________________
[૫૧]
ધ-જ્યાં પિતાના નજીકના સંબંધીઓ અને બીજી આમંત્રિત
વ્યક્તિઓ મળીને ૧૦૦ થી વધારેની સંખ્યા એકત્રિત
થાય, તેને મેટે જમણવાર ગણવામાં આવશે. ૭. નિયમ નિષિદ્ધ જમણવારમાં ભોજન કરવા જવું નહિ. ૮. વિશ્વાસઘાત કરીને કોઈના હૃદયને આઘાત પહોંચાડવો નહિ. ૯. કાયદા અને વ્યવહારિક દૃષ્ટિથી પશુઓ પર વધારે ભાર ભરે
નહિ.
પિતાના આશ્રિત જીવોની ખાદ્ય-પેય વસ્તુઓનો કલુષિત ભાવનાથી
વિચ્છેદ કરે નહિ. ૧૧. આશ્રિત અને અનાશ્રિત પ્રાણીઓ પ્રત્યે ક્રૂર વ્યવહાર તથા પ્રહાર
કરે નહિ. ૧૨. ચિકિત્સાના કારણ સિવાય કઈ પ્રાણીનો અંગત વિચ્છેદ કરો
નહિ. તપાવેલા સળિયા કે બીજા કષ્ટદાયક ઉપાયથી ત્રિશલાદિ
નિશાન કરવાં નહિ. ૧૩. કોઈ પ્રાણીને કઠેર બંધનથી બાંધવું નહિ. ૧૪. આત્મહત્યા કરવી નહિ. ૧૫. ભૃણહત્યા કરવી નહિ. ૧૬. માંસ-જેમાં ઈડા, માંસ, સત્વ, ચરબી અને રક્તનો પણ સમાવેશ
થાય છે–ખાવું નહિ. ૧૭. દારૂ પીવો નહિ. ૧૮. દારૂ, માંસ, માછલી તથા ઈંડા આદિનો વ્યાપાર કરવો નહિ. ૧૯. શિકાર કરે નહિ. ૨૦. અળગણ પાણી પીવું નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com