________________
[૫૬] ૧૦. વેશ્યાનું નૃત્ય જેવાના ઉદ્દેશથી તે માટે યોજાયેલા સમારંભમાં
ભાગ લે નહિ. ૧૧. કોઈ સ્ત્રીને ફોસલાવીને, ધમકાવીને, ફીટાડીને કે લેભાવીને તેની
સાથે વિવાહ કરવો નહિ. નોંધ-ઉપર બતાવેલા મહિલાઓના નિયમો પુરુષોને અને પુરુષના નિયમો મહિલાઓને લાગુ થાય છે.
(૫) અપરિગ્રહ વ્રત અપરિગ્રહના સંબંધમાં નીચે જણાવેલી પ્રતિજ્ઞાઓનું પાલન અણુવ્રતીઓને માટે અનિવાર્ય છે. ૧. વ્યાપાર અંગે કાળાં બજાર કરવા નહિ. ૨. લાંચ લેવી નહિ. ૩. પહેરામણી, આણું આદિ બીજાને ત્યાં જેવા જવું નહિ તથા
પિતાને મળેલી પહેરામણી વગેરે ગોઠવીને બીજાને બતાવવી
નહિ. ૪. પિતાના લેભની ખાતર રેગીની ચિકિત્સા કરવામાં અનુચિત
વિલંબ કરવા નહિ. ૬. એક દિવસમાં ખાવાપીવાની વસ્તુઓ ૩૧ થી વધારે વાપ
રવી નહિ. ૬. રૂપિયા લઈને કન્યા-પુત્ર આદિનો વિવાહ સંબંધ કરે નહિ. ૭. એક બીજાથી વધારે ઘરેણું પહેરવું નહિ.
(આ નિયમ માત્ર પુરુષો માટે સમજવાનો છે.) ૮. વોટ, મત કે સાક્ષી આપવા માટે પૈસા માગવા નહિ અને
આપવા પણ નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com