________________
[૪]
આગામી ૩૦ મી એપ્રિલે દિલ્લીમાં અણુવ્રતી-સંઘનું વાર્ષિક અધિવેશન ભરાશે. - આચાર્યશ્રી તુલસી કે જેઓ જૈન વેતાંબર તેરા પંથને પ્રગતિશીલ અને ક્રાંતિકારી નેતા ગણાય છે, તેઓશ્રીએ લાકડાની પાટ પર બેસીને, પત્રકારોને જનતામાં સંયમ અને ચારિત્રનું વાતાવરણ ઉત્પન્ન કરવા માટે અનુરોધ કર્યો. એમની બને બાજુ તેરાપંથી સાધુ અને સાધ્વીઓ. વિરાજમાન હતા. એમના મુખ પર સફેદ વસ્ત્રની પટ્ટીઓ (મુહપત્તિીઓ), બાંધેલી હતી.
આચાર્ય શ્રી તુલસીએ વધારામાં કહ્યું “આધ્યાત્મિક ઉન્નતિ વિના. કેવલ ભૌતિક ઉન્નતિ માનવતાની નૈતિકતાને વિનાશમાર્ગ છે. આજના નીતિ-વિહીન જીવને માનવને પતનની ચરમ સીમા પર લાવીને મૂકી. દીધો છે. નૈતિક્તાની સહાયથીજ માનવતાની પ્રતિષ્ઠા હોઈ શકે છે. તેથી આજના પ્રત્યેક રાજનૈતિક નેતા, સાર્વજનિક કાર્યકર્તા અને ધર્મા-- ચાર્યનું પ્રથમ કર્તવ્ય એ છે કે જનતાના નીચે ગએલા નૈતિક ધોરણ ઊંચે લાવવાનો વિના વિલંબે પ્રયત્ન કરો. ઊંચે આવેલું નૈતિક ધોરણ જ બધા સુધારાઓનું મૂલ છે.”
મુંબક્ના સુપ્રસિદ્ધ રાષ્ટ્રવાદી દૈનિક “ફી પ્રેસ જર્નલે પોતાના મુખપૃષ્ઠ પર “સ્વાર્થોની વિરુદ્ધ સાધુઓની યુદ્ધ ઘોષણ” ના મથાળા નીચે મહત્ત્વપૂર્ણ સમાચાર પ્રકટ ક્યાં હતા. તેમાં લખ્યું હતું કે “તેરસૂત્રી કાર્યક્રમના શસ્ત્રાસ્ત્રથી સજજીત થઈને વેત શુભ્ર વસ્ત્રધારી સાતસો સાધુ ભારતના ગામ-ગામમાં કુચ કરશે અને સ્વાર્થ, અભિમાન તથા ઈષ્યની વિરુદ્ધ યુદ્ધઘોષણા કરશે. આ ધર્મવીરોને નેતા આચાર્ય શ્રી તુલસીએ દિલીની એક પત્ર-પરિષદમાં એ વાત જાહેર કરી કે એમનો તેરસૂત્રી કાર્યક્રમ એવી દૃષ્ટિથી બનાવવામાં આવ્યો છે કે જેનાથી. જનતાનું નૈતિક ઉત્થાન થાય અને તે દ્વારા દેશની બધી સમસ્યાઓનું નિરાકરણ થાય. જૈન શ્વેતાંબર તેરાપંથીઓના નવમા આચાર્ય દેશની. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com