________________
જેવા છે તે ભગવાન શ્રી મહાવીર સ્વામીને ક૨વામાં આવ્યું છે.
જીવનમાં નમ્રતા અત્યંત આવશ્યક છે. મીણ જેવું જેનું હૃદય ન હોય તે દુનિયાને મીણ જેવી નરમ નહિ બનાવી શકે.
‘નમ્રતા' અને ‘વિનય’ માણસમાં ન આવે તો એનો સંસાર બગડી જાય છે. તમારાં ઘરોમાં, માતા-પિતા પ્રત્યે અને કુટુંબની વ્યક્તિઓ પ્રત્યે જો આ નમ્રતા ફેલાય તો જીવનમાં ધર્મ ધીરે ધીરે આવતો જાય છે. પણ આપણે યાદ રાખવાનું છે કે સંસારમાં તો “નમન નમનમેં ફેર હૈ, બહુત નમે નાદાન.” એવો ઘાટ રચાયેલો છે. તમારી પાસેથી જે માણસ કાંઈક પડાવવા માગતો હશે, જે દગલબાજ હશે, એ વધુ નમતો-ભજતો રહેશે. એવા લોકોથી ચેતજો. જ્યારે કોઈ તમને વધુ પડતું માન આપે અને સત્કાર કરે ત્યારે જોજો કે એની પાછળ એનો સ્વાર્થ તો નથી ને ?
-
સ્વાર્થની ભાવનાથી કરેલું નમન એ નમન નથી પણ વ્યાપાર છે.
આ પ્રકરણના લેખકનું નમન તો ત્યાગીને છે; ગુણોના ધામને છે; હજારો વર્ષ પહેલાં પાવાપુરી અને રાજગૃહીમાં વિહરેલી ચેતનાને છે, એ ચેતનાથી પાવન થયેલી ધૂળ પણ ધન્ય છે. પ્રભુ શ્રી મહાવીરની ચરણરજમાં આજે પણ એવી શક્તિ છે કે ક્ષણમાં યુગોનું દર્શન કરાવી શકે, આંખના પલકારામાં જીવનની અનુભૂતિ કરાવી શકે.
જે મહા વિભૂતિ કાળપ્રવાહને તરી ગઈ છે, જે ગુણોનો ભંડાર છે, એવા ભગવાન શ્રી મહાવીર પ્રભુને લેખકનું નમન છે. આવા નમનમાં પણ એક જાતનો આત્મિક ભાવ જરૂરી છે.
આ ગ્રંથમાં આત્માનો અખૂટ ખજાનો છે. આ ખજાનાના સાચા સ્વામી એટલે ભગવાન મહાવીર.
એમની પાસે વૈભવ હતો, બંધુ, પુત્રી અને પત્ની સર્વસ્વ હતું, છતાં એમને એ બધું નશ્વર લાગ્યું.
નશ્વર વસ્તુ આત્માની તૃષા છિપાવી શકતી નથી. આત્માની તૃષા કાંઈ દુન્યવી વસ્તુથી સંતોષાતી નથી. એમને અમૃતતત્ત્વની પિપાસા લાગી હતી, આથી બધું છોડીને એમણે ત્યાગનો માર્ગ લીધો.
આત્માની તૃષા એ ધન અને સત્તાની તૃષા નથી પણ આત્મિક શાન્તિપરમપદની તૃષા છે. એ કાંઈ ભૌતિક વસ્તુથી શાંત થાય ?
એમણે આટલા ખાતર સાડા બાર વર્ષ સુધી અડોલ તપશ્ચર્યા આદરી, ઘોર ઉપસર્ગોને હસતા મુખે સહન કર્યા અને અંતે એમણે શું મેળવ્યું ? રત્નનો ખજાનો; શાશ્વત ખજાનો.
Jain Education International
૪ : ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org