________________
Jain Education International
+>&>
વચન-સ્વાધ્યાયમાં આપણે ધર્મરત્નપ્રકરણ’નો ગ્રંથ પસંદ કર્યો છે. ‘ધર્મ-રત્ન'નો ગ્રંથ આચાર્યશ્રી ‘દેવેન્દ્રસૂરિજી’એ રચેલો છે અને તે અદ્ભુત
છે.
૧. ભૂમિકા
ધર્મી માણસ કેવો હોય, એનામાં કા કયા ગુણો હોય એ આ ગ્રંથમાં બતાવવામાં આવ્યું છે.
આપણે જાણીએ છીએ કે ધર્મ કહેવડાવવું સહેલું છે, પણ જીવનમાં ખરેખર એવા બનવું એ ઘણું મુશ્કેલ છે; એટલે સાચું ધર્મીપણું આપણે આવા ગ્રંથોના અભ્યાસથી અને આચરણથી સિદ્ધ કરવાનું છે.
મહાન સર્જનની પાછળ માણસમાં નમ્રતા જોઈએ. એ બતાવવા માટે શરૂઆતમાં લેખક પ્રભુને નમન કરે છે. એનામાં અભિમાન નથી, તેથી એ ગ્રંથના સાંભળનારને અને પોતાને પણ તારે છે.
લેખકનું પ્રથમ વંદન, જેમણે જગતને પોતાના જીવનથી ‘વિનય' ગુણનો મંત્ર શીખવ્યો છે, જે ફકીરી અને ત્યાગના ધામ
ધર્મરત્નનાં અજવાળાં * ૩
For Private & Personal Use Only
www.jainelibrary.org