________________
ભાવડ શાહ
કાંપિલ્યપુરને નવજવાન નગરશેઠ ધમદાસ ભાવડ કરતાં બે વર્ષ માટે હિતે અને સાધામિક હેવાથી બંને મિત્રે પણ હતા.
ઘણું માણસોમાં કોઈ વાર અમુક શક્તિ પૂર્વ પૂણ્યના વેગે પ્રાકૃતિક મળતી હોય છે. ભાવડમાં એવી જ એક શક્તિ હતી......અશ્વોની પરખની.
એક વાર એક યતિ પિતાના બે શિષ્ય સાથે વિહાર કરતા કરતા કાંપિલ્યપુર નગરીમાં આવ્યા હતા. તે વખતે ભાવડની વય ચૌદ વર્ષની હતી અને સંતપુરુષની વચ્યાવચ્ચ કરવાની તેના મનમાં ભાવના હતી. તે રેજ રાતે પ્રતિક્રમણ કરીને યતિવર્ય પાસે બેસતા. એમના પગ દબાવત, એમનું કઈ પણ કાર્ય હોય તો તે કરી આપતા, યતિશ્રી આ કિશેરની મુખમુદ્રા પરથી ઘણું ઘણું વાંચી ગયા હોય કે ગમે તે હોય પણ તેઓએ ભાવડને અશ્વ પરીક્ષા અને પરિચર્યાનું શાસ્ત્ર ચાર મહિનાના ગાળામાં શીખવી દીધું. મનમાં રસ ન હોય તે બાર વર્ષે પણ વિદ્યા પ્રાપ્ત થતી નથી. ભાવડના મનમાં અશ્વ વિદ્યા શીખવાને ઉલલાસ જાગ્યા હતા અને ગુરૂદેવ પરની પરમ શ્રદ્ધાના કારણે તે કેવળ ચાર મહિનામાં અશ્વવિદ્યા સંપાદન કરી શકયેા હતો.
તે જ્યારે સોળ વર્ષને થશે ત્યારે તે કુશળ અશ્વ પરિક્ષક છે એમ લેકને લાગવા માંડયું.....અને અઢાર વર્ષનો થશે ત્યારે કેાઈને અશ્વ ખરીદવું હોય તે તે ભાવડની સલાહ લેવા માટે આવી પહોંચતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org