________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | સંકલના તે વખતે અનંતાનુબંધી કષાયનું અર્જન કર્યું છે છતાં તે વિપરીત રૂચિ મંદ હોય તો તેવા જીવોમાંથી કેટલાક મહાત્માઓ તે જ ભવમાં શુદ્ધિ કરીને અનંતસંસારથી પોતાનું રક્ષણ કરે છે.
કેટલાક મહાત્માઓ પરિમિત ભવો પછી અન્ય ભવોમાં તે પાપની શુદ્ધિ કરે છે, તેથી ઉસૂત્રભાષણથી અન્યદર્શનવાળાને નિયમો અનંતસંસાર થાય અને જૈનદર્શનમાં રહેલાને અનંતસંસાર ન થાય તે પ્રકારનું વચન યુક્તિયુક્ત નથી, તેની વિષદ ચર્ચા કરીને જીવના અધ્યવસાય અનુસાર જ સંસારની વૃદ્ધિ હાનિની પ્રાપ્તિ છે, તેમ ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાં સ્થાપન કરેલ છે. આના બળથી ઉત્સુત્રભાષણ કરનારા પણ કેટલાક એકાવતારી છે, કેટલાક વીર ભગવાનની જેમ કોટાકોટી સંસારની વૃદ્ધિ કરનારા છે, તો કેટલાક સાવદ્યાચાર્યની જેમ અનંતસંસારને પણ પ્રાપ્ત કરનારા છે, તે સર્વમાં કઈ રીતે અધ્યવસાય ભેદનિયામક છે ? તેનો બોધ પ્રસ્તુત ગ્રંથથી થાય છે.
વળી પાંચ પ્રકારના મિથ્યાત્વમાંથી અભવ્યને ક્યા મિથ્યાત્વ હોય છે ? ભવ્ય જીવોને કયા મિથ્યાત્વ હોય છે ? અને તે મિથ્યાત્વોનું વિશેષ સ્વરૂપ શું છે ? તેની ચર્ચા ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાં કરેલ
વળી બાદરનિગોદને અવ્યવહારરાશિ સ્વીકારનાર મતની યુક્તિઓ બતાવીને બાદરનિગોદને વ્યવહારરાશિ સ્વીકારનાર મતનું સ્થાપન અનેક યુક્તિઓથી અને અનેક શાસ્ત્રવચનોથી ગ્રંથકારશ્રીએ કરેલ છે.
વળી મિથ્યાત્વની મંદતાને કારણે અનાભિગ્રહી કમિથ્યાદૃષ્ટિ જીવોમાં પણ યોગની પ્રથમ ચાર દૃષ્ટિઓની પ્રાપ્તિ છે તેની વિસ્તારથી ચર્ચા પ્રસ્તુત ગ્રંથમાં ગ્રંથકારશ્રીએ કરેલ છે.
વળી અન્યદર્શનમાં રહેલા જીવોને પણ ભગવાનની ભાવાજ્ઞાની પ્રાપ્તિનું કારણ એવી દ્રવ્યાજ્ઞાની પ્રાપ્તિ છે તેમ બતાવીને તેઓ પણ મોક્ષમાર્ગમાં છે તેમ ગ્રંથકારશ્રીએ બતાવેલ છે.
વળી મિથ્યાત્વગુણસ્થાનકમાં પણ ભદ્રકપ્રકૃતિવાળા જીવોને ગુણશ્રેણીનો સંભવ છે અને તેઓ પણ બીજાધાન કરીને સંસાર પરિમિત કરે છે તેની વિશદ ચર્ચા પ્રસ્તુત ગ્રંથમાં કરેલ છે.
વળી દેશઆરાધક-દેશવિરાધક, સર્વઆરાધક-સર્વવિરાધકની ચતુર્ભગી બતાવીને કેવા પ્રકારના જીવો મોક્ષમાર્ગમાં છે ? અને કેવા પ્રકારના જીવો મોક્ષમાર્ગથી બહાર છે ? અને અન્યદર્શનમાં પણ કેવા જીવો મોક્ષમાર્ગમાં છે ? અને સ્કૂલથી જૈનદર્શનમાં રહેલા પણ કદાગ્રહી જીવો પરમાર્થથી જૈનદર્શનની બહાર છે, તેની વિશદ ચર્ચા પ્રસ્તુત ગ્રંથમાં કરેલ છે.
વળી કેવા પ્રકારની અનુમોદના કરવી ઉચિત છે ? ને કેવા પ્રકારની અનુમોદના કરવી ઉચિત નથી ? અને અનુમોદના અને પ્રશંસાનો વિષયભેદથી કેટલાક ભેદ કરે છે તે ઉચિત નથી તેની વિશદ ચર્ચા પ્રસ્તુત ગ્રંથમાં કરેલ છે.
વળી વિષયશુદ્ધઅનુષ્ઠાન, સ્વરૂપશુદ્ધઅનુષ્ઠાન અને અનુબંધશુદ્ધ અનુષ્ઠાનનું બતાવીને તે ત્રણેય અનુષ્ઠાનમાં રહેલા માર્ગાનુસારી ભાવોની અનુમોદના અને પ્રશંસા કરવી ઉચિત છે તેમ ગ્રંથકારશ્રીએ સ્થાપન કરેલ છે.