Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
40
• નલતાકારની હૃદયોર્મિ •
द्वात्रिंशिका (૨: બત્રીસી સ્વોપજ્ઞટીક-તત્ત્વાર્થદીપિક અંગે કંઈક) ‘દ્વત્રિશિકા પ્રકરણ' મૂળની રચના કર્યા બાદ મહોપાધ્યાયજીએ તેમાં નિહિત પદાર્થ અને પરમાર્થને પ્રસ્તુરિત કરતી “તત્ત્વાર્થદીપિકા' નામની સંસ્કૃત ટીકા રચી. મૂળ ગ્રંથકારશ્રી દ્વારા જ ટીકાની રચના હોવાથી તે સ્વપજ્ઞ(સ્વરચિત) ટીકા તરીકે પણ ઓળખાય છે. સ્વપજ્ઞવૃત્તિની રચનાશૈલી જોતાં એમ લાગે છે કે દ્વાત્રિશિકા ગ્રંથના મૂળ શ્લોકના પ્રત્યેક પદનું વિવેચન કરવાના બદલે દુર્ગમ-દુર્બોધ શબ્દોનું સ્પષ્ટીકરણ કરવાનું જ તેમનું મુખ્ય લક્ષ્ય રહ્યું છે. તેથી જ (૧) ઘણા સ્થળે શ્લોકની અવતરણિકા પણ નથી. (૨) ૧૬૭ શ્લોકોને વિશે “સુગમ' - “સ્પષ્ટ' આટલો જ ઉલ્લેખ કરીને તેની વ્યાખ્યા મહોપાધ્યાયજીએ
કરેલ નથી. (૩) ઘણીવાર મૂળ શ્લોકમાં દર્શાવેલ જે શબ્દની તેઓ વિવેચના કરતા હોય ત્યારે મૂળ શ્લોકના
શબ્દનો પ્રતિકરૂપે ઉલ્લેખ કરતા નથી. (૪) ઘણી વાર શ્લોકનું સ્વયં વિશદ વિવેચન કરવાના બદલે યોગદષ્ટિસમુચ્ચય-વૃત્તિ અને યોગબિન્દુ
વૃત્તિ વગેરેનું શબ્દશઃ અનુસરણ, વિશેષ સ્પષ્ટતા કર્યા વિના, કરેલ છે. ખાસ કરીને ૨૦મી
બત્રીસીથી ર૪ બત્રીસીમાં આવું ઘણું જોવા મળેલ છે. (૫) ક્યારેક અટકવૃત્તિકાર વગેરેના અભિપ્રાય ઉપર તેઓશ્રીએ મીમાંસા પણ કરેલ છે.
ટૂંકમાં કયાંક ટીકારૂપે તો કયાંક પંજિકારૂપે, ક્યાંક વિષમપદટિપ્પણ રૂપે તો ક્યાંક વાર્તિકરૂપે, કયાંક બાલાવબોધરૂપે તો કયાંક નિર્યુક્તિરૂપે બત્રીસીની સ્વોપલ્લવૃત્તિ રચાયેલ છે.
મૂળકાર, વ્યાખ્યાકાર, નિર્યુક્તિકાર, ચૂર્ણિકાર, વાર્તિકકાર, ભાષ્યકાર, પંજિકાકાર, ટિપ્પણકાર.. ઈત્યાદિ બહુમુખીસ્વરૂપે મહોપાધ્યાયજી મહારાજના અહીં દર્શન થાય છે.
એમ પણ કહી શકાય કે ઉમાસ્વાતિજી મહારાજના પૂજાપ્રકરણ, શ્રાવકપ્રજ્ઞપ્તિ વગેરે ગ્રંથોનું મનનનિદિધ્યાસન-પરિણમન કરીને જેમ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે તે પદાર્થોને પોતાના ધર્મસંગ્રહણિ, પંચાશક, પંચવસ્તક વગેરે ગ્રંથોમાં વધુ સ્પષ્ટ કરેલ છે તેમ શ્રીહરિભદ્રસૂરિજી મહારાજના યોગદષ્ટિ સમુચ્ચય, યોગબિન્દુ, અષ્ટક, ષોડશક, વિંશિક પ્રકરણ, પંચાલકજી વગેરે ગ્રંથોનું ચિંતન-મનન-દોહન કરીને મહોપાધ્યાયજી મહારાજે તે પદાર્થોને પોતાના અનેક ગ્રંથરત્નોમાં વધુ પારદર્શક બનાવેલ છે. તેવા ગ્રંથો પૈકીનો દોહનરૂપ એક ગ્રંથ એટલે દ્વાત્રિશત્ કાત્રિશિકા પ્રકરણ સટીક.
(૩: કાબિંશિક પ્રક્રણના પૂર્વ પ્રકાશનો) (૧) સૌપ્રથમ જૈનધર્મપ્રસારક સભા- ભાવનગર તરફથી “કાન્નિશ કાર્નાિશિકા' પ્રકરણની પ્રત
વિ.સં.૧૯૬૬માં પ્રકાશિત થઈ હતી. તેમાં કુલ પૃષ્ઠ ૧૮૯ હતા. (૨) ત્યાર બાદ સુધારા-વધારા સાથે ઈ.સં.૧૯૮૧/વીરસંવત ૨૫૦૮માં રતલામ (મધ્યપ્રદેશ) તરફથી
બત્રીસી પ્રતાકારે પ્રકાશિત થઈ. (૩) પ.પૂ.શાસનસમ્રાટ સમુદાયના પૂ.આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિજી મ.સા. દ્વારા રચિત નૂતન સંસ્કૃત
ટીકા અને ગુજરાતી વિવેચન સાથે પ્રથમ ‘દાન કાત્રિશિકા' વિ.સં. ૨૦૪પમાં શ્રુતજ્ઞાનપ્રસારક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org