Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
પાંચ વર્ષનું સાહિત્ય-નવલિકા છે અને બાકીની ૧૧ નવલિકાઓ છે. એ નવલકથાની વસ્તુ છું તેનું પાત્રાલેખન વિશેષ સુઘડ રીતે થયું છે અને કથાનાં મુખ્ય તેમજ બીજા પાત્રો સમાન તેજસ્વી રંગે રંગાવાને લીધે તથા એ પાત્રને સ્પર્શતા વસ્તુનું કથન એકબીજાથી છૂટું પડી જવાને લીધે, એકબીજાથી સાંકળેલી નવલિકાઓ જેવું સ્વરૂપ એ નવલકથા પામી છે. કથાનાં પાત્ર તેજદાર વ્યક્તિત્વનાં સ્વામી છે અને તેથી તે તેજ પ્રસાર્યા વિના રહેતાં નથી. આ સંગ્રહમાંની નવલિકાઓ શ્રી “ધૂમકેતુના “તણખામંડળનો અવશેષ હોય તેવી તેજસ્વી અને માનવતાનું મંગળ દર્શન કરાવનારી છે. ત્યારપછી તેમણે આપેલી “ત્રિભેટો'માંની નવલિકાઓ તેમની પહેલાંની નવલિકાઓ જેટલી ઊંચી ટેચે ગયેલી નથી. શૈલી એ જ છે, જીવનવિષયક કપનાઓ એટલી જ દિગંતગામી છે, પરંતુ એ વિચારસંભારમાં વધારે ઘટ્ટ બની છે અને તે કારણે રસનિષ્પત્તિમાં ઊણી જણાય છે. લેખક જીવનલક્ષ્યને નથી ચૂક્યા પરંતુ તેમનાં પાત્ર ભાવનાઘેલાં વધુ બન્યાં છે અને તેટલા પ્રમાણમાં તે વાસ્તવિકતાથી દૂર પડેલાં લાગે છે.
“પિયાસી (“સુંદરમ ')માંની નવલિકાઓમાં વસ્તુઓનું વૈવિધ્ય હોવા છતાં એક પ્રકારની ધ્યેયની એકસૂત્રતા રહેલી છે. દરેક કથાના મૂળમાં છૂપી પિયાસઝંખના છે. નારીને સંતાનની, શ્રમજીવીને ધનની, સૌંદર્ય માણનારને ધૂળ સુખની, બેકારને ધંધાની, માસ્તરને પત્નીની, સ્ત્રીને પરાક્રમી સહચારીની, જીવનથી થાકેલા ડોસાને પરમાત્માની અને દંભથી ભરેલા સમાજને સહદયતાની ઝંખના પીડી રહી છે. જીવનના બાહ્ય અને આત્યંતર પ્રવાહોને વણીને કથાવસ્તુ સર્જવું અને તેને સચોટ રીતે ગૂંથવું એ કળા લેખકે હતગત કરી છે, અને કથાને ધ્વનિ અણુછતો રહેતો નથી. એ જ લેખકની
લકી અને નાગરિકામાંની નવલિકાઓ વર્તમાન સમાજ અને સંસારની કેટલીક ગંદકીઓનું દર્શન કરાવે છે. એ ગંદકીઓના દર્શનથી હીણ માનવતા પ્રતિ જુગુપ્સા ઉપજે છે, પરંતુ બધી નવલિકાઓનો ધ્વનિ એકસરખી રીતે જુગુપ્સા પ્રેરીને મંગલ ધ્વનિ પ્રકટાવતા નથી. “ખોલકી' કથામાં જે ધ્વનિ છે તેવો વનિ બીજી નવલિકાઓમાંથી પ્રકટતો નથી; સંસારની આ બીભત્સતા છુપાવી રાખવા જેવી નથી હોતી, પરંતુ તે પ્રકટ કરવિાની શૈલીની ઊણપને લીધે આમાંની નવલિકાઓ સામે ઠીકઠીક વિરોધ પણ ઊડ્યો હતો.
અખંડ ત” (“સપાન')માં બે લાંબી પ્રેમકથાઓ છે. પ્રત્યેકમાં એક એક યુગલની કથા દ્વારા લગ્નજીવનમાં પ્રેમનું સ્વરૂપ, જીવનમાં નિર્મળ રસ