Book Title: Anuvrati Sangh
Author(s): Satyadev Vidyalankar
Publisher: Adarsh Sahitya Sangh
Catalog link: https://jainqq.org/explore/034747/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ @kkbličke llo જૈન ગ્રંથમાળા દાદાસાહેબ, ભાવનગર, bethee-2eo : MP3 5822002 વતી - સંઘ ર્ષિક અધિવેશન ૩૦ એપ્રીલ, ૧૯૫૦ સંપાદક : સત્યદેવ વિદ્યાલંકાર, સ્વાગત મત્રી–પ્રથમાધિવેશન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ -------------- અહિંસક સમાજ રચનાની દિશામાં અણુવ્રતી-સંઘની સ્થાપના એક નક્કર પગલું છે. અણુવ્રતી-સંધનું દિલ્હીમાં જે પહેલું વાર્ષિક અધિવેશન ૩૦ મી એપ્રિલે ભરાયું તેને આ અહેવાલ ગુજરાતી જગતની સેવામાં અર્પણ કરતાં અમને પરમ સંતોષ અને આનંદ થાય છે. આ અહેવાલ થી કાંઈક ખ્યાલ આવશે કે આ પ્રયત્ન કેટલે વખણાયેલું છે. એને વ્યાપક આવકાર એ એની ઉપયોગિતા અને લેકપ્રિયતા સૂચવે છે. અમને આશા છે કે આ અહેવાલ ઉપયોગી અને લાભકારક નીવડશે. આ સંબંધમાં જેમને વિશેષ માહિતી જોઈતી હોય તેમને આદર્શ સાહિત્ય સંધના મુખ્ય કાર્યાલય, સરદારશહર, બિકાનેર, (રાજસ્થાન) અથવા શાખા કાર્યાલય, નયા બજાર, દિલ્હી એ સરનામે પત્ર વહેવાર કરવા વિનંતિ છે. —પ્રકારકિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ અહિંસક અણુવ્રતી-સં પગલું છે. આ પહેલું વાર્ષિક ભરાયું તેને જગતની સેવ પરમ સ ંતાષ અહેવાલ થ આપ્રયત્ન વ્યાપક આવ અને લોકપ્રિ છે કે આ લાભકારક જેમને વિરે તેમને આદ કાર્યાલય, ( રાજસ્થાન નયા બજાર વહેવાર કર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ અણુવ્રતી સંઘ પહેલું વાર્ષિક અધિવેશન દિલ્હી-૩૦ એપ્રિલ, ૧૯૫૦ સંપાદક : સત્યદેવ વિદ્યાલંકાર, સ્વાગત મન્ત્રી–પ્રથમાધિવેશન. મૂલ્ય આઠ આના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક– પ્રચાર વિભાગ, આદર્શ-સાહિત્ય-સંઘ, સરદાર શહર (રાજસ્થાન) - - - સર્વાધિકાર સુરક્ષિત વિજયસિંહ ચાવડા પ્રચારાધ્યક્ષ મગીલાલ વિદ્ય, પ્રચાર મન્ત્રી' જમનાલાલ જૈન, શ્રીકૃષ્ણ પ્રિન્ટિંગ વકર્સ, વર્ધા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ સ્પષ્ટિકરણ નિવેદન વાર્ષિક અધિવેશન ... સ્વાગત ભાષણ અણુવતી સંધની સ્થાપના મુનિ શ્રી નથમલજીનું ભાષણ શુભ સંદેશ સંક્ષિપ્ત વાર્ષિક વિવરણ .... આચાર્યશ્રીનું ભાષણ વ્રતગ્રહણ-સંસ્કાર ..... બીજાં ભાષણ (૧) જીવનનું નૈસર્ગિક માપ (૨) અંતરાત્માનું મહાજાગરણ (૩) એક વ્યક્તિની શક્તિ .. આચાર્યશ્રીના આશીર્વાદ પરિશિષ્ટ ૧ અણુવ્રત અને નિયમો પરિશિષ્ટ ૨ શુભેચ્છાના સંદેશાઓ પરિશિષ્ટ ૩ અણુવ્રત સંઘનું અંતરંગ અધિવેશન ... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી તુલસી દ્વારા સ્પષ્ટીકરણ અણુવ્રતી સંધના સંબંધમાં કેટલુંક સ્પષ્ટિકરણ આવશ્યક છે. આ સંધ લખપતિ-કરોડપતિ મારવાડીઓના જીવન-ઉત્થાનની જ સંસ્થા છે, એ માન્યતા બરાબર નથી સંઘનો ઉદેશ વ્યાપક છે. તે કોઈ પણ જાતિ, ધર્મ, દેશ અને વર્ગ ભેદ વિના માનવમાત્રને નૈતિક ધોરણને ઊંચું લાવવા ઇચ્છે છે. એના નિયમો વ્યાપારીઓના જીવનમાં દાખલ થયેલી બદીઓનો જે રીતે વિરોધ કરે છે, તે જ રીતે મજુર, ખેડત અને રાજ્યાધિકારી આદિ બધા વર્ગના મનુષ્યમાં દાખલ થયેલી બદીઓને વિરોધ કરે છે. આ પ્રસંગ પર “પ્રતી’ થનારા ૬૨૧ અણુવ્રુતીઓ માં પણ ભિન્ન ભિન્ન પ્રાન્ત, ધર્મ તથા વર્ગના લોકો છે. એ વાત સાચી છે કે તેમાં મારવાડી વ્યાપારીઓ વધારે છે. ‘ત્યાગ એક વર્ષ ને માટે જ કેમ?' એ બાબતમાં પણ લોકોમાં કેટલીક ગેરસમજ છે. એથી શંકા કરવામાં આવે છે કે વર્ષ પછી કદાચ આ ત્યાગનું પ્રમાણ વધારી દેવામાં આવે. એમાં વાસ્તવિક સ્થિતિ એ છે કે અધ્વતીઓ તો આજીવન વ્રત પાલનનો સંકલ્પ કરીને જ સંઘમાં દાખલ થયા છે. પરંતુ મેં અણુવ્રતી સંધના જે નિયમો નકકી કર્યા છે, તે જીવનમાં ક્યાં સુધી વ્યવહાર્યા છે, તેને અનુભવ લેવા માટે જ આ પ્રથમ અવસર પર માત્ર એક વર્ષના ત્યાગ કરાવ્યા છે. એક વર્ષની મુદત અગ્રતીઓની, ચકાસણી માટે નહિ, પણ, અણુવતી-સંધના નિયમોની ચકાસણી માટે છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પ્રતિજ્ઞાઓમાં પરિવર્તન થઈ શકતું નથી તેથી આ અવસર પર જે હું ફક્ત ૮૯ નિયમો નો આજીવન ત્યાગ કરાવી દેત, તો પછી એમાં સંશોધન કરવાને માટે સ્વતંત્ર રહેતા નહિ. અને હજી એમાં સંશોધનની આવશ્યકતા હું માનું છું. તેથી આ પ્રથમ પ્રસંગ પર માત્ર એક વર્ષના ત્યાગ કરાવવામાં આવ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ નિવેદન અણુવતી-સધનું પહેલું વાર્ષિક અધિવેશન દિલ્હીમાં ૩૦ એપ્રિલ રવિવારના ખીજા પહોરે ભારે ઉત્સાહથી શાંત અને ગ'ભીર વાતાવરણમાં ભરાયું. કાઇ પણ આયાજનની સફલતાને આધાર જનતા અને દેશમાં નારી તેની પ્રતિક્રિયા ઉપર રહેલો છે. દેશના વિશિષ્ટ મહાપુરૂષો અને સમાચાર પત્રો એ પ્રતિક્રિયાના સૂચક છે. અધિવેશન માટે આવેલા સંદેશાઓ અને પ્રાપ્ત થયેલી શુભેચ્છઓ પરથી દેશના વિશિષ્ટ મહાપુરૂષોના દૃષ્ટિબિંદુનો ખ્યાલ આવી શકે છે તથા સમાચાર પત્રોમાં થયેલી દેશવ્યાપી ચર્ચાથી તેમના અભિપ્રાયની જાણ થાય છે. એ બંનેનું સાથે અવલોકન કરતાં સંધ પ્રત્યે પોતાના દેશને લેાકમત કેવા છે, તેની ઝાંખી કરી શકાય છે. સંધના સંસ્થાપક આચાર્ય શ્રી તુલસી જયપુરથી અલવર, ભરતપુર, આગરા, મથુરા, વૃંદાવન, કાસી, પલવલ આદિસ્થાનની ૩૫૦ માઇલની પગપાળા યાત્રા કરતાં અહીં પધાર્યા, તેને મુખ્ય ઉદ્દેશ રસ્તામાં ગામે ગામની જનતાને સત્ય અને અહિંસાનો સંદેશ આપવાના, નીતિમય જીવનની હાકલ કરવાના અને ધમય જીવન ગાળવાના આદેશ આપવાના હતા. તેઓશ્રીએ છઠ્ઠી એપ્રિલની સવારે અહીં પધારતાં જ પોતાના ભાષણમાં એ ઘોષણા કરી હતી કે— “ અહિંસા કાયરાને નહિ, પણ વીરાનો ધર્માં છે અને વીરાજ તેના પણ પ્રચાર કરી શકે છે. જનતામાં ફેલાયેલી નૈતિક બદીઓને મિટાવવા માટે, આજે અહિંસાને સાર્વજનિક પ્રચાર આવશ્યક છે. એ ભાવનાથી પ્રેરાઇને હું દિલ્લી આવ્યા છું. · કહેવા કરતાં કરવું ભલું ” એ સિદ્ધાંતમાં હું વધારે માનું છું. મને પણ` ખાતરી છે કે સ્થાનિક જનતા અને જનતાના પ્રતિનિધિ-નેતાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ [૨] અહિંસાના સાર્વજનિક પ્રચારમાં મને પૂરો સાથ આપશે. પુરમાં દેશરત્ન રાજેન્દ્ર બાબુના પૂછવાથી મેં કહ્યું હતું કે છ થી વધારે સાધુસાવીએની સાથે સંઘની સંપૂર્ણ તાકાત ૬ અહિસા અને વિશ્વમૈત્રીના પ્રચારમાં વિશિષ્ટ રીતે કામે લગાડવા ચાહું છું. એ ઉદ્દેશ્ય દષ્ટિ સમક્ષ રાખીને આજે અહીં આવ્યો છું.” આ મિશન અથવા ઉદ્દેશ્યની પૂર્તિ માટે અણુવતી-સંઘનું પ્રથમ વાર્ષિક અધિવેશન પણ આચાર્યશ્રીને દિલ્લીના કાર્યક્રમનું એક નિશ્ચિત અંગ હતું. એની તૈયારીઓ બહુ જલદી કરવામાં આવી. એથી એને માટે ન તો યોગ્ય પ્રચાર થઈ શક્યો કે ન તો આમંત્રણે સમયસર મોકલી શકાયાં. ઘણું ખરા વિશિષ્ટ મહાનુભાવોનો અમને ઠપકો મળ્યો કે તેઓને અમારું આમંત્રણ સમયસર મળ્યું ન હતું અને કેટલાકોએ આમંત્રણ મળવા છતાં તે એટલું મોડું હતું કે પોતાનો સમય અન્ય કાર્યક્રમમાં આપી દીધો હતો, તેથી અહીં આવી શક્યા નહિ. વળી એ જોઇને અમને ખેદ ઉપજે છે કે કેટલાક મહાનુભાવોને અમારાં આમંત્રણે ૩૦ મી એપ્રિલ પછી મળ્યા કે જ્યારે અધિવેશનની પૂર્ણાહુતિ થઈ ચૂકી હતી. આમ છતાં જે કૃપાપત્રો અને સંદેશાઓ અમને પ્રાપ્ત થયા છે, તે અત્યંત આશાજનક, ઉત્સાહપ્રદ અને પૂર્તિદાયક છે. એથી સંઘ અને તેના કાર્યક્રમની ઉપયોગિતા પર સારો પ્રકાશ પડે છે. તેમાં ના કેટલાક પરિશિષ્ટ ૨' માં જોઈ શકાશે. | સમાચારપત્રોમાં થયેલી ચર્ચા પણ વિશેષ ઉત્સાહપ્રદ, ર્તિદાયક અને આશાવર્ધક છે. દિલ્લીમાં સહુને એવો અનુભવ થયો કે મહાત્મા ગાંધી પછી, જનતાના જીવનની અને તેના દૈનિક વ્યવહારની સરલ ભાષામાં સીધી અને સાફ વાત કરનારા જે અન્ય કો મહાત્મા હોય, તો તે આચાર્ય શ્રી તુલસી છે. તેમની તપશુદ્ધ વાણીમાં જે સ્વાભાવિક આકર્ષણ છે, તેથી જનતા સહજમાં જ મંત્રમુગ્ધ બની ગઈ. સમાચારપત્રો પર પણ તેની સુંદર પ્રભાવ પડ્યો. જ્યાં ચારે બાજુ ઘોર અનીતિ છવાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ [૩] ગઈ છે, ત્યાં આચાર્ય શ્રી તુલસીને આ ઉપદેશ અભિનવ આશાપુર્વક ગ્રહણ કરવામાં આવ્યો. દિલ્લીની બહારના સમાચાર પત્રોમાં પણ આચાર્યશ્રીના ઉપદેશો તથા ભાષણો અને તેમાં પ્રકટ કરવામાં આવેલા વિચારેનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. ૨૧ વી એપ્રિલે આચાર્યશ્રીએ કેટલાક સંપાદક, પત્રકાર અને પત્ર-પ્રતિનિધિઓને પહેલી મુલાકાત આપવાની કૃપા કરી હતી. તે વખતે દિલોના આગેવાન હિન્દી દૈનિક ‘હિન્દુસ્તાને લખ્યું હતું કે – ૬૪૦ અહિંસક સૈનિકે દેશમાં પગપાળા પ્રવાસ કરતા ગામ ગામ મને અહિંસા-ધર્મનો પ્રચાર કરતા નૈતિક ભૂમિકાને ઊંચે લાવવાના કામમાં લાગી ગયેલા છે. આ “સૈનિકે જેને “તેરાપંથી” સંસ્થાના સાધુ અને સાધ્વીઓ છે, કે જે “સમાજમાંથી ઓછું લઈને વધારે ઓપવાનું વ્રત ધારણ કરતા સામાન્ય જનતામાં માનવધર્મનો પ્રચાર કરી રહ્યા છે. તેરાપથી” સમ્પ્રદાયના નેતા આચાર્યશ્રી તુલસીએ આજ સાયકાલે પત્ર-પ્રતિનિધિઓની સમક્ષ ઉક્ત સુચના આપતાં એ દર્શાવ્યું હતું કે જનતાનું નૈતિક-ઉત્થાન કરવાના ઉદ્દેશ્યથી ગત વર્ષમાં અણુવ્રતી-સંઘના નામથી એક સંસ્થા સ્થાપવામાં આવી છે, તેના મુખ્ય ઉદેશ એ છે કે – [૧] જાતિ, વર્ણ, દેશ અને ધર્મને ભેદભાવ રાખ્યા વિના માનવમાત્રને સંયમ માર્ગ તરફ આકર્ષવા. [] મનુષ્યને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આદિ તની ઉપાસનાને વતી બનાવો. [3] આધ્યાત્મિકતાના પ્રચાર દ્વારા ગૃહસ્થ જીવનના નૈતિક ઘેરણને ઊંચું લાવવું. [૪] અહિંસાના પ્રચાર દ્વારા વિશ્વમૈત્રી અને વિશ્વશાંતિને પ્રચાર કરવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ [૪] આગામી ૩૦ મી એપ્રિલે દિલ્લીમાં અણુવ્રતી-સંઘનું વાર્ષિક અધિવેશન ભરાશે. - આચાર્યશ્રી તુલસી કે જેઓ જૈન વેતાંબર તેરા પંથને પ્રગતિશીલ અને ક્રાંતિકારી નેતા ગણાય છે, તેઓશ્રીએ લાકડાની પાટ પર બેસીને, પત્રકારોને જનતામાં સંયમ અને ચારિત્રનું વાતાવરણ ઉત્પન્ન કરવા માટે અનુરોધ કર્યો. એમની બને બાજુ તેરાપંથી સાધુ અને સાધ્વીઓ. વિરાજમાન હતા. એમના મુખ પર સફેદ વસ્ત્રની પટ્ટીઓ (મુહપત્તિીઓ), બાંધેલી હતી. આચાર્ય શ્રી તુલસીએ વધારામાં કહ્યું “આધ્યાત્મિક ઉન્નતિ વિના. કેવલ ભૌતિક ઉન્નતિ માનવતાની નૈતિકતાને વિનાશમાર્ગ છે. આજના નીતિ-વિહીન જીવને માનવને પતનની ચરમ સીમા પર લાવીને મૂકી. દીધો છે. નૈતિક્તાની સહાયથીજ માનવતાની પ્રતિષ્ઠા હોઈ શકે છે. તેથી આજના પ્રત્યેક રાજનૈતિક નેતા, સાર્વજનિક કાર્યકર્તા અને ધર્મા-- ચાર્યનું પ્રથમ કર્તવ્ય એ છે કે જનતાના નીચે ગએલા નૈતિક ધોરણ ઊંચે લાવવાનો વિના વિલંબે પ્રયત્ન કરો. ઊંચે આવેલું નૈતિક ધોરણ જ બધા સુધારાઓનું મૂલ છે.” મુંબક્ના સુપ્રસિદ્ધ રાષ્ટ્રવાદી દૈનિક “ફી પ્રેસ જર્નલે પોતાના મુખપૃષ્ઠ પર “સ્વાર્થોની વિરુદ્ધ સાધુઓની યુદ્ધ ઘોષણ” ના મથાળા નીચે મહત્ત્વપૂર્ણ સમાચાર પ્રકટ ક્યાં હતા. તેમાં લખ્યું હતું કે “તેરસૂત્રી કાર્યક્રમના શસ્ત્રાસ્ત્રથી સજજીત થઈને વેત શુભ્ર વસ્ત્રધારી સાતસો સાધુ ભારતના ગામ-ગામમાં કુચ કરશે અને સ્વાર્થ, અભિમાન તથા ઈષ્યની વિરુદ્ધ યુદ્ધઘોષણા કરશે. આ ધર્મવીરોને નેતા આચાર્ય શ્રી તુલસીએ દિલીની એક પત્ર-પરિષદમાં એ વાત જાહેર કરી કે એમનો તેરસૂત્રી કાર્યક્રમ એવી દૃષ્ટિથી બનાવવામાં આવ્યો છે કે જેનાથી. જનતાનું નૈતિક ઉત્થાન થાય અને તે દ્વારા દેશની બધી સમસ્યાઓનું નિરાકરણ થાય. જૈન શ્વેતાંબર તેરાપંથીઓના નવમા આચાર્ય દેશની. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ [૫] જનતામાં સ્વાર્થ, અભિમાન અને ઈર્ષાની વધી રહેલી દુર્ભાવના માટે બે પ્રકટ કર્યો. આચાર્યશ્રીએ કહ્યું કે “ધર્મમાં પણ બેઈમાની, આડંબર અને ઠગાઈએ મળ ઘાલ્યાં છે, તથા એ વિચારવું પણ મુશ્કેલ થઈ પડવું છે કે કોણ કોને સુધારી શકશે અને દુનિયા આ સંકટમાંથી કેવી રીતે પાર ઉતરી શકશે ? તેમણે કરે- આ ન કરે”ની એક લાંબી યાદી તૈયાર કરી છે. જેમાં જણાવ્યું છે કે અન્ય જાતિ તથા રાષ્ટ્ર પર આક્રમણ ન કરે. જીવનની મૂલભૂત આવશ્યક્તાઓથી વધારે સંગ્રહ ન કરે. શરાબ અને માંસનો ઉપયોગ ન કરે. આત્મરક્ષા માટે પણ 'કઈ પ્રાણીની હિંસા ન કરે. અપ્રાકૃતિક મૈથુનમાં ન ફસાઓ. વર્તમાન શિક્ષા-પ્રણાલીમાં સુધારો કરે. સંયમ અને બ્રહ્મચર્યની તાલીમ લ્યો. જીવનમાં આધ્યાત્મિક દષ્ટિને વિકાસ કરે.” કે ઉપરના સમાચારમાં આચાર્યશ્રીના તેરસૂત્રી કાર્યક્રમનું પ્રતિપાદન જોઈએ તે રીતે કરવામાં આવ્યું નથી, તે પણ એનાથી એટલે ખ્યાલ જરૂર આવે છે કે તેઓશ્રીના દિલ્લી પધારવાનું અને પોતાના વિચારે પ્રકટ કરવાનું કેવું દેશવ્યાપી સ્વાગત કરવામાં આવ્યું હતું. મદ્રાસના “હિંદુ’ પત્રમાં પણ આ આશયના સમાચારે પ્રકટ થયા હતા. સમાચાર પત્રોમાં અણુવતી-સંઘના પહેલા અધિવેશનની ચર્ચા પણ ઘણી થઈ. બધા પત્રમાં મુખ્ય સમાચાર તરીકે આકર્ષક રીતે તેને અગ્રસ્થાન આપવામાં આવ્યું. એ બધાને સંગ્રહ કરવામાં આવે, તો ખાસું એક દળદાર પુસ્તક તૈયાર થાય. એની ચર્ચા ઈગ્લેંડ અને અમેરિકાના સમાચાર પત્રમાં પણ વિશિષ્ટ રીતે થઈ છે. દિલ્લીમાં રહેલા અનેક વિદેશી પત્રોના ખબરપત્રીઓ અને પ્રતિનિધિઓ આચાર્યશ્રીને ખાસ મળવા માટે આવવા લાગ્યા અને તેમના પ્રત્યેનું આકર્ષણ દિનપ્રતિદિન વઘતું જ ગયું. દાખલા તરીકે ન્યુયાર્ક (અમેરિકા) ના સુપ્રસિદ્ધ -સાપ્તાહિક “ ટાઈમ'ના ૧૫ મી મેના અંકમાં “એટમિક વેસ' (અણુવ્રત) ના મથાળા નીચે આ સમાચારે પ્રકટ કરતાં જણાવ્યું હતું કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ [૬] “અન્ય અનેક સ્થાનની કેટલીક વ્યક્તિઓની માફક એક દુબળો પાતળો, હિંગ અને ચમકતી આંખોવાળ ભારતવાસી જગતની વર્તમાન સ્થિતિની ઘણી ચિંતા કરે છે. તે ૩૪ વર્ષની વયના આચાર્ય તુલસી છે કે જે તેરાપંથી જૈન સમાજના આચાર્ય છે. આ સમાજ એક ધાર્મિક સમુદાય છે, જે અહિંસામાં પૂરેપૂરો માને છે. શ્રી તુલસીરામજીએ સને ૧૯૪૯માં અણુવ્રતી-સંધ નામની એક સંસ્થા સ્થાપેલી છે. તેના સભ્ય ૧૪૮ પ્રતિજ્ઞાઓ લે છે, જે પ્રતિવર્ષ ક્રમશઃ વૃદ્ધિ પામે છે. ગયા સપ્તાહમાં સંઘે એવી ઘેષણું કરી છે કે એના સભ્યની. સંખ્યા ૭૫ પરથી ૨૫ હજાર સુધી પહોંચી છે. એમાં અનેક લખપતિકરોડપતિઓ પણ છે. સંઘના મંડપમાં શ્રી તુલસીરામજીના અનેક શિષ્ય લાલ, પીળી અને વાદળી પાઘડી પહેરીને એકઠા થયા કે જ્યાં તેઓશ્રી પિતે એક ઊંચા મંચ ઉપર વિરાજમાન થયા હતા. એક શિષ્ય ૧૪૮ પ્રતિજ્ઞાઓ બધાની સમક્ષ વાંચી સંભળાવી. બાદમાં શ્રી તુલસીરામજીએ ઊંચા સ્વરે પૂછયું કે “કેમ તમને આ પ્રતિજ્ઞાઓસ્વીકાર્ય છે ?” જનતાએ ઉત્તર આપે કે “હા, અમે બધા એમાં સહમત છીએ.” પ્રતિજ્ઞાઓમાં લખ્યું છે કે “લાંચ લઈશું નહિ અને આપણું પણ નહિ. જુઠા રેશનકાર્ડ બનાવીશું નહિ. ટીકીટ બિના મુસાફરી કરીશું નહિ. ખોટા હાથદસ્તક બનાવીશું નહિ. આત્મહત્યા કરીશું નહિ. દૂધમાં પાણી અને આટામાં કઈ બનાવટી પદાર્થ ભેળવીશું નહિ. કોઈ કુમારિકાના વિવાહ સંબંધી જુઠું બોલીશું નહિ. આંધળી કરીને. દેખતી કહીશું નહિ વગેરે. સમસ્ત ભારતને આ પ્રતિજ્ઞાઓ આપી રહ્યા પછી, શ્રી તુલસીરામજી, બાકીના જગતને પણ આ પ્રતિજ્ઞાઓ આપવાની ધારણું રાખે છે.” આ સમાચારમાં કેટલુંક ભ્રમપૂર્ણ પણ છપાયું છે. ૨૫ હજારની. સંખ્યા અણુવ્રતીઓની નહિ પરંતુ તેરસૂચી યોજનાના તેર નિયમો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ [૭] સ્વીકારનારાઓની છે. પરંતુ સમાચારમાં તે બને ભેગી કરી નાખેલી છે. અણુવ્રતીઓની સંખ્યા ૬૨૧ ની છે, જેમાંના બધા લબપતિ કે કરોડપતિ પણ નથી. આ રીતે સંઘના અધિવેશનની ચર્ચા સમુદ્રપારના એવા સમાચાર પત્રોમાં થઈ છે કે જેઓ ભારત સંબંધી કઈ ચર્ચા ભાગ્યેજ કરે છે. સ્વદેશના કેટલાક સમાચારપત્રોની ચર્ચા કરવી પણ અપ્રાસંગિક નહિ ગણાય. ગાંધીવાદી વિચારધારાના ખાસ પિષક શ્રી કિશોરલાલ મશરૂવાળાનું ધ્યાન પણ આ તરફ આકર્ષિત થયું. તેમણે “હરિજન” માં અણુવ્રત” શીર્ષક એક લાંબા લેખમાં એની ચર્ચા કરી છે. એને જે સાર એમના “હરિજન સેવકના ર૦ મી મે ના અંકમાં પ્રકાશિત થયે છે, તે અહીં રજુ કરીએ છીએ. તેઓ લખે છે કે – “જેનોમાં તેરાપંથી” નામનો એક સંપ્રદાય છે. જૈન ધર્મના સિદ્ધાન્તની બાબતમાં તેની માન્યતા અને દૃષ્ટિ અંતિમ સ્વરૂપનાં છે. તેના અનુયાયીઓની સંખ્યા લાખ-બે લાખની કહેવાય. તેમાં મોટા ભાગે રજપૂતાનાને વેપારી વર્ગ છે. શ્રી તુલસી નામે એક પ્રભાવશાળી વ્યક્તિ હાલમાં તેરાપંથીના આચાર્ય પદે છે. જનતામાં યુદ્ધ પછી નૈતિક પતન થયું છે. તેમાં કાલા બજાર, મેંધવારી વગેરે અપ્રમાણિકતા માટે વેપારી વર્ગ મુખ્યત્વે જવાબદાર છે. તેથી છેલ્લા કેટલાક વખતથી શ્રી તુલસીજી આ નૈતિક પતન પ્રત્યે સામાન્યપણે જનતાને અને ખાસ કરીને તેમના અનુયાયીઓને આત્મા જાગૃત કરવા પાછળ પિતાનું ધ્યાન આપી રહ્યા છે. “તાત્વિક દષ્ટિએ જૈન સિદ્ધાંતની સંપૂર્ણ સિદ્ધિ માટે સંસારી જીવનના સંપૂર્ણ સંસાર-ત્યાગની અપેક્ષા રહે છે. પરંતુ મોટા ભાગના માણસો માટે ત્યાગ શક્ય નથી. તેથી સંસારી માણસોને ધર્મમાં દાખલ થવાનું સરળ કરવા માટે “અણુવ્રત”ની પદ્ધતિ જાઈ છે. “અણુવ્રત” એટલે વ્રતનું મર્યાદિત પાલન કરતાં આગળ વધવું. માને કે એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ માણસને અહિંસા કે અપરિગ્રહમાં શ્રદ્ધા છે, પરંતુ એનું સંપૂર્ણ પાલન કરવાની શક્તિ નથી. અણુવ્રતની પદ્ધતિ પ્રમાણે તે ક્રમશઃ પાલનમાં આગળ વધે. એ મર્યાદા બાંધે કે અમુક પ્રકારની હિંસા તે નહીં કરે; કે અમુક હદથી વધારે કે અમુક રીતે ધનનું ઉપાર્જન નહીં કરે. આવાં વ્રતને “અણુવ્રત કહે છે. એક વખતે તેમાં આ પ્રથા ઘણી પ્રચલિત હતી એમ જણાય છે. જનતામાં આ વ્રતને ફરી લોકપ્રિય કરવા માટે આચાર્ય તુલસીએ એણવતી-સંઘ” નામની એક સંસ્થાની સ્થાપના કરી છે. તેમાં જાતિ, વર્ણ, દેશ, ધર્મ કે સ્ત્રીપુરુષના ભેદભાવ વિના હરકોઈ દાખલ થઈ શકે છે. સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, સાધના, આત્મચિંતન વગેરે તેનું અમુક દરજજે પાલન થાય તે માટે નિયમોપનિયમ બનાવ્યા છે. કેટલાક નિયમ એવા સ્પષ્ટ છે કે સૌ કોઈ પાસેથી એના પાલનની અપેક્ષા રાખવામાં આવે. કેટલાકને હજુ વધારે કડક કરવાની જરૂર ગણાય. પરંતુ હકીકત એ છે કે યુદ્ધ પછી માણસ સમાજ પ્રત્યેના પિતાના કર્તવ્યના પાલનમાં ઘણે પછાત પડ્યો છે. તેથી સ્પષ્ટ ફરજેને પણ વ્રત તરીકે ગણાવવી પડે છે. જો કે દરેક ધર્મના અનુયાયીઓ માટે આ સંઘ ખુલ્લો રાખવામાં આવે છે, અને અહિંસા સિવાયના બ્રીજા ત્રિતોના નિયમો સામાજિક અને અસાંપ્રદાયિક દૃષ્ટિથી ઘડાયા છે; પરંતુ અહિંસા વ્રતના નિયમો એક ધાર્મિક સંપ્રદાયની ચુસ્ત દષ્ટિથી ઘડાયા છે; દાખલા તરીકે શુદ્ધ શાકાહાર ચાહે તેટલે ઇષ્ટ હોય તો એ હિંદમાં પણ માત્ર જૈન અને વૈષ્ણવના અમુક નાના વર્ગ સિવાય બીજાઓ ઈંડાં, માંસ અને માર્લોને આહાર કે એની સાથે સંકળાયેલે ધંધે છોડવાની પ્રતિજ્ઞા લેવા તૈયાર ન થાય. એ પ્રમાણે જ રેશમને ઉપયોગ અને તેના વેપારની વાત છે. (એ નોંધવા જેવી વાત છે કે તેમાં મોતી અને મોતીના વેપારને નિષેધ કરાયો નથી; તેમાં યે રેશમ જેટલી જ જીવહિંસા સમાયેલી છે, અને એને વ્યાપાર જેનોમાં વ્યાપક છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ [૯] વ્રતના નિયમોની વિગત જવા દેતાં, અપ્રામાણિક અને અશુદ્ધ જીવન વહેવાર સામે જનતાનો આત્મા જાગૃત કરવાને આ પ્રયાસ પ્રશંસનીય છે. મે માસના પહેલા અઠવાડિયામાં અણુવતી સંઘની પહેલી સભા મળી હતી, અને એવા સમાચાર મળ્યા છે કે પાંચ જેટલા વેપારીઓએ સંઘના નિયમોપનિયમ પ્રમાણે વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી હતી. હું આશા રાખું છું કે પ્રતિજ્ઞા કરનારાઓ વ્રતનાં શબ્દ અને હાઈનું પાલન કરશે અને સમગ્ર સમાજનું નૈતિક ધારણ ઊંચે ઉડાવવા માટે પ્રેરણું રૂપ નીવડશે. (અણુવ્રતી સંઘવિષે વધારે માહિતી જોઈતી હોય તેણે મંત્રી, આદર્શ સાહિત્ય સંઘ, સરદાર શહર (રાજસ્થાન) ને લખવું.” આ ઉદાર સહાનુભૂતિપૂર્ણ ચર્ચામાં શ્રી સશસ્વાલાએ કેટલીક એવી વાતે લખેલી છે કે જેનું સ્પષ્ટીકરણ કરવું આવશ્યક છે. અહિંસાનાં નિયમમાં માંસાહારના પૂર્ણ ત્યાગ અને વિશુદ્ધ શાકાહારના વિધાનમાં તેઓને પંથના દૃષ્ટિક્રણની છાપ પડી છે અને તેમણે એને જેને અને વૈષ્ણવોની નાની સંખ્યા સિવાય બીજાને માટે અવ્યવહાર્ય બતાવી છે. પરંતુ અમે તેમને ખાતરી આપીએ છીએ કે આ નિયમોમાં નથી તે કઈ સાંપ્રદાયિક દૃષ્ટિબિંદુ કે નથી તે કોઈ સાંપ્રદાયિક આગ્રહ. પશ્ચિમમાં પણ એ વિચારધારા જોરથી આગળ વધી રહી છે કે “મનુષ્યનું વિશુદ્ધ ભોજન - શાકાહાર જ છે, કે જે માંસ-મચ્છી તથા ઈડા આદિથી રહિત પૂર્ણ નિરામિષ હેવું જોઈએ. અહિંસાની દષ્ટિએ ભજનના સંબંધમાં આ આદર્શ જ વ્યવહારુ હોઈ શકે છે. એમાં મધ્યમમાર્ગની વ્યવસ્થા સામાન્ય રૂપથી કરી શકાય નહિ. મહાત્મા ગાંધીની દષ્ટિ પણ એજ હતી. રેશમ અને રેશમના ઊદ્યોગ અથવા વ્યાપારને નહિ; પરંતુ અત્યારે તે તેના પ્રયોગ અથવા વ્યવહારને જ વર્જિત કરાવ્યો છે. મોતીઓના વ્યવહારને, રેશમના વ્યવહારની માદક વર્જિત ઠરાવવાની સૂચના વિચારણીય છે, આચાર્યશ્રીનું તે તરફ ધ્યાન છે. અત્યારે પ્રત્યેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] વ્રતનું અણુ લઇને બધા વ્રતનું ક્રમશ: વધારે અને વધારે પાલન કરવું અને કરાવવું છે. એથી તે નિયમને અત્યારે વધારે કડક બનાવી શકાય નહિ કે જેને તેઓ ઢીલા સમજે છે. પરંતુ તે ઢીલા રહેવાના નથી. પ્રતિવર્ષ તેની ચકાસણી થશે અને મેગ્યતા મુજબ તેને કડક બનાવવામાં આવશે. એક બાજુ થી મશરૂવાલા નિયમોને ઓછા કડક બનાવવાની વાત કરે છે અને બીજી બાજુ તેના ઢીલાપણની ફરિયાદ કરે છે. એમની સહૃદય દષ્ટિ માટે અમે અત્યંત આભારી છીએ. - દિલ્લીના હિંદુસ્તાન ટાઈમ્સ” ની સાંજની આવૃત્તિમાં કાનની સાથે સંધની ચર્ચા કરતાં જણાવ્યું હતું કે-- ‘ચમત્કારનો યુગ હજી સમાપ્ત કર્યો નથી. ચારે બાજુ ફેલાયેલા અંધકારમાં અમને દિલ્હી ખાતે આશાનું એક કિરણ દેખાયું છે. જ્યારે સેંકડો પાપી એક જ પ્રભાતમાં ધર્માત્મા બની જાય છે, ત્યારે નિરાશાવાદ દૂર કરીને અમારે સત્યયુગના આગમનને સ્વીકારવું પડે છે. ઈતિહાસમાં એવા ઉદાહરણે તે મળે છે કે જ્યારે એક યા બીજા પાપમાં ફસેલા સ્ત્રી કે પુરુષ વર્ષો પછી પણ દૃઢ નિશ્ચયથી પ્રાયશ્ચિત્ત કરીને તેનાથી પીઠ ફેરવી પાછા હઠી ગયા . તેમણે એવું વ્યક્તિગત રીતે કરેલું છે. કેઈ સંસ્થા અથવા સમાજના સભ્ય તરીકે નહિ. જીવનની પવિત્રતાને માટે થયેલી આ સામૂહિક જાગૃતિ એક એવી ઘટના છે, જે ભાગ્યેજ જોવામાં આવે છે. જ્યારે શરાબી પણ સામૂહિક સંઘરૂપમાં શરાબને છોડી દે છે, જ્યારે ડાકુઓ પણ એકત્ર થઈને સભ્ય નાગરિક બનવાનો નિશ્ચય કરે છે અને અનુચિત પિસા પર લૈલા-ફોલેલા વ્યાપારીઓ પણ એકત્ર થઈને સચ્ચાઈથી જીવન ગાળવાનું દેલન શરૂ કરે છે, ત્યારે એનાથી પ્રભાવિત કોણ નહિ થાય? વર્ષમાં બધા દિવસે તે એવા હેતા નથી કે જેમાં સચ્ચાઈ અને ભલાઈને એકત્ર કરીને દુનિયાને માટે તેનું પ્રદર્શન ભરી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ [૧૧] તેથી નૈતિક જોઇએ અને ભવિષ્ય કોલમ તેથી નૈતિક સુધારણને માટે જે સામૂહિક પ્રયત્ન કરવામાં આવે, તે પર જનતાનું ધ્યાન ખેંચાવું જોઈએ અને તેની પ્રશંસા પણ કરવી. જોઈએ. ગયા રવિવારે જે છસો વ્યક્તિઓએ ભવિષ્ય કાલમાં કાલા બાજાર યા ચેર બાજાર ન કરવાની ગંભીર પ્રતિજ્ઞા ગ્રહણ કરી છે અને તે રીતે જેમણે પિતાના જીવનને એક નવો અધ્યાય લખે છે, તેઓ માત્ર ગ્રાહકના ધન્યવાદના જ નહિ પણ સમસ્ત નાગરિકેન ધન્યવાદના. અધિકારી છે. તેઓએ આ પ્રતિજ્ઞા આચાર્ય તુલસીની સામે, અણુવ્રતી સંઘના પ્રથમ વાર્ષિક અધિવેશન-સમયે ગ્રહણ કરેલી છે. આ સંઘની સ્થાપના માનવ જીવનની બધી બદીઓમાંથી મુક્ત થવાને માટે કરવામાં આવી છે. બધા પ્રકારની બદીઓ પર વિજય મેળવવાને માટે. જે આ સમ્મિલિત અથવા સામૂહિક આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, એની ગંભીરતાને ખ્યાલ તે એ વિસ્મયજનક ઘટનાથી આવે છે કે આચાર્ય તુલસી કે જેઓ આ સંગઠન અથવા આંદોલનનું દિમાગ છે, તેઓ રાજપૂતાનાના તાલ મેદાનો પર પગે ચાલીને દિલ્હીની પાકી સડક પર પહોંચ્યા છે કે જેથી તેઓ આ સંઘના ઉંચા આદર્શો અને. સિદ્ધાંતને યોગ્ય પ્રચાર કરી શકે.” કલકત્તાના અંગ્રેજી દૈનિક “હિન્દુસ્તાન સ્ટાન્ડર્ડ”ના તા. ૨ જી મેના અંકમાં લખ્યું હતું કે “લગભગ ૫૦૦ લખપતિ અને કરોડપતિઓ. કે જેમને માટે ભાગ મારવાડી છે, તેમણે કહેવા મુજબ એવી પ્રતિજ્ઞા કરી છે કે કાલા બાજાર ખાદ્ય પદાર્થોમાં સેળભેળ અને અસત્ય આચરણ આદિનો અનૈતિક વ્યવહાર તેઓ પોતાના વ્યાપાર રોજગારમાં કરશે નહિ. આ દેશના વેપાર-ધંધામાં અસત્ય આચરણ ખૂબ જોર ઊપર છે, તેથી સમાજ જીવનમાં ટકી રહેલી નીનિનું સઘળું ધોરણ તૂટી. જવાને ભય ઉભો થયો છે, તે પ્રસંગે કેટલાક વ્યાપારીઓનું-વ્યાપાર ધંધામાં અસત્ય આચરણ નહિ કરવાનું—આ આંદોલન દેશભરમાં સ્વસ્થ વ્યાપાર-ધંધાને જન્મ આપી શકશે. આ દિશામાં અવ્રતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ '[ ૧૨ ] સંઘના આચાર્ય તુલસીએ જે પહેલ કરી છે તેને માટે તેઓ ધન્યવાદને પાત્ર છે.” કલકત્તાનાં સુપ્રસિદ્ધ દૈનિક “આનન્દ બઝાર પત્રિકા' એ “નૂતન સત્યયુગ” ના શીર્ષકથી એક લાખ અગ્રલેખ લખતાં જણાવ્યું હતું કે-- તે શું કલિયુગનું અવસાન થયું છે ? સત્યયુગ ફરી પ્રગટવાને છે? નવી દિલ્હી થી તા. ૩૦ મી એપ્રિલને જ એક સમાચાર સાંપડે છે કે મારવાડી સમાજના કેટલાય લખપતિ અને કરોડપતિ લેકે એ એવી પ્રતિજ્ઞા કરી છે કે તેઓ કદી કાળા બજાર કરશે નહિ. બે ચાર નહિ પરંતુ સે લખપતિ-કરોડપતિઓએ એવું વચન આપ્યું છે કે તેઓ કોઈ પણ પ્રકારના કાળા બજાર કરશે નહિ. એની પાછળ ઇતિહાસ છે. પ્રયોજન છે અને તેના પ્રેરક આચાર્ય તુલસી છે કે જેમણે માનવ જાતિની સમસ્ત બદીઓની જડમૂળ ઉખાડવાને માટે એક આંદોલનની શરૂઆત કરી છે. એના સમર્થનમાં આ પ્રતિજ્ઞાઓ લેવાઈ છે. માનવ જાતિના અકલ્યાણમાં દુનતિ અને કાળા બજારે જે ભાગ ભજવ્યો છે. તેને છેવટે આ છસો લખપતિ-કરોડપતિઓએ જાહેરમાં સ્વીકાર કર્યો. એ સેનાં નામે પ્રગટ થયા હતા તે ઠીક હતું. તેઓ કાળા બજાર કરશે નહિ; જુઠા રેશન કાર્ડ બનાવશે નહિ; જુગાર ખેલશે નહિ; જમીન, મકાન, સેના-ચાંદી, ભજન સામગ્રી, ઘી-તેલમેંદોઆટે તથા દૂધ વેચતાં કાંઈ ઓછું-વતું કરશે નહિ તથા કઈ જાતને અસત્ય આચરણને આશ્રય લેશે નહિ. તેઓએ ક્યારે પણ કાલાબજાર કર્યા હતા કે નહિ, કોઈ વાર માલની સેળભેળ કરી હતી કે નહિ અથવા અસત્ય આચરણ કર્યું હતું કે નહિ, તેની અમને ખબર નથી. આ પ્રતિજ્ઞાઓમાં એ સંબંધી કાંઈ લખેલું નથી. મોટા મોટામાં જ નહિ પરંતુ સાધારણ વેપારીઓમાં પણ આ બદીઓ ફેલાયેલી છે. કાળાબજાર અને સેળભેળ તે દેશવ્યાપી બદી બની ગઈ છે. નાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] વ્યાપારીઓ એવું કહે છે કે પહેલા અમને પણ લખપતિ-કરોડપતિ બની જવા દો પછી અમે પણ માનવ જાતિની સુધારણા માટે પ્રાયશ્ચિત્ત કરી લઈશું. “કાળાબજાર કરીશું નહિ, સેળભેળ કરીશું નહિ”—એ બધા નિર્ણયે ઘણું સુંદર છે. પરંતુ એને જે વ્યવહારમાં લાવવા હેય તે તે માટે હદયનું પરિવર્તન પણ કરવું પડશે. એ માટે પહેલા પાપની કબુલાત કરવી આવશ્યક છે. એનું જ નામ પ્રાયશ્ચિત્ત છે. મનુષ્ય ગમે તેટલે પાપી અને કાળાબજારિયો કેમ ન હોય પણ જીવનના અંતિમ ભાગમાં વિશેષ કરીને વિવેકની જાગૃતિ થતા અને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરતાં તેના ચરિત્રની શુદ્ધિ થઈ જાય છે. સરદાર પટેલે દિલ્હી સમજૂતીના સંબંધમાં સંદિગ્ધ લેકેને મનુષ્યની અંદર રહેલી મનુષ્યતા પર વિશ્વાસ રાખવાને કલકત્તાના ભાષણમાં ઉપદેશ આપે હતું કે “માણસે પહેલા ગમે તેવું કાં ન કર્યું હોય, પરંતુ મૃત્યુશયા પર પણ તે પ્રાયશ્ચિત્ત કરી શકે છે-એ પર આપણે વિશ્વાસ રાખવો જોઈએ.” હમણે શેઠ રામકૃષ્ણ દાલમિયાએ પણ એક જાહેરાત બહાર પાડી. છે. એનો સાર એ છે કે ૧૯૨૦ થી ૧૯૩૦ સુધી મારી યુવાવસ્થામાં હું પ્રસિદ્ધ સટોડિયા હતા. તે વખતે સંયોગો અનુસાર અનેક વાર મારા, લેણદારને હું પૂરા રૂપિયા ચૂકવી શક્યો નથી. લખાણ-પત્રી નહિ હેવાથી તેને ચકવવાનું કાયદેસર જરૂરી ન હતું. એમાંથી ઘણા લેણદારે આજે જીવિત નથી. એ બધું યાદ કરતાં મારું હૃદય ભારે બની જાય છે. એ ભારને હળકો કરવા માટે નિર્વાસિતેની સહાયતા અર્થે હું પાંચ લાખ રૂપિયા દાનમાં આપી રહ્યો છું. આ દાન પ્રાયશ્ચિત્તરૂપ છે. હું એ કામ માટે નિયુક્ત થયેલી સમિતિને દરેક મહિને રૂપિયા પચીશ. હજાર આપીશ. આ દેણગી મારા લેણદારે તરફની છે. નિર્વાસિતેને જે સુખનો અનુભવ થશે, તેનાથી લેણદારેના આત્માને શાંતિ થશે. પહેલાં વ્યાપારમાં જે કંઈ ભૂલ કરી હોય તેને માટે સાર્વજનિક રૂપથી પ્રાયશ્ચિત્ત કરવું અને પૈસા આપી દેવા તે પાપના વિનાશને મુખ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] ઉપાય છે. દિલ્હીમાં સો લખપતિ કરોડપતિ મારવાડીઓએ પ્રતિજ્ઞાઓ ગ્રહણ કરી છે, તેમાં પૂર્કકૃત પાપનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. પાપ નથી કર્યું તે પ્રતિજ્ઞા લેવાની આવશ્યકતા પણ ન હતી. તો પછી એનું મૂલ્ય શું ? દિલ્લીમાં જે મારવાડીઓએ પ્રતિજ્ઞા લીધી છે, તે સિવાય દેશમાં બીજાઓને આવી પ્રતિજ્ઞાઓ લેવાની જરૂર નથી, તે વાતમાં ખરેખર કોઈ તથ્ય નથી. કાળાબજાર અને સેળભેળ કરનારા મારવાડીઓ ઉપરાંત બીજા પણ ઘણું છે. છતાં એ વાત સાચી છે કે વ્યાપારના ક્ષેત્રમાં મારવાડીઓનો પ્રભાવ વિશેષ છે. તેમાંથી જે છસો લખપતિ-કરોડપતિ પણ કાળાબજાર કે સેળભેળ નહિ કરે, તે વ્યાપારધંધામાં સત્યયુગનાં મંડાણ થશે. અમે આચાર્ય તુલસી મહારાજને સવિનય અનુરોધ કરવા માગીએ છીએ કે તેઓ કલકત્તા નગરીમાં પધારે અને અહીં હજારો ઘવાળાઓને એવી પ્રતિજ્ઞા ગ્રહણ કરાવે કે તેઓ દૂધમાં પાણી ભેળવસે નહિ તથા બનાવટી દૂધમાં મસાલો ભેળવીને તેને સાચા દૂધ તરીકે ખપાવવાની કેશીષ કરશે નહિ. માત્ર એક વર્ષ માટે આ પ્રતિજ્ઞા લેવરાવીને જે તેનું વાસ્તવિક પાલન કરાવવામાં આવશે તે તેથી લાખો લોકોના તન, મન અને આત્માનું વિશેષ કલ્યાણ થઈ શકશે. બધા લખપતિ-કરોડપતિ નથી. હજારો કમાનારાઓનું સ્થાન પણ સમાજમાં કાંઈ કમી નથી. તેથી સરસિયામાં મિદીનું તેલ ભેળવવાની, ઘીમાં ચરબી મેળવવાની અને એાછું આપવાની સમસ્યા કલકત્તાના બજારમાં એટલી વિકટ છે કે એક શેર માછલીની કિંમત ચૂકવવા છતાં પૂરી એક શેર ઘરે લઈ જવાને પ્રસંગ કદાચિત-કઈક વાર જ આવતો હશે. આવી તો કેટલીયે સમસ્યાઓએ આપણું જીવનને બગાડી સંકટમય બનાવી દીધું છે. મહાત્માજી પ્રેમ. સાયતા. અહિંસા, સત્ય, ધર્મ આદિના ઉપદેશથી કાળાબજાર અને સેળભેળાને દૂર કરવામાં સફલ થઈ શક્યા નહિ આચાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫ ] તુલસી મહોદય માનવજાતિની બદીઓને દૂર કરવાના આંદોલનમાં સલ થઈને જે વેપારીઓને સત્યનિષ્ઠ બનાવી શકે, મહાસભાવાદી અને બીનમહાસભાવાદી સામાન્ય જનતામાં તથા સરકારી અધિકારીઓમાં ફેલાએલાં અસત્ય આચરણે અને દુનતિને દૂર કરી શકે તે મહાત્માજીના સ્વપન મુજબનું રામરાજય પૂર્ણ સ્વરૂપમાં પ્રગટ થશે. દિલ્લીમાં લખપતિકરોડપતિઓએ આત્મહત્યા ન કરવાની પણ પ્રતિજ્ઞા લીધી છે. આત્મહત્યા મહાપાપ તો છે પણ તેઓ તો પ્રતિજ્ઞા ન લેવા છતાં પણ આત્મહત્યા કરત નહિ, તેવો અમને વિશ્વાસ છે.” સમાચારપત્રોની આ ચર્ચામાં કેટલીક બિમમૂલક અને અત્યુક્તિવાળી વાતો પણ દાખલ થઈ ગઈ છે. એનું મુખ્ય કારણ એ છે કે તેમણે પૂરેપૂરી માહિતી મેળવવાનો પ્રયત્ન કરેલ નથી. દિલીની સમાચાર-પ્રેષક સંસ્થાઓએ જે સમાચારે મોકલ્યા, તે પણ વિશેષ શ્રમનું કારણ બની ગયા. સંઘના વાર્ષિક અધિવેશનમાં તે દિવસે મારવાડીઓની સંખ્યા વિશેષ હતી. બે-અઢી હજાર સ્ત્રી-પુરુષ તો ખાસ એ અધિવેશન માટે જ બહાર ગામથી આવ્યાં હતાં. એમની વેશભૂષા જુદા પ્રકારની હોય છે. એમની બે રંગી પાઘડીઓ તરત જ લોકેનું ધ્યાન પોતાના તરફ આર્ષો લે છે. અને એ એક બ્રાંત ધારણ–બેટી કલ્પના લોકોના મનમાં ઘર કરી ગઈ છે કે પ્રત્યેક મારવાડી વ્યાપારી જ હોય છે અને તે લખપતિ કે કરોડપતિ હોય છે, તથા એમનું કામ કાળા બજાર કે નફાખોરીના વિના ચાલી શકતું નથી. તેથી જે છસો વ્યક્તિઓએ તે દિવસે અણુવ્રતી બનવાનો નિશ્ચય કર્યો. એ દરેકને મારવાડી માની લેવામાં આવ્યા અને તે દરેક લખપતિ કે કરોડપતિ છે તેવું નિરાધાર અનુમાન કરવામાં આવ્યું. વળી પ્રતિજ્ઞાઓમાં કાળા બજાર ન કરવાને, નફાખોરી ન કરવાનો, લાંચ રૂશ્વત ન લેવા-આપવાનો, સેળભેળ ન કરવાને અને નકલી વસ્તુઓ ન બનાવવાને જે ઉલ્લેખ કરવામાં આવ્યો, તેણે એ ધારણાને વધારે દૃઢ બનાવી. એથી સમાચારપત્રોમાં જે સમાચાર પ્રગટ થયા તેમાં મોટા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ [૧૬] ભાગે છરો લખપતિ-કરોડપતિ મારવાડીઓને જે ઉલ્લેખ કરવામાં આવ્યો. સમાચાર આપનારાઓ એ વાત પણ ભૂલી ગયા કે છસા અણુવ્રત લેનારાઓમાં કેટલીક મહિલાઓ પણ હતી. અને વ્યાપારીઓ સિવાય એમાં સાધારણ જનતા પણ ઓછી ન હતી. પ્રાયઃ બધા વર્ગના લેકે એમાં સામેલ હતા. રાજ્યના અધિકારીઓ, સંપાદક, લેખક તથા એવા અન્ય લોકે જે કદાચ મારવાનિવાસી અથવા મારવાડી હોય, તેટલા જ કારણે તેમને લખપતિ-કરોડપતિ કેમ કહી શકાય ? આ ભ્રાંતિ ને લીધે જ કેટલાક સમાચાર પત્રોએ તેના પર કટાક્ષ કર્યા છે અને આ આખા આયોજન પરત્વે સંદેહ તથા અવિશ્વાસ દર્શાવ્યો છે. સદેહ તથા અવિશ્વાસ તે દૂર કરી શકાય છે, અને તે ધીરે ધીરે દૂર પણ થઈ જશે. વ્યંગ અને કટાક્ષ કરનારા લોકો જ્યારે અણુવતી સંધનું નક્કર કાર્ય જોશે ત્યારે એમનું દિમાગ અને દિલ સાફ થઈ જશે. પરિસ્થિતિની ચોખવટ કરવા માટે એટલું જણાવી દેવું આવશ્યક છે કે બધા અણુવતીઓ નથી તે મારવાડી કે નથી લખપતિ-કરોડપતિ. આ તે જનતા માટેનું આંદોલન છે. જે સર્વ સાધારણના વ્યક્તિગત અને સાર્વજનિક જીવનનું ઘેરણ ઊંચું લાવવાની દિશામાં કરવામાં આવેલ એક સુનિશ્ચિત પ્રયત્ન છે. કે જેની પાછળ પ્રેરક-શક્તિના રૂપમાં આચાર્ય શ્રી તુલસી જેવા મહાન સાધક ઊભેલા છે અને અણુવતીઓની પણ પ્રાયઃ એક વર્ષની અનુભવપૂર્ણ સાધના રહેલી છે. બીજે ભ્રમ એ વાતને લીધે ફેલાવા પામ્યો કે આ પ્રતિજ્ઞાઓ એક જ વર્ષને માટે કેમ લેવામાં આવી? કેટલાક સમાચારપત્રોએ એના પર વ્યંગ પણ કર્યો છે. તેઓ કહે છે કે “એ પણ સંભવિત છે કે બીજા વર્ષ આ પ્રતિજ્ઞાઓમાં કાંઈ વધારે ન થાય અથવા એક વર્ષ પછી વ્યાપારી લોકો એ જોશે કે ઇમાનદારીની નીતિથી કોઈ પણ લાભ થઈ શકે છે કે નહિ અને તેને વ્યાપાર-ધંધાનું સાધન બનાવી શકાય છે કે નહિ ? આ સંદેહ, આશંકા કે આક્ષેપ ઊંચામાં ઊંચા, પવિત્રમાં પવિત્ર અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] મહાનમાં મહાન કાર્યના સંબંધમાં પણ કરી શકાય. આ સંદેશના મૂળમાં પણ મોટી ભ્રાંતિ એ જ છે કે આ સંધ વ્યાપારીઓની જ એક સંસ્થા છે અને તેનું મુખ્ય લક્ષ્ય વ્યાપારીઓની જીવનની સુધારણા છે, એમ માની લેવામાં આવ્યું છે. આ એક ભ્રાંતિ બીજી અનેક બ્રાંતિઓનું કારણ બની ગઈ છે. જે આંદોલનનો પ્રારંભ સંગઠન અથવા સંસ્થાના રૂપમાં કરવામાં આવ્યો છે, તે એક વર્ષ પછી બંઘ થઈ જશે, તેવી શંકા કરવી નિરર્થક છે. અને વ્યક્તિગત હાનિ-લાભનું સ્થાન સંગઠન અથવા સંસ્થામાં ગીણ હોય છે. અન્યથા તે સંગઠન કે સંસ્થા પ્રગતિ કરી શકતી નથી. એક વર્ષની મુદત નક્કી કરવાનું કારણ આચાર્યશ્રીએ પિતે અનેક વાર સ્પષ્ટ કર્યું છે. એક પત્ર પરિષદમાં પણ તેઓશ્રીએ કહ્યું હતું કે સાધકને એક વર્ષ અનુભવ કરવા માટે મળી જાય છે, તેમાં તે પિતાની ખાત્રી કે કમજોરીને પારખી શકે છે. સંસ્થાને પિતાના સભ્યોના અનુભવોને લાભ મળી શકે છે અને આવશ્યક્તા તથા અનુભવ પ્રમાણે પ્રતિજ્ઞાઓ તથા વ્રતમાં ઉચિત પરિવર્તન કરી શકાય છે. કેઈ પણ પરીક્ષણ કે પ્રયોગની સફલતા તથા વિફલતા પર દષ્ટિ રાખવી આવશ્યક છે, દેશ-કાલ. પાત્રનું ધ્યાન રાખવું પણ આવશ્યક છે. સંઘનું જે સંગઠન માનવના ક્રિયાશીલ તથા પ્રગતિશીલ જીવન સાથે સંબંધ ધરાવે છે, તેનું કઈ પણ વિધાન કે તેના કોઈ પણ નિયમ પત્થર જેવા જડ હેઈ શકતા નથી. તેમાં નરમાશની પણ જરૂર છે. એક વર્ષની મુદત એટલા માટે રાખવામાં આવી છે કે તે જીવનની ક્રિયા અને પ્રગતિની સૂચક છે. પાછળ રહેવાને પ્રશ્ન તો સાધકને માટે પેદા જ થતો નથી. કદાચ કોઈ પોતાની કમજોરીને શિકાર બની પણ જાય, તે તેથી શું ? આટલા લોકો નિત્ય મરણ પામે છે, તેથી જગતનો વ્યવહાર કદી બંદ પડ્યો ખરો ? જગત પ્રગતિશીલ છે. પ્રગતિશીલ સંસ્થાઓ પણ જગતના પ્રવાહની માફક આગળ વધતી જ રહે છે. ખરેખર અણુવ્રતી-સંઘ પણ એવી જ સંસ્થા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] એ ભૂલવું ન જોઈએ કે પ્રત્યેક સંસ્થા, સંગઠન, આંદોલન કે મિશન ને ત્રણ સ્થિતિમાંથી પસાર થવું પડે છે. તે સ્થિતિ છે--ઉપેક્ષા, મજાક અને વિરોધ. એમાંથી પાર ઉતરાય તે સફલતા પ્રાપ્ત થાય છે. ઘણુ સમય સુધી દરેક સંસ્થા, સંગઠન તથા આંદોલનની ઉપેક્ષા કરવામાં આવે છે. લેકો તેને નકામા સમજીને તેના તરફ નજર પણ નાખતા નથી. જ્યારે તે વધવા અને ફેલાવા લાગે છે, ત્યારે તેની મજાક કે ઠેકડી કરવામાં આવે છે. બધા તેના તરફ આંગળી ચીંધે છે. પરંતુ ત્યારે પણ તેની પ્રગતિ આલુ રહેતાં તેનો વિરોધ કરવામાં આવે છે, તેના પર અણઘટતા આક્ષેપ કરવામાં આવે છે, તેના સંબંધમાં ભ્રમ ફેલાવવામાં આવે છે અને તેના માટે જૂઠો પ્રચાર પણ કરવામાં આવે છે. વિરોધના બધા ઉપાયે કામે લગાડવામાં આવે છે. ધીર, વીર, સાહસી, કૃતનિશ્ચય અને સંકલ્પી જ્યારે આ બધા વિરોધને વિનોદ માનીને હસતા-ખેલતા પિતાના માર્ગ પર આગળ વધતા જાય છે, ત્યારે સફલતા તેનું સહર્ષ સ્વાગત કરે છે. ત્યારે બીજા લેકે પણ તેનું સ્વાગત, અભિનંદન અને અનુકરણ કરવા લાગી જાય છે. સમાજ સુધારણા માટે કરવામાં આવેલા બધા પ્રગતિશીલ આંદોલનો અને માનવ-કાયાકલ્પ કરનારી બધી ક્રાંતિઓને ઈતિહાસ એજ છે. આ બધા માંથી ઓછા કે વત્તા અંશે તેમને પસાર થવું પડે છે. અણુવતી-સંધ પોતાની પ્રારંભિક અવસ્થામાં છે. ખચિત તે ઉપેક્ષા કરવા યોગ્ય સ્થિતિમાં તે નથી જ. તેની કેટલીક મજાક અને વિરોધ કરવાનું પણ શરૂ થઈ ગયું છે. એનો અર્થ એ નથી કે અમે સફલતાની સમીપ પહોંચી ગયા છીએ, એવી બધી ભ્રાન્ત ધારણુઓમાંથી અમારે યત્નપૂર્વક બચવાનું છે. આત્મવંચના બધાથી વધારે ભયાનક અભિશાપ છે. અણુવતીએ તે એનાથી ખાસ બચવું જોઈએ. આક્રમણનો ઉલ્લેખ અહીં એટલા માટે કરવામાં આવ્યો છે કે આપણે કોઈની ઉપેક્ષા, મજાક કે વિરોધથી ગભરાવું જોઈએ નહિ. અણુવતીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ [૧૯] માર્ગ ખુલ્લા પગે તરવારની ધાર પર ચાલવા જેવું છે. એરિસ્ટોટલને ઝેરને પ્યાલો પીવડાવવામાં આવ્યો હતો. ઇશુને શૂલી પર લટકાવવામાં આવ્યો હતો. મહમ્મદ સાહેબને અતિ ભીષણ વિરોધનો સામનો કરે પડ્યો હતો. આપણા રાષ્ટ્રપિતા ગાંધીને પ્રાર્થના સ્થલમાં જ રામનામનું સ્મરણ કરતાં કરતાં ગળીનું નિશાન બનાવવામાં આવ્યા. આ યુગના આટલા મોટા અહિંસાના ઉપાસકને પણ હિંસાને શિકાર બનવું પડ્યું. એની સાથે આપણે એ પણ ભૂલવું ન જોઈએ કે આ બધા મહાપુરુષની સાધનાને નષ્ટભ્રષ્ટ કરનારા મેટા ભાગે તેમના પિતાનાજ અનુયાયીઓ હતા. જૈન ધર્મો ધામિવિના” ધાર્મિક લેકે વિના ધર્મ રહી શક્તો નથી. જે આચરણમાં જ સજીવ થઈ ને રહી શકે છે, તેને પોથીઓમાં, પાનામાં, મંદિરમાં કે મઠમાં સજીવ કે જીવીત બનાવીને રાખી શકાય ખરે છે અણુવ્રતી-સંઘના વ્રત અને પ્રતિજ્ઞાઓનો સંબંધ પણ આપણું જીવન અને આચરણની સાથે છે. કોઈ પણ વિરોધ એને વાળ સરખે વાંકો કરી શકનાર નથી. પરંતુ આપણું ચરિત્રમાં નાની સરખી ભૂલ કે કમજોરી હશે તે એને ત્યારે ઠેકર લાગવાનું કારણ મળશે. ઘણા ભાગે એક પ્રશ્ન એ પણ પૂછવામાં આવે છે કે આ અણુવ્રત ગ્રહણ કરનારાઓના જીવન પર શું અને કેવી અસર થાય છે ? આ પ્રશ્ન પૂછનારા સજજનો પરિશિષ્ટ (૩) માં આપેલી અણુવ્રતી-સંઘની અંતરંગ અધિવેશનની કાર્યવાહી અને આચાર્યશ્રીનું વાર્ષિક અધિવેશનમાં અપાયેલું ભાષણ જરા ધ્યાનથી વાંચવાની કૃપા કરે. એનાથી તેઓનું કેટલુંક સમાઘાન જરૂર જ થઈ જશે. પરંતુ અણુવ્રતના યથાર્થ પાલનથી જીવનમાં થનારું પરિવર્તન તે દરેકને માટે પોતાના અંતઃકરણમાં અનુભવ કરવાનો વિષય છે. તે વર્ણન લેખન ક્રે પ્રદર્શનને વિષય પણ નથી. તેથી આ પ્રશ્નનો બરાબર ઉત્તર તો આ વ્રતોનું યથાર્થ પાલન કરીને પિતાન રતઃકરણથી જ સાપ્ત કરે છે એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦ ] એક વાત વધારે. એમ કહેવામાં આવે છે કે આચાર્ય શ્રી તુલસીને અણુવ્રતી-સંઘના સંસ્થાપક કહેવા તે ખોટું છે. આચાર્યશ્રીએ અણુવ્રતની શોધ કરવાનો કે એને નવીન આદર્શના રૂપમાં જગતની સામે રજા કરવાને દાવો કયારે પણ કર્યો નથી. બીજા કોઈએ પણ એ વિષે એવું કહ્યું નથી. સત્ય અને અહિંસાનો સિદ્ધાન્ત મહાત્મા ગાંધીની અગાઉ પણ વિદ્યમાન કતે. પરંતુ એને જે પ્રયોગ તેમના પિતાના અને આપણું જીવન પર ‘સત્યાગ્રહ અને અહિંસાત્મક અસાગ ” ના આવિષ્કાર સ્વરૂપે કરવામાં આવ્યો તે ખરેખર જ નવીન હતે. એ રીતે આચાર્ય શ્રીતુલસીનું અવ્રતી સંધના નામથી કરવામાં આવતું સંગઠન અને તેના દ્વારા દરેક મનુષ્યના જીવનના નૈતિક ઉત્થાનને માટે કરવામાં આવનારે પ્રયોગ પણ જરૂર નવીન છે. ક્રાન્તિકારી પ્રયોગો આવી રીતે જ નવીન હોય છે અને આવી જ રીતે નવીન ઈતિહાસનું નિર્માણ કરે છે. આશા રાખવી જોઈએ કે અણછાતી-સંધનો આ પ્રયોગ પણ એક નવીન ઇતિહાસનું નિર્માણ કરવામાં સફલ થશે. અણુાતી સંઘના પ્રથમ અધિવેશનનું આ વિવરણુ, અમને આશા. છે કે અનેક બ્રાંતિઓ અને ખોટી માન્યતાઓને દૂર કરવામાં સહાયક થઈ શકશે. એનાથી સંધનો પરિચય મેળવવામાં જોઈતી સહાયતા મળી રહેશે. અણુછાતનો સ્વીકાર કરીને કલ્યાણ માર્ગના પથિક બનવા માટે પણ આ વિવરણ અને કેને પ્રેરણા તથા સહાયતા આપી શકશે. જે ભાઈબહેને આ સંબંધમાં વધારે જાણવા ઇચ્છતા હોય અને વિશેષ સાહિત્યનું અધ્યયન કરવા ચાહતા હોય તેઓ “આદર્શ સાહિત્ય સંઘ” નયા બજાર, દિલ્લી ના સરનામે પત્રવ્યવહાર કરવાની કૃપા કરે. દિલ્લી ૩ જૂન શનિવાર. સત્યદય વિદ્યાલંકાર, સ્વાગત મંત્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ અણુવતી-સંઘ પહેલું વાર્ષિક અધિવેશન પ્રાય: દેશમાં સર્વત્ર ફેલાયેલી–અનૈતિકતા, ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતની બદી આદિના-કદાચારની વિરુદ્ધ તે એક રક્તહીન ક્રાંતિની જોરદાર લહરી હતી કે જેનો ઉગમ તે દિવસે દિલ્હી શહેરના મુખ્ય સાર્વજનિક કેન્દ્ર ટાઉન હેલમાં થયે. વડવૃક્ષના નાનકડા બીજને વાવવા સમાન છે ગંભીર અને શાંત અનુષ્ઠાન જે દઢ નિશ્ચયથી કરવામાં આવ્યું, તે જે રંગ પકડી શક્યું છે એમાં દેશનો કાયાકલ્પ કરવાની પ્રચંડ શક્તિ રહેલી છે. વ્યક્તિની દષ્ટિને અન્તર્મુખી બનાવીને તેને આત્મચિંતન અને આત્મપરીક્ષણમાં નિમગ્ન કરનારી આ પ્રવૃત્તિ શાંત હેવા છતાં પોતાની અંદર અતિપ્રચંડ શક્તિ ધરાવે છે. એનું દિવ્ય સ્વરૂપ એની ગંભીરતાથી આંકી શકાય છે. આ ભવ્ય સમારોહ તે દિવસે ૩૦મી એપ્રિલ રવિવારને રોજ દિલ્લીના ટાઉનહોલમાં અણુવતી સંઘના પ્રથમ વાર્ષિક અધિવેશનના રૂપમાં એના સંસ્થાપક આચાર્ય શ્રી તુલસીના નેતૃત્વ અને સંરક્ષણનીચે આશાતીત સફલતાની સાથે થયો. દિલીની બપરની સખ્ત ગરમીમાં પણ હાજર રહેલી સાત થી આઠ હજાર વ્યક્તિઓએ પહેલેથી છેલ્લે સુધી બધી કાર્યવાહીમાં પૂરે પૂરી શાંતિથી ભાગ લીધો. ચાંદની ચોકમાં આવેલા દિલ્લી મ્યુનિસિપાલિટીના ટાઉન હેલની પાછળના ભાગમાં એક સાદો મંડપ બનાવવામાં આવ્યો હતો. તે માનવમેદનીથી ઉભરાઈ ગયે. આચાર્યશ્રી તુલસી લગભગ સવા વાગે પધાર્યા. ટાઉન હેલ તરફના એક ઊંચા આસન પર તેઓ વિરાજમાન થયા. તેઓની બરાબર સામે પત્રકાર અને દિલીની વિશિષ્ટ વ્યકિતઓને બેસવાની ગોઠવણ હતી. ડાબી બાજુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ [ 5 ] મહિલાઓને બેસવાની વ્યવસ્થા હતી, જેમાં અણુથ્રાત ગ્રહણ કરનારી મહિલાઓ પણ સામેલ હતી. સાધુ સંત અને સતીજીઓ પણ ઘણી મોટી સંખ્યામાં હાજર હતાં. અધી હાજરી સાત થી આઠે હજારના આશરે હતી. લગભગ અઢી હજાર સ્ત્રીપુરુષા બહારથી પધાર્યાં હતાં. દિલ્હીની જનતા અને ખાસ માણસા એ બધી કાર્યાવાહીમાં ગ ંભીરતાથી ભાગ લીધો. બપોરનો સમય હોવા છતાં વાતાવરણુ અત્યંત શાંત અને ગભીર રહ્યું. અધિવેશનને સાĆજનિક સમારેહનું સ્વરૂપ આપવા છતાં ધાર્મિક સમારેાહ જેવી ગ ંભીરતા છવાયેલી હતી. આચાય શ્રી તથા સાધુસ ંતા અને સતીજીઓની હાજરીમાં અધિવેશનને અત્યંત ગંભીર, શાંત અને ધાર્મિક સ્વરૂપ પ્રાપ્ત થયુ' હતું. કાઈ પણ ધાર્મિક સમારેાહ આ પ્રકારના વાતાવરણમાં આટલી શાંતિથી થયાનો આ અવસર અપૂર્વી હતા. તે દૃશ્ય ખરેખર જોવા જેવું હતું કે જ્યારે હાજર રહેલા અણુવ્રતીઓએ આચાર્યશ્રીની સામે ઊભા. થને પ્રતિજ્ઞાઓ ગ્રહણ કરી. મુનિશ્રી નગરાજજીએ અહિંસા, સત્ય અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ સંબંધી પ્રતિજ્ઞાઓ અક્ષરશઃ બરાબર વાંચી અને પાંચે વાર અણુવ્રતીઓએ ઊભા થઈને પ્રતિજ્ઞાઓ ગ્રહણ કરી. અધિવેશન પ્રારંભ દેઢ વાગ્યાના સુમારે આચાર્યશ્રીએ અધિવેશન શરુ થયાની ધાણા કરી. નમસ્કાર-મ`ત્રના ઉચ્ચારણની સાથે મોંગલ તરીકે તેઓશ્રી નીચેના પદ્યો ખેાલ્યા અને તેનો ભાવ પણ સરલ શબ્દોમાં વ્યક્ત કર્યાં. મંગલાચરણ णमो अरिहंताणं । णमो सिद्धाणं । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ [3] णमो आयरियाणं। णमो उवझायाणं । णमो लोए सव्वसाहूणं । सिद्धाणं णम्मो किच्या, संजयाणं च भावओ । अत्थधम्मगई तच्चं, अणुसिद्धिं सुणेह मे। चत्तारि मंगलं । अरिहंता मंगलं । सिद्धा मंगलं । साहू मंगलं । केवली-पन्नत्तो धम्मो मंगलं ।।। बुद्धस्त्वमेव विबुधार्चितबुद्धिबोधात् त्वं शंकरोऽसि भुवनत्रयशंकरत्वात् । धाताऽसि धीरशिवमार्गविधेर्विधानात् व्यक्तं त्वमेव भगवन् पुरुषोत्तमोऽसि ।। तुभ्यं नमत्रिभुवनातिहराय नाथ, तुभ्यं नमः क्षितितलामलभूषणाय । तुभ्यं नमखिजगतः परमेश्वराय, तुभ्यं नमो जिनभवोदधिशोषणाय ॥ एवं खु णाणिणो सारं जं न हिंसह किंचण । अहिंसा समयं चेव, एयावन्तं वियाणिया જ્ઞાનીની જ્ઞાનપ્રાપ્તિને સાર એ છે કે કોઈની હિંસા કરવી નહિ. અહિંસાને એજ માર્ગ એક માત્ર વિજ્ઞાન છે. रागो य दोसो बीअं कम्मबीअं, कम्मं च मोहप्पभवं वदन्ति । कम्मं च जाई मरणस्स मूलं, दुक्खं च जाई मरणं वयन्ति । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ [૪]. રાગ અને દ્વેષ, એ બે કર્મનાં બીજ છે. કર્મ મોહથી પેદા થાય છે. જન્મમૃત્યુનું મૂલ કમ છે. જન્મ-મૃત્યુને દુઃખ કહેવાય છે. दुक्खं हयं जस्स न होइ मोहो, मोहो हओ जस्स न होइ तण्हा । तण्हा हया जस्स न होइ लोहो, लोहो हओ जस्स न किंचणाई ।। તેનું દુ:ખ હણાયું છે, જેને મેહ નથી. તેનો મેહ હણાય છે, જેને તૂક્યું નથી. તેની તૃષ્ણા હણાઈ છે, જેને લેભ નથી. તેનો લેભ હણાયો છે, જેને કઈ પણ પ્રકારની આસક્તિ નથી. इमं च मे अस्थि इमं च नत्थि, इमं च मे किच्चमिमं अकिञ्च । तं एवमेवं लालप्पमाणं, हरा हरंति त्ति कहं पम्पओ ।। આ મારું છે, આ મારું નથી. આ મારે કરવાનું છે, આ મારે કરવાનું નથી. એવી એવી કલ્પનાઓ કરતાં કાલ લઈ જાય છે ત્યાં પ્રમાદ કેવી રીતે કરાય ? वियाणिया दुक्खविवड्ढणं धणं, ममत्तबंधं च महाभयावहं । सुहावहं धम्मधुरं अणुत्तरं, धारेह निव्वाण गुणावहं महं ॥ એમ સમજો કે-ધન દુઃખને વધારનારું છે, મમત્વ-બંધન મહાભયંકર છે. ધર્મ જ સુખદ અને સર્વશ્રેષ્ઠ છે, મહાન છે અને નિર્વાણનો ઉપાય છે. તેનો સ્વીકાર કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ न तं अरी कण्ठछेत्ता करेइ, जं से करे अप्पणिया दुरप्पा । से नाहिइय मच्यु मुहं तुषत्ते, पच्छारगुतावण दयाविहूणो ॥ જેવો અનર્થ કંઠછેદ કરનાર શત્રુ નથી કરતા, તેવો અનર્થ પિતાની દુષ્પવૃત્તિઓ કરે છે. મૃત્યુના મુખમાં જઈ પડતાં એનું ભાન થાય છે. પછી દયાહીન પુષો પશ્ચાત્તાપ કરે છે. अप्पाहु खलु समयं रक्खियन्वो, सव्विदिएहिं सुसमाहिएहिं । अरक्खिओ जाइ पहं उवेइ, सुरक्खिओ सव्वदुहाण मुच्चइ ॥ આત્માની સતત રક્ષા કરવી જોઈએ. એનો ઉપાય ઈકિની સમાધિ છે. અરક્ષિત આત્મા જન્મ-મરણની વૃદ્ધિ કરે છે અને સુરક્ષિત આત્મા સર્વ દુબેમાંથી મુક્ત થાય છે. પ્રાર્થના આ મંગલપાઠ પછી સતીજીએ નીચેની પ્રાર્થના કરી. સંતસ્ત જગતકે તુમહી, ભગવન વિશ્રામ હે; તુમ અનઘ અરૂપ અરૂજ હે, પ્રાણેકે પ્રાણ હે. તુમ સર્વદર્શી સમદર્શી, સંતત નિષ્કામ હે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ [૬] તુમ હે પ્રતીક સમતા કે, - વૈષમ્યસે પરે. હમમેં ભી સમતાકે પ્રતિ, નિષ્ઠા ઉદ્દામ હે; મતપક્ષ વિવર્જિત તુમ હે, કુવ-સત્ય હે પ્રભો. તુમ સત્યગષક તે ફિર, હડકા ક કામ હે; ગાદિદેષ જેતા, સબકે પ્રણમ્મ; વિધિ-હરિહર જિનકા કુછ ભી, ચાહે હિર નામ હે. મુનિ શ્રીનગમલજીએ અધિવેશનનો નક્કી થયેલે કાર્યક્રમ વાંચી સંભળાવ્યો. સ્વાગત-ભાષણ હિન્દીના યશસ્વી પત્રકાર શ્રી સત્યદેવ વિદ્યાલંકારે ગબ્બીર અને સ્થિરવાણીમાં સ્વાગત-ભાષણ વાંચ્યું તેમણે કહ્યું કે-- પૂજ્ય આચાર્યશ્રી સતસતીજી! અણુવ્રતી ભાઈ બહેનો અને અન્ય ઉપસ્થિત સજજનો ! આપનું સ્વાગત કરતાં પહેલાં આ બપરની સખ્ત ગરમીમાં આપને અહીં આવવા માટે જે તકલીફ આવી છે, તેના માટે આપની પાસે ક્ષમા માગવા ઇચ્છું છું. દિલ્લીના બાર કેટલા ગરમ હોય છે, તેને સામાન્ય ખ્યાલ હોવા છતાં, અમે એ કલ્પના ન કરી શક્યા કે બેત્રણ દિવસમાં જ ગરમીને પ્રાપ આટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ [૭] બધે વધી જશે. આ ગરમીને જોતા કેટલાક સજજનેએ સૂચવ્યું હતું કે અધિવેશન મુલતવી રાખવું અને તેના સમયમાં ફેરફાર કરો. પરંતુ અણુવતીને માટે એ શોભાસ્પદ ન હતું કે તેઓ પોતાના પહેલા જ સાર્વજનિક વ્રત કે સંકલ્પમાં કુદરતથી હારી જાય અને સમય અથવા દિવસમાં ફેરફાર કરે. અમે વિચાર કર્યો કે અણુવતીઓને આપણે જે અગ્નિપરીક્ષામાં મૂક્વાના છે. તેને પ્રારંભ, ભલે અણુરૂપમાં જ થાય. છતા શા માટે પૂર્વજના મુજબ જ ન કરવો ? વળી જે ભાઈબહેને આ અધિવેશનને માટે જ દૂર દૂર થી પધાર્યા છે, તેમની અગવડનો વિચાર પણ કરે રહ્યો. અમને પૂર્ણ વિશ્વાસ છે કે આપ બધા અને બહારથી પધારેલા ભાઈબહેને ગરમીના ઉપદ્રવને, ઉતારાની અગવડને ખાવાપીવાની મુશ્કેલીને અને આવવા જવાની તકલીફને ભૂલી જશે. આ આશા અને વિશ્વાસથી હું આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મારે સંકેચ જ્યારે મને સ્વાગત મંલી થવા ઉપરાંત સ્વાગત ભાષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી, ત્યારે મને સંકોચ થયે અને હું ભારે મુંજવણમાં પડી ગયે. અવ્રતી-સંઘને પહેલે પરિચય ગયા વર્ષે હું જયપુર ગયે, ત્યારે થયો હતો. સંધની પરિચય-પુસ્તિકા હું એક જ શ્વાસે જઈ ગયું. પછી એનું અધ્યયન પણ કર્યું. તે જ વખતે હું સંધ તરફ આકર્ષિત થયું હતું. સંધના આ અધિવેશનની ચર્ચા થતાં એને દયંગમ બનાવવા માટે ફરી એક વાર હું એનું વાચન કરી ગયે. આપણા દેશ અને દેશવાસીઓ માટે એની આવશ્યકતાનો અનુભવ હું પહેલાં જ કરી ચૂકી હતું. તેથી મારા સકેચ અને મુઝવણને દૂર થતાં બહુ વાર ન લાગી. એટલે મારા સાથીઓના નિર્ણયને મેં આજ્ઞા ગણીને માથે ચઢાવ્યો. પરંતુ સ્વાગતનું કામ કઈ મામૂલી નથી. મહારાજ યુધિષ્ઠિરના રાજતિલક પ્રસંગે સ્વાગતનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ [૮] કામ ભગવાન શ્રીકૃષ્ણને સોંપવામાં આવ્યું હતું. એમના જેવી વિદ્વત્તા, યોગ્યતા, અનુભવ, કાર્યકુશલતા અને બધાથી વધારે તે અલૌકિક ગુણ અને અલૌકિક વ્યકિતત્વ જેનામાં નથી, તે સ્વાગતનો ભાર તથા તેની જવાબદારી કેવી રીતે ઊપાડી શકે છે પરંતુ એ વાતનો મને પરમ સંતેષ છે કે અણુવ્રતી-સંધ એવાં માણસની સંસ્થા છે કે જેઓ જીવનમાં વધારેમાં વધારે સ્વાવલંબી બનવાની ઈચ્છા રાખે છે, જે દુનિયાને ભારરૂપ ન થતાં બીજાનો ભાર પિતાના ખભા પર ઉઠાવવાને ચાહે છે, અને જેઓ દુનિયાની પાસેથી ઓછામાં ઓછું લઈને તેને વધારેમાં વધારે આપવાની સાધના અંગેની તૈયારીમાં જોડાઈ જવાને ઈચ્છે છે. એવા ભાઈ-બહેનોને સ્વાગતનો ભાર અને જવાબદારી હેઈ જ શું શકે ? કાંતિકારી-સ્વય અણુવ્રતી-સંધ એક સંસ્થા, સંગઠન, આંદોલન અને યોજના છે, કે જેની આગળ, આજના લેકચારને દેખતાં, “ક્રાતિકારી” વિશેષણ વિના સંકોચે વિના સંદેહે લગાડી શકાય તેમ છે. કમમાં કમ મારું આકર્ષણ તે એના એ ક્રાંતિકારી સ્વરૂપને લીધે જ થયું છે. સાંપ્રદાયિકતા અને સમ્પ્રદાયવાદમાં જ નહિ, પરંતુ ધર્મ-કર્મના આજકાલના રૂપરંગમાં મને જરા જેટલીયે શ્રદ્ધા કે વિશ્વાસ નથી. મારા મિત્રો છુટથી મને “નાસ્તિક” કહી રહ્યા છે. તેથી આ સંઘમાં હું જોડાયા તે અંગે તેમાંના કેટલાકને આશ્ચર્ય, સંદેહ અને અવિશ્વાસ પણ છે. છેલ્લા થોડા દિવસમાં એક મોટા સરકારી અધિકારીએ મને પૂછ્યું કે “તમે પણ શું એ સંપ્રદાયના છે?” એમને તરત જ ઉત્તર આપ્યો કે હું બધા સંપ્રદાયને છું, અથવા બધા કઈ પણ સંપ્રદાયને નથી. જે કંઈ બધા સંપ્રદાયમાં સમાન રૂપથી છે, તેને જે માને છે, તે બધા સંપ્રદાયને સ્વીકારવાને દાવો કરી શકે છે. અને જે કંઇ એક બીજાથી વિરુદ્ધ છે, તેને નહીં માનનારાને બધા તિરસ્કાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ [૯] કરી શકે છે. સમાજમાં ક્રાંતિ કરવાની આકાંક્ષા રાખનારાઓ માટે આ તિરસ્કાર જ સહુથી માટે પુરસ્કાર છે. તેથી એવા ક્રાંતિકારીઓએ એ કાપવાદને અમૃત માનીને, પોતાના લક્ષ્ય પર અડગ રહીને, સ્વીકૃત માર્ગ પર આગળ જ વધ્યા કરવું જોઈએ. નકર સંસ્થા મને એમાં જરા પણ સંદેહ ક શંકા નથી કે અણુબોંબ અને હાઈજિન બેબના આ જમાનામાં અણુવ્રતી-સંધ જેવી એક નક્કર સંસ્થાની આવશ્યકતા માત્ર આપણા દેશને જ નહિ, પરંતુ બે મહાયુદ્ધોને ભીષણ આઘાતથી અત્યંત ઘવાયેલા વિશ્વની સમસ્ત દુ:ખી જનતાને પણ છે. બધા સંપ્રદાય અને ધર્મમાં જે કંઈ શ્રેષ્ઠતમ સારભૂત તત્વ છે, તેને સમાવેશ સંધની લગભગ ૯૦ પ્રતિજ્ઞાઓ અથવા સૂત્રોમાં થઈ જાય છે. આ સૂત્રને માનવ જીવનની એવી રૂપરેખા કહી શકાય તેમ છે. કે જેનો સ્વીકાર બધા ધર્મો, સંપ્રદાય, વર્ગો, જાતિઓ, દેશે અને. રાષ્ટ્રના લેકે કઈ પણ ભેદ કે સંકોચ વિના કરી શકે છે. પૂર્વ અને પશ્ચિમની દૃષ્ટિ ભાઈઓ અને બહેનો! પૂર્વ અને પશ્ચિમની દષ્ટિ માં સહુથી મે મૌલિક તફાવત એ છે કે પ્રથમની દષ્ટિ અંતરંગ છે, જ્યારે બીજાની દષ્ટિ બહિરંગ છે. આ બીજા પ્રકારના લેકે બધી સમસ્યાઓને બાહ્ય દૃષ્ટિએ જ જુએ છે. અમેરિકાને પોતાની રક્ષા માટે આટલાંટિક મહાસાગરના આ કિનારે યુરોપના દેશોમાં કિલ્લેબંદી કરવી આવશ્યક જણાય છે. બીજી બાજુ તે પ્રશાંત અને હિંદી મહાસાગરમાં મથકે જમાવવાનું આવશ્યક સમજે છે. તેને એ વાતની ચિંતા કે ફીકર નથી કે તેમાં કેટલા નાના મેટા બીજા દેશે કીડાની માફક ચગદાઈ જશે. એ મહાયુદ્ધોમાં લાખો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ] માનવનું બલિદાન આપ્યા પછી પણ આ લેકે કઈ શીખ્યા નથી. તેઓ પિતાના એ જ માર્ગ પર અખલિત ગતિએ નિરંતર ચાલ્યું જ જાય છે વિનાશની નવામાં નવી અને ભીષણમાં ભીષણ શોધના દિલ કંપાવનારા સમાચારે યમરાજના સંદેશ રૂપે દર ચાર-છ માસે સાંભળવામાં આવે છે. રૂઝવેલ્ટ, ચર્ચિલ, સ્ટેલિન, હિટલર, મુસોલિની, જે અને તેમના જેટળા પણ સાથીઓ છે, તે બધા ઈશ્વર, ધર્મ અને શાંતિના નામે જ આ બધું કરતા હતા. આજે પણ તેવા નામે જ બધું કામ ચાલી રહ્યું છે અને અણુબના ગર્ભમાંથી વિશ્વશાંતિને જન્મ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પરંતુ આજે પણ મનુષ્ય ઈશ્વર, ધર્મ અને શાંતિથી તેટલે જ દૂર છે કે જેટળો તે વિશ્વયુદ્ધમાં અને તેની પહેલાં હતા. પશ્ચિમની વિચારધારા અને જુદા જુદા વાદે યુદ્ધવિષયક શાની માફળ નિફળ જવાનું મુખ્ય કારણ એ છે કે તે મનુષ્યની અંદર છુપાઈ રહેલી મહત્તાને ન જગાડતા તેને બહારથી ઈંજેકશન મારવાનો પ્રયત્ન કરે છે. એમના પ્રયત્નનું ધ્યેય વ્યક્તિ કે તેનો આત્મા નથી. પરંતુ સમાજ અથવા સમષ્ટિ છે કે જેની આગળ વ્યક્તિનું નથી તો કઈ અસ્તિત્વ કે નથી કઈ મહત્ત્વ. આજે સમષ્ટિનું સ્થાન પણ રાષ્ટ્ર લઈ લીધું છે. આ રાષ્ટ્રવાદ પણ–જેમાં વ્યક્તિ માત્ર તોપ-બન્દુક અને ગોળીઓનો ખોરાક બની ગઈ છે –કેટલું ભીષણ રૂપ ધારણ કરી રહ્યો છે ? જે ઈર્ષા, દ્વેષ, વૈમનસ્ય તથા કાલુષ્ય માત્ર અમુક વ્યક્તિઓ પૂરતાં મર્યાદિત હતાં, તે રાષ્ટ્રવ્યાપી બની ગયાં છે. એનું પરિણામ એ આવ્યું છે કે ઘાત-પ્રતિઘાત અને હિસા-પ્રતિહિંસામાં પડી ગયેલ આજનો મનુષ્ય પિતાના હાથે જ પિતાના વિનાશની ચિતા રચવા લાગી ગયો છે. અને આશ્ચર્ય તે એ છે કે આ મૂર્ખતાપૂર્ણ વિનાશને જીવન માની લેવામાં આવ્યું છે. યુદ્ધમાં શાંતિ અને વિનાશમાં જીવન માનનારા પશ્ચિમના મનુષ્યને સુખ અને શાંતિ કયારે, કેમ અને ક્યાંથી મળી શકે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ [૧૧] આપની માન્યતા આપણી માન્યતા પશ્ચિમની આ માન્યતાથી સર્વથા ભિન્ન છે. આપણે એમ માનીએ છીએ કે પ્રત્યેક મનુષ્યના હદયમાં મહાનતા છુપાયેલી છે, જે પશુતા મનુષ્યના સર્વ અંગ પર છવાઈ જવા ઇચ્છે છે, તેનો પ્રતિકાર આ મહાનતાને જાગ્રત કરવાથી જ થઈ શકે છે. તેથી આપણે બધા ધર્મો, બધા સંપ્રદાય, બધા ધર્માચાર્યો અને બધા મહાપુરૂષો મનુષ્યની આ સ્વાભાવિક મહાનતાને જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે. “ઉઠે, જાગો અને શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરે”ની ઘેષણું સંભવત: દુનિયામાં ત્યારથી સંભળાઈ રહી છે, જ્યારથી આ સૃષ્ટિમાં મનુષ્ય પિતાની આંખો ઉઘાડી છે. જરા કલ્પના તે કરે કે નિર્જીવ જણાતા અણુમાં પ્રલય મચાવનારી ભયંકર શક્તિને જગાડનારા માનવ આત્મામાં કેટલી પ્રચંડ શક્તિ કેટલી તેજસ્વિતા અને કેટલી મહાનતા છુપાઈ રહેલી હશે ? આ અણુવતી-સંઘ એ શક્તિને જગાડવાનો એક વિનમ્ર પ્રયાસ કરવાનું છે છે. જે અણુ અને હાઈડ્રોજનની શક્તિને લગતી ધળોને વિજ્ઞાનનાં જગતમાં મહાન ક્રાંતિનું નામ આપી શકાય છે, તે આત્માની આ અદ્દભુત શક્તિને જાગૃત કરનારા અને મનુષ્યની આ રીતે શુદ્ધિ કરનારા પ્રયત્નને ક્રાંતિ અને પ્રબલ ક્રાંતિ નું નામ કેમ ન આપી શકાય ? અણુવતી-સંઘ આ દૃષ્ટિથી એક મહાન ક્રાંતિકારી પ્રયોગ છે. માનવની મહાનતાને ઢાંકી દેવાનો પ્રયત્ન કરનારી પશુતાનો એક સબલ અને સુનિશ્ચિત પ્રતિકાર છે. અનૈતિકતા તરફ લઈ જનાર ઘોર અંધકારને દૂર કરનારે એક દિવ્ય પ્રકાશ છે. અનાચાર અથવા ભ્રષ્ટાચારના ઊંડા ખાડામાં ઊંધા મોઢે ગબડાવી પાડનારી કુપ્રવૃત્તિઓથી બચવાને સીધો માર્ગ બતાવનારી એક સુસ્પષ્ટ ચેતાવણી છે. વિશ્વને કાયાકલ્પ પ્રત્યેક મનુષ્યનો આત્મા જ્યારે આ રીતે જાગી ઉઠશે, ત્યારે સમાજ, રાષ્ટ્ર તથા વિશ્વને કાયાકલ્પ થઈ જશે. તેથી આ નાના સરખા પ્રયત્નમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] મને બધી ખાસ ચિતિથી પણ વિશ્વનો કાયાકલ્પ કરવાની મહાન શક્યતા છુપાયેલી છે. આપણી આજની કલ્પનાઓનું સ્વરૂપ નાનું હોઈ શકે છે, પણ તેનાથી પ્રેરાયેલા પ્રયત્નોનું આવતી કાલે આવનારું પરિણામ આપણે તે કલ્પના કરતાં સેંકડોગુણું-હજારગણું વધારે મેટું, વિશાલ અને વ્યાપક હશે તેમાં કોઈ શક નથી. આ શ્રદ્ધા, વિશ્વાસ અને આશાથી આપણે આપણા આ પ્રયત્નમાં નવેસરથી ઝુકી પડવાનું છે. એ જ આપણું આ અધિવેશનનું લક્ષ્ય છે. બાહ્ય બંધનની અસફલતા એક વખત એવો હતો કે જ્યારે વ્યક્તિ પર ધર્મ અને સમાજ વ્યવસ્થાને અંકુશ બહુ કડક હતો. આજે રાષ્ટ્રને અંકુશ ચારે બાજુ ફેલાયેલું છે. સરકારી કાયદાઓને બધી બીમારીઓની રામબાણ દવા માનનારાઓની આંખો પોતાના દેશની આજની સ્થિતિથી ઉઘડી જવી જાઈએ. રાજનીતિમાં મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના મહાન પ્રયોગને હસી કાઢનારાઓએ અને સ્વરાજ્ય મળી જતાં સરકારી કાયદાએની જાદુઈ લાકડીથી સર્વ કાંઈ ચપટી વગાડીને કરી લેવાની શેખાઈ કરનારાઓએ પણ આજે એ જોઈ લીધું છે કે સરકારી કાયદાઓ સંખ્યામાં જેટલા વધતા જાય છે અને નિયંત્રણમાં જેટલા કઠેર બનતા જાય છે, તેટલાજ પ્રમાણમાં અનીતિ કાળાબજાર, ભ્રષ્ટાચાર, લાંચરૂશ્વત અને અનાચાર વધી રહ્યો છે. ધર્મનાં બંધનો અને સમાજની વ્યવસ્થા શિથિલ પડી જતાં અને સરકારી કાયદાઓનું દેવાળું નીકળતાં માત્ર એક જ માર્ગ બાકી રહ્યો છે કે પ્રત્યેક વ્યક્તિ પિતાને માટે કાંઈક બંધન, વ્યવસ્થા, મર્યાદા અથવા નિયંત્રણનો સ્વીકાર કરે અને સચ્ચાઈ તથા ઈમાનદારીથી એનું પાલન કરે. અણુવતી-સંધની સ્થાપનામાં આ જ મૂલભૂત તત્વ છે. પ્રત્યેક અગ્રતી સ્વયં પિતાનો સાક્ષી છે, સ્વયં શિષ્ય અને ગુરૂ પણ છે. સંસારી મનુષ્યમાં આ સહજ અને સ્વાભાવિક ભાવનાને જાગૃત કરવી એજ અણુવ્રતી-સંઘનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com મહાત્મા ગાંધીની સ્થિતિ જાણવા મહાન Page #40 -------------------------------------------------------------------------- ________________ [૧૩] સંસ્થા અને સંગઠનના રૂપમાં સહુથી મોટું કામ છે. એટલા માટે જ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહના વ્રત પાલનની નિષ્ઠા જે વ્યક્તિગત જીવન હોવું જોઈએ, તે આ સંસ્થા અને સંગઠનને મૂળભૂત આધાર છે. રાષ્ટ્રીય ઉપયોગિતા આપણું લેકશાહી રાષ્ટ્ર પિતાના માટે સંપ્રદાયનિરપેક્ષ આદર્શનો સ્વીકાર કર્યો છે. તેના એ આદર્શને પુષ્ટ કરવા માટે એવી સંસ્થાઓ અને સંગઠનની ખાસ આવશ્યકતા છે. જે સંપ્રદાયની સંકીર્ણતા, અનુદારતા અને અસહિષ્ણુતાથી તદન રહિત હોય. આપણી આ સંસ્થાનું સ્વરૂપ એવું જ છે. સર્વે ધર્મો, સંપ્રદાય, વર્ગો અને શ્રેણીઓના લેકે માટે એને માર્ગ ખુલે છે. આજે પણ એમાં બધા લેકે સામેલ છે. તેથી રાષ્ટ્રીયતાપ્રધાન પ્રવૃત્તિ ન હોવા છતાં આ સંધ રાષ્ટ્રનાં શક્તિ અને બિલમાં અભિવૃદ્ધિ કરનાર છે. રાષ્ટ્રીય દષ્ટિએ પણ એની ઉપયોગિતા નિર્વિવાદ છે. કેટલાક લોકોને એ વાતને વાંધે છે કે એક ખાસ સંપ્રદાયના આચાર્ય જ એના નાયક કેમ છે ? તેઓને એમાં સાંપ્રદાયિક્તાની ગંધ આવી રહી છે. તે સંબંધી એટલું જ જણાવવાનું કે આચાર્યશ્રીના વિચારે અને ઊપદેશમાં સાંપ્રદાયિક્તાની છાયા જરા પણ નથી. તેઓ એને નિરંતર વિરોધ કરી રહ્યા છે. આચાર્યશ્રીએ પોતે જ આ સંસ્થાને અસાંપ્રદાયિક આકાર આપ્યો છે. તેઓ તે તેરા પંથને પણ એક સંપ્રદાય ન ગણતાં એક ક્રાંતિ માની રહ્યા છે. તેઓ એને મારે પંચ ન કહેતાં તેરા પંથ એટલે ભગવાનને કે માનવનો પંથ કહે છે. તેથી એવી કોઈ આશંકા કે સંદેહ પ્રગટ કરે નકામે છે. ભગવાન કૃષ્ણને પણ છેવટે અર્જુનને કહેવું પડ્યું હતું કે “મા ત્રા” તે “મોમેવ” માં જેને સંકીર્ણતા કે સાંપ્રદાયિતા દેખાતી નથી, તેમણે આ સંસ્થા અને સંગઠનના આ સ્વરૂપમાં પણ સંદેહ કે શંકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ ] કુવા ન જોઇએ અને તેને સક્ષ બનાવવામાં પોતાનો પૂરા સહકાર આપવા જોઇએ. હું ફરી એક વાર આપ બધાનું હાર્દિક સ્વાગત કરૂં છું. અણુવ્રતી-સંધની સ્થાપનાનું મહત્ત્વ મુનિશ્રી નથમ”નુ` ભાષણ સ્વાગત-ભાષણ પછી અણુવ્રતી-સંઘની સ્થાપનાનું મહત્ત્વ દર્શાવતાં મુનિ શ્રી નથમલજીએ પાતાના હૃદયગ્રાહી મસ્પર્શી ભાષણમાં કર્યું અણુતિના યુગમાં અણુવ્રતી-સત્રની સ્થાપના એક મહત્ત્વ પૂર્ણ ઘટના છે, એ ભૌતિકતા પર અધ્યાત્મનો વિજય છે. માનવ જુદા જીદા સંગઠનો, ક્ષતિઓ અને વર્ગીમાં રહેતા આવ્યે છે. જ્યારે જ્યારે જેવી આવશ્યકતા હોય છે ત્યારે ત્યારે તેવા જ સમૃદ્ધ બને છે; એ દિવસ આગળ કે પાછળ. આ સત્રનું સ્વરૂપ શાશ્રુતિક છે. છતાં એનું વર્તમાન સ્વરૂપ સામયિક આવશ્યકતાનુ પરિણામ છે. અનૈતિકતાથી ઉદ્ધેજિત માનવનો સ્વર ધીમા અને ઠંડે! પડી ગયા છે. શ્રદ્ધા અને કર્મોનો મેળ રહ્યો નથી. કથની અને કરણીમાં પૂર્વ અને પશ્ચિમ જેટલુ અંતર છે. સત્ય માત્ર જ્ઞાનનો વિનોદ જ રહી ગયુ છે. શુષ્ક તર્કવાદના બાડામાં હૃદય વિલીન થઈ ગયું છે. ભારતીય તત્ત્વવિદ્યએ કહ્યું છે કે સત્યની શોધ અને આચરણુ એ પૂર્વામા છે. જ્ઞાન પાંગળું છે, કમ આંધળું શ્રદ્ધાને મસ્તક હેતું નથી, જ્ઞાનને હૃદય. પૂર્ણ બનવું હોય તેા બધાના સમન્વય કરીને ચાલે. ચાલનારા ધામી જવાને ઈચ્છતા નથી. એને ફક્ત એક દિશા કે સાકેત જોઇએ. આચાય શ્રીતુલસીએ તે તમને આપેલ છે. સેકડા વ્યક્તિએ ચાલવાને તૈયાર થઇ છે. ગૃહસ્થાએ ભૌતિક દુનિયાના સગમગાટમાં રહેવા છતાં, જે દૃઢ સંકલ્પ કર્યાં છે, તે માટે તેએ ધન્યવાદને પાત્ર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫ ] હું ઈચ્છું છું કે આ પ્રવૃત્તિઓ દષ્ટિકોણમાં પરિવર્તન લાવે, દષ્ટિ બેટી છે. એથી જીવન સુધરતું નથી. સુધારણા કઈ બાહ્ય વસ્તુ નથી. તે આત્માની અંતરંગ પ્રવૃત્તિ છે. કાર્ય દઢ ભાવનાની મર્યાદા તોડી શકતું નથી. જોકે કહે છે કે બુરાઇઓ બહુ વધી ગઈ એ સાચું પણ છે. પરંતુ તે છેડ્યાં? એ પણ વિચાર્યું હશે? જડમાં કોઈ બુરાઈ હઈ શકતી નથી. જે ભલાઈ કરવાનું જાણતા નથી તે બુરાઈ પણ કેવી રીતે કરે? ભલાઈ અને બુરાઈનું યંત્ર બીજાને માનવા એ ભૂલ છે. તેથી આપણું ઋષિઓએ “કવિ આમળા” પિતે પિતાને જ જુઓ અને સુધારે” એવો ઉપદેશ આપ્યો. અણુવતી સંઘને આધારસ્થલ એજ છે એને સમજી લેવાથી દુનિયાની કોઈ સમસ્યા મુંઝવી શકશે નહિ, એ મને વિશ્વાસ છે. શુભ-સંદેશ સ્વાગત મંત્રી શ્રી સત્યદેવ વિદ્યાલંકારે અધિવેશન અંગે આવેલા સંદેશાઓ સ ભળાવતાં કહ્યું કે આપણે અધિવેશનનું કાર્ય આ સ્વરૂપમાં જલદી શરૂ કરી શક્યા નહિ. સ્વાગત સમિતિ તરફથી નિમંત્રણે મોકલવામાં બહુ વિલંબ થઈ ગયા. આપણા બડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ આપણું પર બે પત્ર પાઠવ્યા છે અને બન્ને પત્રોમાં સમયના અભાવથી હાજર રહેવાની તથા વિસ્તૃત સંદેશે મેકલવાની અશક્તિ પ્રકટ કરી છે. આચાર્યશ્રી બે દિવસ પહેલાં જ રાષ્ટ્રપતિની વિનંતિથી “ગવર્મેન્ટ હાઉસમાં પધાર્યા હતા, જ્યાં રાષ્ટ્રપતિ ડોકટર રાજેન્દ્રધ્રસાદજીની સાથે અનેક વિષયો પર અને ખાસકરીને અણુવતી-સંઘની બાબતમાં ઘણે વાર્તાલાપ થયે. રાષ્ટ્રપતિ આ સંધ પ્રત્યે ઘણી અમિસચિ ધરાવે છે. તેઓએ સફલતાની આશા રાખતાં એ અભિપ્રાય પ્રગટ કર્યો કે પ્રચાર, ઉપદેશ અને સહિષ્ણુતાથી તેઓને સંધ દૂર કરે કે જેઓને આમાં સંકીર્ણ સાંપ્રદાયિકતા નજરે પડે છે. કાલે અમે શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આજાદ સાહેબને ત્યાં ગયા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬ ] શિક્ષાપ્રેમી પ્રો. હુમાયૂ કબીરને પણ મળવાનું થયું. મહાસભાની કારોબારીની બેઠક તથા અન્ય કાર્યોનાં કારણે તેઓએ અહીં પધારવાની: અશક્તિ જાહેર કરી. તે પણ અમને કેટલાક સંદેશાઓ પ્રાપ્ત થયા છે ને બીજા પ્રાપ્ત થશે એવી આશા છે. તે બધા આપ અધિવેશનના. વૃત્તાંતમાં વાંચી શકશે. શ્રીયુત રાજગોપાલાચારી, મુંબઈના ગવર્નર રાજા મહારાજસિંહ, વડા પ્રધાન શ્રી બાલ ગંગાધર ખેર, ઓરિસાના તત્કાલીન વડા પ્રધાન શ્રી હરિકૃષ્ણ મહેતાબ, શાંતિનિકેતનના શ્રી ગુરદયાલ મલિક તથા અન્ય સજજનોના સંદેશાઓ તેમણે વાંચી. સંભળાવ્યા. પ્રાપ્ત થયેલા બધા સંદેશાઓ આ વિવરણના છેડે પરિશિષ્ટમાં, આપેલા છે. સંક્ષિપ્ત વાર્ષિક કાર્ય-વિવરણ મુનિશ્રી નથમલજી સ્વામીએ સંઘની પ્રગતિને નીચે જણાવેલ. હેવાલ વાંચી સંભળાવ્યો – - સંવત ૧૯૯૩ ના ભાદરવા માસમાં જ્યારે આચાર્ય શ્રી તુલસીના, ખભે શ્રી જૈન વેતાંબર તેરાપંથ સંસ્થાના આચાર્યપદનો ભારે બેજ આવ્યો, ત્યારથી તેઓનું વૈયકિતક જીવન લેકજીવનમાં પલટાઈ ગયું. બાવીસ વર્ષના એક નવયુવાન હેવાના કારણે તેઓના વિચારમાં નવીનતમ કાર્યક્રમ અને કાર્ય કરવામાં અભિનવ ચેતના. અને અભિનવ સ્કૂતિ હતી. ફલ એ આવ્યું કે ચેડા જ વર્ષોમાં લાખો મનુષ્યના હૃદય પર તેમના અફર ભાવની રેખાઓ અંકિત થઈ.. અનીતિના ઘેર અંધકાર તરફ જઈ રહેલી જનતાને એકાએક પ્રકાશ. જ દષ્ટિગોચર થવા લાગ્યા. જુદા જુદા પ્રાંતના અનેક વિખ્યાત. વિચારક પુરુષો તેઓની સામે પોતાના વિચારો રજૂ કરવા લાગ્યા કે. આજે ભારતની જનતાનું જે નૈતિક પતન થઈ રહ્યું છે, તેને શીઘા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ [૧૭] અટકાવવા માટે કેઈ જીવંત પ્રયત્ન કરવાની આવશ્યકતા છે. એના માટે દેશના ધર્માચાર્યો વધારેમાં વધારે જવાબદાર છે. આજના યુગની રંગઢંગ જોતા આ સંબંધમાં તે ધર્માચાર્યોની પાસેથી વધારે આશા રાખવામાં આવે છે કે જેઓ સાંપ્રદાયિકતાથી તદ્દન દૂર અને સાર્વજનિક વૃત્તિના પૂર્ણરૂપે પિષક હેય. આપમાં અમને આવશ્યક બધી શક્તિએને પૂરેપૂરે સમન્વય દેખાય છે. તેથી આપ કઈ વ્યવસ્થિત જનાથી જનતાના જીવનમાં ધરમૂળનો ફેરફાર કરવાનો પ્રયત્ન કરે.” આ રચનાઓથી પ્રેરાઈને વિ. સં. ૨૦૦૩ માં નૈતિક નિયમોનો એક તેરસૂત્રી કાર્યક્રમ જનતાને માટે તૈયાર કરવામાં આવ્યા. એક વર્ષના પ્રયત્ન પછી લગભગ ત્રીસ હજાર વ્યકિતઓએ એ તેર નિયમનો સ્વીકાર કર્યો. આ સુંદર પરિણામ જ જનતાની સુષુપ્ત આધ્યાત્મિકતા (નૈતિકતા) નું પ્રતીક હતું કે જે આચાર્યવરે આ દિશામાં પગલું ભરતાં આવ્યું હતું. આ રીતે પિતાના તેર વર્ષના અનુભવના આધાર પર સાંગોપાંગ અણુવ્રતી-સંઘના નિયમ-ઉપનિયમોની સંકલન કરી વિ. સં. ૨૦૦૫ ના ફાગણ શુદિ ૨ ને રેજ સરદાર શહર (રાજસ્થાન) માં એની સ્થાપના કરવામાં આવી. સ્થાપના સમારોહ પ્રાતઃકાલનો મંગલ અવસર હતા. આચાર્ય વર શુભ્રવેપેત કાષ્ઠ પદ પર વિરાજમાન હતા. એક બાજુ સાધુ સમાજ અને બીજી બાજુ સાધ્વી સમાજ ગંભીર મુદ્રામાં ખેઠે હતા. ચારે બાજુ સ્થાનિક તથા બહારથી આવેલાં હજારે સ્ત્રીપુરુષો આચાર્યશ્રી તરફ ધ્યાન લગાવીને તેમને પવિત્ર સંદેશ સાંભળવાને આતુરતાથી બેઠા હતા. ચાર સાધ્વીઓએ ઉભા થઈને શાંત-સ્વરથી મંગલગીત ગાયું અને ત્યાર બાદ આચાર્યવરે પિતાની ગંભીર વાણીમાં ઉદ્ધાટન-ભાષણનો પ્રારંભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ [૧૮] કર્યો. તેઓ શ્રી એ પોતાના ભાષણમાં આતી -સંઘની આવશ્યકતા ઉદેશ્ય અને તેની રૂપરેખા પર વિસ્તૃત પ્રકાશ પાડે છે. તે ઉદ્ઘાટન સંદેશ “અણુવતી-સંઘ અને અણુવ્રત” પુસ્તિકાના પૃષ્ઠ ૮ પર છપાયેલ છે. ઉદ્ધાટન ભાષણ પછી પહેલે કાર્યક્રમ મંગલ-ભાવના સાથે સમાપ્ત થયા. બીજે કાર્યક્રમ સવારના લગભગ નવ વાગ્યે શરૂ થયો. ક્રમશ: વિદ્યાન અને અધ્યાત, જે હજી સુધી અપ્રકાશિત હતા, તે વાંચી, સંભલાવવામાં આવ્યા. ત્રતાની સુગમતા, કઠિનતા અને નવીનતા વગેરેને લીધે લેકમાં હર્ષ, ભય, કુતુહલ, જિજ્ઞાસા આદિ જુદા જુદા ભાવો અને જુદા જુદા રસોનો જાણે ઉકેક થઈ રહ્યો. એ પ્રમાણે બીજે. કાર્યક્રમ પૂરો થયો. - ત્રીજે કાર્યક્રમ મધ્યાહને ૧ વાગ્યે શરૂ થયો. તાપ જેથી પડી રહ્યો હતે. છતાં જનતા ઊલટી પડી. પ્રતિજ્ઞાઓ ગ્રહણ કરવાનું કાર્ય શરૂ થયું. છતાની કઠિનતાને જોતા ઘણા ખરા અવલેકનકારેનું માનવું એમ થયું હતું કે આ જાતના કઠિન વ્રતનું પાલન કરનારા, તે હજારોની સંખ્યામાંથી પાંચ-દશ ણુ જ નીકળશે. પરંતુ જ્યાં નામ જાહેર કરવાનો આર્યશ્રીનો આદેશ થયો કે એક એક કરતાં, ૭૫ વ્યક્તિઓ અણુવતી બનવા માટે ઉભી થઈ. પહેલા પ્રસંગે જ પ્રાપ્ત થયેલી આ આશાતીત સફલતા અણુવતી-સંઘની ઉજજવલ ભવિષ્યની સૂચક હતી. આચાઈવરે તેઓને શાંતરસથી ભરપૂર હદયસ્પર્શી પવિત્ર સંદેશ આપો અને બાર માસ સુધી નિયમ-ઉપનિયમના પાલનની પ્રતિજ્ઞાઓ ગ્રહણ કરાવી. અગણિત નર-નારીઓના જવાબ સાથે ઊઘાટન-. સમારેલ આનંદપૂર્વક સમાપ્ત થયો. પછી બે દિવસ સુધી અનેક વક્તાઓના અણુવ્રત સંબંધી ભાષણ. થતાં રહ્યાં અને જનતાને યાચિત પ્રકાશ મળતે રહ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ [૧૯] પ્રચાર જનનામાં જેમ જેમ તેનો પ્રચાર થશે, જેમ જેમ અનેક વ્યકિતએ અણુવતી બનવાને માટે આવવા લાગી. પાંચ કે દસ દિવસમાં જ્યારે પણ કૅની માગણી થતી, ત્યારે ત્યારે “ત્રતગ્રહણનું આયોજન કરવામાં આવતું; નિયમ સંભળાવવામાં આવતા અને વતગ્રહણ કરનારાઓનાં નામ લખી લેવામાં આવતાં, એ રીતે કઈ આજનમાં દસ, કઈમાં વીસ અને કઈ કઈમાં તેથી વધુ નામે પણ પ્રાપ્ત થતાં. આ પ્રકારના આયોજનો સરદાર શહેરમાં થયા અને રતનગઢ, ચૂર, ફત્તેહપુર અને ક્યપુર વગેરે શહેરોમાં પણ થયા કે જ્યાં જ્યાં આચાર્ય વરનું શુભાગમન થયું. આજ વૈશાખ શુદિ ૧૨ સુધીમાં ૫૦૮ વ્યક્તિ પિતાના જીવનની અનેક બુરાઈઓ છોડીને અણુવ્રતી બનેલી છે. એક એક આયોજનમાં આચાર્યવરને બબ્બે કલાક જેટલે સમય આપો પડત અને પિતાના દિવ્ય સંદેશથી જનતાને નેતિક-અનુરાગ તરફ વાળવી પડતી હતી. વ્યષ્ટિથી સમષ્ટિ તરફ જનાર આ આદર્શ હતે. જુદા જુદા સાર્વજનિક ભાષણમાં આચાર્યશ્રીએ અણુવતી-સંધની રૂપરેખા પર પ્રકાશ પાડયો અને નિયથ-ઊપનિયમ સંભાળાવ્યા. પરિણામે જનતાએ સર્વત્ર આતી -સંઘનું હાર્દિક સ્વાગત ક્યું. એ ઉપરાંત આ વર્ષે દેશરત્ન ડો. રાજેન્દ્રપ્રસાદ સમાન્ધાદી પથવા પ્રમુખ શ્રી જયપ્રકાશ નારાયણ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંચાલક શ્રી ગોલવલકર અને શાંતિવાદી સંમેલનના સંજક શ્રી એલેકઝાંડર આદિ સેંકડો વિશિષ્ટ વિચારક આચાર્યશ્રીના સહવાસમાં આવ્યા, જેમની સામે આ યોજના રાખવામાં આવી. પ્રાયઃ બધાએ તેનો સ્વીકાર કર્યો. ડૉ. રાજેન્દ્રપ્રસાદે એમાં વધારે રસ લીધો અને કેટલીક સૂચનાઓ પણ કરી. | મુરલીએ શ્રમ અને સમયના પ્રમાણમાં પ@િામ ઘણું સુંદર છે. પરંતુ કેટલીક મુશ્કેલીઓ નડવાને લીધે થવો જોઇતો પ્રચાર થઈ શક્યો નથી. એક તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ [૨૦] એનું ઊઘાટન ફાગણ માસમાં થયું કે જ્યારે આચાર્યવરના સેંકડે શિષ્ય સાધુ-સાધ્વીઓ માહ માસમાં જ તેઓશ્રીના આદેશ અનુસાર જુદા જુદા પ્રાંતોમાં વિહાર કરી ચૂક્યા હતા. તેથી ભારતવર્ષના ભિન્ન ભિન્ન ભાગોમાં વિચરનારા સાધુ-સાધ્વીઓને પ્રચાર માટે આ ન કાર્યક્રમ આપી શકાય નહિ. બીજું આચાર્યવરનું ગયું વર્ષ મોટા ભાગે વિહારમાં જ પસાર થયું. તેથી સમયના અભાવે જોઈએ તે પ્રચાર ન થાય તે સ્વાભાવિક હતું. એક કારણ એ પણ હતું કે આ યોજના જનતાને માટે તદન નવી હતી. બધા નિયમથી વાકેફ થવું અને તેમાં દર્શાવ્યા પ્રમાણે આજના આ અનૈતિક વાતાવરણમાં જીવનને ઘડવું એ ઓછું મુશ્કેલ ન હતું. હવે જ્યારે જનતાને અણુવતી સંઘને પૂરેપૂરો પરિચય મળી ગયા છે, ત્યારે એને પ્રચાર દેશના ખૂણેખૂણામાં થઈ રહ્યો છે, માર્ગમાં થતી નડતરે ધીમે ધીમે દૂર થતી જાય છે અને આશા છે કે આગામી વર્ષનું પરિણામ ઘણું સુંદર આવશે અને અણુવ્રતએની સંખ્યા સેંકડોમાંથી સહસ્ત્રોની બની જશે. - કેળવણી આચાર્યશ્રીએ અણુવતીઓને કેળવવા માટે યથાવસર પ્રયત્નો કર્યા છે. તે માટે કેટલાક ખાસ પ્રસંગે જવામાં આવ્યા હતા. આ પ્રસંગેએ અણુવતીઓ આચાર્યશ્રીની સમક્ષ પિતે અનુભવેલી ત્રુટિઓને ઉલ્લેખ કરતા અને આચાર્યશ્રી તેમને નિયમમાં સુદઢ રહેવા માટે સાવધાન કરતા. એ સિવાય તેમને બીજી પણ અનેક પ્રકારની સામયિક શિક્ષા આપવામાં આવતી, જેના લીધે તેઓ પિતાના જીવનને ઉત્તરોત્તર વિકાસોન્મુખ કરવાની પ્રેરણા મેળવતા. એનું પરિણામ સર્વથા સંતોષજનક જણાવ્યું છે. આ પ્રકારના પ્રસંગે સરદાર શહર, રતનગઢ, ચુ, ફત્તેહપુર, જયપુર વગેરેમાં મળીને નવ વાર યાજાયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧ ] જીવન પર અસર લેાકાને એ પણ એક જિજ્ઞાસા હોય છે કે ઉક્ત સંધમાં સામેલ થયા બાદ એકત્રિત થયેલી વ્યકિતઓના જીવન પર શું અસર થાય છે ? એનો સીધા ઉત્તર એ છે કે વ્યાપાર કરનારાએએ આ સંધમાં આવીને કાળાબાર કરવાનાં છેડી દીધાં છે, રાજ્યાધિકારીઓએ લાંચ-રૂશ્વત લેવાનું છેડી દીધુ છે. અને વિવિધ વ્યસનવાલા લેાકાએ પોતાના લખા સમયના વ્યસનોને છોડી દીધા છે. એથી વધારે અસર શુ' થઈ શકે? તેમણે બધા જ નિયમ। રીતસર પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યા છે. તેમાં ખાસ ઉલ્લેખનીય વાત એ છે કે કેટલીયે વ્યકિતઓએ હજારાની સભા સમક્ષ પોતાના જીવનનું સિંહાવલાકન કર્યું છે અને કરેલા પાપોનો પશ્ચાત્તાપ કર્યાં છે. સંખ્યા હવે કેટલાક એવા આંકડાઓ આપવામાં આવે છે, કે જેનાથી -અણુવ્રતી-સંધની વ્યાપકતા તથા સાર્વજનિકતાનો પરિચય મળી જશે. સભ્યોની કુલ સંખ્યા—૫૦૮ તેમાં પુરુષ--૨૯૩ સ્ત્રીઓ——૨૧૫ પ્રાંતવાર જોઇએ તે આ સંધમાં નીચેના પ્રાંતાની વ્યકિતએ સામેલ છે: પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસા, બંગાળ, રાજસ્થાન, મધ્યભારત અને મુંબઈ ધર્મ અને સ"પ્રદાયની ષ્ટિએ જોઈએ તે આ સંધમાં નીચેનો ધર્મ કે સોંપ્રદાય માનનારાઓ સામેલ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ | [૨] જેન, વૈષ્ણવ, આર્યસમાજ, હિન્દુ અને મુસલમાન વર્ગોની દષ્ટિએ તો તેમાં નીચેના વર્ગો સામેલ છેઃ (૧) વ્યાપારી વર્ગ : શરાફી, કાપડ, રૂ, સેનું, ચાંદી અને ઝવેરાતનો ધંધો કરનારા. (૨) અધિકારી વર્ગ : કારકુન, મુનસક, ન્યાયાધીશ, પ્રાંત અધિકારી ( કલેક્ટરને વરે. () અન્ય વર્ગ : વકીલ, શિક્ષક, ડૉકટર, પના સંપાદક વગેરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રીનું ભાષણ અત્યંત શાંત અને ગંભીર વાતાવરણમાં કે જેમાં સોય વડે તેમ તેનો અવાજ પણ સંભળાય-આચાર્ય શ્રી તુલસીએ પિતાને ઉદ્ઘાટન– ભાષણની શરૂઆત કરી. ભાષણ શું? એ તે સિંહની ગર્જના હતી. મનુષ્યને પતનના પંથે દોરી જનારી અતિક્તાને ઉન્નતિને રાહત દેખાડનારી નૈતિક્તાની જોરદાર હાકલ હતી. સંસારને વિવાશના મુખમાં ઘકેલનારા આધુનિક વિજ્ઞાન સામે શાશ્વત ઘર્મનો પ્રચંડ પોકાર હતેન જવાલામુખીના મુખ પર માથું રાખીને સુઈ રહેલા ગાફેલ જગતને માટે પ્રાતઃકાલીન સૂર્યના દિવ્ય પ્રકાશનું એક ઉર્વિલ કિરણ હતું. અને મહાસાગરના ભયંકર તોફાનમાં રાહ ભૂલી ગયેલા જહાજે જંગી કફ લાને સાચવી રહેલા કણધા માટે પ્રકાશનો એક સ્વ હતું. તેથી આખું ભાષણ અપૂર્વ શાંતિથી મંત્રમુગ્ધ બનીને સાંભળવામાં આવ્યું અને તેનો પ્રભાવ શ્રોતાઓના દુધમાં બહુ ઊંડો પડ્યો. હાપણ મૌખિક જ હતું. પરંતુ અહીં તે અવસરને માટે લખાયેલું અને પ્રકાશિત કરાયેલું ભાઘણ આપવામાં આવે છે કે જેને આધારે તે મૌખિક ભાષણ આપવામાં આવ્યું હતું. આ રહ્યું તે ભવ્ય ભાષણ: “બુદ્ધિનું ફલ છે, તચિંતન અને દેહને સાર છે, છત ધારણ આ ભારતીય દર્શનશાસ્ત્રોનો નિડ છે. એક કવિને શબ્દોમાં કહીએ – बुद्धेः फलं तत्वविचारणं च, દેવ adળા સંસારમાં પ્રાણીઓ અનંત છે. છતાં આ બને સુંદર સમન્વય જે માનવજીવનમાં થયો છે, તે બીજા કોઈ જીવનમાં થયો નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ [૨૪] માનવના શરીરમાં કાર્યક્ષમતા છે અને સાથે સાથે બુદ્ધિબળ પણ છે. ભારતીય દાર્શનિકના સ્વરમાં એજ વાણી ગુંજી “સત્યને શોધો અને તેને જીવનમાં ઉતારે.” તેના ફલસ્વરૂપે જ્ઞાનવાદ અને ક્રિયાવાદનો પ્રચાર થયો. ભગવાન મહાવીરે બે પ્રકારની પ્રજ્ઞા બતાવી-જ્ઞપ્રજ્ઞા અને પ્રત્યાખ્યાન પ્રજ્ઞા. તાત્પર્ય કે બધું કે જાણે અને દુઃખના હેતુઓને છોડે. પ્રાણીમાત્ર સુખના અભિલાષી છે, કઈ દુઃખ ચાહતું નથી. સુખ આત્માનો ધર્મ છે, તે બહારથી આવતું નથી. અંતરમાં રહેનારું સુખ બાહ્ય વસ્તુઓના આવરણથી ઢંકાયેલું છે––દબાયેલું છે, તેને ઓળખવાને માટે-પ્રકાશમાં લાવવાને માટે આપણું સત્યશોધક તપસ્વીઓએ એક ઉપાય બતાવ્યો જેને આપણે ધર્મ કહેવા લાગ્યા અને આજે પણ કહી રહ્યા છીએ. ધર્મનું સ્વરૂપ “ો મુર્દિ મસા રંગમાં તવો”—ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. તેનું સ્વરુપ છે –અહિંસા, સંયમ અને તપસ્યા. આ ત્રિવેણીના પાવન-સંગમમાં મનુષ્યને મનવાંછિત સુખને લાભ થાય છે. આ માન્યતાના આધાર પર અસંખ્ય નર-નારીઓએ લુખસુકે ટલે ખાઈને તથા ફાટ્યાતૂટ્યાં કપડાં પહેરીને પણ તે આનંદ માણ્યો કે જે વિશ્વસમ્રટને પણ મળી શકતું નથી. સન્નાટો તે અકિંચન તપસ્વીઓના ચરણની રજ માટે તલસતા અને તેમના સુખવૈભવની કરતા. આત્મજ્ઞાનના પ્રકાશની સામે ભૌતિક વિજ્ઞાનનું નક્ષત્ર તેજહીન જણાય છે. સમયનું ચક્ર ફરી રહ્યું છે. તેમાં આરોહ-અવરોહ, ઉતાર-ચઢાણ અવશ્ય થાય છે. એ ચક્ર ઘૂખ્યું અને ભૂતવિજ્ઞાન પર આવ્યું. આત્મા અને ધર્મ ઉપર દઢ આસ્થા ન રહી. ઘણા ખરા બુદ્ધિવાદીઓ ધર્મને કલહ, શોષણ અને સત્યાચારનો અખાડે સિદ્ધ કરવાને ઉલટી પડ્યા. તેમના શિષ્ય-પ્રશિષ્યોએ પણ એજ રાગ આલાપ્યો. વિશ્વનું દૃષ્ટિબિંદુ છેક ઝાંખું પડી ગયું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ [૨૫] ધર્મનું આચરણ ન કરવું તે એક વાત છે, આચરણ કરવું તે બીજી વાત છે અને તેને ઉતારી પાડવે એ ત્રીજી વાત છે. ધર્મનો દુરુપયોગ કરવાથી મોટા મોટા અન્યાય થયા અને થઈ શકે છે. પણ તેથી એ સિદ્ધ થતું નથી કે ધર્મ ખરાબ છે. આપણે ધર્મને નામ પર થઈ રહેલી ઠગાઈઓના પિષક નથી; પરંતુ સાથે સાથે ધર્મ જેવી દૈવી. સંપત્તિની સાથે ચેડાં કાઢવાનું પણ ઈચછતા નથી. ધાર્મિક વિચારે અંગે ભગવાન મહાવીરની ક્રાંતિષશું આપણી સામે છે – “विसं तु णीयं जह काडकूड, हणाई सत्थं जह कुग्गहीयं । एसो व धम्मो विषयोववन्नो, हणाइ वेयाल इव विवन्नो ॥ - અવધિથી ગ્રહણ કરેલું શસ્ત્ર અને કાલકૂટ ઝેર જેવું ઘાતક છે, તેવો જ ઘાતક ધર્મ પણ થઈ શકે છે કે જ્યારે તેમાં કામવાસના અને લાલસાનો ઉત્પાત મચે છે. ધાર્મિક એ ચેતવણીથી અજાણ ન હતા. આજનું વિજ્ઞાન પિતાને બુદ્ધિજીવી” માનવાનો આગ્રહ કરનારાઓને અમારે એ અનુરોધ છે કે તેઓ થોડું પાછું વાળીને જુએ. આજે વિજ્ઞાનનો રંગઢંગ કેવો છે? તેનો ઉપયોગ કેવા કામ માટે થઈ રહ્યો છે? એની ઝડપ નરસંહારની ભૂમિકા લગભગ પહોંચી ગઈ છે. પદાર્થ વિજ્ઞાનની દૃષ્ટિએ વિજ્ઞાનને કઈ ખરાબ કહી શકે તેમ નથી. એનો દુરુપયોગ નિંદાને પાત્ર છે. આપણે તટસ્થ બુદ્ધિથી ધર્મ અને પદાર્થ વિજ્ઞાનનો તુલનાત્મક. અભ્યાસ કરવો જોઈએ. સુખ-શાંતિને અર્થે તથા અંતિમ લક્ષ મોક્ષ પામવાને માટે ધર્મની આવશ્યક્તા છે. જીવનની સુખસગવડો માટે ભૌતિક વિજ્ઞાનને પણ અનુપયોગી કહી શકાય નહિ. દુ૫યોગ બંનેનો ખરાબ છે. ધર્મમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ વિકારને દાખલ થયેલા જોઇને તેને નાશ કરવાનું જેઓને સયું, આજે વિજ્ઞાન નાશ કરવાનું પણ કદાચ વિચારી રહ્યા હશે; કારણ કે ધર્મની સરખામણીમાં આજે વિજ્ઞાનનો ઉપયોગ ઘણે જ નીચા ધોરણે થઈ રહ્યો છે. એના ભયંકર સ્વરૂપ અને ખતરનાક પરિણામેથી આખી દુનિયા પિતાને કેન્દ્રના મુખમાં પડેલો અનુભવી રહી છે. અણુબોંબથી અણુવ્રત ધામિકોને માટે અવસર સુંદર છે. તેઓ શુદ્ધ ભૂમિકાએ પહોંચીન અહિંસા ધર્મની- વિમૈત્રીની પણાને બુલંદ કરે અને હિંસક શકિાઓને ચેતવણી આપે. ધાર્મિક ઈનો નાશ કરવાનું વિચારતા નથી. તેમનું લક્ષ્ય હાથ છે-દુરુપયોગનો અંત લાવે. આક્તા વિચારકે હિંસક પ્રવૃત્તિઓ પર અહિંસાની હિમાયત કરી રહ્યા છે. અમને વિશ્વાસ છે કે અણુબોંબથી ત્રાસી ઉોલા અણુવ્રતનું શરણ લેશે ભયથી ભય વધે છે, હિંસાથી હિંસા વધે છે, લેભથી લાભ વધે છે. તેના પ્રતિકાર માટે કોઈ બીજે જ ઉપાય શેઠે પડશે. બધી વ્યક્તિઓની નૈતિક ભૂમિકા સરખી જ રહે, તેવું નથી તે પહેલા કદી બનવું કે નથી આજે તેની સંભાવના. લેકે ચરિત્ર ભ્રષ્ટ થઈ ગયા-તેજ ચિંતાનો વિષય છે, જનતાનું દષ્ટિબિન્દુ ખોટુ થઈ ગયું તે વળી વધારે ચિંતાનો વિકલ્પ છે, જે દૃષ્ટિબિંદુ સાચું હેય, તે ચરિત્ર-સુધારણમાં બહુ મુશ્કેલી પડતી નથી. પણ તેનો જ અભાવ હાથ તે સદાચરની આશા કેવી ? “મૂરું નાસ્તિતઃ વિશે એ કહેવત તલ્મ સાચી છે. “અહિંસા, સત્ય અને અપરિગ્રહથી જ સંકટની રેખા ભૂંસી શકાય છે, એટલું જ જે સમજવામાં આવી જાય, તે પછી સંટ હેય પાનું જ્ઞાન બરાબર હોય તે ત્રિ-વિકાસ થવામાં વખત લાગતી નથી. સત્યમાર્ગ પર ચાલનારે પિતાની મેળે લુકા સુધી પહોંચી જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ [૨૭] મને એ કહેતાં ઘણે અર્થ થાય છે કે પશ્ચિયના વૈજ્ઞાનિકોએ પોતાની દષ્ટિ ફેરવી છે. હવે તેમને એક ધર્મ પર આવ્યા છે. આજે તેઓ વિજ્ઞાનને ભસ્માસુર કહેવા સુધી પહોંચી ગયા છે. તેમને તૃષ્ણાભરી દષ્ટિને ચરિત્ર-વિકાસના તની વધારે ચાહના છે. ભારતને ફરી એક વાર એ તક સાંપડી છે કે જ્યારે તે પિતાના પુરણ ગૌરવને નવીન બનાવી શકે, પિતાની પૈતૃક સંપતિને ઉપયોગ કરી શકે. ભારતીય વિચારકે આનું મૂલ્યાંકન કરે. ત્યાગ અને સંયમને આદર્શ ભારતવાસીઓની સામે સદાયે ત્યાગ અને સંયમને આદર્શ રહેલે છે અને આજે પણ છે. મહાત્રાની સુંદર વ્યવસ્થા ભારતીય વિચારની અદ્વિતીય બુદ્ધિપ્રતિભા છે. પરંતુ તે બધાને માટે સંભવિત નથી. તેથી આપણે આચાર્યોએ જનસામને થાનમાં રાખીને અત્રની વ્યવસ્થા પણ કરી કે જે સર્વ સાધારણને માટે સંભવિત તથા અત્યંત આવશ્યક છે. સંઘની સ્થાપના આ આવશ્યકતાને ખ્યાલમાં રાખીને એક વર્ષ પૂર્વ મેં અંજીવતીસંઘની સ્થાપના કરી. આ સંઘ સર્વથી અસાંપ્રદાયિક છે કે જેનું રૂપષ્ટ વિધાન પાંચમી કલમમાં આ રીતે કરવામાં આવ્યું છે. “અહિંસામાં વિશ્વાસ રાખનારા પ્રત્યેક ધર્મ, પક્ષ, અતિ, (કમ) વર્ણ અને દેશના સ્ત્રી-પુરુષ સંધના સભ્ય બનવાના અધિકારી રહેશે. સાંપ્રદાયિક અને કામી ઝગડાઓની સમસ્યા આજની વિષમ સમસ્યાઓ પૈકીની એક છે. વિશ્વને ભણે માટે ત્યાગ એ રેગથી ઘેરાયેલું છે. આપણે પ્રાણીમાત્રની સમાનતા પર વિશ્વાસ ઉત્પન્ન કરવાનો છે. બીજા દેશ અને બીજી ક્રમમાં જન્મ લેવાથી મનુષ્ય મનુષ્યને દુશમન બની શકો નથી. તે. વિચારવા માટે માણસે વખત કાઢવો પડશે અને દિલ તથા દિમાગને દંડા કરવા પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ [૨૮] પ્રત્યેક ભારતવાસીનું એ કર્તવ્ય છે કે આ અણુવ્રતને તે પોતે સ્વીકાર કરે અને બીજાઓને પણ તેનો સ્વીકાર કરવાની પ્રેરણા કરે, ભ્રમ-નિવારણ હાલ સંઘના નેતૃત્વને ભારે મારા પર છે, તેનો અર્થ એવો કરવાની જરૂર નથી કે સંધના સભ્યને તેરાપંથ સંપ્રદાયના સભ્ય બનવું પડશે. કોઈ પણ ધર્મમાં વિશ્વાસ રાખનાર આ સંઘનો સભ્ય બની શકે છે, એ પહેલાં સ્પષ્ટ કહેવાઈ ગયું છે, હમણાં તેના નેતૃત્વને ભાર મેં એટલા માટે ઉપાડ્યો છે કે એની પ્રારંભિક વ્યવસ્થા સુદઢ બની જાય, સંયમની ચેતનામાં નવક્રાંતિ આવી જાય. ૧૮મી કલમ અનુસાર યોગ્ય સમય આવતાં તેના નેતૃત્વની બીજી વ્યવસ્થા પણ કરી શકાય છે. એક વ્યક્તિએ મને પૂછયું—અણુવ્રતી સંધના નિયમ મને ઘણું સારા લાગ્યા. પણ હું એ જણાવાને ઈચ્છું છું કે સંઘમાં દાખલ થતાં શું આપને મારે મારા ધર્માચાર્ય માનવા પડશે? શું વંદના કરવી પડશે ? મેં ઊત્તરમાં કહ્યું કે એ કાંઈ જરૂરી નથી અને મને એની ભૂખ પણ નથી. મેં જનજીવનને ઊંચે લાવવા માટે આ કાર્ય કર્યું છે અને તેમાં જ હું સંતુષ્ટ છું. ૧૯મી કલમમાં જણાવેલું પ્રાયશ્ચિત્ત આધ્યાત્મિક દંડ વિધિની સાથે સંબંધ ધરાવે છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં બળને માટે કોઈ સ્થાન નથી. હૃદયપરિવર્તન દ્વારા જ બધું કરી શકવાનો સંભવ છે. અનુશાસન (શિસ્ત) વિના કોઈ પણ સમાજ જીવતે રહી શકતે નથી, એ વાત નિર્વિવાદ સિદ્ધ છે. તેથી અણુવ્રતીઓએ સંધના નિયમ અને અનુશાસનનું પૂરી સાવધાનીથી પાલન કરવું પડશે. સંધના નિયમ તમને જોયા છે, જીવનમાં ઉતાર્યા છે. ઘણુંખરા એક વર્ષ સુધી તેની સાધના કરી ચૂક્યા છે. એના પર પ્રકાશ પાડું, એની ઉપયોગિતા સહુને સમજાવું તે તે યોગ્ય ગણાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ [૨૯ ] , મૂળ છે. , ભાગ લે છે. તિરસ્કાર સૂરતાનું પરિણામ કૂરતા બધા અન્યાયનું મૂળ છે. કેટલાક કોઈની હત્યા કરે છે અથવા તેમાં ભાગ લે છે; કેટલાક મનુષ્યને અછૂત માને છે, તેમનો તિરસ્કાર કરે છે. આ બધું આપણું અંતરમાં છુપાઈ રહેલી ક્રૂરતાનું પરિણામ છે. તમે સમજતા હશે કે કોઈને અસ્પૃશ્ય માનીને તેનો તિરસ્કાર ન કરવાથી શું થવાનું પણ બીજું કંઈ નહિ તે તેનાથી છુપાઈ રહેલી કુરતા પર ભારે પ્રહાર થશે, અહંભાવ ઘટી જશે, જાતીય જીવનનું એક ભૂ પ્રકરણ સમાપ્ત થશે. મનુષ્યએ બીજાને નીચ માન્યા. આશ્રિત પર મનફાવતું કર્યું. પશુઓની બાબતમાં કંઈ વિચાર્યું પણ એટલે સમય જ ક્યાં છે? શું વર્ગ-સંઘર્ષ એમાંથી તે જન્મ્યા નથી ? ક્રિયાની પ્રતિક્રિયા થાય છે. તમે એ શાશ્વત નિયમને કેમ ભૂલી જાઓ છે ? આત્મહત્યા કેટલું મોટું પાપ છે? પરંતુ આધ્યાત્મિક જાગૃતિના અભાવે તે શાકભાજી જેવી સસ્તી બની રહી છે. પરીક્ષામાં નિષ્ફળતા મળી, કુટુંબમાં થડે અણબનાવ થયે, વ્યાપારમાં કાંઈક ખોટ આવી, કોઈ નાનકડી મુંઝવણ સામે આવીને ઉભી રહી કે તરત આત્મહત્યાનો રસ્તો લેવામાં આવે છે. બ્રણ હત્યાનું કામ પણ કાંઈ ઓછું થતું નથી. અણુવ્રતી બનવાને અર્થ છે આ બુરાઈઓથી બચવું. અહિંસા અણુવ્રતમાં દારૂ ન પીવે, માંસ ન ખાવું, આગ ન લગાડવી, શિકાર ન કરે, ગાળ ન દેવી વગેરે અનેક નિયમ છે. એ બધાની ઉપયોગિતા અત્યારે જ હું તમને બતાવી શકું એ શક્ય લાગતું નથી. વિશ્વની વ્યવસ્થાને મૂળ આધાર સત્ય છે. તેની આજે શું સ્થિતિ છે. તે બધા જાણે છે. તેથી વિશેષ હું શું કહું વાતવાતમાં જૂઠ છે. ખાવાપીવાની વાતથી માંડીને જીવનની સાથે સંબંધ રાખનારી પ્રત્યેક વાત પર અસત્ય છવાઈ ગયું છે. ન્યાયાધીશ, પંચ, વકીલ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦ ] સાક્ષી અને ગૃહસ્થ ગમે તેને જુઓ; અસત્યની માત્રામાં સત્યની માત્રા અદશ્ય થઈ રહી છે. જેના પર આ જૂઠનો અમલ થાય છે, તે દુઃખનો અનુભવ કરે છે. પણ બીજાના પ્રસંગમાં પાછો તે એ વાતને ભૂલી જાય છે. જેની વસ્તુ ચેરાઈ જાય છે, તેને દુઃખ થાય છે. પણ બીજાના અધિકારને પચાવી પાડતી વખતે તે પોતાની સ્થિતિ યાદ કરતો નથી. કેવું સારું! જો પ્રત્યેક ખોટું કામ કરતાં પહેલાં માણસ પોતાની હાલતને ઊદાહરણ બનાવી લે તો ? - બ્રહ્મચર્યના વિષયમાં શું કહું ?—કેટલું કહું ? શારીરિક, માનસિક અને આધ્યાત્મિક દરેક સ્થિતિને સુદઢ અને સુવ્યવસ્થિત રાખવા માટે બ્રહ્મચર્ય આવશ્યક છે. પૂર્ણ બ્રહ્મચર્ય કઠોર સાધના છે, છતાં અબ્રહ્મચર્ય પર કાબુ રાખવો એ એકદમ જરૂર છે. અપ્રાકૃતિક મૈથુન, વેશ્યાવૃતિ આદિ દુષ્પવૃત્તિઓના કડવાં ફળથી કેણ અજાણ છે? મનુષ્યમાં વિવેક હેાય છે, ભલાબૂરાનું જ્ઞાન હોય છે પણ સંગ્રહ-રાક્ષસી સામે આવતાં જ તે બધું ભૂલાવી દે છે. તેથી તે અન્યાયમાં પ્રવૃત્ત થાય છે. અધિક પરિગ્રહથી સામાજિક જીવન બેજ વાળું બની ગયું છે. તરેહ તરેહની કુરૂઢિઓનું પિષણ કરવાને માટે ધન કમાવાની ભાવના પ્રબળ બને છે અને તે માટે કાર્ય કે અકાર્ય બધા ઉપાયોને અજમાવવામાં આવે છે. “કમી કરે એ ધર્મનો મૂળ મંત્ર છે. ભોગ-સામગ્રીને વધારવી એ શ્રેયસ્ નથી. ઈચ્છા-નિયંત્રણની વેદી પર બધા ઝઘડાઓ આપોઆપ સ્વાહા થઈ જાય છે. શું હું એવી આશા રાખું કે તમે બધા આ તરફ ધ્યાન આપશે ? હું ઇચ્છું છું કે આ સંઘમાં પ્રત્યેક વર્ગની દરેક વ્યક્તિ જોડાઈ જાય. એનાં દ્વાર બધાને માટે ખુલ્લા રહે. આ ભૌતિક વિજ્ઞાનના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧ ] દુરુપયોગ અને સાંપ્રદાયિકતાને તિલાંજલિ આપે. એના દ્વારા દરેક મનુષ્યનો જીવનપથ પ્રશસ્ત બને. એ ભાવના સાથે હું મારું વક્તવ્ય સમાપ્ત કરું હ્યું અને એ વિશ્વાસ રાખુ છું કે પ્રત્યેક વ્યક્તિ એને સમજશે, એનું મનન કરશે અને એને જીવનમાં ઉતારવાનો સૈફી ઋત્ન કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ વ્રત-ગ્રહણ-સંસ્કાર નવા સમાજનો પાયો આચાર્યશ્રીના ભાષણની અસર એટલી ઊંડી થઈ કે વાતાવરણ મુખ્ય કાર્યક્રમને બરાબર અનુકૂળ બની ગયું વાતાવરણ અત્યંત ગંભીર અને નિસ્તબ્ધ હોવા છતાં તેમાં અપૂર્વ ઉત્સાહ સમાયેલું હતું. અવ્રતએના ચહેરા ઉપર દૃઢતા અને સ્થિરતાને ભાવ ઝળકી રહ્યો હતે. એમનાં હૃદય પિતાની જવાબદારીનો અનુભવ કરી રહ્યાં હતાં. સચ્ચાઈ અને ઈમાનદારી એમના વિશ્વાસને નવું જીવન અર્પણ કરી રહી હતી. ધ્રુવ અને પ્રહલાદના જેવી વીરતા, ધીરતા અને ગંભીરતા એમના સંકલ્પમાં સમાયેલી હતી. જેમાં ગુરુ ગોવિંદસિહે પાંચ પ્યારાઓને અમૃતનું પાન કરાવીને મૃત્યુથી પણ ન કરનારા અને સર્વ પ્રકારની સાંસારિક ખામીઓથી રહિત (ખાલિસ) ખાલસાને માટે નવા સમાજનો પાયે નાખ્યા હતા, તેવું જ કઈ ભવ્ય, આકર્ષક અને મનોરમ્ય દશ્ય ખતું હતું. વર્તમાન યુગને જોતાં આચાર્ય શ્રી તુલસી વાસ્તવમાં એક નવા સમાજનો પાયો સવથી વિશુદ્ધ નિતિક આધાર પર નાખી રહ્યા હતા. શાંત વાતાવરણની નિસ્તબ્ધતાને પિતાના સ્થિર અને ગંભીર. દઢ અને નિશ્ચિત શબ્દોથી ભંગ કરતાં તેરાપંથી મહાસભાના મુખ્ય મંત્રી સમાજ-ભૂષણ શ્રી છગમલજી ચોપડા બી. એ. બી. એલે. આચાર્યશ્રીને વ્રત ગ્રહણ કરાવવા માટે વિનંતિ કરી. તેમણે કહ્યું જે આપણું જીવનનું નિર્માણ કરનારા અહિંસા, સત્ય, અસ્તેય બ્રહ્મચર્ય તથા અપરિ.. ગ્રહના વ્રતે સાંપ્રદાયિક હેય તે અમને સાંપ્રદાયિક કહેવડાવવામાં પણ કઈ શરમ કે સંકોચ નથી. પરંતુ આ વ્રતે તે મનુષ્યને અકિંચન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] જીવનની મહાનતા પ્રત્યે લઈ જનારા વ્યાપક ગુણ છે. આચાર્યશ્રીને મારી પ્રાર્થના છે કે અમને આ વાતને સ્વીકાર કરો અને આશિર્વાદ આપે કે જેથી અમે તેને જીવનમાં પૂરા ઉતારી શકીએ. એ રીતે મહિલાઓ તરફથી શ્રીમતી ભાગીરથીદેવી દસાણીએ નિવેદન કર્યું. આચાર્યશ્રીએ અણુવ્રત ગ્રહણ કરનારાં સ્ત્રી-પુરુષને અન્તર્મુખ થઈને ધ્યાન ધરવાને આદેશ આપ્યો. કેટલીક મિનિટની પૂર્ણ નિસ્તબ્ધતા અને શાંતિ પછી મુનિ શ્રી નગરાજજી સ્વામીએ અહિંસા, સત્ય, અસ્તેય, - બ્રહ્મચર્ય તથા અપરિગ્રહને લગતી પ્રતિજ્ઞાઓનું ક્રમશ: વાંચન કર્યું અને હાજર રહેલા અણુવ્રતીઓએ પાંચે વાર ઉભા થઈને તે પ્રતિજ્ઞાઓને ગ્રહણ કરી, આચાર્યશ્રીએ પાંચે વાર તેમને ગ્રહણ કરાવવાની મહાન કૃપા કરી. એ સુંદર, મનોહર અને હૃદયગ્રાહી દશ્યને ખ્યાલ તે નજરે જેનારને જ આવી શકે. હાજર રહેલા નર-નારીઓ મંત્રમુગ્ધ થઈને -આ બધું દશ્ય જોઈ રહ્યા હતા. પછી બીજાં ભાષણ થયાં. બીજા ભાષણ (૧) જીવનનું નૈતિક માપ સુપ્રસિદ્ધ વિચારક, લેખક અને કથાકાર શ્રી જેન્દ્રજીએ પોતાના મનનીય મહત્વપૂર્ણ ભાષણમાં કહ્યું કે આ પ્રસંગે બોલતાં મને લજજાનો અનુભવ થાય છે, લજા સાથે ઈર્ષાનો પણ અણુવતી-સંધમાં મારું નામ આપી શક્યો નથી. આપી શક્યો હતો તે સારું થાત. તેમના ભાગ્યની હું પ્રશંસા કરું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ [૩૪] છું કે જેઓ પ્રતિજ્ઞા લઈને અણુવતી બન્યા છે. વતીનો માર્ગ સરલ: હેત નથી. તેમાં ખૂબ મુશ્કેલીઓ આવે છે. તે મુશ્કેલીઓને તેઓ પિતે જાણતા હશે, પરંતુ તે બધીનો તેઓ સામનો કરશે. વ્રતથી. ચુત નહિ થઈએ, એ તેમણે નિશ્ચય કર્યો છે. આ વાત અતિ પ્રશંસનીય છે તેઓની ભાવના જોતાં મને વિશ્વાસ છે કે તેમની પ્રતિજ્ઞા તૂટશે નહિ; પણ વૃદ્ધિ પામશે અને ફેલાશે. વળી આચાર્ય તુલસીગણ એમની સાથે છે. હું એમને જાણું છું એ મુજબ મને. વિશ્વાસ છે કે અણછાતી બંધુઓને તેમના તરફથી પ્રતિજ્ઞાનું પાલન થવામાં શક્તિ અને પ્રેરણા મળતી રહેશે. આજની પરિસ્થિતિને સહુ જાણો છો ભષ્ટાચાર છેલ્લી હદે. પહોંચે છે. પૈસા કમાવાના માર્ગોમાં મર્યાદાનો વિચાર જ ભલાઈ જવાય છે. આ હાલત ખાડામાં પાડનારી છે, પરંતુ ખાડામાં કોઈને પડવું નથી. શ્રી ગુલઝારીલાલ નંદાને એક ઠરાવ આવ્યો હતે. હું કહી શકું છું કે તેમાં જે કાર્યક્રમ હતો, તેનાથી આ અણુવતી-સંધના આદેશ અને નિયમે આગળ વધે છે. આ વધારે વ્યાપક છે, એની ભૂમિકા રાય. થી આગળ ધાર્મિક છે. આત્માનું શાસન બધાને અનુભવ થઈ રહ્યો છે કે આજે શ્રદ્ધા ઢીલી છે. સિદ્ધાંત. તે લેકે સારી રીતે જાણે છે. પણ વ્યવહારમાં તે કેવી રીતે મૂકી શકાય. તે માટે તેમનું મન ડગમગે છે. તેથી વ્યવહાર પર અંકુશ રહ્યો નથી તેને નિરંકુશ ચાલવા દેવામાં આવે છે. બહારના ઉપાયો એટલે કાયદા અને હુકૂમતનો અંકુશ ખરી બીમારીના ઈલાજમાં કામ લાગતું નથી. તેથી રોગ મટતો નથી પણ અંદર જાય છે. કાયદાથી બચવા માટે તરેહ તરેહના ઉપાયો શોધી કાઢવામા આવે છે અને ખુદ કાયદાપાલનની. જવાબદારી ઉઠાવનારા અધિકારીઓ તેમાં મદદ કરે છે. અંકુશ અંતરનો: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ [૩૫] જ કામ આવી શકે છે, જે સ્વેચ્છાએ ગ્રહણ કરે છે. એનું નામ છે આત્માનુશાસન. એ પદ્ધતિથી નૈતિકતાનું પ્રમાણ વધે છે અને બહારની રોક ટોક ઓછી આવશ્યક જણાય છે. આજે અણુવ્રત લેનારા લેકે આ દુનિયાને જ આદમી છે. સિદ્ધાન્તી નહિ, પણ્ વ્યવહારી. બધા કામધંધાવાળા છે. ઘણાખરા ઘનવાન છે અને મોટા વ્યાપારના માલિક છે. તેઓને દુનિયાને ત્યાગ કરવાનું નથી. દુનિયામાં રહીને જ ચાલવાનું છે. પરંતુ સાથે ધર્મને પણ રાખવાનો છે અથવા કહે કે ધર્મની સાથે એના હેતુથી દુનિયામાં રહેવું છે. નૈતિક માપથી જીવનને ગાળવું છે નૈતિકતામાં સ્વાર્થનો નાશ નથી. માત્ર તેને પરમાર્થને આધીન રાખવાની ચેષ્ટા છે. આ વાત નાની સૂની નથી. બહુ મેટી છે. કેટલીકમાં સ્વાર્થ પરમાર્થને પિતાને આધીન રાખવાનો પ્રયત્ન કરતો જોવાય છે. સંખ્યા વિરુદ્ધ ગુણ હાલમાં અણુમ્રતીઓની સંખ્યા છસોથી થોડી વધારે છે. પરંતુ આ દેશ તે બહુ મટે છે. તેના સાગર સમ વિસ્તારમાં આ સંખ્યા ટીપાં જેવી ગણી શકાય. છતાં એ ઠીક જ છે કે સંખ્યા પર વધારે ધ્યાન નથી અપાયું જે ગુણ પર જ લક્ષ્ય હેય તે સંખ્યા પિતાની મેળે ક્યાંની કયાં પહોંચી જાય છે. મેં જોયું છે કે અણુતી-સંધને તેટલે લોભ સંખ્યાનો નથી કે જેટલે લેભ-આગ્રહ ગુણને છે. આ જાતની સંખ્યાની અલ્પતા બહુ મોટાં પરિણમે લાવી શકે છે. " સંખ્યાને વધારે મહત્વ આપનાર આજનું વિજ્ઞાન છે. અંક ગણિત તેને આત્મા છે. તેનું મુખ્ય લક્ષ્ય પરિણામ પર જ રહે છે. તે દષ્ટિએ મોટા મોટા નકશાઓ બને છે. પ્લાન ઘડાય છે, મશીન એકત્ર થાય છે અને કારખાનાઓ ઉભાં થાય છે. તેના જેર પર ઉત્પાદન બહુ મોટા પાયે કરવામાં આવે છે. પરંતુ તેનાથી શાંતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬ ] અને સુખચેનની સૃષ્ટિનું રાન થાય ખરૂં ? ના, એવું થતુ' હાય તેમ જોવામાં આવતું નથી--જોઈ શકાતું નથી. વ્યક્તિ જડ અંક નથી, પણ જીવંત છે—સહૃદય છે. તેના સરવાળા અને ગુણાકારના આધાર પર માનવજાતિની સમસ્યાનો ઉકેલ થઈ શકે નિહ, આજનું વિજ્ઞાન જે હિંસા-અહિંસા જેવા હૃદય અને ચૈતન્યના પ્રશ્નો પ્રત્યે બેકાળજી રાખીને ચાલે છે, તે સમાધાન અને શાંતિનો માર્ગ લાવી શકે, એવી કાઇ સંભાવના નથી. હંસક દશ નની શોધ તેથી જ પશ્ચિમનો વિચારક વર્ગ આજે કાઈ પણ જતના અપવાદ વિના એવા વિચાર કરવા લાગ્યા છે કે ‘આપણી માપ અથવા મૂલ્યની દૃષ્ટિ બદલવાની જરૂર છે. કારણ કે આધુનિક અર્થશાસ્ત્ર અને તેના આંકડાએ જીવન વિકાસમાં વધુ કામ આપી શકતા નથી. તેમાંથી તે સ્પર્ધા અને સંઘર્ષ આવશ્યક બનતા જાય છે અને યુદ્ધ પાછું ઠેલાવાને બદલે નજીક આવતુ ાય છે. આમ જોઇએ તે કેટલીક સદીઓથી પદાર્થ વિજ્ઞાનના આધારે પશ્ચિમનુ જીવન ‘ ઉન્નતિ ’ તરફ જઇ રહ્યું છે. પણ એ ઉન્નતિની આગળ યુદ્ધે અનિવાય બનીને આવી જ પહેાંચે છે. એટલે ત્યાંના વિચારકાને હવે એવા સ'શય થવા લાગ્યા છે । જેને આપણે ઉન્નતિ માની રહ્યા છીએ તે ખરેખર ઉન્નતિ છે કે અવનતિ ? તેમણે આજપર્યંત માની લીધેલી ઉન્નતિ સાચી હતી, એ શ્રદ્ધા પણ હવે ડગી ગઇ છે, તેથી તે બીજી શ્રદ્ધાની તપાસમાં છે. હવે તેા એવા માની—એવા ઉપાયની પ્રતિક્ષા થઈ રહી છે કે જે એક જાતિને બીજી જાતિ- સાથે એવા સંબંધથી જોડી શકે કે જેનુ પરિણામ અથડામણમાં ન આવતાં સહકારમાં આવે; સ’શયના સ્થાને સ્નેહ જાગૃત થાય. તાત્પર્ય કે એક સર્વોદયી અહિંસક દનની આવશ્યકતા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ [૩૭] ધર્મ અને કર્મ હમણું જ આપણી વચ્ચે ગાંધીજી થઈ ગયા, જેઓ સત્યની પ્રતિજ્ઞા અને અહિંસાનું સાધન લઈને ચાલ્યા. તેઓ લૌકિક દષ્ટિએ પણ બીજા કરતાં ઓછા સફળ નથી થયા. સામાજિક અને રાષ્ટ્રીય પ્રશ્નોને તેમણે સત્ય અને અહિંસાની નીતિ દ્વારા ઉકેલ્યા છે. તેમના જીવનકાળમાં આપણને બધાને લાગ્યું કે સત્યનો આગ્રહ અને અહિંસાની સાધના સિદ્ધાંત કરતાંયે વધારે તે વ્યાવહારિક છે. તે શાસ્ત્રીય છે, પરંતુ તેનાથી કે વધારે તે માનવીય છે. તેનો ઉપયોગ તાત્કાલિક છે. આજના સવાલને બાજુએ રાખીને તેની શોધ થઈ શકે નહિ અને તેને બાજુએ રાખીને આજના પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે નહિ. સિદ્ધાંત અને વ્યવહારને જુદા પાડવા એ ભયંકર છે. અને તેમાં જે અંતર છે, એથી તે શ્રદ્ધા અને પ્રયત્નને વધારે બળ મળવું જોઈએ. . પરંતું લેકે માનવા લાગ્યા છે કે ગાંધીજીનું જીવન તે એમની સાથે ગયું. એની ખૂબી તે એમના જીવતા સુધી જ રહી. હવે તે વાત આગળ ચાલવાની નથી. માને કે આપણને અધિકાર પ્રાપ્ત થયો છે, જેથી ગાંધીજીના આદર્શ સિદ્ધાંતનું બંડલ છાંટીને સાહિત્યમાં અલગ સુરક્ષિત રાખી દઈએ અને વ્યવહારમાં માત્ર વ્યવહારના નિયમોથી જ ચલાવીએ. પરંતુ વિચારમાં અને આચારમાં) આદર્શ માં અને વ્યવહારમાં આવી ફાચર સારી નથી. તેનાથી મન વ્યગ્ર બને છે અને સંશયની હાલત પેદા થાય છે, અને સંશયાત્માનો તે નાશ જ છે. તેથી એવી અખંડ શ્રદ્ધાની જરૂર છે જે જીવનને વહેંચાયેલું જુએ નહિ, વહેંચે નહિ, પરંતુ સમગ્ર ભાવથી ગ્રહણ કરે અને તેને એકત્રિત તથા સંયુક્ત કરે. તેજ ધર્મ અને મર્મની ખાઈ પૂરાશે અને બંને એક બીજાના પૂરક બનશે. અહીં કાંઇક તેવું જ દશ્ય જોઈ રહ્યો છું. શ્રદ્ધાએ લેકના દિલને ઉભરાવ્યા છે અને તેમને કેટલીક સંકલ્પની શક્તિ આપી છે. સત્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ [૩૮] અહિંસાને સામે રાખીને કેટલાક લેકએ નિયમ લીધા છે કે તેઓ પિતાના વ્યાપારમાં અને વ્યવહારમાં, સંક્ષેપમાં પિતાના કર્મને ધર્મની સાથે ચલાવશે. આ સ્વરૂપમાં ધર્મ નિ:સંદેહ પ્રેરક થઈ શકે છે. માત્ર સિદ્ધાંતમાં તે તે શાસ્ત્રાર્થનો વિષય બની જાય છે. આચરણમાં લાવીને દેખાડવું પડશે કે વૈયક્તિક અથવા સામૂહિક જીવનને ધર્મના આધારે જ ઘડીને કેવી રીતે ઉન્નત બનાવી શકાય છે. હું માનવા ઇચ્છું છું કે આ જે પગલું ભરવામાં આવ્યું છે, તે પહેલું હોય. એના પરિણામે બીજું ભરાશે, પછી ત્રીજું અને એ રીતે શરૂ કરેલી યાત્રા વગર અટકયે જ આગળ વધતી જશે. પહેલું પગલું જ મુશ્કેલ હોય છે. તેના માટે દષ્ટિને સ્થિર અને સંકલ્પને મજબૂત કરવા પડે છે. જે તે આગલું પગલું ન ઉપાડે તે પાછલું પગલું સ્વયં બંધનનું કારણ બની જાય છે. પગલું ભરીને ત્યાં જ સ્થિર થઈ જવું એ કાંઈ ગતિ નથી. ત્યાંથી આગળ જ ચાલતા રહેવું જોઈએ. બધી સ્થિતિને સ્વીકાર કરે પરંતુ કોઈ પણ સ્થિતિથી. બંધાઈ ન જવું એ ધર્મ તથા ધાર્મિકનું લક્ષણ છે. આશા રાખી શકાય કે અણુવ્રતી-સંઘ “અ” થી શરૂ કરીને ત્યાં જ ભી જશે નહિ, પણ તેનાથી આગળ વધશે. આજે જીવનનું કેન્દ્ર ધન બનેલું જણાય છે, એવી ઘોષણા માત્રથી કામ ચાલશે નહિ, પરંતુ જ્યાં કેન્દ્ર છે ત્યાં અર્થાત્ આત્મામાં આત્મસ્વીકૃત સ્વૈચ્છિત શ્રમની યથાર્થ પ્રતિષ્ઠા કરવી પડશે. અહિંસાએ આગળ આવીને શ્રમ અને ધનના કેયડાને ઉકેલવો પડશે. ઉત્પાદન અને વહેંચણીની રીતને એવી રીતે ફેરવી નાખવી પડશે કે તે અહિસાથી પ્રેરિત હોય અને અહિંસામાં જ પરિણામે. જ્યાં સુધી પદાર્થને બદલે આત્મા કેન્દ્ર નહિ બને, સંગઠિત સત્તાના કાયદાને બદલે દરેકના અંતઃકરણમાં રહેલા નૈતિક નિયમ કેન્દ્ર નહિ બને, રાજાથી વધારે પ્રજા કેન્દ્ર નહિ બને અને ધનવાનને બદલે શ્રમજીવીઓમાં તે કેન્દ્રનો અનુભવ નહિ થાય ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ [૩૮] સુધી સંઘનું અને અહિંસાનું કામ પૂરું થયું છે એમ માનવાનું કારણ નથી. આટલું કર્યા સિવાય વચ્ચે કઈ સ્થળે વિશ્રાંતિ લેવાની જરૂર નથી. અણુવ્રતી-સંઘના આજના દશ્યથી આશા બંધાય છે કે ગાંધીજીએ. જે કાર્ય અધૂરું મુક્યું તે હવે પૂરું થશે. આપણી દષ્ટિની મોટી ખામી એ છે કે આપણે સફળતાનું મૂલ્ય ગુણથી નહિ પણ પરિમાણ અને આકારથી જોવા ઈચ્છીએ છીએ ભૌતિક વિચાર શ્રેણિ આ જગાએ લાચાર છે મેં જોયું કે અહીં સંખ્યા પર જેકે ધ્યાન છે, પણ ગુણનું મહત્ત્વ વધારે છે. સભ્ય ઢીલા હોય, તે ચેલાઓની મોટી સંખ્યા પણ શું કામની ? ચુસ્ત અને સમર્પિત છેડા પણ ઘણું ફળ લાવી શકે છે. દુનિયાદારીના કામકાજ અંગે જે પક્ષે રચાય છે, તેમાં આ જ વસ્તુની ભારે ખામી હોય છે. તેમનું લક્ષ્ય સભ્યો કેણ છે? તેના પર નહિ. પણ કેટલા છે, તેના પર રહે છે. બધી સફલતા સંખ્યામાં જ અંકાય. છે. અને ત્યારે સત્યને પણ સંખ્યામાં જ સમજી લેવામાં આવે છે. આજની લેકશાહીનો આધાર લગભગ એવો જ છે. જેના મત વધારે તેની જ બોલબાલા. અને લઘુમતીવાળાએ સદા એવી જ ફિકરમાં હેય. છે કે તેઓ ક્યારે બહુમતીવાળા બની જાય. એટલે તેઓનું કામ વિધા અને ટીકાઓ કરવામાં જ સમાપ્ત થાય છે. આવી લેકશાહી શરૂઆતથી જ અર્થહીન છે. સંખ્યાના બળ પર નભનારી લેકશાહી આજે બહુ સફળ. જણાતી નથી. હજી એ સમયને વાર છે કે જ્યારે તેમાં સંખ્યાના. સ્થાને સત્ય દાખલ થાય અને હાથ ઉંચા કરનારા લેકતંત્રને બદલે હૃદયનું નૈતિક તંત્ર ખડું થાય. તે પિતાના કામકાજમાં ધર્મનું તત્તવ દાખલ કરવાથી બની શકશે. ત્યારે ઓછામ એક માન્ય અને અનાદરણીય નહિ હેય. અને તેમને કઈ ભય રાખવાની જરૂર પણ નહિ હોય. ત્યારે લઘુમતીને પ્રશ્ન એક મૂંઝવનાર કેયડે નહિ હેય તે અવિશ્વસ્ત અને ભયભીત બનવાની હાલતમાં રહેશે નહિ અને બહુમતીવાળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦ ] સંખ્યાના જોર પર નહિ પરંતુ સેવાબળના આધાર પર શાસનારૂઢ થશે. અર્થાત્ ત્યારે અહિંસા જીવનનું સાચું મૂલ્ય બનશે. તેન વિનાની લોકશાહી સદા એક હથ્થુ સત્તાને આમંત્રણ આપનારી છે. દરેક જણ આજના સાગેામાં આત્મશ્રદ્ધાની ભારે ખામી છે. સંપત્તિ અને સત્તા તરફ દોડી રહેલ છે. તે જગને પકડવા માટે જાય છે, પણ જ્યારે તે મૂડીમાં આવતું નથી, ત્યારે ઉશ્કેરાઈ જાય છે. સ્વત્વ ગુમાવીને બહાર રમે છે. એનુ કરુણાજનક દશ્ય ચારે બાજુ જોઈ લેજો. અહારની તૃષ્ણામાં અંતરનું નરક લઇને આપણે ઓગળ વધી રહ્યા છીએ. આમ ક્યાં પહેાંચી શકાશે ? સિવાય રસાતાલ. એનો કાઈ અંત નથી. આવા સમયે શ્રદ્ધાવાળા પુરુષ જે આમ તો અકિંચન અને સાધનથી રહિત છે પણ શ્રદ્ધાની સ'પત્તિવાળા અને શ્રદ્દાળબથી બળવાન છે, તે જ શાંતિનો માર્ગ બતાવી શકે છે. હું અણુવ્રતી-સંધમાં સામેલ થયેલા બંધુઓને તેમના આ સાહિસક અને પવિત્ર કાયને ધન્વાદ આપુ છું. (૨) અંતરાત્માનુ’ મહાજાગરણ સ્વતંત્ર હિંદી પત્રકાર શ્રી વિષ્ણુદત્ત મિશ્ર ‘ તર’ગી ’ એ પાતાના પ્રભાવશાળી ભાષણમાં કહ્યું કે— . અણુવ્રતી-સમાજના આ દીક્ષાંત મહાત્સવમાં આજે જે કાંઇ થઇ રહ્યું છે, તે એક નવી ચેતનાનું પ્રતીક છે. તે ચેતના કેવળ આચાય તુલસીની પ્રેરણા છે કે જેણે મનુષ્યના નિય જીવનમાં આત્મબળનો મા` દેખાડ્યો છે. અણ્ણાતના માર્ગને આપણે એવા વ્યાવહારિક વનમા કહી શકીએ કે જેમાં કાઈ પણ વ્યક્તિ આત્મશ્રદ્ધા વડે અસત્ સંસારમાં સમા` પર ચાલવાનું સાહસ પોતાની જાતે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ [૪૧] કરી શકે અને પિતાની સાથે ચાલનારને પણ તે આપી શકે. મેં અણુવ્રતીઓના નિયમે વાંચ્યા છે. જે નિયમે છે, તે નવા નથી. પરંતુ નવીનતા એ છે કે આચાર્ય તુલસી જેવા એક ધર્માચાર્ય સત્ય, અહિંસા, સહિષ્ણુતા, સદ્દભાવના, સદાચાર આદિ ઉત્તમ ગુણોને માત્ર ઉપદેશની વસ્તુ માનતા નથી. તેમનામાં એ તપસ્યા છે કે જેના વડે તેઓ આ સંસ્કૃત જીવન-લક્ષણેને દૈનિક ચર્ચાનો એક ભાગ બનાવી દેવા ઇચ્છે છે. જે લેકે આજે અછાતોને ધારણ કરીને સંસાર મહાસાગરમાં આચાર્ય તુલસી જેવા કુશળ કર્ણધારની રાહબરી નીચે જીવનનૌકા પર સવાર થયા છે, તેમને ભૂતકાળ ગમે તે હેય પણ ભવિષ્યકાળ નિઃસંશય ઉજ્જવળ છે. આજે જે લેકેએ અણુવ્રતનું બીડું ઝડપ્યું છે, તેઓ એક નવા, સદાચારી અને સહનશિલ મનુષ્ય સમાજના. અગ્રણી છે. સામાજિક ન્યાયની પ્રેરણા પરંતુ અણુવ્રત કોઈ ને પંથ નથી. જે તે પંથ હેત તે આજે આપણે જુદા જુદા મત અને સંપ્રદાયોને સંગમ અહીં જઈ શક્ત નહિ. અણુવ્રત નથી તે અપરિગ્રહ કે નથી બ્રહ્મચર્ય. આચાર્ય તુલસીએ ગૃહસ્થી અને ગૃહસ્થ-મર્યાદાઓનો વિચાર કરીને સીધા-સાદા નિયમની રચના કરી છે, જેથી મનુષ્ય મનુષ્યને અનુચિત લાભ ન ઉઠાવે, એક બીજાનું શોષણ ન કરે. કાળાં બજારો ન કરવાં, વ્યાપારમાં જ ન બેલવું વગેરે એવી બાબત છે કે જેના પર અંકુશ રાખવાને માટે કરવામાં આવેલા સરકારી કાયદા-કાનુનો નકામા સાબીત થયા છે. આચાર્ય તુલસીએ કમજોરીના પુતલા સમાન મનુષ્યોના તે સ્થાન પર સામાજિક ન્યાયની પ્રેરણું કરી છે કે જેને આપણે અંતરાત્મા કહીએ છીએ. અંતરાત્માના આ વિવેક-મહાજાગરણના ચેકીદાર આચાર્ય તુલસીની નિષ્કપટ અને છલરહિત તપસ્યાનું જ એ પરિણામ છે કે જેના લીધે આજ છસોથી વધારે મનુષ્યો વ્યક્તિગત, સામાજિક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ [૪] પરિવારિક, વ્યાપારિક આદિ જીવનના જુદા જુદા ક્ષેત્રમાં સત્ય અને અહિંસાના મૂલાધારને હદયંગમ બનાવીને, નવા બળ અને ઉત્સાહથી ન્યાયયુક્ત સમાજની રચનાના અગ્રદૂત બની રહ્યા છે. ખોયેલા વિવેકને જેમણે અવ્રતી સંધના નિયમ દ્વારા પ્રાપ્ત કર્યો છે, તે બધા અણુવતી છે, પછી ભલે તેઓ આજે આ દીક્ષાંત સમારેહમાં સામેલ ન હોય. અણુવ્રત ગ્રહણ કરવા માટે નથી જરૂર આચાર્યની કે નથી જફર સાક્ષીઓની. અણુવ્રતીની આસ્થાનું કેન્દ્રબિંદુ આચાર અને વિચારમાં સત્ય અને અહિંસાનું પાલન છે અને તે પાલન પણ કઈ રાજનૈતિક ઉદ્દેશથી નથી, કે જેથી આત્મબળી સમાજ અને સંસારની રચના થઈ શકે. આ રીતે અણુવ્રત યુગધર્મ છે. આ યુગધર્મને જે જાજ્વલ્યમાન અને સરળ શુદ્ધ રૂપમાં આચાર્ય તુલસીએ રજૂ કર્યો છે, તેમાં જ માનવજાતિ અને માનવપરિવારના કર્તા મનુષ્યનું ભવિષ્ય રહેલું છે. કઠિન પ્રવાસ પરંતુ અણછાતી-સંઘની મજલ ઘણી કઠણ છે. તે યુગધર્મનું આવાન પણ છે અને ચેતવણું પણ છે. અમે જોયું છે કે આ જ દિલ્હી નગરીમાં વર્તમાન યુગના અહિંસાના સહુથી મોટા પ્રચારક મહાત્મા ગાંધીનું ખૂન પ્રાર્થના સ્થળમાં વિના કારણે થયું હતું. હિંસા અને અહિંસાની આ અથડામણ શેતાન અને ઈશ્વરના સંઘર્ષની માફક સદાથી ચાલતી આવી છે. હિસાએ આજ સુધીમાં જગતની કોઈ પણ સમસ્યાને ઉકેલ કર્યો નથી, અને તેના બળ પર જે કાંઈ ઉકેલો કરવામાં આવ્યા છે તે અસ્થાયી નિવડ્યા છે. તેથી જ આજે અહિંસા અને સત્ય વ્યાવહારિક મૂલ્ય ધરાવે છે. હિંસાની આ પ્રચંડ વાગ્નિને બુઝાવવા માટે આજે છ વ્યક્તિઓએ આચાર્યશ્રીની સામે પ્રતિજ્ઞાઓ ગ્રહણ કરી છે. તે બધાએ સમજવું જોઈએ કે અણુવ્રત કઈ ધાર્મિક કે પંથગત વસ્તુ નથી. તે તે સતત જીવન-આચરણ છે, જે નીચાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ [૪૩] ઉપર લાવતું ચાલ્યું જાય છે. આ સતત જીવન-આચરણમાં અગ્રતી જેટલા ઉંચે આવશે અને અણુવ્રતીના જીવનનું પાલન કરીને સમાજમાં તેઓ જે આદર્શ ઉપસ્થિત કરશે, તે જ અણુવ્રતને સ્થાયી બનાવી શકશે. એથી વિવેકનું ભાતું બાંધીને સત્યમાં પરમ શ્રદ્ધા રાખનાર એવા સે વિશ્વાસીઓએ આજે એક પ્રતિજ્ઞા લીધી છે. હવે તેમનું જીવન સમાજને માટે છે. સામાજિક ન્યાય અને સામાજીક મર્યાદાઓ સ્થિર કરવા માટે આ એક મહાન પ્રયોગ છે અને અણુવતીઓનું કર્તવ્યપાલન એ વાતનો નિશ્ચય કરશે કે આ દેશમાં સત્ય અને અહિંસા બંને જાજ્વલ્યમાન જીવન-સત્ય છે. (૩) એક વ્યક્તિની શક્તિ શ્રીમતી દુર્ગાબાઈ શાસ્ત્રીએ પોતાના સરલ અને સ્વાભાવિક ભાષણમાં કહ્યું કે મને થોડા શબ્દો બોલવા દેવા માટે જે સન્માન અને આદર દર્શાવવામાં આવ્યાં છે, તેના માટે હું આપને તથા આપના સંધને ધન્યવાદ આપું છું. મેં આચાર્ય શ્રોતુલસીમહારાજનાં દર્શન કર્યા અને તેમની સાથે કેટલીક વાતચીત કરવાનો પ્રસંગ મળતાં પ્રસન્નતા અનુભવી. આચાર્યશ્રીના ભક્ત તથા અનુયાયી શ્રાવક-શ્રાવિકાઓને હું અભિનંદન આપું છું કે તેઓ આ જડવાદી અને ધર્મરહિત જમાનામાં આવા આદર્શ ચરિત્ર આચાર્યશ્રીનું નેતૃત્વ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શક્યા છે. તેઓ જૈન ધર્મના ચુસ્ત તેરાપંથી સંપ્રદાયના અનુયાયી હેવા છતાં એટલા ઉદાર અંત:કરણવાળા છે કે તેમને બીજા ઘર્મના વિરોધની ભાવના સ્પર્શ પણ કરી શકી નથી. તેઓ બધા ધર્મ અને સંપ્રદાયના લેકેની સાથે પ્રેમ વાર્તાલાપ કરે છે અને તે દરમિયાન અન્ય કટ્ટર આચાર્યોમાં જેમ પિતાના પથનેજ ઉંચો માનો અને બીજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪ ] ધર્મ તથા માર્ગોની નિંદા કરવી આદિ કોઈ પણ પ્રકારની ભાવના રાખતા નથી, હું પિતિ જેન ન હોવા છતાં આપની વચ્ચે એટલા માટે જ આવી છું કે મહારાજશ્રીને કથન મુજબ એમના અણુવ્રતને ગ્રહણ કરનાર અને આચરણમાં મૂકનાર જેન જ હોવા જોઈએ એવો કોઈ આગ્રહ નથી. હું એમ માનું છું કે જેન કેમના જ જેનો છે એવું નથી. તિર્થકરેએ ઉપદેશેલા માર્ગ અનુસાર જેઓ પોતાના જીવનને નિયમબદ્ધ રાખવાને માટે તૈયાર હોય અને જેઓ તેમના ઉપવિષ્ટ માર્ગ પ્રત્યે ભક્તિ, સ્નેહ અને આદર ધરાવતા હોય, તેઓ બધા જ વાસ્તવિક્તાએ જેન છે, જેને કહેવરાવવાને યોગ્ય છે. આજના હિંસાપ્રધાન યુગમાં જૈન ધર્મનું સ્થાન અતિ ઉંચું છે. આજનો યુગ એ ચાલી રહ્યો છે કે એક દેશ બીજા દેશની સાથે, એક પાડોશી બીજા પાડોશીની સાથે અને એક ભાઈ બીજા ભાઈની સાથે ઝેરવેર, દ્રોહ, ઇર્ષ્યા અને શત્રુતાની ભાવના રાખે છે તથા એક બીજાને વિધ્વંસ યા વિનાશ કરવાની અથવા એક બીજા ઉપર અત્યાચાર કરવાની પ્રકૃતિ ચલાવે છે. આવા યુગમાં જૈનધર્મ એક જાજવલ્યમાન મશાલની માફક અંધકારમય જગતને જીવદયા, અહિંસા તથા ત્યાગમય જીવનના સદુપદેશ આપીને મનુષ્ય જીવનને માટે સાચે તથા ઉત્તમ માર્ગ બતાવે છે અને સન્માર્ગ તરફ દોરવાની શક્તિ ધરાવે છે. આ ધર્મના સહુથી મેટા તે પાંચ છેઃ (૧) સત્ય. (૨) અહિસા. (૩) બ્રહ્મચર્ય. (૪) અસ્તેય તથા (૫) અપરિગ્રહ. આ પાંચ વાતો એટલા મોટા અને ઉપયોગી છે કે જે સમસ્ત ભારતના નરનારીઓ તેને યથાશક્તિ મસાવાચા-કર્મશું પાલન કરવાની પ્રતિજ્ઞા કરી લે તો સંભવ છે કે આપણે દેશ જલદી અભીષ્ટ ઉન્નતિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ [૪૫] પ્રાપ્ત થાય અને આજના વ્યથિત જગતને માટે એક આદર્શ સમાજ બની જાય. આપ બધાને અભિનંદન આપતાં મને હર્ષ થાય છે કે આ વ્રતને મન-વચન-કાયાથી બરાબર પાળનાર મૂર્તિમંત ધર્માવતાર આચાર્ય શ્રી તુલસી મહારાજને નેતૃત્વ અને સાક્ષીત્વમાં આજે તમે સેંકડોની સંખ્યામાં અણુવ્રત ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા લીધી છે અને તેના પાલનનું આજીવન પણ લીધું છે. આ પવિત્ર વ્રતનું પ્રતિજ્ઞાપૂર્વક પાલન કરનારા નરનારીઓ માત્ર પોતાના જીવનને જ નહિ, પરંતુ પિતાના સમાજને પણું કૃતાર્થ કરશે અને તેને સુખ તથા શાંતિ પ્રાપ્ત કરવામાં મદદગાર થશે. આ મારી આશા જ નથી, પણ દઢ વિશ્વાસ છે. જે દેશમાં એક વ્યક્તિ પણ નક, શાંતિપ્રિય અને અહિંસા-ઘતી હેય છે, તે તે દેશ કેટલે ઉન્નત અને અગ્રગામી બની શકે છે, તેનું જવલંત ઉદાહરણ આપણને સ્વર્ગીય મહાત્મા ગાંધીને જીવનમાંથી મળે છે. જે એક જ વ્યક્તિ સમાજમાં ઘાતક અને હિંસા-પ્રિય નીકળી આવે તે કેટલી હાનિ પહોંચાડે છે, કેટલું પતન કરે છે, તેનું ઉદાહરણ નાથુરામ ગોડસે છે કે જેનું કૃત્ય આપણે ભૂલી શક્તા નથી. તેથી આપણું દેશ, સમાજ અને દુનિયા માટે આ દિવસ શુભ છે કે જ્યારે સેંકડો વ્યક્તિ અહિંસા તથા સત્યને પવિત્ર માર્ગ ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા લેવાને એકત્ર થઈ છે. આવા મંગળકાર્યમાં દિલ્હીના નાગરિકે હાજર થઈને આપને ધન્યવાદ આપે તેમાં કેદ આચર્ય નથી. જૈન ધર્મ તથા બીજા બધા ધર્મો પિતાના અનુયાયીઓને સદાચારના માર્ગે ચલાવવાનો નિરંતર પ્રયત્ન કરે છે. પરંતુ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્યને વશ થઈ તે અનુયાયીઓ સ્વાર્થ સાધનની આશામાં પિતાના જીવનને બરબાદ કરે છે અને પિતાના ધર્મને પણ કલંકિત કરે છે. તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ [૪૬] તમોને મારે એ જ આગ્રહ છે કે આચાર્યશ્રીએ અણુવ્રતોની જે દીક્ષા આપી છે, તેના પાલનમાં તો ક્યારે પણ શિથિલ ન થશે અને કોઈ પણ વખતે એવો વિચાર સુધાં પણ આવવા ન દેશે કે એના પાલન વિના તમે સ્વાર્થ સાધના કરી શકશે. તમારે સ્વાર્થ તો એ જ છે કે તમે સુખી થાઓ, તમારે સમાજ સુખી થાય, તમારે દેશ સુખી થાય અને અણુ કે મહાન સર્વ પ્રાણીમાત્ર સુખી થાય. આ ઉદ્દેશ જો સિદ્ધ થઈ શકે તે અહિંસા અને સત્યના માર્ગથી જ સિદ્ધ થઈ શકે. જે કઈ એનાથી વિરુદ્ધ વર્તાને સુખી બનવાની ઈચ્છા કરતું હોય તો તે મૃગતૃષ્ણ છે. વૈર, હિંસા ધૃણું તથા વિદ્રોહના બીજ વાવીને તમે સુખ, શાંતિ કલ્યાણ તથા ઉન્નતિનું ફળ કેવી રીતે પામી શકે! તેથી તમે લેકેએ આજે જે પ્રતિજ્ઞા લીધી છે અને જે માર્ગનું અવલંબન કરવાનો નિશ્ચય કર્યો છે, તે ખચિત સર્વોત્કૃષ્ટ છે અને તમારું પરમ કર્તવ્ય છે કે તમે એના પર દઢતાથી કાયમ રહે. શુભ અને કલ્યાણ કાર્યોમાં પ્રાયઃ વિન આવે જ છે અને ઈશ્વર પિતાના ભક્તની દઢતાની પરીક્ષા કરવા માટે અનેક પ્રલોભનો મેળે જ છે. એમાં ન ફસાતાં તમે અટલ પ્રતિજ્ઞ રહે, એ જ મારે તમને આગ્રહ છે. હાજર રહેલી શ્રાવિકાઓ તથા બહેનોને મારે મુખ્ય આગ્રહ એ છે કે તેઓ ધર્મના માર્ગ પર અટલ રહે અને પિતાના કુટુંબને આચાર્ય શ્રીતુલસીજી મહારાજે બનાવેલા સન્માર્ગની સામગ્રી પીરસતી રહે. કેઈ પણ સમાજના જીવનને ઉન્નત કરવામાં સ્ત્રીઓનું આચરણ, તેની ધાર્મિક રૂચિ, તેના દ્વારા ચલાવવામાં આવતું કૌટુંબિક જીવન અને બાળકે તથા યુવાન પર પડતે તેમનો પ્રભાવ મુખ્ય ભાગ ભજવે છે. તેથી આપણા શાસ્ત્રોમાં સામાજીક ધર્મની વ્યવસ્થા માટે સ્ત્રીઓના જીવન અને સચ્ચરિત્ર પર વિશેષ ધ્યાન અપાયેલું છે. ભારતમાં આજ ઘણાં પ્રકારનું દુઃખ, સામાજીક દુર્વ્યવસ્થા તથા પતન જોવામાં આવે છે, વળી પ્રમાણમાં ગરીબાઈ પણ વધારે છે, તેમ છતાં બીજે દેશની અપેક્ષાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ [ ૪૭ ] સુખશાંતિ વધારે જણાય છે, તેનું એક મુખ્ય કારણ એ છે કે આપણા દેશની સ્ત્રીએ તુલનાત્મક દૃષ્ટિએ વધારે સદાચારિણી, પતિવ્રતા અને ધમ પરાયણ રહેલી છે. તેથી બહેનો! જો વધારે ઉન્નતિ કરવી હાય તે તમારે વધારે દઢ અને ધર્મ પરાયણ બનવું જોઇએ. આચાય શ્રીના આશીર્વાદ આચાર્ય શ્રીતુલસીએ અધિવેશનની સમાપ્તિ કરતાં અણુવ્રત ગ્રહણુ કરનારા નર-નારીઓને આશીર્વાદ આપ્યા. તેઓશ્રીએ કહ્યું કે આજના આ પુનીત પ્રસંગે હું અણુવ્રતી બંધુએ અને બહેનોને ખાસ સંદેશા આપું છું કે તેઓ ક્રોધ, માન માયા, લાભ આદિ દુષ્પ્રવૃત્તિઓથી પોતાને બચાવે અને ખીજાને પણ એનાથી બચવાની પ્રેરણા કરે. એ દુષ્પ્રવૃત્તિઓ ગુણાની હાનિ કરનારી છે. ભગવાન મહાવીરના એ વાકયોને તમે સદા ધ્યાનમાં રાખજો કે— उवसमेण हणे कोहं, माणं मद्दविया जिणे । माया मञ्जव भावेण, लोहो संतोसओ जिणे || અર્થાત–ક્રોધને શાંતિથી છતા, માનને મૃદુતાથી જીતા, માયા અથવા ૬ ભચર્યાને સરળતાથી છતા અને લાભને સ ંતાષથી જીતે. તેઓ આજે એક આધ્યાત્મિક નૈતિક નિયંત્રણમાં આવી ગયા છે. તેમની જવાબદારી ઘણા અંશે વધી ગઈ છે. તેને તેઓએ સત્ય અને માનદારીથી સદા કરવાની છે. હું તેમને આશીર્વાદ આપું છું કે તેઓને યશેષ્ટ શક્તિ અને સાહસ પ્રાપ્ત થાઓ જેથી તેઓ સંગ્રામમાં જનારા યાદ્દાની માફક પાતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં વિજય પ્રાપ્ત કરે અને સફ્ળ થાય. આજના આ દૂષિત અને વિકૃત વાતાવરણમાં સંભવ છે કે વ્રતપાલનમાં વિઘ્નો અને વિપત્તિઓનો સામનો કરવા પડે. હું ઈચ્છુ છુ કે બધા ભાઈબહેનો દઢતા, સાહસ, પુરુષાર્થ અને શક્તિથી છાતીને મજબૂત કરીને અડગ બને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ [૪૮ ] ત્યાબાદ મહાવીર પ્રભુના ચરણમાં નીચેનાં ભજનથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. હાજર રહેલા બધા સ્ત્રી-પુરુષોએ આચાર્યશ્રીના સ્વસ્યાં પિતાને સ્વર મેળવીને પ્રભુવંદના કરી. આચાર્ય શ્રી તુલસી વિરચિત એ વંદના આ રહી ઃ મહાવીર પ્રભુકે ચરણેમેં, શ્રદ્ધાકે કુસુમ ચઢાયે હમ ઉનકે આદર્શો કે અપના, જીવનકી જ્યોતિ જગાયે હમ .. તપ-સંયમમય શુભ સાધન સે, આરાધ્ય ચરણ આરાધન સે ! બન મુક્ત વિકારસે સહસા, અબ આત્મવિજય કર પાયે હમ ; દઢ નિષ્ઠા નિયમ નિભાને મેં, હે પ્રાણુ બસી પ્રણ પાને મેં , મજબૂત મનોબલ હો ઐસા, કાયરતા કભી ન લાયે હમ | યશ-લેલુપતા પદલેલુપતા, ન સતાયે કભી વિકાર-વ્યથા નિષ્કામ સ્વપર-કલ્યાણ કામ, જીવન અર્પણ કર પાયેં હમ | ગુરુદેવ ચરણમેં લીન રહે, નિર્ભીક ધર્મકી બાટ બહું અવિચલ દિલ સત્ય અહિસાકા, દુનિયા કે સુપથ દિખાયેં હમ .. પ્રાણી પ્રાણીસહ મૈત્રી સડૅ, ઈર્ષ્યા-મત્સર-અભિમાન તજે ! કહની કરની ઈકસાર બના, તુલસી તેરા પથ પાયે હમ | છેવટે નીચેનું ગીત ગવાયા બાદ અત્યંત ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં અધિવેશનની કાર્યવાહી સાડાચાર વાગે સમાપ્ત થઈ હે હમારા જે વિરોધ, હમ ઉસે સમઝે વિનોદ સત્ય સત્ય-શોધ મેં, તભ હી સફલતા પાયેંગે કષ્ટ સે નહીં ઘબરાયેંગે છે સત્ય કા બલ હૈ અટ, ગૂઠ આખિર ગૂઠ મૂઠ દૂધ પાનીકા નિબેડ, સત્ય સે દિખલાયેંગે છે સાહસ સદા બઢાયેંગે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ [૪૯] દીપાં કે ઈકલૌતે લાલ, ક્યા વરણે તેરે ખુશ હાલ ! વાહ વાહ કામ કમાલ, માનવ દેખત સિર ડેલાયેંગે છે અપના હૃદય કુલાયેંગે છે તેરે જીવનકા આકૃત, બતલાતા યહ સંધ સબૂત દુઃખમ સુષમાં યા સતયુગકી, રચના હમ બતલાયેંગે છે જ્યાંકી ત્યાં રખ પાયેંગે ! કરેં યાચના હમ સબ એક, અટલ આત્મબલ હો અતિરેક સત્યં શિવં સુન્દરમ' કા હમ સાક્ષાત્કાર કરાયેંગે ! જીવન-જ્યોતિ જગાયેંગે ! અભિનંદન હૈ વારંવાર, અભિનંદન હૈ વાર હજાર તુલસી” તન મન + + મેં, ગુસ્વર કે સદા બતાએંગે | નહીં પલભર ભી વિસરાયેંગે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ (૧) અણુવ્રત અણુવતી-સંધના પહેલા વાર્ષિક અધિવેશનમાં જે પ્રતિજ્ઞાઓ લેવામાં આવી તે નીચે મુજબ છે : (૧) અહિંસા વ્રત અહિંસાના સંબંધમાં નીચે જણાવેલી પ્રતિજ્ઞાઓનું પાલન અણુવતીને માટે અનિવાર્ય છે – ૧. ચાલતાં-ફરતાં નિરપરાધ પ્રાણીની સંકલ્પ, લક્ષ્ય અથવા વિધિપૂર્વક હિંસા કરવી નહિ. ૨. કઈ ખાસ વ્યક્તિ કે ખાસ પક્ષની હત્યા કરવાને ઉદ્દેશ રાખનારા, મંડળ, પક્ષ કે સંસ્થાના સભ્ય બનવું નહિ તથા એમના કાર્યોમાં ભાગ લેવો નહિ. ૩. સ્વદેશની બહાર બનેલા વસ્ત્રો પહેરવાં કે ઓઢવાં નહિ. અપવાદ-ખાસ સંજોગોમાં તથા વિદેશવાસમાં ઉપર્યુક્ત નિયમ લાગુ પડતું નથી. ૪. રેશમી અને તેનાં જેવાં હિંસાજન્ય વસ્ત્રોને પહેરવાં તથા ઓઢવા નહિ. અપવાદ–વતગ્રહણ પૂર્વેના વસ્ત્રોની વપરાશમાં ઉપરના બન્ને નિયમે બાધક નથી. ૫. કઈ પણ વ્યક્તિને અસ્પૃશ્ય માનીને તેનો તિરસ્કાર કરે નહિ. ૬. મોટાં જમણવાર કરવા નહિ અને રાજકીય નિયમ હોય તેનું ઉલ્લંઘન કરવું નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ [૫૧] ધ-જ્યાં પિતાના નજીકના સંબંધીઓ અને બીજી આમંત્રિત વ્યક્તિઓ મળીને ૧૦૦ થી વધારેની સંખ્યા એકત્રિત થાય, તેને મેટે જમણવાર ગણવામાં આવશે. ૭. નિયમ નિષિદ્ધ જમણવારમાં ભોજન કરવા જવું નહિ. ૮. વિશ્વાસઘાત કરીને કોઈના હૃદયને આઘાત પહોંચાડવો નહિ. ૯. કાયદા અને વ્યવહારિક દૃષ્ટિથી પશુઓ પર વધારે ભાર ભરે નહિ. પિતાના આશ્રિત જીવોની ખાદ્ય-પેય વસ્તુઓનો કલુષિત ભાવનાથી વિચ્છેદ કરે નહિ. ૧૧. આશ્રિત અને અનાશ્રિત પ્રાણીઓ પ્રત્યે ક્રૂર વ્યવહાર તથા પ્રહાર કરે નહિ. ૧૨. ચિકિત્સાના કારણ સિવાય કઈ પ્રાણીનો અંગત વિચ્છેદ કરો નહિ. તપાવેલા સળિયા કે બીજા કષ્ટદાયક ઉપાયથી ત્રિશલાદિ નિશાન કરવાં નહિ. ૧૩. કોઈ પ્રાણીને કઠેર બંધનથી બાંધવું નહિ. ૧૪. આત્મહત્યા કરવી નહિ. ૧૫. ભૃણહત્યા કરવી નહિ. ૧૬. માંસ-જેમાં ઈડા, માંસ, સત્વ, ચરબી અને રક્તનો પણ સમાવેશ થાય છે–ખાવું નહિ. ૧૭. દારૂ પીવો નહિ. ૧૮. દારૂ, માંસ, માછલી તથા ઈંડા આદિનો વ્યાપાર કરવો નહિ. ૧૯. શિકાર કરે નહિ. ૨૦. અળગણ પાણી પીવું નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ [ પર ] ૨૧. કસાઈનું કામ કરવું નહિ. કરનારને સહકાર આપવો નહિ, અને કસાઈપણુનું કામ કરનારી કંપનીના શેર લેવા નહિ. ૨૨. જન્મ, વિવાહ, તહેવાર આદિ પ્રસંગોએ આતશબાજી કરવી નહિ કે કરવામાં સંમતિ આપવી નહિ. તપસ્યા (ઉપવાસ) ના કારણે જમણવાર કરે નહિ અને તે માટે થતા જમણવારમાં ભેજન કરવા માટે જવું નહિ ૨૪. શક્ય, જેઠાણું, દેરાણુ તથા નણંદ આદિ સાથે તથા તેમનાં બાળક સાથે દુર્વ્યવહાર કરે નહિ. ૨૫. મરનારની પાછળ રિવાજ તરીકે રોવું નહિ, ૨૬. ભાંગ, ગાંજો, ચરસ, તમાકુ, જર્દો આદિ ખાવા-પીવા કે સુંઘવાના કામમાં લે નહિ. ૨૭. વિવાહ તથા હોળી આદિ પર્વોમાં ગંદા ગીત અને ગાળો બોલવી નહિ તથા અશ્લીલ વ્યવહાર કરવો નહિ. ૨૮. હેળીના પર્વમાં રાખ વગેરે ગંદાં પદાર્થો બીજા પર ફેંકવા નહિ. ૨૯. મનુષ્ય દ્વારા ખેંચાતી રીક્ષામાં બેસવું નહિ. ૩૦. કઈ પણ પ્રકારના મૃત્યુ-ભોજનમાં જમવા માટે જવું નહિ. અપવાદ–શક બતાવવા બીજા ગામમાં ગયેલી વ્યક્તિઓને આ નિયમ લાગુ પડતો નથી. ૩૧. ક્રોધાદિ વશ કેઈને ગાળ દેવી નહિ. ૩૨. લાભ કે દેશ વશ આગ લગાડવી નહિ. (૨) સત્યવ્રત સત્યના સંબંધમાં નીચેની પ્રતિજ્ઞાઓનું પાલન અણુવતીઓને માટે અનિવાર્ય છે : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ [ ૫૩ ] ૧. જમીન-મકાન, પશુ-પક્ષી, સોના-ચાંદી, ધન-ધાન્ય તથા ઘી-તેલ આ વગેરે ખાદ્ય પદાર્થો અથવા અન્ય કોઈ વસ્તુની લે-વેચ કરતાં તેના પ્રકાર, માપ, તેલ, સંખ્યા વગેરે બાબતમાં અસત્ય બેલવું નહિ. ૨. સમજીબૂઝીને ખોટે નિર્ણય યા ફેંસલો આપવો નહિ. ૨. કોઈ વ્યક્તિ, મંડળ, પક્ષ, અથવા ધર્મ વિશેષ પ્રત્યે આક્ષેપાત્મક નીતિથી ભ્રાતિ ફેલાવવી નહિ કે જૂઠે આરોપ મૂકે નહિ. ૪. ન્યાયાધિશ અને પંચ આદિની સમક્ષ અનર્થકારી અસત્ય સાક્ષી આપવી નહિ. ૫. કોઈ વ્યક્તિ પાસેથી જૂખત અથવા દસ્તાવેજ લખાવે નહિ. જેમકે રૂપિયા ૧૦૦, આપીને ર૦૦) નું ખત લખાવવું વગેરે. ૬. સ્વ અથવા પર કન્યા-પુત્રના વિચાર આદિ વિષયમાં અસત્ય બલવું નહિ. જેમકે કઈ આંધળી ને દેખતી અને કઈ સચ્ચરિ ત્રાને દુશ્ચરિત્રા કહેવી. ૭. બેટે કેસ કરવો નહિ કે કરવામાં સંમતિ આપવી નહિ. ૮. ખેટે આરોપ કે કલંક મૂકવું નહિ. ૯. વ્યક્તિગત સ્વાર્થ અથવા ઠેષથી કોઇને મર્મ (ગુપ્ત વાત) ઉઘાડે પાડવો નહિ. ૧૦. કોઇને મિત્રભાવ દેખાડીને અનિષ્ટકારી સલાહ આપવી નહિ. ૧૧. ખાતરી આપીને કે બંધન કરીને તેનો ઇનકાર કરવો નહિ. ૧૨. ખોટા દસ્કત બનાવવા નહિ કે બનાવવાની સંમતિ આપવી નહિ. ૧૩. જાઠા રેશનકાર્ડ બનાવવા નહિ. ૧૪. કોઈને બેટું પ્રમાણપત્ર આપવું નહિ. ૧૫. ટી જાહેર ખબર કરવી નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ [૫૪] (૩) અચૌર્ય વ્રત અચૌર્યના સંબંધમાં નીચે જણાવેલી પ્રતિજ્ઞાઓનું પાલન અણુવતીઓને માટે અનિવાર્ય છે – ૧. તાળું તેડીને, ભીંત વગેરેમાં ખાતર પાડીને, ગાંઠડી કે તીજોરી ખલીને, ધાડ પાડીને કે ખિસ્સ કાતરીને કઈ વસ્તુની ચેરી કરવી નહિ. | ૨. બીજાની પડેલી વસ્તુને ચેર વૃત્તિથી લેવી નહિ. ૩. રાજ્યનિષિદ્ધ વસ્તુઓને વેપાર કરે નહિ. ૪. રાજ્યનિષિદ્ધ વસ્તુઓને બીજા દેશમાં લઈ જઈને અથવા બીજા દેશમાંથી લાવીને વેચવી નહિ. ૫. કઈ ચીજમાં ભેળસેળ કરીને કે નકલીને અસલ તરીકે ઓળખા વીને વેચવી નહિ. (ભેળસેળ–જેમ કે દૂધમાં પાણી, ઘીમાં વેજીટેબલ અને આટામાં સિંગોડાનો લેટ વગેરે. નકલી ને અસલ તરીકે ઓળખાવવા, જેમ કે કલચર મોતીને સાચું મોતી કહેવું) ૬. લે-વેચમાં જૂઠાં તેલમાપ કરવાં નહિ. ૭. એક પ્રકારની વસ્તુ બતાવીને બીજા પ્રકારની વસ્તુ આપવી નહિ. ૮. સારા માલને વટાવ કાપવાની દાનતથી ખરાબ અથવા નુકશાન વાળો ઠરાવ નહિ. ૯. કઈ સંસ્થાના ટ્રસ્ટી અધિકારી કે કાર્યકર્તા વગેરે થઈને તેના ધનમાલનું અપહરણ કે સ્વાર્થવશ અપવ્યય કરે નહિ. ૧૦. ખોટા સિક્કા કે નોટ બનાવવી નહિ, તેમજ બનાવવાની સંમતિ આપવી નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ [ પ પ ] ૧૧. ટિકિટ વિના રેલ્વે વગેરેમાં મુસાફરી કરવી નહિ. નોંધ–અમુક રાજનૈતિક પક્ષની નીતિ અનુસાર તે પ્રકારના રાજનિયમનું ઉલ્લંધન કરવું પડે તે પ્રતિજ્ઞાઓને બાધ આવશે નહિ. ૧૨. કઈ સદામાં ગાળો ખાવો નહિ. ૧૩. ચેરીની વસ્તુ ખરીદવી નહિ અને ચેર ને ચેરી કરવામાં સહાયતા, આપવી નહિ. (૪) બ્રહ્મચર્ય વ્રત બ્રહ્મચર્યના સંબંધમાં નીચે જણાવેલી પ્રતિજ્ઞાઓનું પાલન અણાતીઓ માટે અનિવાર્ય છે. ૧. વેશ્યાગમન કે પરસ્ત્રીગમન કરવું નહિ. ૨. કોઈ પણ પ્રકારનું અપ્રાકૃતિક મૈથુન કરવું નહિ. ૩. દિવસે સભેગ કરે નહિ. ૪. ૪૫ વર્ષની ઉમ્મર પછી વિવાહ કરવો નહિ. ૫. રાજકીય કાયદાઓમાં દર્શાવેલી વિવાહની ઉમ્મરથી ઓછી ઉંમરે વિવાહ કર નહિ. ૬. જ્યાં શીલભંગનો પ્રસંગ કે આશંકા જાય, ત્યાં નોકરી કરવી. નહિ કે રહેવું નહિ. ૭. એકલી પરસ્ત્રી સાથે એક જ ઓરડામાં રાત્રિ-શયન કરવું નહિ. ૮. એકલા પપુરુષની સાથે ફરવા જવું નહિ, રમવું નહિ કે સીનેમા. વગેરેમાં જવું નહિ. ૯. વેશ્યાનું નૃત્ય કે ગાન કરાવવું નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ [૫૬] ૧૦. વેશ્યાનું નૃત્ય જેવાના ઉદ્દેશથી તે માટે યોજાયેલા સમારંભમાં ભાગ લે નહિ. ૧૧. કોઈ સ્ત્રીને ફોસલાવીને, ધમકાવીને, ફીટાડીને કે લેભાવીને તેની સાથે વિવાહ કરવો નહિ. નોંધ-ઉપર બતાવેલા મહિલાઓના નિયમો પુરુષોને અને પુરુષના નિયમો મહિલાઓને લાગુ થાય છે. (૫) અપરિગ્રહ વ્રત અપરિગ્રહના સંબંધમાં નીચે જણાવેલી પ્રતિજ્ઞાઓનું પાલન અણુવ્રતીઓને માટે અનિવાર્ય છે. ૧. વ્યાપાર અંગે કાળાં બજાર કરવા નહિ. ૨. લાંચ લેવી નહિ. ૩. પહેરામણી, આણું આદિ બીજાને ત્યાં જેવા જવું નહિ તથા પિતાને મળેલી પહેરામણી વગેરે ગોઠવીને બીજાને બતાવવી નહિ. ૪. પિતાના લેભની ખાતર રેગીની ચિકિત્સા કરવામાં અનુચિત વિલંબ કરવા નહિ. ૬. એક દિવસમાં ખાવાપીવાની વસ્તુઓ ૩૧ થી વધારે વાપ રવી નહિ. ૬. રૂપિયા લઈને કન્યા-પુત્ર આદિનો વિવાહ સંબંધ કરે નહિ. ૭. એક બીજાથી વધારે ઘરેણું પહેરવું નહિ. (આ નિયમ માત્ર પુરુષો માટે સમજવાનો છે.) ૮. વોટ, મત કે સાક્ષી આપવા માટે પૈસા માગવા નહિ અને આપવા પણ નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ [૫૭] ૯. જુગાર રમવો નહિ. ૧૦. તપસ્યા (ઉપવાસ) અંગે આભૂષણ વગેરે જેવાં નહિ. ૧૧. દેષિત અને હલકટ રીતેથી નોકરી, ઈજા કે લાયસન્સ આદિ મેળવવાં નહિ ૧૨. હેલ રેસ્ટોરેન્ટ ને બંધ કરતાં માંસ, માછલ્લી, ઇંડાં આદિનું ખાણું તૈયાર કરવું નહિ, પીરસવું નહિ તથા પીવા માટે દારૂ આપવો નહિ. ૧૩. ઘરભૂમિ, સેનું-ચાંદી, ધન-ધાન્ય, દ્વિપદ ચતુષ્પદ તથા ઘરનો સામાન અને પરચુરણ વસ્તુઓ આદિ પરિગ્રહના પરિમાણથી વધારે રાખવી નહિ–સંધરવી નહિ. (પતે ધારેલું પરિમાણ સંધ-પ્રમુખને જણાવવું પડશે.) સાધના ૧. દરેક વર્ષે એક અહિંસા દિવસ પાળવે. ૨. દરેક મહિને એક ઉપવાસ કરવો. જો બની શકે તેમ હેય નહિ તે દરેક મહિને બે દિવસ એક વખતથી વધારે વાર ખાવું નહિ. ૩. પ્રતિદિન ઓછામાં ઓછું ૧૫ મિનિટ આત્મચિંતન કરવું ૪. દરેક મહિને ઓછામાં ઓછું ૧૫ દિવસ બ્રહ્મચર્ય વ્રત પાળવું. અહિંસા દિવસનો કાર્યક્રમ ૧. ઉપવાસ અવશ્ય કરવે. ૨. કઈ પણ મનુષ્ય, પશુ, પક્ષી વગેરે પર સામાન્ય કે વધારે પ્રહાર કર નહિ. ૩. પશુઓ પર સવારી કરવી નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ [૫૮] ૪. અસત્યમાત્રનો ત્યાગ કરવો. ૫. પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું. ૬. કેઈને કડવું વેણ કહવું નહિ. છે. પોતાના બચાવ માટે પણ હિંસાત્મક પ્રત્યાક્રમણ કરવું નહિ, ૮. એક કલાક સુધી આધ્યાત્મિક સ્વાધ્યાય કરે. ૯. અર્ધો કલાક આત્મ-ચિંતન કરવું. જેમાં વર્ષ દરમિયાન કરેલી બેટી પ્રવૃત્તિઓ યાદ કરી આત્મનિંદા કરવી. ૧૦. પોતાના માતા-પિતા ભાઈ તથા અન્ય કુટુંબ અને પિતાના નોકર તથા કામ કરનારાઓ વગેરે જેઓ નિરંતર સંપર્કમાં આવનારા છે, તેમાંથી જેઓ મળે તેમને સાક્ષાત્ અને ન મળે તેમને પોતાની ભાવનાથી વર્ષભરમાં થયેલા અસવ્યવહાર માટે ખમાવવા (ક્ષમા માગવી) અને તેમને પિતાના તરફથી ક્ષમા આપવી. ૧૧. ખાસ આયોજન દ્વારા અહિંસા આદિ સિદ્ધાંતને અને શક્ય હોય તો “અણુવતી-સંઘને પ્રચાર કરવો. આત્મચિંતન ૧. ભૌતિક સુખમાં આશક્ત થઈને આત્મોન્નતિના મુખ્ય લક્ષને ભૂલ્યો તે નથી ? ૨. સ્વપ્રશંસા અને પરનિંદાથી પ્રસન્નતા તો નથી થઈ અને સ્વનિંદા અને પરપ્રશંસાથી અપ્રસન્નતા તે નથી થઈ? ૩. પિતાના મોઢે જ પોતાનાં વખાણું તે નથી કર્યા ? ૪. કેઈનો જુઠે પક્ષ લઇને ગડે નથી કર્યો છે અને કોઈનું અપમાન કરવાની કેશિશ તે નથી કરી? ૫. કોઈની નિંદા તે નથી કરી ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ [૫૯] ૬. કેઈની ઉન્નતિ અને ઐશ્વર્ય જોઈને ઈર્ષ્યા તે નથી કરી ? છે. બીજાની બરાબરી કરવા માટે નૈતિક જીવન થી ભ્રષ્ટ કરનારું કામ તે નથી કર્યું? ૮. કેઈની સાથે તે છડાઈ તે નથી વાપરી ? બેલવામાં અમલીલ શબ્દનો ઉપયોગ તે નથી કર્યો? ૯. વડીલ અને વૃદ્ધોની અવહેલના કે તેમને અવિનય તો નથી કર્યો? પોતાના માતાપિતા આદિ પૂજ્યજનોના સન્માનમાં કોઈ અવિનય તે નથી કર્યો ? ૧૦. અવિનય, ભૂલ કે અપરાધ થતાં ક્ષમાયાચના કરી કે નહિ? ૧૧. બાળક-બાલિકાઓએ કહેલું ન માનતાં તેમને નિર્દયતાથી માર્યા તે નથી ? ૧૨. જૂઠું બોલીને પોતાની ભૂલ છુપાવવાની કોશિશ તો નથી કરી? ૧૩. સ્વાર્થથી કે વિના સ્વાર્થે કોઈ જાઠી વાતનો પ્રચારતો નથી કર્યો ? ૧૪. કોઈની કોઈ વસ્તુ ચેરી તે નથી ? ૧૫. પરસ્ત્રીને પાપદષ્ટિથી તે નથી જોઈ? અથવા પરપુરુષને પાપ દૃષ્ટિથી તો નથી જે ? ૧૬. અપ્રાકૃતિક મૈથુન તે નથી કર્યું ? ૧૭. ધન મેળવવા માટે વિશ્વાસઘાત આદિ અમાનવોચિત કામ તે નથી કર્યું? ૧૮. કોઇની સાથે કોઈ માનસિક, વાચિક અને કાયિક હિંસા તે નથી કરી ? ૧૯. આજે મને ક્રોધ તો નથી આવ્યા ? આવ્યું તે કેમ, કોનાપર, કેટલી વાર ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ [ ૬૦ ] ૨૦. કોઈને ઠગવાની કે ફસાવવાની કોશિશ તે નથી કરી ? ૨૧. ભાંગ, ગાંજો, ચરસ આદિ નશાવાળી વસ્તુઓ વાપરી તે નથી? ૨૨. પોતાના વિચાર સાથે સહમત ન થનારાઓનો વેષ તે નથી કર્યો ? ૨૩. જીભની લુપતાને લીધે વઘારે ખાધું પીધું તે નથી ? ૨૪. ગંજીપે, ચોપાટ, કેરમ વગેરે રમવામાં સમયને બરબાદ તે. નથી કર્યો? ૨૫. ઘરની કે પડેશની વ્યકિતઓ સાથે ઝગડે તે નથી કર્યો ? ૨૬. કોઈ અનૈતિક અથવા અપ્રિય કામોમાં ભાગ તે નથી લીધે ? ૨૭. કોઈની સાથે વ્યકિતગત અથવા સમૂહરૂપમાં કોઈ કાવતરું કે દરેક તે નથી કર્યો, જે દેશ, સમાજ અને વર્ગને અશાંતિ પમાડવાની સાથે આત્માને પણ ગ્લાનિ ઉપજાવે ? ૨૮. ખેટે ખર્ચ તે નથી કર્યો? ૨૯. કાળા બાજારની કઈ વસ્તુ ખરીદી કે વેચી તે નથી ? ૩૦. જુગાર, સટ્ટો, તેજમંદી વગેરે પ્રવૃત્તિ તો નથી કરી ? અથવા તે સંબંધી કોઈને પ્રેરણું તે નથી આપી? ૩૧. વિધવા સ્ત્રી આદિને અપશુકન માનીને તેનું દિલ તે નથી દુખાવ્યું ? નારી સમાજ માટે ખાસ ૧. ઘરેણું વગેરે બનાવવા માટે પતિને હેરાન તે નથી કર્યો ? ૨. સાસુ, નણંદ, જેઠાણી, દેરાણી આદિ કૌટુંબિક સ્વજનોની સાથે ઈર્ષ્યા, ઠેય કે કલહ તે નથી કર્યો? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ [ ૬૧] ૩. શક્ય જેઠાણી નણંદ આદિ બીજના બાળકોની સાથે દષ્ટિ વ્યવહાર તે નથી કર્યો ? ૪. કેઈ વિધવા બહેનનું અપશબ્દોથી અપમાન તે નથી કર્યું ? ૫. દેખાવ બંગાર કે વિષયવાસનાઓમાં શક્તિ અને સમયનો અપવ્યય તે નથી કર્યો ? ૬. દિવસભરમાં ક્યા અનુચિત, અપ્રિય અને અવગુણ પેશ કરનારા કાર્યો કર્યા છે અને કોઈ સુંદર શિખામણ ગ્રહણ કરી ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ [ ૬૧ અ] નિયમ ૧. આ સંગઠનનું નામ અણુવતી સંધ રહેશે ૨. ઉદેશ. [ક] જાતિ, વર્ણ, દેશ, ધર્મનો ભેદ ન રાખતાં માનવમાત્રને સંયમના માર્ગે આગળ વધારવા. [ખ] લોકોને અહિંસા, સત્ય, અચોર્ય બ્રહ્મચર્ય અને અપરિગ્રહનાં વ્રત ધારણ કરાવવા. [ગ] આદ્યાત્મિક્તાના પ્રચાર દ્વારા જીવનમાં નૈતિકતાનું રણ ઉંચ્ચ કરવું. ધિ) અહિંસાના પ્રચાર દ્વારા વિશ્વબંધુત્વ અને જગશાંતિને પ્રસરાવવી. ૩. આ સઘમાં જોડાનાર વ્યક્તિ “અણુવ્રતી” કહેવાશે ૪. સંઘમાં કોઈને લેવાનો અધિકાર માત્ર સંધ પ્રમુખને રહેશે. પ. અહિંસામાં શ્રદ્ધા રાખનાર કોઈ પણ ધર્મ, દળ, જાતિ, વર્ણ અને દેશનાં સ્ત્રી પુરૂષ આ સંધનાં સભ્ય થઈ શકશે. ૬. અણુવ્રતિને સંઘના નિયમ અને આજ્ઞાનું પાલન કરવું પડશે. છે. સૌ સભ્ય પરસ્પર મૈત્રીભાવ રાખશે. ૮. આતિએ લીધેલી પ્રતિજ્ઞાઓને વ્રતરૂપે પાળવી પડશે. ૯. કોઈ અણુતિ બીજા અણુવ્રતિને નિયમ, આજ્ઞા અથવા પ્રતિજ્ઞાનો ભંગ કરતાં જોશે તો તે તે વ્યક્તિને જાગૃત થવા કહેશે અગર સંઘ પ્રમુખને જણાવશે. તે સિવાય પ્રચાર કરશે નહિ. ૧૦. દરેક અણુવતિ, સંઘે પ્રત્યે સદ્ભાવ અને વફાદારી રાખશે અને સંઘની નિંદા કરશે નહિ અને કોઈએ કરેલી નિંદાને ઉત્તેજન આપશે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ [ ૬૧ બ] ૧૧. દર વર્ષે મહા સુદ પાંચમ અથવા નક્કિ કરેલી તીથીએ, નક્કિમ કરેલા સ્થાને સંધના સભ્યનું–– અણુવ્રતીઓનું–સંમેલન થશે જેમાં ઘણું ખરું દરેક સભ્ય હાજર રહેશે. ૧૨. દર પખવાડીએ ઓછામાં ઓછું એક વાર લીધેલી પ્રતિજ્ઞાઓનું સ્મરણ અને લાગેલા દેની આંતર સમિક્ષા કરી. આત્મ શુદ્ધિ કરવી પડશે. ૧૩. સભ્યોમાં પરસ્પર કડવાશ થઈ હોય તે પંદર દિવસની અંદર ક્ષમાયાચના કરવી, આ સંભવિત ન બને તે સંઘપ્રમુખને જાણ કરવી રહેશે ૧૪. કોઈ પણ નિયમમાં સ્પષ્ટિકરણ સુધારણા, પરિવર્તન અગર ઉમેરવા વિ. સંઘ પ્રમુખ કરશે જે સર્વ સભ્યને માન્ય રહેશે. ૧૫. આ સંઘમાં જોડાનાર એક કે બે નિયમ ન પાળી શકે તેમ હોય તે તે સંઘ પ્રમુખને જણાવશે અને તેને બદલે બીજા ખાસ નિયમો સ્વિકારી સંઘમાં જોડાઈ શકશે. ૧૬. તર્કદષ્ટિએ ગ્ય છતાં કદિ કોઈ અનિચ્છનીય કાર્ય કરશે તે તેને પ્રાયશ્ચિત કરવું પડશે. ૧૭. સંધના સર્વોપરી સંચાલક અથવા સંધ પ્રમુખ તેરાપંથ સમાજના વર્તમાન આચાર્ય રહેશે. ૧૮. ગ્ય પરિસ્થિતિમાં સંઘ પ્રમુખ દ્વારા સંઘના નેતૃત્વની બીજી વયસ્થા કરી શકાશે. ૧૯ નિયમ, આખા અથવા પ્રતિજ્ઞા ભંગનું પ્રાયશ્ચિત આપવાને અધિકાર સંઘના પ્રમુખને રહેશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ (૨) શુભેચ્છાના સંદેશા અણુવતી-સંઘના પ્રથમ વાર્ષિક અધિવેશનને અંગે પ્રાપ્ત થયેલા સંદેશાઓ નીચે મુજબ છે – વડા પ્રધાનની અસમર્થતા પ્રિય મહાય તમેએ આચાર્ય શ્રતુલસીને નેતૃત્વમાં થનારા અતી-સંઘના પ્રથમ અધિવેશન અંગે પાઠવેલે આમંત્રણ પત્ર વડા પ્રધાનને મળ્યો. ધન્યવાદ. સમયના અભાવે વડા પ્રધાન હાજર રહેવાને અશક્ત છે. ભવદીય પ્રાણનાથ શાહી પ્રાઈવેટ સેક્રેટરી માનનીય વડા પ્રધાન. નૈતિક પુનરુત્થાન મુંબઈના ગવર્નર (રાજપાલ) સર મહારાજસિંહે સક્ષતા માટે નીચેનો તાર મોકલ્યા હતા કે– “નૈતિક પુનરુત્થાનના પવિત્ર કાર્યમાં અણુછાતી-સંઘને સફળતાની શુભ કામનાઓ સહર્ષ પાઠવું છું.” અભિનંદન મુંબઈના વડા પ્રધાન શ્રીયુત બાલ ગંગાધર ખેરે મુંબઈથી નીચેની મતલબનો તાર મોકલ્યો હતો : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ [૬૩] હું (અસ્થવૃતી) સંઘને અભિનંદન આપું છું અને આશા રાખુ છું કે તે પિતાના કાર્યમાં સફલ થાય.” સમાજનું મહાલ્યાણ મુંબઈ ધારાસભાના અધ્યક્ષ શ્રી કે. એસ. ફિરોદિયા તરી લખાચેલા તા. ૩૦મી એપ્રિલના પત્રમાં જણાવ્યું હતું કેઃ આચાર્ય શ્રીતુલસીજીની છત્રછાયામાં ૩૦ મી એપ્રિલે થનારા અણુવ્રતસંઘના વાર્ષિક અધિવેશન અંગેનું નિમંત્રણ મુંબઈ ધારાસભાના અધ્યક્ષ માનનીય કે. એસ. ફિરોદિયાને મળ્યું. ધન્યવાદ. તેમને એ જાણીને હર્ષ થયો કે સાદાઈ અને સત્યની જીવનપ્રણાલિકાને અપનાવનારા લોકોને આ સંધ, વર્તમાન સંગેમાં, ખાતરીપૂર્વક સમાજનું મહાકલ્યાણ કરશે. તેઓ અધિવેશનને સફળતા ઈ છે અને વિનંતિ કરે છે કે તે ૯૦ પ્રતિજ્ઞાઓ કે જે સંઘના નિયમો છે, તેની એક નકલ તેમને સૂચના માટે મોકલવામાં આવે.” મધ્ય ભાગનું અનુસરણ આસામના તત્કાલીન ગવર્નર અને આજના ભારત સરકારના વ્યવસાય મંત્રી શ્રીયુત શ્રીપ્રકાશજીએ શિલોંગથી ૪ થી મે ના પત્રમાં લખ્યું હતું કે પ્રિય શ્રી સત્યદેવ, તમારા ર૭મી એપ્રિલના પત્ર માટે ધન્યવાદ. જનતાના નૈતિક પુનરુત્થાન માટે તમે જે રીતે કાર્ય કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેમાં હું દિલચસ્પી લઉં છું. તમારા કાર્યને સુંદર પ્રભાવ પડી રહ્યો છેને જાણને મને હર્ષ થશે. મને આશા છે કે શપથ લેનારી વ્યક્તિઓ પિતાની પ્રતિજ્ઞાઓનું પાલન કરવાને શક્તિમાન નિવડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ [ ૬૪] એ સાધારણ મા કરવામાં આવ્યું નળ ગયા છે તે માનવ સ્વભાવની મર્યાદાને લક્ષમાં રાખવી એ ઘણું સારું છે. હું માનું છું કે આપની પ્રતિજ્ઞાઓ એ વાતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જે આપણે એવા આકરા શપથ લઈએ કે જેનું પાલન કરવું માનવ-શક્તિની બહારનું હેય, તે દરેક ડગલે આપણને ભય અને મુશ્કેલીઓનો અનુભવ થાય. જીવનમાં આપણે જે ઈચ્છીએ છીએ તે છે સંયમ, નિયમિતતા અને અનુશાસન (શિસ્ત ) નહિ કે સર્વનિષેધ અથવા અત્યંત કઠોર વૈરાગ્ય. આપણે જાણીએ છીએ કે કેટલાયે પ્રયાસો એ કારણે જ નિષ્ફળ ગયા કે તેમાં એવી પ્રતિજ્ઞાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું કે જેનું પાલન કરવું એ સાધારણ મનુષ્યની શક્તિ બહારનું કામ હતું. મધ્યમાર્ગનું અનુસરણ કરવું અને એ રીતે ભલા-બૂરાની વચ્ચે સમતોલપણું કાયમ રાખવું સર્વોત્તમ છે. મને યાદ કરવા માટે ધન્યવાદ. તમારે, શ્રી પ્રકાશ. ઇશ્વરને અનુગ્રહ એરિસાના તત્કાલીન વડા પ્રધાન અને આજના ભારત સરકારના ઉદ્યોગ મંત્રી શ્રી હરેકૃષ્ણ મહેતાબે કટક થી નીચેના આશયનો તાર કર્યો હતો : “સમસ્ત સંસાર ખાસ કરીને ભારત શાંતિ અને ઉન્નતિ ચાહે છે. જે લેકે શાંતિ અને ઉન્નતિને માટે પ્રયત્ન કરી રહ્યા છે, તેઓ ઈશ્વરના અનુગ્રહને પાત્ર છે. પરમાત્મા તમારા પ્રયત્નોને સફળતા અર્પણ કરે !” આશીર્વાદ ભારતના માજી ગવર્નર જનરલ અને સરકારના ખાસ પ્રધાન શ્રી રાજગોપાલાચારી તરફથી તેમના મંત્રીએ જણાવ્યું હતું કે– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ . [ ૬૫ ] શ્રી રાજગોપાલાચારી અણુવ્રતી-સંધને પિતાના આશીર્વાદ મેલે છે અને દિલ્લીમાં થનારા એના પ્રથમ અધિવેશનની સફળતાની આશા રાખે છે. તેમના અભિપ્રાય થી જનતાના નૈતિક અને સાંસ્કૃતિક ઉચ્ચારની દશામાં આ પહેલું પગલું છે. સંવના ઉદ્દેશ પ્રત્યે સહાનુભૂતિ નેધરલેન્ડ (ચ) ના એલચીએ પિતાના પત્રમાં જણાવ્યું હતું કે – પ્રિય મહાશય, તમારો ૨૭ મી એપ્રિલને પત્ર મળે. તમારા સંઘના મૌલિક ઉદ્દેશો પ્રત્યે હું સહાનુભૂતિ ધરાવું છું. સહિષ્ણુતા, બ્રહ્મચર્ય (ઈન્દ્રિયનિગ્રહ), સત્ય, ઈમાનદારી અને વિશ્વસનીયતા–એ એવા ગુણ છે કે જેને આજકાલની દુનિયામાં પૂરતું પ્રોત્સાહન આપવામાં આવતું નથી. આ ગુણોના સંચાર અને પ્રચારના ઉદ્દેશથી જે કાંઈ આદેલન કરવામાં આવે, તે માનવ સમાજના આભારને પાત્ર છે. આ ભાવનાથી પ્રેરાઈને હું તમારા સંઘની દરેક પ્રકારની સફળતા તમારે. એ. ટી. લેપિંગ નેધરલેન્ડ (ડચ) નો રાજદૂત વિસ્તૃત પ્રચારની આવશ્યક્તા સિધના વૃદ્ધ અને સુપ્રસિદ્ધ આર્યનેતા શ્રી તારાચંદ આર. ડી ગાજરાએ મુંબઈથી આચાર્યશ્રીને એક પત્ર લખતાં જણાવ્યું પૂજય આચાર્યજી, આપના સંઘ સંબંધી સમાચાર જાણીને મને ઘણે હર્ષ શ. આ સંબંધી મેં આપની એક પુસ્તિકા વાંચી. આપના વિચારો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ [૬૬] ઉત્કૃષ્ટ છે અને પ્રયત્ન ઉત્તમ છે. પરંતુ હું એક વિનમ્ર સૂચન કરવા. ઈચ્છું છું. તે એ કે આપણે બધા સારા ઉદ્દેશો એટલા માટે જ અધૂરા રહી જાય છે કે એના માટે પૂરત અને તીવ્ર પ્રચાર કરવામાં આવતા નથી. દાખલા તરીકે ધૂમ્રપાનનો વિરોધ કરનારાઓ કોઈ કોઈવાર એનો વિરોધ કરે છે જ્યારે તમાકુનો વેપારી એનો પ્રચાર નિરંતર ચાલુ રાખે છે, કે જેનું વર્ણન કરવું શક્ય નથી. દરેક વખતે એના પ્રચારકો એના વિભિન્ન માલની પ્રશંસા કરતાં અને માતા-બજાવતા. ગલી ગલીમાં ધુમી રહ્યા હોય છે. "તેથી હું નમ્રતાપૂર્વક નિવેદન કરીશ કે જે આપ આપના ધ્યેયમાં સફળ થવા ઈચ્છતા હે, તે આપ ભારત અને પાકિસ્તાનની બધી ભાષાઓમાં લાખોની સંખ્યામાં પુસ્તિકાઓ તથા હસ્ત પ્રગટ કરે અને આ બંને દેશોના બાળકને મદત વહેંચે. કેટલાક અનુવાદ કરવામાં હું આપને મદદ રૂપ થવા તૈયાર છું. આપનો. તારાચંદ આર. ડી. ગાજર એમ. એ. બી. ટી. ઉદ્દેશા પ્રશસ્ત અને પવિત્ર બજાજવાડી વર્ધાથી શ્રી મશરૂવાલાએ લખ્યું હતું કે– શ્રી મંત્રી, આપનું આમંત્રણ મળ્યું, આપના ઉદ્દેશો પ્રશસ્ત અને પવિત્ર છે. હું આશા રાખું છું કે આપ અનેક જૈન અને બીજાઓમાં પણ આવતેનું ક્રમશઃ અધિકાધિક પ્રમાણમાં-પાલન કરવાનો ઉત્સાહ પેદા કરી શકશે. આપને, કિશોરલાલ મશરૂવાલા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ [ ૬૭ ] સંખ્યા નહિ પણ ગુણ મહાત્મા ગાંધી અને દેશભક્તો! જમનાલાલજી બજારના સાયી શ્રીમાન શ્રીકૃષ્ણુદાસજી જાજાએ બાજવાડીથી લખ્યુ` કે— ભાઈ શ્રી સત્યદેવજી, અણુગતી-સત્રની બાબતમાં તમારા તારીખ ૨૫-૫૦ નો પત્ર મને આજે મળ્યો. એક મહિનાથી હું અહીં ગેરહાજર હતા. કાલે જ આવ્યો છું. આ સંધ સંબધી કેટલુંક મેં વમાનદ્મમાં પણ વાંચ્યું છે. સંબના સભ્યાની સ ંખ્યા કરતાં ગુણ પર વિશેષ ધ્યાન રાખવુ જોઇએ તમારું અને તમારા ધરવાળાઓનું સ્વાસ્થ્ય સારું હશે. તમારા, શ્રીકૃષ્ણદાસ જાજ્જૂ જગત્નુ કલ્યાણ શાંતિનિકેતન ખેાલપુરના આચાય ગુરુઠ્યાલ મલ્લિક મુંબઈથી લખ્યું હતું. કે— પ્રિય મંત્રીજી, સપ્રેમ નમસ્કાર. તમારા નિકેતન થઈને અહીં મળ્યા છે. અને અણુન્નતી ’ ની પણ મળી છે ' તા- ૨૫-૩-૫૦ નો કૃપાપત્ર શાંતિતેની સાથે એક નકલ ‘ અણુવતી-સધ અને તે માટે ધન્યવાદ. તમારા સબનું અધિવેશન જે દિલ્હી ખાતે મળવાનું છે. તેની સફળતા માટે પ્રાર્થના કરૂં છું. તમારા સબના શુભ કામથી જગતનું કલ્યાણ થાઓ, એવી મારી આશા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat બીય, ગુયાલ મલ્લિક www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ [૬૮] ઉત્તમ યોજના * અખિલ ભારતીય રામરાજ્ય પરિષદના કાર્યાલય નિગમબોધ ઘાટ દિલ્હીથી શ્રી કરપાત્રીજી મહારાજે લખ્યું હતું કે– “અણુવતી-સંઘનીજના ઘણી ઉત્તમ છે. ઉત્તમ કામ પંજાબ પ્રાંતીય મહાસભા-સમિતિના પ્રધાન અને ભારતીય સંસદના. સભ્ય જ્ઞાની ગુરુમુખસિહ મુસાફરે એક પત્રમાં લખ્યું હતું કે એ સાંભળીને હું ઘણે ખુશ થયો છું કે આચાર્યશ્રી તુલસી, જનતાનું નૈતિક ધોરણ ઊંચે લાવવાનો યત્ન કરી રહ્યા છે. એ સંબંધમાં તેઓએ ૩૦ મી એપ્રિલે દિલ્હીમાં એક અધિવેશન પણ રાખ્યું છે. મારે કાર્યક્રમ બહાર જવાને ન હેત તે આ પ્રસંગમાં સામેલ થઈને ઘણે ખુશ થાત. આચાર્યશ્રીએ એક ઘણું ઉત્તમ કામનું બીડું ઝડપ્યું છે. હું તમામ લેકને વિનંતિ કરું છું કે તેઓ આ અધિવેશનમાં સામેલ થાય અને લાભ ઉઠાવે” - સાધકોનો સંઘ શ્રી ભારત જૈન મહામંડલના અધ્યક્ષ શ્રી રિષભદાસજ રાંકાએ વર્ધાથી લખ્યું હતું કે– પ્રિય શ્રી પન્નાલાલજી, તમારે પત્ર મળે. માટી હાદિક ઈચ્છા એ છે કે હું અણુવતી-- સંઘના સંમેલનમાં હાજર રહું. આજે ત્રિપાઠીજીનો તાર પણ મળે. મેં અચલસિહજીને તે મતલબનો તાર પણ કર્યો છે. પરંતુ આગરાવાળા ન માને અને મને ઉતારી લે તે હું લાચાર છું. ભાઈ પુનમચંદજી રાંકા અસ્વસ્થ છે. તેઓ આગરા જનાર નથી. જે તેઓ મને ઉતારી નહિ. લે તે રમે એ અવશ્ય આવીશ. ત્યારે આપની મુલાકાત જરૂર થશે.. જે હું ન આવી શકું તે માટે નીચેનો સંદેશ સંભળાવી દેજે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ [ ૬૯ ] ધર્મને સ્મરણ કરવાની, ગોખી જવાની કે મસ્તક નમાવવાની જ વસ્તુ ન રાખતાં દૈનિક જીવનમાં કામ આવે તેવો બનાવવાનો છે. ત્યારે જ એના દ્વારા આત્મવિકાસ સાધી શકાશે. નહિ તે તે ખાઈપીને સુખી રહેનારા લેકને સાત્વિક મને વિનોદ અથવા દેખાવ બની જાય છે. અણુવ્રતી-સંધની યેજના ધર્મને જીવનમાં ઉતારવા માટે થઈ રહી છે. તેથી એને હું સાધકોનો સંધ માનું છું. મારા જેવા સાધક સાધનામાં આગળ વધનારા સંઘના અધિવેશનની સફલતાને માટે ભગવાનને પ્રાર્થના જ કરી શકે. તેને કઈ કહેવાને કે સંદેશ આપવાનો અધિકાર નથી. રિષભદાસના પ્રણમ. દેશનું નૈતિક ધોરણ આચાર્ય સૈનસુખદાસજી જેન, પ્રિન્સીપાલ જૈન સંસ્કૃત કોલેજ જયપુરથી લખે છે કે – શ્રીમાન સત્યદેવજી વિદ્યાલંકાર! અણુકાતી-સંઘના પ્રથમ અધિવેશનનો નિમંત્રણ પત્ર પ્રાપ્ત થયો. ધન્યવાદ. હું એની સફળતાને ઈચ્છું છું. ખરેખર આવા સંઘની આ વખતે ઘણી જરૂર છે. દેશનું નૈતિક ધોરણે નીચે પડી રહ્યું છે. તેને ઉપર લાવવા માટે આ સંધ કે પ્રયત્ન સફળ થઈ શકે છે. આપનો, ચેનસુખદાસ. નીચે જણાવેલા મહાનુભાવોના પત્રો પણ મળ્યા હતા – ૧. શ્રી માવલંકર, અધ્યક્ષ ભારતીય પાર્લામેંટ. ૨. ભારતના મુખ્ય સેનાપતિ. ૩. શ્રી કે. સખ્યામમ સ્ટેટ મિનિસ્ટર, ભારત સરકાર. ૪. ઉપનિવેશ મંત્રી, ભારત સરકાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ [ 0 ] ૫. ભારતમાં રહેલા સિલેનના એલચી. ૬. ભારતમાં રહેલા અમેરિકાના એલચી. ૭. ભારતમાં રહેલા પાકિસ્તાનના એલચી. ૮. અર્થ, ઉદ્યોગ અને પુરવઠા મંત્રી, વિહાર, શ્રીમતી મૃદુલા સારાભાઈ ૧૦. શ્રી શ્યામલાલ વર્મા, જયપુર. ૧૧. શેઠ પુનમચંદ રાંકા, નાગપુર, ૧૨. શ્રીયુત શ્રીકૃષ્ણસિહ, વડા પ્રધાન, વિહાર. ૧૩. ભારતમાં રહેલા સોવિયેતના એલચી. ૧૪. ભારતમાં રહેલા કેનેડાના હાઈ કમિશ્નર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ (3) અણુવતી-સંઘનું અંતરગ અધિવેશન | (અંતરંગ-અધિવેશનની આ સંક્ષિપ્ત કાર્યવાહી અહીં એટલા માટે પ્રકટ કરવામાં આવે છે કે અણુતોને પ્રહણ કરનારના જીવન પર એનો કેવો પ્રભાવ પડે છે, તે જાણી શકાય. એ દૃષ્ટિએ આ વિવરણ ખાસ ઉપયોગી છે.) અણુવતી-સંધનું એક અતરંગ અધિવેશન વૈશાખ શુદિ બારસને રેજ મળ્યું. આ અધિવેશનનું મુખ્ય પ્રયોજન એ હતું કે આચાર્યશ્રી સાધનાકાલના અનુભવોથી માહિતગાર થાય. તેઓ શ્રી અતીઓને ભવિષ્યનું માર્ગદર્શન કરાવી શકે તથા અણુવતી-સંધ અંગેનું પિતાનું વિશિષ્ટ દષ્ટિ બિંદુ રજૂ કરી શકે. આ પ્રસંગે અણીએ અને અણુવ્રત લેવાની ભાવના રાખનારી વ્યક્તિઓને જ હાજર રહેવા દેવામાં આવ્યા હતા. લગભગ બે વાગે આચાર્યશ્રીનું શુભાગમન થયું. અણુવતીઓ કેટલાક વખતથી તેમના આગમનની રાહ પૂરેપૂરી આતુરતાથી જોઈ રહ્યા હતા. મંગલાચરણના તરીકે અમર ગાન ગાવામાં આવ્યું. સિંહાવકના ત્યાર પછી આચાર્યશ્રીની સૂચના મૂજબ મુનિશ્રી નગરાજજી સ્વામીએ પ્રારંભિક ભાવશું આપ્યું. તેમણે જણાવ્યું કે ગયા વર્ષે ફાગણ શુદિ ત્રીજના દિવસે આચાર્યશ્રીના કરકમલાથી સધની સ્થાપના થઈ. અને એ આનંદની વાત છે કે આજ સુધીમાં તેમાં પાંચ સો. જેટલી વ્યક્તિઓ દાખલ થઈ ચૂકી છે. શ્રદ્ધેય આચાર્યશ્રીના આદેશ અનુસાર આપ બધાને આવી અને તેની પરિભાષા સમજાવવાનો અવસર મને યથાસમય પ્રાપ્ત થતો રહ્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ [ ૭૨ ] પ્રત્યક્ષ અનુભવની વાત કહું તે આજના સામાજિક વાતાવરણમાં કેટલાક નિયમેાનું પાલન અતિ કઠિન જણાય છે. તેથી જ આજે વ્રત-સશેાધનના પ્રસ`ગે અનેક જાતની. સૂચનાઓ આવી રહી છે. આચાર્ય શ્રી તેના પર બરાબર ધ્યાન આપશે. પરંતુ મને એમ લાગે છે કે એમાંની કેટલીક સૂચનાઓ અંગત અગવડા અને અનુકૂળતાની દૃષ્ટિએ કરવામાં આવી છે. તેથી આપ બધાને મારી ભલામણ છે. કે જે કાંઈ વિચાર કરવામાં આવે તે વ્યક્તિગત હિતની દૃષ્ટિએ ન કરતાં સંધની દૃષ્ટિએ કરવામાં આવે. તમે એવો વિચાર ન કરશે કે જો આ નિયમે આવા ને આવા જ રહેશે તે હું અણુવ્રતી બની શકીશ નહિ, આ નિયમા સધને માટે આવશ્યક છે કે નહિ, તે દૃષ્ટિબિંદુથી વિચાર કરશેમાં તે સંભવ છે કે નિયમેામાં વધારે અપવાદ કરવાની કે સુગમતા લાવવાની જરૂર તમને નહિ જાય. હું આશા રાખું છું કે આજે તમે આચાય શ્રીની સમક્ષ પૂર્ણ ઉત્સાહ અને આત્મબળનો પરિચય આપશે. આચાર્ય શ્રીનું ભાષણ આચાય શ્રીએ શાંત અને ગભીર મુદ્રાથી ભાષણનો પ્રાર’ભ કર્યાં. અણુવ્રતી ભાઈએ અને બહેનો ! હવે સાધનાનો સમય સમાપ્ત થઈ ચૂકયો છે. તમે જે નિયમાની સાધના કેટલાક વખતથી કરતા આવ્યા છે તે કાલથી ત્યાગના રૂપમાં આપના જીવનમાં ઉતારવાની રહેશે. ત્યાગનું મહત્ત્વ આપ બધા જાણે । હે અને માનો છે. ગમે તેવી વિષમ સ્થિતિ સામે આવી જાય, પણ ત્યાગને તાડવાનો વિચાર કરવો જોઇએ નહિ. ત્યાગનું મૂલ્ય પ્રાણુથી પશુ અનેક ગણુ અધિક છે. આ` સસ્કૃતિમાં ત્યાગથી વધારે કાઈ માનસિક શ્રૃખંલા નથી. ...... ત્યાગના સબંધમાં વિચારવાનું માત્ર એટલું જ છે કે અણુવ્રતી સંઘના નિયમ, જે મોટા ભાગે આજના વાતાવરણને ષ્ટિ સંમક્ષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] રાખીને બનાવવામાં આવ્યા છે, તેની પ્રતિજ્ઞાઓ જીવનભર માટે એકસાથે આપવી કે અમુક મુદત પર્યત?' માનું છું કે સંસામાં ક્ષણે ક્ષણે અનેક પરિવર્તન થઈ રહ્યાં છે, તેમાં યે આજના યુગમાં અધિક. કેટલાક નિયમો આજે સહજ સાધ્ય હેય, તે બીજા વખતે સામાજિક જીવનમાં માત્ર કષ્ટસાધ્ય જ નહિ પરંતુ અસાધ્ય પણ બની જાય. કરેલા ત્યાગમાં વૃદ્ધિને સંભવ છે, ાસ નહિ. એથી મારા વિચાર મુજબ એ ગ્ય ગણાય કે આ પ્રથમ અવસર પર બધા નિયમને ત્યાગ માત્ર એક વર્ષ માટે જ કરાવો અને પછી તેને વ્યાવહારિકતાની કસોટી પર કસી છે. એનું તાત્પર્ય એ નથી કે વર્ષ પછી તમે વૈયક્તિક રૂપમાં સ્વતંત્ર થઈ જશે અને આગળ પર ત્યાગ ગ્રહણ કરશો કે નહિ. તમારે બધાએ એ વિચાર કરીને આગળ વધવાનું છે કે સંઘના પણ નિયમ હેય તેનું વાવજીવ પાલન કરવું” અને મારે એ વિચારવાનું છે નિયમે ક્યાં સુધી વ્યવહાર્યા છે. વર્ષ પછી નિયમોની. બાબતમાં ફરી વિચાર કરવાને માટે હું સ્વતંત્ર રહીશ. બીજી જે વાત મારે કહેવાની છે, તે એ છે કે આડંબર યા. દેખાવને માટે અણુવતી બનવાનું નથી. અણુવ્રતી થવાને અર્થ આત્મપ્રેરણાથી સંયમ તરફ આગળ વધવાનો છે. ઘણે ભાગે લેકે નિયમોને, અથવા પરિભાષાઓને ખેંચતાણીને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યા કરે છે. એ ગ્ય નથી. આવશ્યક તે એ છે કે જીવનનો રંગઢંગ. બદલીને સ્વયં નિયમોને અનુકુળ બની વરવું. જો તમે એમ ચાહતા હે કે અમે જેમ જીવી રહ્યા છીએ, તેમજ વીએ અને અણુથતી પણ બનીએ, તે એ કેમ થઈ શકશે? " સંખ્યાને મોહ નથી * નિયમ મુજબ કોઈને અણુવ્રત-સઘમાં દાખલ કરવાની જવાબંદારી મારા ઉપર છે. મને મેટી સંખ્યાને મેહ નથી. નાની સંખ્યાનો ભય નથી. હું ઈચ્છું કે અણુવતીઓ ભલે ચેડા બને, પણ તેઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ [૭૪] અગ્નિ આદર્શને બરાબર ઝીલનારા બને. તે જ મારું પરમ લક્ષ્ય છે, તે જ મારે ખાસ પ્રયત્ન છે. અણુવતીઓ નામમાત્રના બનાવવા નથી, પણ ખરેખરા બનાવવા છે. સાધુ-સંધની જવાબદારી મારા પર છે. બધા સાધુઓની દેખરેખ મારે રાખવી પડે છે. સાધુઓ ભારતવર્ષના ખૂણે ખૂણામાં જાય છે. ત્યાં જે કઈ સાધુ કાંઈ પણ ભૂલ કરે તો પાછો આવતાં પ્રાયશ્ચિત્ત પદ્ધતિ મુજબ તેને દંડ દેવામાં આવે છે. તે જ નિયમ અણુવતીઓ માટે પણ છે. તમે એમ ન સમજતા કે તે માત્ર ચોપડીમાં રાખવા માટે જ છે. કોઈ પણ સ્થળે કેઈ અણુવતી પાલનમાં ત્રુટિ કરશે તે સંભવ છે કે જનપરંપરાએ તે મારા સુધી અવશ્ય આવી પહેચશે. તે પ્રસંગે મારું કર્તવ્ય એ હશે કે યોગ્ય તપાસ બાદ ઉપવાસ વગેરેના રૂપમાં આધ્યાત્મિક પ્રાયશ્ચિત્ત આપવું. તેની ચેતવણુ હું આજ થી જ બધાને આપી દઉં છું. ઘણું વ્યક્તિઓ જે લાંબા વખત સુધી અણવતાની સાધના કરી ચૂકી છે, તેમણે ત્યાગ કરવો પડશે. જેઓ પોતાને ત્યાગને અનુકૂળ પૂરેપૂરા ન બનાવી શકે, તેઓ પોતે જ વિચાર કરી લે કે તેમણે શું કરવાનું છે હાં, સાધનાની બાબતમાં એટલું તે હું પણ આવશ્યક સમજું છું કે જેઓ ત્યાગ લેવાનો સંકલ્પ કરી ચૂક્યા છે અથવા કરે છે, તેઓ સંગાનુસાર આજે જ ત્યાગ લેવાને માટે તૈયાર નથી પણ તેઓ ત્યાગ લેવાની સેક્સ મુદત બતાવીને તેટલા સમય સુધી પિતાનું નામ સાધનામાં રાખવી શકે છે આ વર્ષે નવેસરથી અણુવતી-સંધમાં દાખલ થનારા, ઈચ્છે તે, એક વિષે સાધનામાં રહી શકે છે. ભાષણની વચ્ચે વચ્ચે આચાર્યશ્રી ઉકત વિષયો પર આણુનતીઓના વિચાર કેવા છે, તે પ્રશ્નો પૂછીને જાણી લેતા હતા. એ વિચારો સાથે પિતાના વિચારોનો સમન્વય કરીને તેઓશ્રી દરેક સમસ્યાને નિર્ણયના બકકે પહેચાતા હતા. એતંત્ર અને ક્વતંત્ર વચ્ચેનો આ માર્ગ ત્રણ જણાતો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ [ ૫ ] આ રીતે અનેક મહત્ત્વપૂર્ણ પ્રશ્નો પર પ્રકાશ ફેંકતાં છેવટે આચાર્ય શ્રીએ જણાવ્યું કે હવે હુ એ જાણવા ઈચ્છું છુ` કે તમે ઘણા દિવસથી સાધના કરી રહ્યા છે—અણુવ્રતાનું પાલન કરી રહ્યા છે, તા એ વિષયમાં તમારા અનુભવેા દેવા પ્રકારના છે ? તમારા જીવનમાં કોઈ મહત્ત્વનું પરિવર્તન થયું કે નહિ ? અંગત અનુભવા આ પરથી કેટલાક અણુવ્રતીએએ ઊભા થઈને પોતાને થયેલા અનુભવો પરિષદને સંભળાવ્યા, જે વાસ્તવિક રીતે અવતાની સફળતાના ઘોતક હતા. તેમાંથી કેટલાક અહીં રજૂ કરવામાં આવે છે. એક ભાઇએ કહ્યું: અણુવ્રતાની સાધના સ્વીકાર્યા પછી સામાજિક જ્વનમાં કેટલીક મુશ્કેલીઓનો અનુભવ થયે।. પશુ મારા નિશ્ર્ચયમાં હું દૃઢ રહ્યો. એનું ફળ મને સારું' મળ્યું. મારા એક તદ્દન નજીકના સંબંધી મારું નામ પેાતાના એક સમાં સાક્ષી રૂપે લખાવવાને ઈચ્છતા હતા. મેં હ્યું. “નામ લખાવવું હાય તા લખાવે. તેમાં કાંઈ હરકત નથી. પણ હું અતી નિયમ મુજબ અસત્ય સાક્ષી આપીશ નહિ. સત્ય સાક્ષીથી અનું કામ પતે તેમ ન હતું, તેથી તેણે મારા પર ઘણું દબાણ કર્યું. પરંતુ મારા નિયમમાં હુ દૃઢ રહ્યો. આથી જે ક્રુ કુટુ‘બીએ નારાજ થયા, પણ મને ધણું આત્મબળ પ્રાપ્ત યુ ને ' એ રીતે બીજા એક પ્રસંગે સાક્ષી આપવાને માટે હુ ામાં 'યે। અને સાક્ષી આપી. ન્યાયાધીશે જાણ્યું કે આ અણુવતી છે, એટલે મારી સાક્ષીને સાચી માનીને તે મુજબ જ ફૈસલા આપ્યા. હવે આપ વિચાર કરો કે અણુવ્રતને લીધે દુનિયામાં આપણી કેટલી શાખ `વધી છે અને વધશે. આપણે પણ આપણું વન શા મુજબ રાખવું જોઇએ. ત્યારે તે સ્થિર બનશે. વધારેમાં અવતીએ કહ્યું : આશ્ચય'વર ! મેં મારી દૃષ્ટિથી બધા નિયમેાનું વિધિવત્ પાલન કર્યું છે. છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ [ ૭૬ ] સાધનાના કોઈ પણ નિયમને હું પૂરી રીતે પાળી શકયો ન હોઉં તે બનવા જોગ છે. માટે આપશ્રી મને જે કાંઈ પ્રાયશ્ચિત્ત ફરમાવશે, તેને હું સહર્ષ સ્વીકાર કરીશ.” એક બીજા અણુવતીએ કહ્યું : “હું દલાલી કરું છું. જ્યારે અણુવ્રતી થયો ન હતું, ત્યારે બહુ સાદાઈથી વચ્ચેથી ગાળો ખાઈ જતો હતો. પરંતુ સાધનાનો સ્વીકાર કર્યા પછી મેં એક પણ દિવસ– એક પણ વાર ગાળો ખાધો નથી. તેથી મારી આવક જરૂર ઘટી છે, પણ આત્મસંતેષ ખૂબ મળ્યો છે, તે એથી કે હું એક આદર્શને વળગી રહ્યો છું.” એક ભાઈએ કહ્યું : “સામાજિક સ્થિતિ નિયમને પ્રતિકૂળ છે. તે પણ થોડા અણુવતીઓને લીધે તેમાં ભારે અસર પડતી હોય તેમ જણાય છે. ઘણે ઠેકાણે થનારા મેટા ભેજન-સમારંભ નજીકના સંબંધી અણુવતીઓને સામેલ કરવા ખાતર જ નિયમબદ્ધ બની જાય છે. અર્થાત બસે-ચારસે માણસની જગાએ માત્ર રપ ક પ૦ જે રાજકીય નિયમ હોય તેટલી જ વ્યક્તિઓ પૂરતો તે મર્યાદિત થાય છે. હું જે શહેરનો રહીશ છું, ત્યાં અણુવ્રતી હોવાના કારણે બધા જમણવારમાં સામેલ થઈ શકતું નથી. જનતાએ જ્યારે મારું હાજર ન રહેવાનું કારણ જાણ્યું ત્યારે તેણે અણુકાથી-સંધ અને તેના નિયમોનું હાર્દિક સ્વાગત કર્યું - ત્યાર પછી એક અણુવતીએ કહ્યું કે મોટા જમણવારમાં ભાગ ન લેવાનું સહુથી વધારે ફળ તે મેં અનુભવ્યું છે. મારા તદ્દન નજીકના સંબંધીને ત્યાં વિવાહ હતા. બીજા ગામ જાન ગઈ. સંયોગવશાત મારે પણ જાનની સાથે જવું પડયું. બધા જાનૈયા જાતજાતના ભેજન કરતા. મારા એકલાની સીધી-સાધી રઈ જુદી બનતી. કઈ કઈ વાર મિત્રે ટાણે પણ મારતા કે જોયું અણુવતી બનવાનું ફળ? મિઠાઈ આંખથી જોઈ શકે છે, પણ ખાઈ શક્તા નથી. હવે એક દિવસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ [૭૭] અકસ્માત ખાવામાં કઈ એવી ઝેરી વસ્તુ આવી ગઈ કે મારા સિવાય બધાને ઉલટી અને ઝાડા થવા લાગ્યા. મેં પણ કહ્યું કે જોયું અણુવ્રતી ન થવાનું ફળ એક જણે કહ્યું : “મેં તે અનુભવ કર્યો કે અણુવ્રતી થવાથી મનુષ્યની અંતર્દષ્ટિ ખુલી જાય છે. એને પ્રત્યેક કામમાં પાપ થવાનો ડર લાગે છે દરેક કાર્યમાં તેને વિચાર કરવો પડે છે કે આ કામ મારે માટે ચોગ્ય છે કે નહિ ? આ રીતે બીજા અણુવતીઓએ પણ પોતાના જુદા જુદા અનુભવે સંભળાવ્યા જે ઘણું રસિક અને શિક્ષાપ્રદ હતા. આ કાર્યક્રમ પછી અણુવતીઓએ જુદા જુદા નિયમ બાબતમાં પૂછેલા પ્રશ્નોને આચાર્યશ્રીએ ખુલાસે આપે. ત્યાર બાદ આચાર્યશ્રીએ સમગ્ર અશ્વતીઓને ઉદ્દેશીને પૂછ્યું કે નિયમ બનાવનાર હું છું અને પાળનાર તમે છે, તે તમારી દષ્ટિએ આ નિયમોને વધારે સરળ બનાવવા જેવા છે કે કઠેર ? તે પરથી મોટા ભાગે જવાબ આપ્યો કે આ નિયમને વધારે સરળ બનાવવાની જરૂર નથી. તેને ક્રમશ: વધારે કડક બનાવવામાં જ અમારા જીવનનું ઉત્થાન છે, અમારા જીવનનો વિકાસ છે. અમારે અમારા જીવનને નિયમોને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે પછી ઉમેદવાર અશ્વતીઓએ પિતાનાં નામ આચાર્યશ્રીને સમર્પિત કર્યા અને લગભગ અઢી કલાકની મહત્વપૂર્ણ કાર્યવાહી પછી સેંકડે મંગળ ભાવનાઓ સાથે અધિવેશન સમાપ્ત થયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ - -- --- -- - -- --- - -- -- - પ્રાપ્તિ સ્થાનઃ રમણીચંદ મોતીચંદ ઝવેરી, ૧૫૭, ઝવેરી બજાર, છે મુમ્બઈ નં. ૨. ટેલફિન નં. : ૨૮૪૦૬ - - - :ބަހަހީގަޞިހނީ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ થશોવિ, alcPhilo નવા પ્રકાશન *હ છg, 3 વિવ-સ્થિતિ 3 ધર્મબોધ (પ્રથમ ભાગ) 3 અબોધ (દુસરા ભાગ ) 3 મેરા યુગ 3 બાપૂ 63 સચિત્ર શ્રાવક-પ્રતિક્રમણ ઉં પદાથવાદ આત્મ-સાધના @ મુગ-ધર્મ તેરા પંચ તીન-સંદેશા 2 આંખે બોલે છું ત્યાગ K3 અણુવ્રતી-સંઘ ઓર અણુવ્રત 3 જ્ઞાન-કણ આદિ 3 સંદેશ (પ્રવચન સંગ્રહ) આદર્શ સાહિત્ય-સંઘ, સરદારશહુર (રાજસ્થાન) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com