________________
[ પ પ ]
૧૧. ટિકિટ વિના રેલ્વે વગેરેમાં મુસાફરી કરવી નહિ. નોંધ–અમુક
રાજનૈતિક પક્ષની નીતિ અનુસાર તે પ્રકારના રાજનિયમનું
ઉલ્લંધન કરવું પડે તે પ્રતિજ્ઞાઓને બાધ આવશે નહિ. ૧૨. કઈ સદામાં ગાળો ખાવો નહિ. ૧૩. ચેરીની વસ્તુ ખરીદવી નહિ અને ચેર ને ચેરી કરવામાં સહાયતા,
આપવી નહિ.
(૪) બ્રહ્મચર્ય વ્રત બ્રહ્મચર્યના સંબંધમાં નીચે જણાવેલી પ્રતિજ્ઞાઓનું પાલન અણાતીઓ માટે અનિવાર્ય છે. ૧. વેશ્યાગમન કે પરસ્ત્રીગમન કરવું નહિ. ૨. કોઈ પણ પ્રકારનું અપ્રાકૃતિક મૈથુન કરવું નહિ. ૩. દિવસે સભેગ કરે નહિ. ૪. ૪૫ વર્ષની ઉમ્મર પછી વિવાહ કરવો નહિ. ૫. રાજકીય કાયદાઓમાં દર્શાવેલી વિવાહની ઉમ્મરથી ઓછી ઉંમરે
વિવાહ કર નહિ. ૬. જ્યાં શીલભંગનો પ્રસંગ કે આશંકા જાય, ત્યાં નોકરી કરવી.
નહિ કે રહેવું નહિ. ૭. એકલી પરસ્ત્રી સાથે એક જ ઓરડામાં રાત્રિ-શયન કરવું
નહિ. ૮. એકલા પપુરુષની સાથે ફરવા જવું નહિ, રમવું નહિ કે સીનેમા.
વગેરેમાં જવું નહિ. ૯. વેશ્યાનું નૃત્ય કે ગાન કરાવવું નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com