર્મસૂરિશ્વરજી મુંબઈમાં પધાર્યા. હિંમતમલ ત્યાં પહોંચી ગયા. સેવાભક્તિ કરવા લાગ્યા. સાધુપણાની માંગણી કરી; પણ સાધુપણું એમ કયાં મળે તેમ હતું ? પિતાની રજા ને પોતાની પરીક્ષા કરાવવાની જરૂર હતી. હિંમતમલ બે વર્ષ સુધી સૂરિજીની પાછળ . આખરે એ સમર્થ સુરીશ્વરજીએ ઈદોરમાં સંવત
(૧૭)
For Private and Personal Use Only