Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ખંડ ૧
પ્રાસ્તાવિક
પ્રકરણ ૧ સાધન–સામગ્રી
૧. સરકારી દફ્તરા અને પત્રવ્યવહાર
૧૮૧૮ માં ગુજરાતમાં અંગ્રેજી હકૂમત સ્થપાયા બાદ આ પ્રદેશને ઇતિહાસ લખવા માટેનાં સાધન વધુ વિપુલ પ્રમાણમાં અને બહુલક્ષી સ્વરૂપે જોવા મળે છે, ૧૮૧૮ પછીના ગુજરાતનેા ઇતિહાસ લખવા માટે જે અનેક પ્રકારની સાધનસામગ્રી ઉપલબ્ધ છે, તેમાં સરકારી દફતરા અને પત્રવ્યવહાર મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
હિંદના અન્ય પ્રાંતાની જેમ ગુજરાતમાં પણ અંગ્રેજોના આશય સંગીન અમલદારશાહી દ્વારા શાસન કરવાના હાઈ ગુજરાતની પ્રજાના સામાજિક સાંસ્કૃતિક રાજકીય તથા આર્થિક પાસાં વિશે માહિતી એકત્ર કરવી એ અંગ્રેજી શાસન–વ્યવસ્થાનું મહત્ત્વનું અંગ હતું. અંગ્રેજ અમલદારા આ માહિતી મેળવવામાં ઘણી ચીવટ રાખતા અને ચાકસાઈપૂર્વક અને સંગ્રહી રાખતા કે જેથી તત્કાલીન તેમજ ભાવી શાસને એમની નીતિ ઘડવામાં કામ લાગે. ઇતિહાસ-લેખનની દૃષ્ટિએ સરકારી દફતરાનું મહત્ત્વ એટલું બધુ` છે કે એના ઉપયાગ વગર ગુજરાતના ઇતિહાસ સમજવા અને એનું પુનઃમૂલ્યાંકન કરવું. લગભગ અશકય છે. હાલના સરકારી અભિલેખાગારામાં સચવાયેલા સંખ્યાખધ પ્રકાશિત તથા અપ્રકાશિત ગ્રંથા, દસ્તાવેજો તથા પત્રવ્યવહાર માત્ર રાજ્યનીતિવિષયક બાબત ઉપર જ નહિ, પ્રજાજીવનનાં અનેક મહત્ત્વનાં પાસાં ઉપર પણ પ્રકાશ નાખે છે.
૧૯મા સૈકાના સાતમા દાયકામાં અને ત્યારબાદ મુંબઈ સરકારે Gazetteer of the Bombay Presidency તરીકે ઓળખાતા અતિ મહત્ત્વના ગ્રથા પ્રકાશિત કર્યાં હતા, જેનું વિવેચન આ પ્રકરણમાં પછીના ખંડમાં કરવામાં આવશે.
૧૮૬૧-૬૨ના વર્ષોંથી મુંબઈ સરકાર પ્રતિવષ એના વહીવટ અ`ગેના અહેવાલ પ્રસિદ્ધ કરતી. આ અહેવાલ General Report on the Administration of the Bombay Presidency તરીકે ઓળખાય છે. એ સમકાલીન રાજકીય પરિસ્થિતિ, વહીવટીતંત્ર, શહેરી તથા ગ્રામજીવન, સ્થાનિક સ્વરાજની સંસ્થા, જેલ-વહીવટ, કેળવણીવિષયક સંસ્થાએ તથા વેપાર-ઉદ્યોગ વિશે માહિતી પૂરી પાડે છે.
१