SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૭] અટકાવવા માટે કેઈ જીવંત પ્રયત્ન કરવાની આવશ્યકતા છે. એના માટે દેશના ધર્માચાર્યો વધારેમાં વધારે જવાબદાર છે. આજના યુગની રંગઢંગ જોતા આ સંબંધમાં તે ધર્માચાર્યોની પાસેથી વધારે આશા રાખવામાં આવે છે કે જેઓ સાંપ્રદાયિકતાથી તદ્દન દૂર અને સાર્વજનિક વૃત્તિના પૂર્ણરૂપે પિષક હેય. આપમાં અમને આવશ્યક બધી શક્તિએને પૂરેપૂરે સમન્વય દેખાય છે. તેથી આપ કઈ વ્યવસ્થિત જનાથી જનતાના જીવનમાં ધરમૂળનો ફેરફાર કરવાનો પ્રયત્ન કરે.” આ રચનાઓથી પ્રેરાઈને વિ. સં. ૨૦૦૩ માં નૈતિક નિયમોનો એક તેરસૂત્રી કાર્યક્રમ જનતાને માટે તૈયાર કરવામાં આવ્યા. એક વર્ષના પ્રયત્ન પછી લગભગ ત્રીસ હજાર વ્યકિતઓએ એ તેર નિયમનો સ્વીકાર કર્યો. આ સુંદર પરિણામ જ જનતાની સુષુપ્ત આધ્યાત્મિકતા (નૈતિકતા) નું પ્રતીક હતું કે જે આચાર્યવરે આ દિશામાં પગલું ભરતાં આવ્યું હતું. આ રીતે પિતાના તેર વર્ષના અનુભવના આધાર પર સાંગોપાંગ અણુવ્રતી-સંઘના નિયમ-ઉપનિયમોની સંકલન કરી વિ. સં. ૨૦૦૫ ના ફાગણ શુદિ ૨ ને રેજ સરદાર શહર (રાજસ્થાન) માં એની સ્થાપના કરવામાં આવી. સ્થાપના સમારોહ પ્રાતઃકાલનો મંગલ અવસર હતા. આચાર્ય વર શુભ્રવેપેત કાષ્ઠ પદ પર વિરાજમાન હતા. એક બાજુ સાધુ સમાજ અને બીજી બાજુ સાધ્વી સમાજ ગંભીર મુદ્રામાં ખેઠે હતા. ચારે બાજુ સ્થાનિક તથા બહારથી આવેલાં હજારે સ્ત્રીપુરુષો આચાર્યશ્રી તરફ ધ્યાન લગાવીને તેમને પવિત્ર સંદેશ સાંભળવાને આતુરતાથી બેઠા હતા. ચાર સાધ્વીઓએ ઉભા થઈને શાંત-સ્વરથી મંગલગીત ગાયું અને ત્યાર બાદ આચાર્યવરે પિતાની ગંભીર વાણીમાં ઉદ્ધાટન-ભાષણનો પ્રારંભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034747
Book TitleAnuvrati Sangh
Original Sutra AuthorN/A
AuthorSatyadev Vidyalankar
PublisherAdarsh Sahitya Sangh
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy